રવિવાર, 30 ઑક્ટોબર, 2011

ઍટલસ શ્રગ્ગ્ડઃ ઉત્પત્તિ અને ઇતિહાસ - એક નિબંધ --- તૃતીય ભાગ


પ્રકાશકની શોધ
બૉબ્બ્સ-મૅરિલ (ફાઉન્ટન્હેડના પ્રકાશક) સાથેના અસંતુશ્ઠ અનુભવને કારણે ઍયન રૅન્ડએ નક્કી કરેલ હતું કે એટલસ શ્રગ્ગ્ડ એવા પ્રકાશકને જ સોંપવી જ તેના બાબતે ખુબ ઉત્સાહીત હોય અને તેની વ્યવસ્થિત પ્રસિધ્ધિમાટે કટીબધ્ધ હોય. જો કે આ સહેલું નહોતું, કારણકે પ્રકાશન ઉદ્યોગ પ્રણાલિકાગત ડાબેરી વિચારસરણી ધરાવતો હતો અને ઍયન રૅન્ડની વિચારસરણી માટે ખાસ સહાનુભૂતિ પણ નહોતો ધરાવતો.
બૉબ્બ્સ-મૅરિલના ભૂતપૂર્વ સંપાદક અને હાલમાં પ્રખ્યાત રૅન્ડમ હાઉસસાથે છે તે, હિરમ હૅડન, ઍયન રૅન્ડસાથે ઘણા સમયથી સંપર્ક જાળવી રહ્યા હતા કે જેથી ઍટલસ શ્રગ્ગ્ડ તેમના વર્તમાન પ્રકાશકના હિસ્સામાં આવે. ઍયન રૅન્ડના ઍજન્ટ, ઍલન કૉલ્લિન્સ,તેમને રૅન્ડમ હાઉસથી દૂર રહેવા સમજાવતા, કારણકે તેમને ભય હતો કે રૅન્ડમ હાઉસની લાંબી યાદીમાં ઍટલસ શ્રગ્ગ્ડ 'ખોવાઇ' ન જાય.ઍયન રૅન્ડ યાદ કરતાં કહે છેઃ "ઍલનએ તેમને ચોખ્ખું જ જણાવી દીધું હતું કે તેઓ તેમનાં પ્રકાશનગૃહને આ પુસ્તક્માટે યોગ્ય નહોતા ગણતા, તેથી [મુલાકાત ગોઠવવાનો] કોઇ અર્થ નથી. તેમ છતાં પણ મારો સંપર્ક કરવામાટે હું હિરમ હૅડનની હિંમતને દાદ આપું છું.તેમણે કહ્યું કે તેમને ખબર છે કે પ્રકાશન-પ્રણાલિથી આ વિરૂધ્ધ છે, પણ તેઓ જાણવા માગતા હતા કે અમે તેમને શા માટે ના પાડ્યાં કરતાં હતાં, તેમજ તેમને અમને આગ્રહ કરવાની એક તક જોઇતી હતી. સાથે સાથે જ,બૅન્નૅટ [સર્ફ, રૅન્ડમ હાઉસના વડા]એ ઍલનની સાથે વાત કરી અને ખુલ્લું જ પૂછ્યું કે તેને રૅન્ડમ હાઉસની સામે શું વાંધો છે,કારણકે તેઓ તેમની પાસેથી ઘણાં પુસ્તકો ખરીદે છે, જેને પરિણામે ઍલન કફોડી હાલતમાં મુકાઇ ગયા હતા, કારણકે આ રીતની પ્રથા જ નહોતી.જો કે તેને કારણે મારાપર એમની સારી છાપ પડી, કારણકે મેં આ પ્રમાણે જ કર્યું હોત. એ તો ગોળ ગોળ વાત કરવાના ઢોંગથી વિપરીત જવા બરાબર છે.
જેના પરિણામે મેં ઍલનને કહ્યું કે મને આ[મુલાકાત]માં રસ છે...અને તે મારી કારકીર્દીની પ્રકાશન અંગેની સૌથી ઉત્તમ અને ઉત્તેજનાવાળી મુલાકાત હતી... મને રૅન્ડમ હાઉસના લોકો નો ખુલ્લો, બૌધ્ધિક અને સીધો જ અભિગમ તુર્તજ પસંદ પડી ગયો. એટલે કે હું પ્રકાશક જે ભાષા વાપરે તેમ અપેક્ષા કરતી હતી તે જ રીતે તેઓએ રજૂઆત કરી...તેઓએ વિચારોને ખુલ્લા દિલથી આવકાર્યા. હકીકતે તો, તેમણે આપણે જે કહીએ તેને સાંભળ્યું.તેઓ ખાસ્સા ઉત્સાહિત હતા અને તેમણે મારા સવાલોના સીધા સીધા જવાબો આપ્યા. દરેક પ્રકાશકે ભવિષ્યમાં શું અપેક્ષા કરવી તે અંગેના સવાલોની યાદી મેં મારા મનમાં તૈયાર રાખી હતી."
એ મુલાકાત દરમ્યાન સર્ફને, ઍયન રૅન્ડ જેને ખુબ જ 'તેજસ્વી કહે છે તેવો, વિચાર આવ્યો, જેને પરિણામે જ તેઓને આ પુસ્તક મળી ગયું." સર્ફએ 'ફીલૉસૉફી સ્પર્ધા'નો પ્રસ્તાવ રજૂ કર્યો,જેમાં પુસ્તક અનેક પ્રકાશકોને આપવામાં આવે (આવું પહેલાં કદી થયું નહોતું), કોઇ નાણાકિય બોલી માટે નહીં, પણ "હું પ્રકાશકોને પુસ્તક વાંચવાનું કહું,અને તેઓ ફીલૉસૉફી અને વિચારસરણીઅંગેનો તેમનો અભિગમ જણાવે. તેઓ પુસ્તકનું સંચાલન કઇ રીતે કરશે અને તે અંગે તેઓ શું માને છે. આ બધા જવાબોની મદદથી મારે નક્કી કરવાનું કે સૌથી પહેલાં આ પુસ્તક હું કોને આપું, જે ખરેખર દાદ માંગી લે તેવો વિચાર હતો."
તેમની સાથેની મુલાકાત દરમ્યાન એવો બીજો બનાવ પણ બન્યો હતો જેણે તેમને રૅન્ડમ હાઉસસાથે કરાર કરી લેવા પ્રેર્યાં. ઍયન રૅન્ડએ તેમને કથા - વસ્તુ કે રૂપરેખા કહી નહોતી, માત્ર એટલું જ કહ્યું હતું કે "આ કોઇપણ આત્યંતિક ,બાંધછોડ સિવાયનો મુડીવાદ અને મુક્ત વ્યાપારનો બચાવ છે, જે એક નવી જ ફીલૉસૉફી રજૂ કરે છે" અને તેનો ડાબેરી તેમ જ જમણેરી રાજકારણ વિરોધ કરશે. ત્યારે સર્ફના ભાગીદાર ડૉનાલ્ડ કૉપ્ફલરએ પૂછ્યુંઃ "જો આ મુડીવાદનો બાંધછોડ સિવાયનો બચાવ હોય તો તે યહુદી-ખ્રીસ્તી નૈતિક પરંપરાની વિરૂધ્ધ ટક્કર નહીં થાય?"
ઍયન રૅન્ડનું કહેવું છે કે "આ તેઓમાટેનો બીજો તરફેણનો મુદ્દો બન્યો હતો... મેં હજુ સુધી, મૌખિક કે લખાણમાં, કોઇને આ મુદ્દો ધ્યાનમાં આવ્યાનું નોંધ્યું નહોતું. તે આટલા ફિલસુફ હોઇ શકે  તે જાણીને મને ખુબ આનંદ થયો હતો. મેં તેમને ઉત્સાહ્થી જવાબ આપ્યો કે, હા, તેમ તો જરૂર થશે જ,અને હું તો આ જ ખાસ મુદ્દો રજૂ કરી રહી છું - નવો નૈતિકતાવાદ, જેના વગર મુડીવાદનો  નૈતિક બચાવ શક્ય નથી કારણ કે યહુદી-ખ્રીસ્તી પરંપરાસાથે તેનો ક્લેશ છે જ. ખેર, તે આનાથી જરા પણ ડર્યા નહીં. તે કદાચ વધારે આકર્શિત થયા હશે."
પ્રકાશનનો ઇતિહાસ
વિવેચનાત્મક પ્રતિભાવો
ફાઉન્ટનહેડથી વિપરીત, ઍટલસ શ્રગ્ગ્ડનું,લગભગ દરેક પ્રકાશનમાં, વ્યાપકરીતે વિવેચન થયું.ઍયન રૅન્ડનાં અખબારો સહિત એક સો અને બાવન [લગભગ ઑક્ટૉબર ૧૯૪૭ દરમ્યાન જ] વિવેચનો થયાં હતાં. તો ફાઉન્ટનહેડથી વિપરીત, જે બધા લગભગ હકારાત્મક હતા, ઍટલસ શ્રગ્ગ્ડના વિવેચનો મહદ અંશે, ખાસ કરીને મુખ્ય પ્રકાશનોમાં,નકરાત્મક હતા.ઍયન રૅન્ડની ફીલૉસૉફી ઍટલસ શ્રગ્ગ્ડમાં સ્પષ્ટપણે છતી થઇ હતી એટલે વિવેચકોના પ્રતિભાવ પણ તે મુજબના હતા.
સાયંસ ક્રિશ્ચીઅન મૉનીટરના એક વિવેચન , જે ને ઍયન રૅન્ડ 'કચરો' કહે છે,માં આ નવલકથાને કદાચ સાંપ્રત ઘટનાઓપરનું વિવરણ માની ને એવું દુઃખ વ્યક્ત કરાયું હતું કે જ્યારે અમેરીકન અર્થતંત્ર તેજીમાં છે ત્યારે આ કથા અપ્રસ્તુત છે. તે પુસ્તકનો આત્યંતો અને નિરપેક્ષોથી ભરપૂર હોવાને કારણે આક્રમક વિરોધ કરે છે, જેમાં કોઇ મધ્યસ્થી કે સમાધાનને સ્થાન જ નથી; હકીકતમાં, તે દલીલ કરે છે કે, જો નાયક [પાત્રો]એ 'રાજકીય જવાબદારી' બતાવી હોત તો તેમની આટલી અવગણના ન થઇ હોત.
પ્રખ્યાત રૂઢીવાદી જ્હૉન ચૅમ્બરલૅન,ન્યુ યૉર્ક હૅરલ્ડના પુસ્તક-પરીચયનાં મુખપૃષ્ઠ પ્રશંશા કરતાં તેને 'ઉદ્દાત્ત ભાવનાથી પ્રેરીત' અને 'સિમાચિન્હ રૂપ" ગણાવે છે. તેઓ નોંધે છે કે તાત્વિક બોધપાઠ એ છે કે ખાનગી મિલ્કતમાં સરકારનો હસ્તક્ષેપ અર્થતંત્રમાટે હાનિકારક નીવડી શકે છે. તેમણે એક ખામી નોંધી તે ક્રીશ્ચીઅન નૈતિકતાના અસ્વિકાર અંગે છે."એક ક્રીશ્ચીઅન માટે બધુ ફેડણીપાત્ર છે. પરંતુ, ઍયન રૅન્ડ્ની નૈતિક જડતા એવાં જ લોકોને તેમનાથી દૂર કરશે જેમને તેમના સંદેશ -દાન સ્વૈચ્છીક હોવું જોઇએ -ની વધારે જરૂર છે... તેમણે પર્વતપરના ઉપદેશને ફરીથી લખવાની કોશીશ નહોતી કરવી જોઇતી."
ન્યુ યૉર્કરના વિવેચનાત્મક લેખએ કથાવસ્તુને માની ન શકાય તેવું તેમ જ અર્થવિહિન ગણાવ્યું હતું. વિવેચકનું કહેવું હતું કેઃ "સાંપ્રત અમેરીકનોને કારખાનાં છોડી દેવાનું કે ટેકનીકલ પ્રગતિને નઝરઅંદાઝ કરવાનું કે નફાના ઉદ્દેશ્યને ખતમ કરવાનું કહેવું એ પાઅણીને પાછાં પર્વત પર ચડવાનું કહેવા જેવું જણાય છે."
ન્યુ યૉર્ક ટાઇમ્સએ ગ્રૅનવિલ હીક્સને વિવેચકતરીકે પસંદ કર્યા હતા. ૧૯૩૬માં મૅક્મિલનમાં સંપાદક તરીકેની જવાબદારી સંભાળવાની સાથે સાથે હીક્સ જ્યારે સામ્યવાદી પક્ષના સભ્ય હતા તે સમયે તેમણે રૅન્ડની પહેલી નવલકથા - વી,ધ લિવિંગ- ન છપાય તે માટે અસફળ પ્રયત્નો કર્યા હતા.હીક્સએ એટલસ શ્રગ્ગ્ડને ગંભીર નવલકથા જ ગણી નહીં અને તેમાં નાયક અને ખલનાયક બાબતે તેને ઉતારી પાડી, તેમની 'સાબિતિ' એ હતી કે વાર્તા મૃતઃપ્રાય ન્યુ યૉર્કમાં આકાર લે છે.
રાશ્ટ્રીય કક્ષાનાં મુખ્ય પ્રકાશનોમાંનાં સકારક વિવેચનો પૈકી એક વૉલ સ્ટ્રીટ જર્નલનું હતું, જેના વિવેચકે એ હકીકત ખોળી કાઢી કે ઍયન રૅન્ડ સ્વાર્થ અને વ્યક્તિત્વવાદના પક્ષમાં હતાં. તેમણે તેમના વિવેચનને અંતે જણાવ્યું કે કુ. રૅન્ડએ તેમનાં પાત્ર દ્વારા 'વ્યાપાર અને ઉત્પાદનના હક્ક'નો સંવિધાનમાંના સુરક્ષિત હક્કોમાં સમાવેશ કરાવડાવીને  ભવિષ્યને ઉજ્જવળ કલ્પ્યું છે.
તો વળી ટાઇમ સામયિકએ ફીલૉસૉફી,વાર્તા અને રૅન્ડની શૈલિની મજાક કરી. ન્યુઝવીકએ લખ્યુંઃ" અઘરા સ્વગત સંવાદો છતાં પણ વાચક વાર્તા અને વિચારોના છટાદાર પ્રવાહને કારણે કથાવિશ્વની અંદર રહી શકે છે."
ખ્યાતનામ 'સેટરડૅ રીવ્યૂ ઑવ લીટરેચર' ઍયન રૅન્ડને આંજી નાખે તેવી કલાભીજ્ઞતાવાળાં લેખિકા તરીકે ઓળખાવે છે અને ઍટલસ શ્રગ્ગ્ડને ૧૫મી સદીનાં એ નિતિપરાયણ નાટક સાથે સરખાવે છે જે કલ્યાણકારી રાજ્ય અને સમગ્ર ખ્રીસ્તી નિતિશાસ્ત્રને પદકારે છે. જો કે , તેના મત મુજબ તેનાં સારા લોકો અને ખરાબ લોકોનાં ચરિત્રણ વધુ પડતાં સરળ છે, તેમાં વધારે પડતી ફીલૉસૉફી છે, દુષ્ટ લોકોનો નાશ જ થાય છે અને સદાચારીઓ,રહસ્યવાદી સાધકો, આવક વેરાઓ,પ્રાધ્યાપકો,પરોપકારવાદીઓ, સામ્યવાદ અને ખ્રીસ્તીચારિત્ર્યના ધિકારની લાગણીથી ભરેલ છે. વિવેચક સમ્મપનમાં કહે છે કે ઍયન રૅન્ડપાસે પણ ૧૯મી સદીના પરોપકારવાદીઓનો એક નાનાં કાલ્પનિક રામરાજ્યનો જ ઉકેલ છે.
કૅથૉલિક અખબાર જગતને તો ઍયન રૅન્ડદ્વારા ઇશ્વર્નાં અસ્તિત્વના અસ્વિકાર અને તેમની પોતાનામાટે જ જીવવાના હક્કની માન્યતાએ કુઠરાઘાત પહોંચાડ્યો હતો.કૉમનવીલની આદમનાં મૂળ પાપના વિરોધ અને સહાનુભૂતિ, સખાવત તેમ જ વિનમ્રતાના અભાવમાટે ફરિયાદ હતી. બીજા એક કૅથૉલિક વિવેચકે તેને તેણે વાંચેલ બધાં જ પુસ્તકોમાં સહુથી વધારે અનૈતિક અને ઘાતક કહ્યું, પણ તેમને એ ધરપત હતી કે તેના ૫૦૦,૦૦૦ શબ્દો લાબું ટકી નહીં શકે.[ પચાસ વરસ પછી પણ નવલકથાની વરસે ૧૨૫,૦૦૦ નકલો વેંચાઇ રહી છે.] અન્ય એક કૅથૉલિક વિવેચકનો અભિપ્રાય હતો કે રૅન્ડ તર્ક કરતાં બુધ્ધિને વધારે માને છે, નહીંતર તે કંઇ પણ ગૂઢને ઉતારી શા માટે પાડે.
સહુથી વધુ નકારક વિવેચન છાપ્યું[અને હમણાં થોડા સમય પહેલાં ફરીથી મુદ્રિત થયેલ] રૂઢીવાદી નૅશનલ રીવ્યૂએ, જેણે વિવેચક તરીકે એક અન્ય સામ્યવાદીવ્હીટ્ટૅકર ચૅમ્બર્સનિ પસંદ કર્યા હતા. તેમણે તો શરૂઆત જ પુસ્તકને અત્યંત દારૂણ અને ખાસી અવિવેકી ગણાવીને કરી, એવુ પુસ્તક કહ્યું કે થોડીપણ ડાહી વ્યક્તિ તેને ગંભીરતાથી ન લે. તેમણે તેનાં શ્વેત-શ્યામ પાત્રોને કવખોડ્યાં અને તેઓના સંદેશને ભૌતિકતાવાદી કહ્યો તો વળી તેમણે સુખની શોધના હેતુને પણ આડે હાથે લીધો.તેમનું કહેવું હતું કે રૅન્ડનો સર્વગ્રાહી ઘમંડ અને તુમાખીનો અર્થ એ કે તેઓ નાઝી છે, જે તેના વિરોધીઓને ગૅસ ચૅમ્બરમાં ધકેલી દે.
વિવેચનોમાંની અતિપ્રતિકુળ ટીકાઓ અને આત્યંતિક વિરોધએ પ્રકાશકોને ક્ષોભિત કરી દીધા તો રૅન્ડ્ને તેમની આપણા યુગની બૌધ્ધિક નાદારીની માન્યતામાં  તેમ જ  તેમની ફીલૉસૉફી અને તેની પ્રસ્તુતતા વિષે લોકોને પ્રશિક્ષિત કરવાની જરૂરીયાત અંગે વધુ દ્રઢ કર્યાં. જીવનનાં પછીનાં પચીસ વરસોમાં તેમણે તેમના વિચારોપર ડઝનબંધ બીન-કથા કક્ષાના લેખો અને જેમણે આ બૌધ્ધિક વસીયતને આજે પણ ટકાવી રાખેલ છે તેવી'નવ-બૌધ્ધિકો'ની પેઢીને પ્રશિક્ષણદ્વારા એ જ કર્યું.
પુસ્તકનું વેચાણ
રૅન્ડમ હાઉસએ શરૂઆત લગભગ ૧૦૦,૦૦૦ નકલ છાપીને કરી. પ્રકાશન - ૧૦મી ઑક્ટૉબર, ૧૯૫૭-ના ત્રીજા દિવસે તે ન્યુ -યૉર્ક ટાઇમ્સની સૌથી-વધુ-વિચાણનિ યાદીમાં છઠ્ઠા ક્રમે હતું. ૮મી ડીસેમ્બર,૧૯૫૭થી શરૂ થતા છ-સપ્તાહના સમયગાળામાં સર્વોચ્ચ ચોથાં શ્તન પર પહોંચીને તે ૨૧ સપ્તાહ સધી આ યાદીપર રહ્યું.પહેલા બાર મહીનામાં તેનું ચોખ્ખું વેચાણ ૭૦,૦૦૦ નકલોનું થયું હતું. ૧૯૯૨માં જ્યારે પેન્ગ્વીન ગ્રુપ [અમેરીકા]ના વિભાગ ડ્યુટ્ટૉનએ જ્યારે વેચાણ સંભાળ્યું ત્યાં સુધી રૅન્ડમ હાઉસનું વેચાણ ૨૫૦,૦૦૦ નકલને આંબી ગયું હતું.
ન્યુ અમેરીકન લાયબ્રેરીદ્વારા પ્રકાશિત પહેલી પૅપરબૅક આવૃત્તિસમયે તેની ૧૫૦,૦૦૦ નકલ છપાઇ હતી, જ્યારે ફરીથીપહેલા ૧૨ મહીનામાં ચોખ્ખું વેચાણ ૭૦,૦૦૦ નકલનું થયું હતું.
ઍયન રૅન્ડ્નું અવલોકન રહ્યું છે કે તેમનાં પુસ્તકોનું વેચાણ સમય જતાં, મોઢાંમોઢ પ્રસિધ્ધિથી વધ્યું છે અને તે રીતે તે "મારાજેવા વાચકો' સુધી પહોંચેલ છે.
૨૦૦૯ સુધીમાં તેના અમેરીકન પ્રકાશકો ૭,૦૦૦,૦૦૦થી વધુ નકલ વેંચી ચુક્યા હતા. પેંગ્વીન મૉડર્ન ક્લાસિક્સએ તેની બ્રિટિશ આવૃત્તિ ૨૦૦૭માં કરી.
પચાસ વરસથી પ્રકાશિત થઇ રહેલ આ નવલકથાની ખુબી એ છે કે હમણાંનાં વરસોમાં તેનું વેચાણ વધતું જણાય છે.
ન્યુ અમેરીકન લાયબ્રેરીની પૅપરબૅક આવૃત્તિનું ૧૯૮૦ના દાયકામાં સરાસરી વાર્ષિક વેચાણ ૭૭,૬૦૦ નકલનું હતું, જે ૧૯૯૦ના દાયકામાં વાર્ષિક ૯૫,૨૦૦ નકલ સુધી પહોંચ્યું હતું, જ્યારે હાલના દાયકામાં તે વાર્ષિક ૧૬૬,૦૦૩ નકલએ પહોંચ્યું છે.૫૦ વરસ પછી તેનાં વાર્ષિક વેચાણો અત્યાર સુધીનાં ઉંચાં મથાળે છે. પેન્ગ્વીન ગ્રુપ [અમેરીકા] તેની ચાર પ્રકારની આવૃત્તિ કરે છેઃ પાકાં પૂંઠાની,બે પ્રકારની પૅપરબૅક આવૃત્તિ અને એક સામુહીક-બજાર આવૃત્તિ.
૨૦૦૯માં તેનું કોઇ-પણ-સમયનું-સર્વાધિક વેચાણ ૫૨૦,૦૦૦ નકલનું થયું હતું.
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ, અમદાવાદ, ૩૦મી ઑક્ટૉબર,૨૦૧૧
મુળ અંગ્રેજી લેખ ની મુલાકાત માટેઃ http://atlasshrugged.com/the-book/genesis-of-the-book/