શુક્રવાર, 9 ડિસેમ્બર, 2011

મારા પૌત્રને પત્ર - ડેનીયલ ગોટ્ટલીબ


આપાણાં બધાંમાટે પરિવર્તન મુશ્કેલ હોય છે.આપણે જેમ જેમ મોટા થતા જ ઇ એ છીએ તેમ વધારે ને વધારે પરિવર્તન અનુભવવાં પડે છે. દરેક પરિવર્તનને લારણે કંઇ ગુમાવવાનું રહેતું હોય છે, અને જ્યારે કંઇક ગુમાવીએ ત્યારે તે પાછું મેળવવાની ટીસ પણ જાગતી હોય છે. મારી જીંદગીમાં મેં નાનું-મોટું જે કંઇ ગુમાવ્યું તે પહેલાં તો પાછું મેળવવા ઇછ્યું હતું.
કારણકે આપણને ખબર છે કે દરેક પરિવર્તનમાં કંઇ ગુમાવવાનું તો હોય છે જ,જ્યારે તારે તારૂં અતિપસંદ બિંકી છોડવાનું આવશે ત્યારે તારો પ્રત્યાઘાત કેવો હશે તેની તારાં મૉમ-ડૅડને ચિંતા થાય છે.

તું હવે જ્યારે ચાર વર્ષનો થઇ ચૂક્યો છે અને હવે તારી પાસે તારૂં બિંકી પણ નહીં હોય ત્યારે બીક લાગશે તો સંતાઇ જવામાટે તારી પાસે કંઇ જ નહીં હોય.એક પરિસ્થિતિથી બીજી પરિસ્થિતિમાં પરિવર્તનનો સંક્રાંતિકાળ હંમેશ કપરો અનુભવ પરવડે છે.બદલાતી જતી વસ્તુઓ આપણને સલામતીનો આભાસ કરાવે છે. જેવાં તે દૂર થાય કે આપણે ફરીથી અસલામતી અનુભવીએ છીએ, ફરી ફરીને હતાં ત્યાં આવી જઇ છીએ.
સૅમ, આપણને જેનીસાથે - આપણી વસ્તુઓ,આપણને ગમતી વ્યક્તિઓ,આપણી તંદુરસ્તી તેમ જ આપણી યુવાનીપણ - લગાવ જઇ થતો હોય છે, તે બધું તો આખરે તો આપણે ગુમાવવાનું તો છે  જ. અને જ્યારેપણ આપણે કંઇપણ ગુમાવીશું ત્યારે આપણને દુઃખ પણ થશે.પરંતુ તેમાં કોઇ તક પણ છૂપાયેલી હશે.એક સૂફી કહેવતમાં કહ્યું છેઃ " કંઇક ગુમાવતી દિલ રડી ઉઠે છે તો કંઇક શીખવા મળ્યું તેના આનંદમાં આત્મા ખુશ થઇ ઝૂમી પણ ઉઠે છે.'
તને ચાહતાં દરેક તારૂ જે ખોવાઇ ગયું છે તે પાછું મેળવી અપાવડાવીને તારૂં દુઃખ ઓછું કરાવવા પ્રયત્ન કરશે, પરંતુ તેમ કરીને તેઓ તારૂં ભલું નથી કરી રહ્યાં. એટલો ભરોસો રાખજે કે કે બીજાં બધાંની જેમ દુઃખપણ થોડા સમયમાટે જ હોય છે. તે તને મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવાડશે.તેનાથી તને દબાણહેઠળ માર્ગ શોધતાં આવડશે. તું ગૌરવ અનુભવીશ.સિક્કાની બીજી બાજૂ જેમ તને તેને કારણે તું કોણ છો તેની તને પહેચાન થશે.
મારા એક મિત્રએ મને કહ્યુ કે તેને એટલી મુશ્કેલીઓ આવી પડી છે કે તેને રાતનાં આ ખરાબ સપનામાંથી બહાર કેમ નીકળાશે તે જ નથી સમજાતું.મેં તેને એક બસ સ્ટેન્ડ શોધી અને બસની રાહ જોવાનું કહ્યું.તેને થયું કે હું ગાંડો તો નથી થઇ ગયો ને! મેં એને સમજાવ્યું કે બધી જ લાગણીઓ ક્ષણિક જ હોય છે. જેમ આપણે બસની રાહ જોઇએ છીએ તેમ દુઃખની આ ક્ષણો પણ વીતી જાય તેની રાહ જોવી જોઇએ.આપણે હતાશામાં, ગુસ્સામાં કે બદલો લેવાની લાગણીથી રાહ જોઇએ, તેનાથી બસ નતો વહેલી કે ન તો મોડી આવશે.આપણે ધીરજથી કે નિરાંત જીવે રાહ જોઇશું તો પણ બસ વહેલી નહીં આવી જાય. તે આવશે જરૂર એટલી શ્રધ્ધા રાખવી રહી.

n   ડેનીયલ ગોટ્ટલીબ , 'મારા પૌત્રને પત્રો'માંથી
n  મૂળ લેખ માટે http://www.ijourney.org/?tid=779 ની મુલાકાત લો.
n  ભાવાનુવાદ - અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો