શનિવાર, 31 ડિસેમ્બર, 2011

ભારતમાટેની કાર્યસૂચિ - ચૈતન્ય કાલબાગ -- 'બીઝનૅસ ટુડૅ'ના ૨૦મા વાર્ષિક અંકનો - સમાપન તંત્રીસ્થાનેથી લેખ

"સારપ એ જરૂરથી કંઇક પસંદગી કરવા લાયક છે.વ્યક્તિ જ્યારે કંઇ પસંદ કરી શકે તેમ ન હોય, ત્યારે તે માનવ નથી રહેતી." - 'ક્લૉકવર્ક ઑરૅન્જ' [A Clockwork Orange]માં જેલના ચૅપલૈન



હિમપ્રવાહ એટલી ઝડપથી ખસી રહ્યા છે કે હિમશીલાનું પીગળવું આપણે મૂઢ આશ્ચર્યથી જ જોવું રહ્યું. આપણી આસપાસની દુનિયા સરકી રહી છે, પરંતુ આપણને લંગર નાખવા માટે કે નિરાંતનો શ્વાસ લેવા માટે કે હોકાયંત્ર કાઢીને દિશા નક્કી કરવા માટે કોઇ સલામત સ્થળ નથી દેખાઇ રહ્યું. દ્વિ-અંકી વિકાસ દર કે આથિક મહાસત્તા બનવાની વાત કરવાનું આપણે છોડી દીધું છે. બે અમેરીકન સૅન્ટમાં એક આખો રૂપિયો મળતો થઇ ગયો છે. છેલ્લાં બે વર્ષમાં પહેલી વાર ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે. આ વર્ષની નાણાંકીય ખાધ શંકા હતી તેનાથી પણ વધારે થવાની શક્યતા છે.ચારે બાજૂ ભારીખમ વાતાવરણ અનુભવાઇ રહ્યું છે.શું આ બીનજરૂરી નિરાશાવાદ જણાય છે? શું તે આટલી હદ સુધી અનિવાર્ય છે?   

હકીકતે તો , ના. કંઇ ન હોય તેના કરતાં ૭%નો વૃધ્ધિ દર કંઇ ખોટો ન કહેવાય. આપણામાં ઉભા થઇ , ધૂળ ખંખેરી અને ચાલતા બનવાની સામુહિક અર્ધ-જાગૃત શક્તિ તો ક્યાંક છૂપાયેલી પડી જ છે.વીસ વર્ષ પહેલાં જાદુઇ ચિરાગને ઘસીને જોશ, સાહસ અને આકાંક્ષાઓના જીનને આપણે જગાડી શક્યા હતા, તેને એટલી સહેલાઇથી પાછો પૂરી દઇ શકાય તેમ નથી. યુવા ભારતની આંખોમાં દેખાતું તેજ અને ઉજ્જવળ અને ખુશહાલ  ભવિષ્ય તરફ ઉઠતાં તેમનાં કદમની ચાપમાં આપણે ગાંગરવાનો કે ભસવાનો કે  ભૂંકવાનો અવાજ સાંભળ્યો ન સાંભળ્યો કરીને પક્ષીનાં મધુરગાન સાંભળવાનું શરૂ કરી શકીએ છીએ. નવી આશા અને મહત્વાકાંક્ષાની વાત કરવી હોય તો માર્ગરૅટ બૂર્ક-વ્હાઇટનો હજરતી શીખ કુટુંબનો ૧૯૪૭નો ફોટોગ્રાફ યાદ કરો. નવાં ભારતમાં તેમનું શું થયું હશે?

મેં ઇન્ફૉસીસના નિવૃત ચૅરમૅન શ્રી એન. આર. નારાયણ મૂર્તિની સલાહ લીધી.તેમણે શાંત શબ્દોમાં કહ્યુંઃભારતમાટે પોતાની પ્રછન્ન શક્તિને પહોંચવા માટે આ વિરલ મોકો છે.તેઓ વધારામાં એમ પણ કહે છે કે ૧૯૯૧ના સુધારાઓને કારણે આપણે એટલું તો સાબિત કરી શક્યા છીએ કે આપણે બહુ ઝડપથી બહુ મોટી સંખ્યામાં લોકો સુધી સમૃધ્ધિ પહોંચાડી શકીએ છીએ. તેથી જ મને આશા છે કે આપણે આપણા વાંછિત વૃધ્ધિ દરને ફરીથી ઝડપથી આંબી જઇ શકીશું.

અને તેથી જ આપણા નેતાઓની સુસ્તી નવાઇ પમાડે છે.આપણે ભૂતકાળમાં ક્યારેય નહોત તેટલા જાણકાર આજે છીએ - ૭૫ કરોડ ભારતીયો ફોનથી જોડાયેલા છે.જ્યારે આપણે આપણાં પ્રજાતંત્રના પાયામાં મૂર્ત થયેલું ભારતનાં ભાવિનું દર્શન - સહુથી દૂરનાં ગામનાં સહુથી ગરીબ બાળકને પ્રમાણસરનું શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પોષણ અને આશ્રય મળવાં જોઇએ- સિધ્ધ કરી શક્યા છીએ તેમ યાદ કરીએ છીએ, ત્યારે આશાનું કિરણ દેખાય છે. આજે જે પ્રધાનમંત્રી લકવાદ્રસ્ત દેખાય છે તેમણે જ, વીસ વર્ષ પહેલાં એક જ અઠવાડીયાંમાં કેટલું બધું કરી નાખ્યું હતું. ભૂતકાળનાં હતાશાનાં કળણમાં ખૂપી જવું સમજી શકાય છે, પરંતુ આપણે મુશ્કેલીઓમાંથી પહેલાં પણ મારગ કાઢ્યો છે.આપણ બધાએ ફરીથી ખૂંપી ગયેલાં પૈડાંને  એકી સાથે ખભાનો ટેકો કરીને ભારતમાટે કાર્યસૂચિ ઘડી કાઢવાની રહે છે. ચાલો આપણે તે કાર્યમાં જોડાઇ જઇએ.
n  ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો