શનિવાર, 28 જાન્યુઆરી, 2012

સરમુખ્ત્યારશાહીની સૌંદર્યમીમાંસા - ઉત્તર કોરિયાની ફોટોશૉપીત સ્મશાનયાત્રા

કિમ જોંગ ઈલની સ્મશાનયાત્રાનો કોરિયા કેન્દ્રીય સમચાર સંસ્થા દ્વારા લેવાયેલ અને રૉઈટર્સ તેમજ ફ્રેન્ચ સમચાર એજન્સી દ્વારા વિતરણ કરાયેલ આ ફોટોગ્રાફ ડીજીટલ રીતે મઠારેલો સાબિત થયો હતો.
ઉત્તર કોરિયાની સરકારદ્વારા જાહેર કરવામાં આવેલ ફોટોગ્રાફની વિશ્વનીયતાઅંગે ભૂતકાળમાં પણ સવાલો તો પૂછાતા રહ્યા છે, પરંતુ કિમ જોંગ ઈલની સ્મશાનયાત્રાવાળાં સપ્તાહમાં થઇ હોય તેટલી ચર્ચા અને પિષ્ટપેષણ આ બાબતે ક્યારેય નથી થયું.

બુધવારે વહેલી સવારે રૉઈટર્સ, ફાંસ-પ્રેસ એજન્સી અને યુરોપીયન પ્રૅસફૉટૉ એજન્સી એ તેમને ઉત્તર કૉરિયાની રાષ્ટ્રીય સમાચાર સંસ્થા, કેસીએનએ, દ્વારા મળેલ કિમ જોંગ ઈલની સ્મશાનયાત્રાનો ફૉટૉગ્રાફ વહેતો કર્યો. આ ફૉટૉગ્રાફને ખુબજ પ્રસિધ્ધિ મળી હતી, 'ટાઇમ' સામયિકના ૯ જાન્યુઆરી,૨૦૧૨ના અંકમાં પણ તે આવરી લેવાયો હતો.
પરંતુ બુધવારે સાંજના ૬.૦૦ વાગ્યે, 'ટાઇમ'ની સમય મર્યાદા પૂરી થાય, તે સમયે યુરોપીયન પ્રૅસફૉટૉ એજન્સી દ્વારા આ ફૉટૉગ્રાફને 'નાશ" કરોના સંદેશાદ્વારા આ ફૉટૉગ્રાફ ન છાપશો તેમ જણાવવામાં આવ્યું. દિવસના શરૂઆતના ભાગમાં,જપાનની એક સ્વતંત્ર સમાચાર એજન્સી, ક્યૉડૉન્યુઝ, મારફ્તે એસ્સોસીએટેડ પ્રૅસ દ્વારા આવો જ એક ફૉટૉગ્રાફ પણ  મોકલવામાં આવ્યો હતો. બન્ને ફૉટૉગ્રાફમાં સરમુખ્ત્યારના પાર્થીવ દેહને લઇ જતી ૧૯૭૬ની લિંકન મૉડૅલની 'લાડીલા નેતા"ના વિશાળ વ્યક્તિચિત્રથી સજ્જ શબવાહિનીને જોવા પ્યોંગયાંગના રસ્તાપર એકઠી થયેલ જનમેદની જોવા મળે છે. જો કે કેસીએનએનાં વૃતાંતમાં ડાબી બાજૂએથી કૅમૅરા ટીમ, તેમના કૅબલ્સનાં ગુંચળાં, બે-એક અન્ય લોકોને દૂર કરી નાખી તેની જગ્યાએ બરફના લપેડા કરી નાખવામાં આવ્યા છે.બીજાં પણ બે-એક સ્થળોપર આ ફૉટૉગ્રાફમાં બરફના લપેડા કરવામાં આવ્યા છે.

ટોક્યોમાં કામ કરી રહેલા એસ્સોસીએટેડ પ્રેસના ફૉટૉતંત્રીઓએ આ વીસંગતતા પકડી પાડી અને તેમણે ઍપીના ન્યુ યૉર્કસ્થીત ફૉટૉગ્રાફી નિર્દેશક સાંન્તીઆગો લ્યૉનને સાબદા કર્યા, જેમણે પછીથી ન્યુ યૉર્ક ટાઇમ્સના તંત્રીઓનો સંપર્ક કર્યો.લ્યૉને 'ટાઇમ'ને કહ્યું હતું કે ઍપીની  પ્યોંગયાંગમાં તાજેતરમાં જ શરૂ કરેલ ઑફિસ ને ક્યૉડૉસાથે ફૉટૉગ્રાફ આપવા લેવાના લાંબા સમયના સંબંધ હતા. આખરે, ફૉટૉગ્રાફ મોકલનારી બધીજ એજન્સીઓએ 'નાશ કરો'ના સંદેશા વહેતા કરવા પડ્યા હતા. પરંતુ અમારો અંક તો ત્યાં સુધી વહેંચણીમાં ખાસ્સો આગળ નીકળી ચૂક્યો હતો, તે જ રીતે બીજી ઘણી વૅબસાઇટપણ તેને કેટલાય કલાકોથી પ્રદર્શીત કરી રહેલ હતી.
આ  છે, જપાનની સ્વતંત્ર સમાચાર એજન્સી, ક્યૉડૉન્યુઝ દ્વારા લેલાયેલ અને એસ્સૉસીઍટૅડ પ્રૅસ દ્વારા વિતરીત કરાયેલ,સ્મશાનયાત્રાનું મઠાર્યા વગરનું દ્રષ્ય
મૂળ મુદ્દે મોટો સવાલ એ છે કે ઉત્તર કોરિયનોને આ ફૉટૉગ્રાફ બદલવાની જરૂર શું પડી?
દેખીતી રીતે મઠારેલો ફૉટૉગ્રાફ થોડો સાફ લાગે છે, રેખાઓ સ્પષ્ટ દેખાય છે , પણ તે કોઇ બહુ વધારે સુધારો થયેલો જણાતો નથી. જો કે માનસશાસ્ત્રીય દ્રષ્ટિએ , સુધારેલો ફૉટૉગ્રાફ  પહેલેથીજ સાફ સુથરા ફૉટૉગ્રાફને વધારે વ્યવસ્થિત કરતો હોય તેમ જણાય છે. મઠાર્યા પહેલાંના ફૉટૉગ્રાફમાં ડાબી બાજૂએ લોકો વીખરાતાં દેખાય છે, તો વળી તેઓનું ધ્યાન પણ બીજે હોય તેમ દેખાય છે. બરફ ઓછો સફેદ દેખાય છે.આ બન્ને સમસ્યાઓતો ફૉટૉશૉપની મદદથી હલ થઇ ગઇ.હું વર્ષોથી કેસીએનએદ્વારા પ્રકાશિત ફૉટાઓ તપાસતો રહ્યો છું, જેમાંના ઘણા ધ્યાન ખેંચે તેટલી હદે  સુંદર - વિશાળ, સુવ્યવથિત-ગોઠવાયેલા માનવ મહેરામણ,નખશીખ ઝીણવટતાથી ફ્રેમ થયેલા - હોય છે. હવે સમજણ પડે છે કે આમ કઇ રીતે બનતું હતું.
એકબીજાથી થોડી જ સેકંડોનાં અંતરે, થોડા જૂદા એંગલથી લેવાયેલા બન્ને ફૉટૉગ્રાફને એકબીજાની ઉપર મૂકીને સરખાવવાથી તેમાં કરેલાં ચેડાં દેખાઇ આવે છે. દ્રષ્યની ડાબી બાજૂએથી લોકોને ખસેડી લઇ ત્યાં બરફ ઢાંકી દીધો છે.દ્રષ્યના બીજા બે ભાગમાં પણ આવી ચાલાકી થયેલી દેખાય છે.
તા.ક.: આ બધી ધમાલ ઓછી હોય તેમ રૅડ્ડીટના એક ઉત્સાહી વાચકે ગુરૂવારે ખોળી કાઢ્યું કે આ ફૉટામાં એક અતિ ઉંચો માણસપણ સ્મશાનયાત્રા જોઇ રહ્યો છે. ક્યૉડૉન્યુઝના ફૉટૉગ્રાફરે ઝડપેલ અને એપીદ્વારા વિતરીત આ દ્રષ્ય ઇન્ટરનૅટપર તરત જ ફરી વળ્યું, કેટલાકે કહ્યું કે એ વ્યક્તિ ઉત્તર કોરિયાની બાસ્કૅટ બૉલ ટીમનો સભ્ય છે તો કોઇએ આને ફરી પાછી ફૉટૉશૉપની કરામત ગણાવી. જો કે થૉડા સમયના અંતરે લીધેલા આ જ દ્રષ્યના બે અલગ ફૉટૉગ્રાફને જોતાં આ માણસ બનાવટી નથી લાગતો.બન્ને ફૉટૉગ્રાફમાં પૃષ્ઠભૂમિ અને આજૂબાજૂનું દ્રષ્ય થોડું અલગ પડે છે,પરંતુ લાંબા કોરિયન ભાઇ તો બન્નેમાં છે, એટલે બન્ને ફૉટૉગ્રાફમાં તેમને ચાલાકીથી દાખલ કરેલ હોય તેવુ થવાની શક્યતાઓ ઓછી ગણી શકાય.

રૅડ્ડીટના એક ઉત્સાહી વાચકે ગુરૂવારે ખોળી કાઢ્યું કે આ ફૉટામાં એક અતિ ઉંચો માણસપણ સ્મશાનયાત્રા જોઇ રહ્યો છે. ક્યૉડૉન્યુઝના ફૉટૉગ્રાફરે ઝડપેલ અને એપીદ્વારા વિતરીત આ દ્રષ્ય ઇન્ટરનૅટપર તરત જ ફરી વળ્યું.
આ દ્ર્ષ્યમાં લાબા સૈનિકને ઓછો ગાઢ અને મોટૉ કરીને બતાવેલ છે.


પૅટ્રીક વીટ્ટી ટાઇમના આંતરરાષ્ટ્રીય ફૉટો તંત્રી છે.તેને તમે Twitter @patrickwitty પર મળી શકો છો.


સૌજન્યઃ The Backstory // | By Patrick Witty

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો