ગુરુવાર, 8 માર્ચ, 2012

વાહ, શું નસીબ છે! - દેવદત્ત પટ્ટનાઇક


હિન્દુ પુરાણોમાં અણધાર્યાં સદનસીબની ઘણી વાતો છે.ઋગવેદમાં અપાલાની વાત છે જે સોમ એ એક ઔષધી છે તે જાણ્યા વગર જ ડાળખી ચાવી જાય છે. તેમાંથી બહાર નીકળી રહેલા રસનો અવાજ સાંભળીને દેવોના રાજા ઇન્દ્રનું ધ્યાન તેના તરફ આકર્ષાય છે અને તેને તેની ઇચ્છા પૂરી કરી આપીને તેની ખરબચડી ચામડીની જગ્યાએ તેને સુંવાળી દિપ્તિમાન ચામડી બદલી આપી. ભાગવત પુરાણમાં  એક જુગારી,અજમિલ,ની વાત છે જેને વિષ્ણુના વૈકુંઠમાં માત્ર એટલે વાસ પ્રાપ્ત થાય છે કે મૃત્યુ સમયે તેણે પોતના દિકરા,નારાયણ,ને યાદ કર્યો હતો, જે વિષ્ણુનું પણ એક નામ છે. શિવ પુરાણમાં એવા કે ચોરની વાત છે જે પૉલીસથી ભાગતાં બીલીનાં ઝાડ પર ચડી ગયો હતો અને તેથી જે બીલીનાં પાન ખરી પડ્યાં તે નીચે આવેલ શિવલિંગ પર પડ્યાં હતાં, અને આમ, તેને કૈલાશમાં સ્થાન મળ્યું.

આમ ઘણી વાર કૉર્પૉરૅટ જગતમાં પણ કોઇ અકળ કારણોસર, બહારનાં જ પરિબળોને કારણે,આપણને ફાયદો થતો હોય છે. આવા સમયે આવાં અચરજોને સમજવા માટે બુધ્ધિગમ્ય તર્કને કામે લગાડવામાં આવતા હોય છે.મોટાભાગે અચાનક આવી પડેલ સદનસીબ આપણને મુંઝવણમાં મુકી દેતાં હોય છેઃ આવતી વખતે જે આપણા કહ્યામાં ન હોય તે જતી વખતે આપણને પૂછવા થોડું આવે! આપણે આપણી નિયતિને પારખી શકીએ તેવું ઇચ્છીએ તો જરૂર ,પણ મોટે ભાગે તો આપણી સફળતાઓ જ સમજવી મુશ્કેલ થઇ જતી હોય છે.આ તો આપણી સંચાલનની એ પરિકલ્પનાથી બિલ્કુલ વિપરિત છે,જ્યાં તો બધું જ નપ્યુંતોલ્યું, આયોજીત અને સમજ પડે તેવું હોય છે.

છેલ્લાં બે વર્ષથી,મંદીને કારણે કેમ્પસ ભરતી સાવ નીરસ રહી હતી.સારા વિદ્યાર્થીઓએ સામાન્ય  પગારવાળી સામાય નોકરીથી ચલાવી લેવું પડ્યું હતું. આ વર્ષે પણ આવું જ કં ઇ લાગતું હતું, અને કૌસ્તુભ ને કોઇ ખાસ આશા નહોતી.એવામાં જ્યારે તેને અને તેના બે મિત્રોને ઇલૅક્ટ્રીકલ એન્જીનીયરીગની નામી કંપનીમાં નોકરી મળી અને જોડાયાના એક જ મહિનામાં પ્રશિક્ષણમાટે તેમને સ્વીડન મોકલવામાં આવ્યા ત્યારે તેમનાં અચરજની તો કલ્પના પણ ન થઇ શકે. સારો પગાર પણ હતો, ભવિષ્ય ઉજળું દેખાતું હતું.બધાને તેની અદેખાઇ થતી હતી. પણ કૌસ્તુભ તો હજૂ સમજી નથી શક્યો કે એણે એવું તે શું કર્યું હતું જેનાં તેને આવાં સારાં ફળ મળ્યાં.

આ બધું એટલે થઇ રહ્યું હતું કે કોઇ અજાણ્યા મૂડીરોકાણ બેન્કરે કંપનીમાં સારા એવા પૈસા રોક્યા હતા, તેથી તેઓને નવા લોકોની તાતી જરૂર હતી,જેનું પરિણામ આવ્યું આક્રમક કેમ્પસ ભરતી. અને જાણે અજાણે કૌસ્તુભને એક સારી ભવિષ્યની સંભાવનાઓવાળી કંપનીમાં જોડાવાનો મોકો મળ્યો, માત્ર એટલાં કારણસર કે તે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે હાજર હતો અને વધારામાં તેણે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય જવાબો આપ્યા હતા.નસીબ એ તર્કબધ્ધ પરીબળ નથી , તેથી કૉર્પૉરૅટ વિશ્વમાં તેના તરફ દુર્લક્ષ થતું જોવા મળે છે.આપણને તો બધું સમજાવી શકાય અને માનવીય નિયંત્રણમાં હોય તેવું જ જચે. કૌસ્તુભને તેની કારકીર્દીની શરૂઆતની સફળતાનો યશ લેવો તો છે, પરંતુ ઉંડે ઉંડે તે સમજે છે કે તે બરાબર નથી.એટલે તે હકની લાગણી અનુભવવાને બદલે અભારની લાગણી અનુભવી રહ્યો છે.


n  કૉર્પૉરૅટ ડૉઝીયર, ET માં ૩ જૂન, ૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ
n  મૂળ લેખ  What luck નું અશોક વૈષ્ણવ, અમદાવાદ દ્વારા કરાયેલ અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો