મંગળવાર, 27 માર્ચ, 2012

વ્યવસાયનો યજ્ઞ - દેવદત્ત પટ્ટનાઇક

વેદ પુરાણોમાં વર્ણવેલ અગ્નિવડે થતી વિધિ - યજ્ઞ - જેવું જ વ્યવસાયનું પણ છે. યજમાન જે કંઇ પોતાનું છે તે 'સ્વાહા'ના ઉચ્ચાર વડે અગ્નિમાં હોમી દે છે, એ આશાથી કે જે દેવને પ્રસન્ન કરવા તે આ અહુતિ આપી રહેલ છે તે દેવ,તેની આહુતિથી પ્રસન્ન થઇને, 'તથાસ્તુ' કહીને તેની ઇચ્છાઓની પૂર્ણતાનું વરદાન આપે.
અહીં 'યજમાન' એટલે  - શૅરહૉલ્ડર, જે પોતાનાં સાધનોનુ  રોકાણ કરીને વળતરમાં વ્યાજની અપેક્ષા કરે છે; કર્મચારી, જે પોતાની આવડતના બદલામાં વેતન ઇચ્છે છે;ગ્રાહક, જે પોતાનાં ખિસ્સામાંથી ખર્ચેલ પૈસાના બદલામાં ઉત્પાદીત માલ કે સેવા કે કોઇ વિચાર મળશે તેમ માને છે. કોઇ પણ વિનિમય એ યજ્ઞ છે.વિનિમયની શરૂઆત કરનાર એ યજમાન છે અને વિનિમયની પૂર્ણાહુતિ કરનાર એ છે ભગવાન.રોકાણસ્વાહા છે અને રોકાણ પરનું વળતરતથાસ્તુ.  હરકોઇ આપનાર છે અને હરકોઇ મેળવનાર.એટલે કે લાગુ પડતા સંદર્ભ પ્રમાણે હરકોઇ યજમાન પણ છે અને દેવ પણ.આદર્શ યજ્ઞમાં યજમાન અને દેવ બન્ને ખુશ થવા જોઇએ.
મૅનૅજમૅન્ટ વિજ્ઞાનની દ્રષ્ટિ સ્વાહા અને તથાસ્તુ - શું આપ્યું અને શું મેળવ્યું - સુધી સિમિત છે. તે માપી શકાય તેમ છે, એટલે  તેની નિયંત્રિત વ્યવસ્થા શક્ય છે. દરેક વ્યવહારની શરૂઆત પરિણામને નજરમાં રાખીને કરવામાં આવે છે - સ્વાહાની માત્રા અપેક્ષીત તથાસ્તુને અનુરૂપ રાખવામાં આવે છે.જે અપાઇ રહ્યું છે, કે સંકેતો, કે આશ્ચર્યોને વધારે મહત્વ આપવામાં આવે છે. યજમાન કે ભગવાનને ઓછું મહત્વ અપાય છે.તેમની માન્યતાઓ, ભય કે લાગણીઓને માપી નથી શકાતાં, એટલે તેને સંચાલિત પણ કરવું સહેલું નથી, માટે તેમની ઓછી પરવા કરવામાં આવે છે.તેમની હાજરી મહત્વની છે, પણ તેમનાં વ્યક્તિત્વ પરિણામ ઓછી અસર કરતાં જણાય છે.બન્નેની જરૂર તો છે,પરંતુ તેમને બદલી શકાય તેમ છે. યજ્ઞ યજમાન કે ભગવાનની દ્રષ્ટિ પર આધાર નથી રાખી રહેલ..

પરંપરાગત યજ્ઞમાં યજમાનનો ભાવ - તેની આ ક્રિયા પાછળની લાગણીનાં કારણો - મહત્વ ધરાવે છે. જેનો આધાર છે યજમાન ભગવાનને કઇ દ્રષ્ટિથી જૂએ છે, જે ફરી પાછું એના પર આધાર રાખે છે કે તે પોતે પોતાને કઇ દ્રષ્ટિથી જૂએ છે. યજ્ઞની ગુણવત્તાનો આધાર યજમાનની ભાવના પર છે, અને જે ઘડાય છે યજમાનની આસપાસની દુનિયા અને પોતા અંગેના દ્રષ્ટિભાવથી. જો યજમાન બદલાય તો માન્યતા પણ બદલાય, એટલે કે દ્રષ્ટિભાવ પણ બદલાય અને તેથી ભાવ પણ બદલાય.આની અસર પરિણામ પર પડવાની. એ દ્રષ્ટિએ યજમાનનાં સ્વલક્ષી સત્યથી વેગળું યજ્ઞનું અસ્તિત્વ નથી તેમ પણ કહી શકાય.

ફાસ્ટ-ફુડની લારી પર મૅનૅજમૅન્ટ વિજ્ઞાનનો પ્રભાવ જોઇ શકાય.સાધના ગલ્લે ઉભીને, ગ્રાહક સમજે કે ના સમજે, પણ પોતાની ભાંગલતૂટ્લ અંગ્રેજીમાં જ વાત કરે છે. સાધનાને ખબર છે કે ગ્રાહકને મરાઠી આવડે છે,જેમાં તેને પોતાને પણ ફાવટ છે, અને તેમ છતાં તે અંગ્રેજીમાં જ બોલવાનો આગ્રહ રાખે છે.આમ કરવાનું કારણ એ છે કે તે પ્રક્રિયાથી ગ્રાહકને એક ખાસ અનુભવ થશે તેમ તે માને છે. દરેક ગ્રાહકને તે કક્ષાના અનુભવ જ મળે તેવો પ્રયત્ન રહે છે.દરેક કર્મચારી પણ આવા જ નિયમોથી દોરવાતો હોય છે. તેમાં વ્યક્તિગત ગમા-અણગમાને સ્થાન નથી.સર્વસામાન્યીકરણ માટે એ કદાચ જરૂરી હશે!તે શા માટે બીનમાનવીય થઇ રહેવા માંગે છે - જાણે કે તેનું કોઇ મહત્વ જ નથી, જાણે કે તેની આજ્ઞાંકિતતા જ મહત્વની છે, તેની બુધ્ધિ નહીં. અને તે શિકાયત પણ કરી શકે તેમ નથી, કારણ કે તેને ભરપૂર મહેનતાણું જે મળ્યું છે!શા માટે તે એક પાળીતાં પશુ જેવું અનુભવે છે અને નહીં કે એક સંતુષ્ટ મનુષ્ય જેવુ? આને ન તો કહેવાય યજ્ઞ કે ન તો તેને યજમાન કે ન તો ભગવાન.તે તો માત્ર કર્તા કહે તે કરનાર કાર્યકર્તા જ રહી ગયેલ છે.
  • v  મૂળ લેખ, Yagna of Business  , લેખકની વૅબ સાઇટ દેવદત્ત.કૉમ પર માર્ચ ૨૨ ,૨૦૧૨ના રોજ  Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે
    અશોક વૈષ્ણવ,અમદાવાદ દ્વારા કરાયેલ ૨૭ માર્ચ,૨૦૧૨ના રોજ કરાયેલો અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો