ગુરુવાર, 29 માર્ચ, 2012

નેતૃત્વનાં દશ ઉપદેશાત્મક સૂત્રો - ક્રિસ વાઇડનર


ભારતમાંના મધર ટૅરૅસાના અનાથાશ્રમની દિવાલ પર એક કવિતા ટીંગાડેલી જોવા મળશે. જેમણે નેતૃત્વ પૂરૂં પાડવાની જવાબદારી નીભાવવાની છે તેમના માટે એ બહુ જ યાદ રાખવા લાયક સૂત્રો પરવડી શકે છેઃ

૧. લોકો અતાર્કીક,ગેરવાજબી અને સ્વાર્થી છે (મારા જેમ).તેમ છતાં તેમનીસાથે પ્રેમથી પેશ આવો.

૨. તમે કંઇ સારૂં કરશો, તો પણ લોકો તમને સ્વાર્થી કે મતલબી કહેશે. તેમ છતાં કોઇનું સારૂં કરજો.

૩.જો તમે સફળ થશો તો ખોટા મિત્રો અને સાચા દુશ્મનો મળશે. તેમ છતાં સફળ થજો.

૪.આજનું સારૂં કામ કાલે ભૂલાઇ જવાનું છે.તેમ છતાં કોઇનું સારૂં કરજો.

૫. પ્રમાણિકતા અને નિખાલસતા તમને હુમલાને પાત્ર જરૂર કરશે. તેમ છતાં પ્રમાણિક અને નિખાલસ થજો.

૬.મહાન લોકોના મોટા વિચારોને સહુથી નાના લોકો છીછરા વિચારોથી ઉતારી પાડી શકે છે. તેમ છતાં, મોટું જ વિચારો.

૭.લોકો લાચાર માણસોની દયા ખાય છે,પરંતુ અનુસરે છે તો વિજેતાને જ.તેમ છતાં કોઇ પણ લાચાર નિર્બળ માણસનો પક્ષ લઇને લડજો.

૮.જેને ઉભું કરતાં વર્ષો લાગે છે, તેને થોડી ક્ષણોમાં ભાંગી નાખી શકાય છે. તેમ છતાં તે ઉભુ તો કરો જ.

૯.લોકોને મદદની જરૂર હોય, પરંતુ જો તમે તેમને મદદ કરવા જશો તો તે તમને હડધૂત પણ કરે. તેમ છતાં, મદદ જરૂર કરજો.

૧૦.તમે દુનિયાને તમારાથી શક્ય હોય તે શ્રેષ્ઠ આપવા જશો,તો બદલામાં મોં પર લાત પણ મળે. તેમ છતાં, તમારૂં શ્રેષ્ઠ પ્રદાન જ કરજો.

  • Reproduced with permission from Chris Widener's Ezine. Chris Widener is an Internationally recognized speaker, author and radio host. He has authored over 450 articles and more than ten books, including a New York Times and Wall Street Journal Best-seller. He has produced over 85 CDs and DVDs on leadership, motivation and success In addition to being a featured contributing editor to the Jim Rohn One-Year Success Plan, Chris is a regular guest speaker receiving rave reviews! Chris demonstrates a style that is engaging and versatile while providing life-changing principles of leadership, motivation and success. If you would like to order Chris' products, including his Newest Release, The Art of Influence, as well as The Angel Inside, The Image, Live the Life You Always Dreamed Of or to book him to speak at your next event, go to http://www.chriswidener.com or send an email to speaker@chriswidener.com or call 877-929-0439. Also - to subscribe to Chris's free Ezine, send a blank email to subscribe@chriswidener.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો