શનિવાર, 21 જુલાઈ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૩


[ જો કંઇ કલ્પી ન શકાય એ હદે સાચું જણાતું હોય, તો સામાન્યતઃ તે સાચું હશે જ.  આ ગાથા માણો.]
જ્યાં સુધી તમે 'કુલ કિંમત'નો હિસાબ ન માંડ્યો હોય, ત્યાં સુધી બધું સારું દેખાય છે...
એક અનુભવી સાહસિકે પેટે પાટા બાંધવા પડે તેવી અંદાજીત જોગવાઇઓવાળો નવો વ્યવસાય શરૂ કર્યો.કંપની ખૂબ સફળ થઇ. તે ઉદ્યોગ સાહસિક કંપની સ્થાપવી કેટલું સહેલું છે એવી વ્યાખ્યાન-શ્રેણીના વક્તા પણ બની ગયા. એ સાહસિકે છેલ્લા બે દાયકામાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા જે કિંમત ચૂકવી હતી તેની કોઇએ એ ગણત્રી નહોતી માંડી.
#22 - ઝોક
તમે શા માટે નિષ્ફળ ગયા તે તમારે જાણવું છે. પણ તમારી સફળત માટેનાં કારણો અંગે વિચાર્યું છે?
જતીન તેની, લાગલગાટ, ત્રીજી નિષ્ફળતાનું કારણ સમજી નહોતો શકતો. ડૉટ.કૉમના દિવસોમાં તો તેને અંધાધુધ સફળતા મળતી હતી, તેથી અત્યારની  નિષ્ફળતા તેને વધારે પરેશાન કરતી હતી. આખરે,તેના સલાહકારના એક  વેધક પ્રશ્ને આ રહસ્યની ગુથ્થી સુલઝાવી દીધી -"જતીન, તારી સફળતનું સાચું કારણ શું હતું - તું કે એક તરફના ઝોકનો પ્રભાવ?”
જો કંઇ કલ્પી ન શકાય એ હદે સાચું જણાતું હોય, તો સામાન્યતઃ તે સાચું હશે જ..
પરિષદ ખૂબ આકર્ષક હતી - "૪૦૦૦ લોકોને મળવાનોમોકો, માત્ર ૪૦૦૦ રૂપિયામાં". જતીન વિના વિલંબે નામ નોંધાવી, આતુરતાથી આ પ્રસંગની રાહ જોવા લાગ્યો.પરિષદ તો સારી રહી , પણ સંપર્કજાળ જામી નહીં.  હાજર રહેલા પૈકી ૯૫%ને પોતાને  મદદની તાતી જરૂર હતી, અને તેઓ સૌ બાકીના મદદ કરી શકે એવા ૫%ને શોધતા હતા.
સૉફ્ટવૅરના વ્યવસ્યામાં કે કોઇ પણ અન્ય વ્યવસાયમાં, આપણે હંમેશાં જરૂરીયાતોની માગણીને આપણી સમજ પ્રમાણે પ્રતિભાવ આપીએ છીએ. જો માગણી જ સાચી રીતે ન સમજીએ , તો
નાનકડા તરૂણે તેની મૉમને પૂછ્યું - 'હુ ક્યાંથી આવ્યો છું?" મૉમ ૨૦ મિનિટ સુધી લૈગિંક સમજાવટની આસપાસ ગોળગોળ ભમતી રહી. તરૂણ તો બાઘો બનીને જ તેની સામે જોતો રહ્યો: જયેશે તો મને કહ્યું કે તે કોલંબસ, ઑહાયોથી આવ્યો છે, એટલે મને થયું કે આપણે પણ ક્યાંથી આવ્યાં તે જાણી લઉં."
જો આપણે આપણા તેજીલા વિચારોને આધારે મુલ્યાંકિત કરાતાં હોત, તો આપણે બધાં જ પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ કહેવડાવાતાં હોત. ખાટલે ખોડ માત્ર એટલી છે કે એ બધા તેજસ્વી મનોરથનો અમલ કેમ કરવો એ જ માળું નથી આવડતું.
હવે પછી અમલ કરી શકાય તેવા નવા વિચારની સતત શોધમાં રહેવાથી દા'ડો નહીં વળે...
આવું ચાર વર્ષમાં ત્રણ વાર થયું. તે પોતાની પરિકલ્પનાપર  વિચાર શરૂ કરે તે પહેલાં કોઇ તેનો અમલ કરી ચૂકેલ હોય છે.. તેના દીર્ઘકાલીન મિત્રના એક સવાલે રહસ્ય છતું કરી નાખ્યું - "તને ખબર છે ખરી કે જેનો અમલ ન કર્યો હોય તેવો આ જ વિચાર, બીજા કેટલાને આવ્યો હતો ?" 
સામાન્યતઃ આપણને એક જ તક મળતી હોય છે, એટલે આપણે કોને અનુસરીએ છીએ તે જોતાં રહેવું જોઇએ...

જતીન તેના નેતાનો ભકત હતો અને હંમેશાં તેને જ અનુસરતો. આમ કરનાર જતીન એક્લો જ  નહોતો.બીજા પણ અનુયાયીઓ હતા. સફર ખુબ જ ચિત્તાકર્ષક અને લાંબી હતી. જો કે મુકામ અપેક્ષિત ન નિવડ્યો. નેતા ને ધક્કો તો લાગ્યો, પણ તેણે સફર ચાલુ રાખી. જતીને તે સફરની કિંમત પોતાની કારકીર્દી વડે ચૂકવી!
#27 - ખેલ
પ્રથમ હરોળની બેઠક સલામત ખરી , પણ...
 બિપીન અને જતીનને પ્રથમ હરોળની બેઠક મળી હતી. ટીમ જે રીતે રમી રહી હતી તેનાથી બિપિન નારાજ હતો.પોતાની ટીમે કઇ રીતે રમવું જોઇએ તે વિષે બિપિન સતત ટીકા કરતો રહ્યો હતો. એકાદ કલાક સુધી સાંભળ્યા પછી, જતીને કહ્યું," બિપિન,શાંત થા. ખેલની નજીક બેસવું અને ખરેખર રમવું, એ બન્ને જૂદાં છે.
ફૉટૉ સૌજન્યઃ Tim Patterson
સ્પર્ધા પર નજર રાખવી જોઇએ,પણ માત્ર તેટલું પૂરતું નથી.

રાકેશને તેના મુખ્ય સ્પર્ધકનું અતિશય વળગણ હતું. પોતાના સ્પર્ધકને ધ્યાનમાં રાખીને, પોતાનાં નવ-શરૂઆત કરેલ ઉત્પાદનમાં તે ધરખમ ફેરફાર કરતો રહ્યો. સ્પર્ધક પણ સામે પોતાની ચાલ ચાલતો રહ્યો.
થોડાં વર્ષની ગળાંકાપ હરિફાઇ બાદ,ગ્રાહક્ને રસ નથી, એવું કહીને બન્ને જણાએ વ્યવસાય બંધ કરી દીધા.
કમનસીબે, બન્નેની વ્યૂહરચનામાં ગ્રાહક તો હતો જ નહીં.
ઘણી વાર 'ખાસ સેલ'ના સમયે ફૂટી નીકળતા ભાવકાપમાં તેની પાછળ ચુકવવી પડતી વધારાની કિંમતનો હિસાબ નથી હોતો….
જતીન શુક્રવારની 'વહેલા તે પહેલા'વાળી યોજના ચૂકવા નહોતો માંગતો. સવારે પાંચ વાગ્યે દરવાજા ખુલવાના હતા. જો ૫૦૦ રપિયા બચાવવા હોય તો, જતીને અરધી રાતથી ત્યાં ધામા નાખવા પડે. થોડો હિસાબ કર્યા બાદ, જતીને આ 'સેલ' ખરીદી અભિયાન પડતું મુકવાનું નક્કી કર્યું - તેના એક કલાકની કિંમત ૧૦૦ રૂપિયાથી વધારે હતી.
#30 - મોકો
મંચ કબ્જે કરવો : કોઇએ કરેલી મહેનતનો [તેની અનુમતિ વગર] ફાયદો ઉઠાવવો
**ચેતવણી**: નવી ધ્યાનાકર્ષક સંજ્ઞા

પોતાનાં નવાં પુસ્તકના પ્રચારાર્થે, તનુજે તેના ઢગલાબંધ મિત્રોને એક પરિચયાત્મક નોંધ મોકલી આપી હતી. તેના વળતા જવાબરૂપે,  તેઓમાંના એક, બિપિને, તે બધાંને પોતનાં પુસ્તકની પ્રચાર-પત્રિકા મોકલી આપી. બિપિનનું માનવું હતું કે આમ કરીને તેણે તો તેનું 'વૈચારિક નેતૃત્વ' પ્રદર્શિત કર્યું હતું, જ્યારે લોકોની દ્રષ્ટિએ તે સાવ અવિચારી, બાલિશ, પગલું  હતું.
ફૉટૉ સૌજન્યઃ LeSpring123 at Flickr
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // જૂલાઇ ૨૧,૨૦૧૨ ǁ

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
. લઘુ ગાથા -  ગુચ્છ ૨


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો