સોમવાર, 30 જુલાઈ, 2012

નેતૃત્વ વિકાસ વિષે કહેવાયેલાં ૨૫ મહાકથન - ડૅન મૅક્કાર્થી


નેતૃત્વ પર નોંધવા લાયક કથનોથી તો લાખો સાઇટ્સ અને પુસ્તકો ભર્યાં પડયાં છે, અને તેથી મને તે બાબતે મહેનત બેવડાવવા માટે કદિ પણ ઉમળકો નથી થયો. જો કે તે બધાં સાહિત્યમાંથી મને જે સહુથી વધારે સારાં લાગ્યાં, એવાં નેતૃત્વ વિકાસ અંગેનાં ૨૫ કથન પસંદ કરવામાં મને મજા જરૂર આવી.
તમારા હવે પછીના નેતૃત્વ વિકાસના પ્રોગ્રામમાં કે નેતૃત્વ વિકાસના વ્યાવસાયિક ઉદાહરણમાં કે તમારા અનુશિક્ષણ તાલીમાર્થીઓને કહેવા માટે કે તમારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે કે પછી તમારી ખુદની નેતૃત્વક્ષમતાને વિકસાવવામાટે પ્રોત્સાહિત કરવામાં આ કથનનો પ્રયોગ જરૂરથી કરશોઃ

1. "બીજાનો વિકાસ કરાવવામાં મદદ કરતાં, પહેલાં ખુદથી સરૂઆત કરો! જ્યારે બૉસ નાના દેવ માફક વર્તીને બીજા બધાંને વિકસવામાટે કહેતા ફરે છે, ત્યારે તે વર્તણૂકની દરેક સ્તરે નકલ થઇ શકે છે. પછીથી બધા પોતાનાથી નીચેનાં સ્તર પરનાં લોકોને તેઓ કેટલું બદલવું જોઇએ તે જ્કહેતાં રહેશે. અંતે પરિણામ શું?: કોઇ પણ સુધરતું નથી." - માર્શલ ગૉલ્ડસ્મિથ   

2. “ોઇ પાયલટ તરીકે જે જન્મ લે તેવું ન હોઇ શકે." -  ચક યીગર. બસ, અહિં 'પાયલટ'ને સ્થાને 'નેતા' ગોઠવી કાઢો.

3. “િશિષ્ટ આવડતવાળી વ્યક્તિઓ વિકસાવવી એ મારૂં મુખ્ય કામ છે. અમારા ટોચનાં ૭૫૦ લોકોમાટે હું પાણી અને બીજાં પોષક તત્વો પૂરાં પાડતો માળી હતો. જો કે, મારે તેમાંથી સુકાઇ ગયેલ છોડનું નિંદામણ પણ કરવું પડતું." - જૅક વૅલ્શ

4. “ેતાઓ અનુયાયીઓ નહીં, પણ બીજા વધારે નેતાઓ ઊભા કરે છે." - ટૉમ પીટર્સ
 
5. " નેતુત્વ અને શીખતા રહેવું તે એકબીજાં માટે અનિવાર્ય છે." - જૉહ્ન ફીત્ઝગીરાલ્ડ કૅનૅડી
 
6. " નેતા જન્મ નથી લેતા, ઘડાતા હોય છે. અને બીજાં બધાં જેમ, તેમનું ઘડતર પણ સખત મહેનત વડે જ થાય છે. એ લક્ષ્ય, કે પછી કોઇ પણ લક્ષ્ય, સિધ્ધ કરવા માટે એટલી કિંમત તો આપણે ચૂકવવી રહી." - વિન્સ લૉમ્બાર્ડી

7. "નેતૃત્વ અંગેની સહુથી ખતરનાક માન્યતા એ છે કે નેતા જન્મ લેતા હોય છે -- નેતૃત્વ વારસાગત છે. આ માન્યતા એવો દાવો કરે છે કે લોકોમાં કેટલીક અદભુત શક્તિ ક્યાં તો હોય અથવા ના હોય. આ મુર્ખામી છે;  હકીકતે, આનાથી ઉલટું સાચું છે. નેતા જન્મવાને બદલે ધડાતા હોય છે." -- વૉરન જી. બૅનિસ
 
8. “જે લોકો નાનાં કામોમાંથી બહાર નીકળી આવી શકતાં હોય છે, તેમને જ મોટાં કામ ફાળવાતાં હોય છે.” — રાલ્ફ વાલ્ડૉ ઍમર્સન  
9. "સહુથી સમર્થ જ ટકી રહે છે, એટલે સહુથી સારા ટકી શકે એવું જરૂરી નહીં. નેતૃત્વના વિકાસને નસીબ પર છોડી દેવું એ નરી મૂર્ખામી છે." - મૉર્ગન મૅક્કૉલ

10. “છેક નીચેથી બીજા નેતા વિકસાવવાએ કોઇ પણ નેતાની ફરજ માત્ર નથી, તે તેની મૂળભૂત જવાબદારી છે.” – વૉરન બેનિસ 
11. “વિજયી કંપનીઓ એટલા સારુ જીતતી હોય છે કે તેમની પાસે એવા નેતા છે જે સંસ્થાની દરેક કક્ષાએ બીજા નેતાઓ તૈયાર કરતા રહેતા હોય છે.” — નૉઍલ ટીચી
 
12. જે અનુભવમાં તમારે ભયનો સામનો કરવો પડતો હોય છે, તેના થકી તમે શક્તિ, હિંમત અને વિશ્વાસ કેળવી શકો છો. જે ન કરી શકો તેવું માનતાં હો , તેવાં કામ જ કરો. - ઍલ્યીનૉર રૂઝવૅલ્ટ

13. સંપૂર્ણ નેતા, ન તો ભૂતકળમાં કે ન તો વર્તમાનમાં, ચીન કે બીજે ક્યાંય પણ, હતો નહીં. જો કોઇ કદાચ  હોય પણ તો તે, ગાંઠ વગરની લાંબી ડુંગળી નાકમાં ભરાવી હાથી જેવા દેખાવાનો પ્રયત્ન કરી રહેલાં ભૂંડની જેમ, ઢોંગ જ રચી રહ્યો છે. - લીઉ શાઓ-શ્ચી
 
14. જો આપણે પોતાની જાતને બદલી શકીએ, તો આસપાસની દુનિયા વૃતિ બદલશે. માણસ જેટલો પોતાનો સ્વભાવ બદલે છે, તેટલું જ દુનિયાનો તેના તરફનો અભિગમ બદલે છે... બીજાં શું કરશે, આપણે તેની રાહ જોવાની જરૂર નથી. - મહાત્મા ગાંધી

15. “’નિષ્ફળતાથી આગળ પડવુંએ તમને કોઇ પછાડી દે તેમાંથી પાછા ઊભા થવાની, તમારી ભૂલોમાંથી શીખવાની અને વધુ સારી દિશામાં આગળ વધવાની આવડત છે.” – જૉહ્ન મૅક્ષવૅલ

16. “તમે તમારા વિકાસને તમે પોતે જેટલો ગંભીરતાથી લેશો, તેટલું જ ગંભીરતાથી લોકો તમને જોશે.” — જૉહ્ન મૅક્ષવૅલ

17. "હું શરત મારવા તૈયાર છું કે જે જે કંપનીઓ જીવન-મરણની લડાઇઓ લડવી પડી રહી છે, તેનું કારણ એ છે કે, તેઓએ પોતાના અગ્રણીઓના વિકાસ પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપ્યું." - વૅન કૅલૉવૅ, પેપ્સિકો,ઇન્ક.,ના ભૂતપૂર્વ અધ્યક્ષ

18. "તરવાની જેમ, નેતૃત્વ પણ, વાંચીને જ ન શીખાય." હેન્રી મિન્ત્ઝબર્ગ 

19. "આપણને થતા અનુભવમાંથી શક્ય તેટલું ડહાપણ આપણે નીચોવી લેવું જોઇએ - ગરમ ચૂલાના ઢાંકણ બેસતી બિલાડી જેમ નહીં. ગરમ ચૂલાના ઢાંકણ ઉપર તે બીજી કોઇ વાર બેસશે નહીં - અને એ તો સમજ્યા, પણ તે તો બીજી વાર ઠંડા ઢાંકણ ઉપર પણ નહીં બેસે." - માર્ક ટ્વૈન 

20. "ઉત્તમ નેતાઓ પણ, ઉત્તમ દોડવીર કે ઉત્તમ કલાકાર કે ઉત્તમ ચિત્રકાર જેટલા જ, જૂજ હોય છે એ ખરું, પણ દરેક વ્યક્તિમાં જેમ દોડવાની, અભિનયની કે ચિત્રકામની કંઇક અંશે તો આવડત હોય છે, તે જ રીતે નેતૃત્વની ક્ષમતા પણ હોય છે." - વૉરન બૅનિસ અને બર્ટ નેનુ

21. "સરળતાથી અને શાંતિથી ચારિત્ર્ય ન વિકસી શકે. અજમાયશની કસોટી અને પીડાના અનુભવ થકી જ આત્માની શક્તિ, દૂરંદેશીપણાંમાટેની પ્રેરણા, અપેક્ષાઓની સ્ફુરણા અને સફળતાની પ્રાપ્તિ મળી શકે." -  હેલન કેલર 

22. ભૂંડને ગાતાં શીખડાવવાનો પ્રયત્ન કદિ કરશો નહીં: તમારો સમય બગડશે અને ભૂંડ ચીડાશે. - પૉલ ડીકસન 

23. “શીખવું એ સામા પ્રવાહે નાવને હલેસાં મારવા જેવું છે; આગળ ન ધપી શકવું એ પાછળ પડી જવા બરાબર છે.” – ચાઇનીઝ કહેવત 

24. "આવડત ખાવાનાં મીઠાં કરતાં પણ સસ્તી છે. સફળ વ્યક્તિઓમાંથી, આવડતવાળી પ્રતિભાશાળી વ્યક્તિઓને, અથાગ મહેનત અલગ તારવે છે.” ― સ્ટીફન કિંગ 

25. “આવતી કાલે મરવાનું છે એ રીતે જીવો. કાયમ જીવવાનું છે એ રીતે શીખો.ગાંધીજી

·              અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  જૂલાઇ ૩૦,૨૦૧૨ ǁ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો