શનિવાર, 17 નવેમ્બર, 2012

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૩


| ૨૧ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
એ જાણવું ખરેખર બહુ રસપ્રદ બની રહે કે આપણામાંના કેટલાં માહિતિ અને જ્ઞાનની સંઘરાખોરી કરીએ છીએ. થોડો  સમય એવો હતો જ્યારે જ્ઞાન સ્પર્ધાત્મક સરસાઇ અપાવી શકતું હતું, પરંતુ હવે એવું રહ્યું નથી! મેં આ વાત માહિતિ ટેક્નોલોજીના ક્ષેત્રમાં તો વિશેષ રીતે જોઇ છે.અહીં આપણે કોઇની મદદ માગીએ, તો ઉપાયનો સ્ત્રોત પૂરો પાડવાને કે સમસ્યાના ઉપાય બાબતે સમજાવવાને બદલે, આપણો એ સહ-વિકાસકાર જાતે જ પ્રશ્નનું સમાધાન કરી નાખે તેવો અભિગમ જોવા મળે છે.  આનાથી મદદ તો જરૂર મળે છે. પણ પહેલી કિવદંતિ યાદ છે ને  - કોઇને માછલી આપો, તો તેની એક દિવસની ભૂખ મટશે. પણ જો તેને માછલી પકડતાં શીખવશો, તો તેની જીવનભરની ભૂખ ટળશે. તેમના પ્રશ્નના નિરાકરણથી લોકો ખુશ તો થશે, પરંતુ જો તેમને તે નિરાકરણ જાતે જ કરતાં શિખવાડવામાં આવે તો તેઓ ખુબ જ ખુશ થશે.
આપણને એક શંકા થઇ આવે ખરી કે, જો આપણે કોઇને સ્રોત સુધ્ધાં સુધીનું પ્રશ્નનું નિરાકરણ શીખવાડી દઇએ, તો તે બીજી વાર આપણી પાસે શું કરવા આવે? શું જ્ઞાનની વહેંચણી આપણી અનિવાર્યતાને ખતમ નહીં કરી નાખે?
મારી દલીલ તો એ છે કે આજે જે રીતે માહિતિ સાધનો ઉપલબ્ધ છે, તે દ્રષ્ટિએ તો, મોટા ભાગે, લોકો જાતે જ માહિતિ ખોળી તો કાઢશે જ. લોકોને ખુદને મદદ કરવામાં મદદ કરવી એ અત્યાર સુધી કમ-વપરાયેલ માર્ગ અપનાવવા જેવું છે.
હવે પછી જ્યારે પણ કોઇ મદદ માગે, ત્યારે તે જાતે જ પ્રશ્નનું નિરાકરણ કરી શકે તેટલી માહિતિ તેને પૂરી પાડી જોજો. તે બદલ તેઓ તમારાં આભારી રહેશે.આપણને કોને માત્ર કાર્યરીતિ પૂરતું માર્ગદર્શન આપવાને બદલે તેને કંઇક અંશે પણ પોતના પગ ઉપર ઉભા રહેવામાં આપણે યોગદાન આપ્યું છે તેવો સંતોષ રહેશે.


|૨૩ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
કહે છે કે બધાજ અગ્રણી નેતાઓ સારા વાચક હોય છે. મારા અત્યાર સુધીના અનુભવે મેં જોયું છે કે મોટા ભાગનાં સફળ લોકો બહોળું વાચન ધરાવે છે.મારા મિત્ર ટીમ સૅન્ડર્સ તેમની પાસે ઉપલબધ આંકડાઓને આધારે કહે છે કે સરેરાશ સંચાલક દર પાંચ વર્ષે ૦.૭૫ વ્યાવસાયીક પુસ્તક વાંચે છે. આ છે તો ઘણી ગમગીન વાત.
મેં અઠવાડીયે એક પુસ્તક વાંચવાનો ધ્યેય રાખેલ છે, જેને કારણે મને જીંદગીમાં બહુ સારું રહ્યું છે.જો કે મેં આનાથી પણ ઘણું વધારે વાંચતાં લોકો જોયાં છે.દરેક વ્યક્તિ અલગ હોય છે. તમારી પોતાની પ્રાથમિકતાઓ અને જરૂરીયાતોને ધ્યાનમાં રાખી ને તમે તમારી રીતે તમારું ધ્યેય નિશ્ચિત કરી શકો છો.આખાં વર્ષમાટેનું વાંચવાનું આયોજન ખુબ ઉઅપયોગી નીવડી શકે. દર ત્રણ મહિને એક પુસ્તક, કે મહિને એક કે વર્ષે ત્રણ - જે કંઇ નક્કી કરો, તે માટે આયોજન કરો. હું જેમને માર્ગદર્શન આપું છું, તેમાંનાં ઘણા મહિને એક પુસ્તક વાંચવાનું ધ્યેય નક્કી કરે, એટલે અમે વર્ષનાં ૧૨ પુસ્તકોની યાદી જ બનાવી દઇએ.પુસ્તકની પસંદગીમાટે ઘણાં પરીબળો રાખીએ, પણ વાચકનું સ્તર ઉપર જવું જોઇએ તે બાબતને તો પ્રાધાન્ય આપીએ જ. કોઇ વાર દર મહિને એક પુસ્તક ન પણ વંચાય, પણ વર્ષ દરમ્યાન અનુકુળતા મુજબ તે ખોટને પુરી કરી અને વર્ષના કુલ્લ ૧૨ પુસ્તકો વાંચી લેવા માટે સંન્નિષ્ઠ પ્રયત્ન તો કરવા જ જોઇએ.
જો આપણે યોગ્ય પુસ્તક પસંદ કર્યું હોય તો દરેકમાંથી કંઇને કંઇ, તો જીવનમાં ઉપયોગી પરવડે તેવું, મળી જ રહે. અને એક વાર લાભકર્તા પરિણામો જોવા મળે એટલે પછી બીજી કોઇ પ્રેરણાની જરૂર નથી રહેતી.
સહુથી વધારે વંચાતાં પુસ્તકોમાંથી પસંદ કરી લેવાની લાલચ તો થઇ આવે,પણ બને ત્યાં સુધી પોતાની આગવી પસંદને અનુરૂપ યાદી પસંદ કરવા ઉપર ધ્યાન આપવું જોઇએ. કે પછી આપણાં આદર્શ વ્યક્તિત્વોને જે પુસ્તકો મદદરૂપ થયાં હોય તેમાંથી પણ પસંદગી કરી શકાય.
આપણને નવાઇ લાગે તેટલું જાણવાનું મળી રહેશે.
ખુબ, સારાં વાંચન માટેની શુભેચ્છાઓ!


| ૨૫ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
દરરોજ બહુ બધું કરવાનું હોય છે.પરંતુ આપણે જ્યારે વીતેલાં અઠવાડીયાં તરફ નજર કરીએ છીએ ત્યારે પૂરાં થઇ શકેલ કામોની યાદી બનાવવું અઘરૂં પડતું હોય છે. ખામી છે - પરિણામ-કેન્દ્રીત આયોજનને બદલે કામ-કેન્દ્રી આયોજન.
કોઇપણ પ્રવૃતિ કે પ્રવૃતિના સમુહ વડે જ પરિણામ શક્ય બને છે તે તો નિર્વિવાદ છે, પરંતુ તેને પરિણામે એવું પણ બને કે આખાં અઠવાડીયાં દરમ્યાન પ્રવૃતિઓ જ કરતાં રહીએ અને કોઇ નક્કર પરિણામ ન આવી શકેલ હોય. જો આમ થવું અપેક્ષિત હોય જ તો તો કંઇ ખોટું ન કહેવાય, પરંતો ઘણી વાર એવું થતું નથી હોતું! આપણે આયોજિત અને બીનઆયોજિત કામોમાં એવાં પરોવાયેલાં રહીએ છીએ કે, કોઇ પરિણામ વગર જ આખું અઠવાડીયું પસાર થઇ જતું હોય છે. 
આપણે યાદ રાખવું જોઇએ કે આપણું વળતર પરિણામોમાં રહેલું છે,નહીં કે પ્રવૃતિમાં પ્રવૃત રહેવામાં. આપણે જેમાં ભાગ લઇ રહ્યાં હોઇએ તેમાંની કોઇ પણ પ્રવૃતિ જો પરિણામ ભણી જતી ન હોય,તો  તે સમસ્યા કહેવાય, બહુ જ મોટી સમસ્યા! તેનું નિરાકરણ તો જેમ બને તેમ ઝડપથી લાવવું જ રહ્યું.
એક બહુ જ સરળ ઉપાય એ છે કે આપણે પરિણામ-કેન્દ્રી આયોજન કરીએ - આ સપ્તાહ દરમ્યાન આપણે શું પૂરૂં કરવું જ જોઇએ, તે કામોને જ પ્રાથમિકતા આપીએ. એવાં પરિણામ પછી ભલે ને એક હોય કે હોય ઘણાં બધાં, પરંતુ એ જાણવું જ મહત્વનું છે કે આપણે આ અઠવાડીયા દરમ્યાન શું પૂર્ણ કરવા / સિધ્ધ કરવા માગીએ છીએ તે આપણને સ્પષ્ટપણે ખબર હોય. સપ્તાહને અંતે આપણે એક ઝડપી હિસાબ માડી લેવો જોઇએ કે આપણે ક્યાં છીએ, અને પછીનાં અઠવાડીયાનું આયોજન તે મુજબ કરીએ. 


| ૨૮ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ

આપણે કોઇ બાળકને પૂછીએ ત્યારે તે જવાબ આપશે કે "રમું છું" કે વાંચું છું" કે "ટીવી જોઉં છું" કે તે જે કંઇ પ્રવૃતિમાં હશે તેવું કંઇક. બાળકોની સમયની ક્ષિતિજ બહુ નાની હોય છે. દા.ત. જો "શાળામાં શું કરો છો" પૂછીએ તો બહુધા જવાબ આજે શાળામાં શું કર્યું તે વિષે જ હશે.
કમનસીબે, (આપણામાંના મોટા ભાગનાં લોકોના કિસ્સામાં)મોટા થયા પછી પણ આપણી સમયના સીમાડા બહુ વિસ્તરતા નથી. આપણે જ્યારે કોઇને પૂછીએ છીએ કે "શું ચાલે છે?", તો જવાબ મોટા ભાગે ક્યાં તો તેમના વ્યવસાયને લગતો હશે કે તેમની સંસ્થામાં તેમની ભૂમિકાને લગતો હશે. ભાગ્યેજ આપણને કોઇ પોતે કઇ રીતે દુનિયાને બદલી નાખશે તે વિષે વાત કરતું સાંભળવા મળશે કે પોતનાં સમગ્ર જીવન અંગે વાત કરતું સાંભળવા મળશે.
મારૂં તો એવું જ માનવું છે કે આપણે "ટુંકા-ગાળાનું વિચારનારાઓ'ની દુનિયા બનતાં જઇ રહ્યાં છીએ. મારા એક ખાસ મિત્ર ,વલ્લાલ,મને થોડા સમય પહેલાં કહેતા હતા કે,"એક દિવસમાં આપણે શું પૂરૂં કરી શકીશું તે માટે આપણે વધુ પડતો અંદાજ બાંધી બેસતાં હોઇએ છીએ, જ્યારે આખાં વર્ષમાં શું સિધ્ધ કરી શકીશું, તે અંગે વધુ પડતો ઓછો અંદાજ બાંધતાં હોઇએ છીએ." 
કેટલું સાચું છે આ! આપણાં દરરોજનાં કરવાનાં કામોની યાદીને જોઇશું તો તે દિવસે કરવાનું નક્કી કરેલ દરેક કામ થઇ ગયેલું જોવા મળશે.
હવે, આપણાં કામોની વાર્ષિક યાદી પર નજર કરીએ.(તમે જો આવી યાદી ન રાખતાં હો, તો આજથી જ બનાવવાનું શરૂ કરી દેજો.) તેમાં આપણે જોવાનું એ રહે છે કે આખાં વર્ષ દરમ્યાન આપણે શું આટલું જ કરી શકીશું. થોડી પ્રતિબધ્ધતા અને થોડાં શિસ્ત વડે આપણે કેટલી સહેલાઇથી તેમાં કેટકેટલું  ઉમેરી શકીએ છીએ તે જોઇને આપણને જ અચરજ થશે. "ટુંકા ગાળાનાં પરિણામો"થી ન લોભાઇ જઇએ તો આપણે આપણું વિશિષ્ઠ સ્થાન બનાવી શકીએ છીએ.
હવે પછી આપણને જ્યારે કોઇ "શું ચાલે છે?" પૂછે ત્યારે, આપણે આપણા સમગ્ર જીવનકાળના સંદર્ભમાં વિચારીએ અને સવાલનો જવાબ તેને અનુરૂપ આપીએ.જો આપણે આ અંગે વિચાર્યું ન હોય, તો હવે પછીની થોડી મિનિટોમાં (ટુંકા ગાળામા) જવાબ ખોળી કાઢવાની કોઇ જરૂર નથી, કારણ કે તેનો હિસાબ માડવામાં (લાંબા ગાળાનો) સમય તો જોઇશે.


| ૨૯ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ

આમ જોઇએ તો જો જીવનને દરેક પગલે થોડી અનિશ્ચિતતા ન હોય, તો જીવન કંટાળાજનક બની રહે.મજાની વાત એ છે કે, કમનસીબે, જીવન જરા સરખું પણ કંટાળાજનક નથી અને જીવનની કેટલીય બાબતોમાં અનિશ્ચિતતા ભરી પડી જ છે.  જો કે, આપણામાંનાં મોટા ભાગનાં લોકો અનિશ્ચિતતાને સારી રીતે સંભાળી લઇ નથી શકતાં. હકીકત તો એ છે કે, દરેક વાતમાં નિશ્ચિતતા હોય એ શક્ય નથી તે જાણવા છતાં, અનિશ્ચિતતાનો સામનો થતાં જ આપણે ગભરાઇ ઉઠીએ છીએ. કોઇ વાતે ખાત્રી તો ક્યાંથી હોય!
જીવનમાં ડગલે ને પગલે, આવી પરિસ્થિતિઓ અને પડકારો આવતાં જ રહે છે.  જો કોઇ પ્રશ્ન આપણને સ્પર્શે તેમ હોય - એટલે કે તેનો ઉપાયમાં આપણને કંઇ રસ પડે તેમ હોય - તો (મોટા ભાગે) આપણે તેને પ્રતિસાદ આપવા જલ્દી તૈયાર થઇ જશું. એટલું જ નહીં, પણ આપણને એ વાતની પણ ખાત્રી જોઇતી હોય છે કે આપણો પ્રતિસાદ ઉત્તમ પ્રતિસાદ હોય.  જે પ્રશ્ન આપણને વધારે સ્પર્શે તેમ હોય તેના માટેનો આપણો પ્રતિસાદ મોળો હોય, તેમ પણ આપણે કદી ન ઇચ્છીએ. આ અંગે એક મિનિટ વિચારી જૂઓ તો - મારૂં ચોક્કસપણે માનવું છે કે - મોટા ભાગના કિસ્સાઓમાં યોગ્ય પ્રતિસાદ શું હોવો જોઇએ તે આપણને ખબર નથી હોતી. તેથી વધારે સાચો સવાલ એ હોવો જોઇએ કે "શું આપણે સ્વિકારવા તૈયાર છીએ કે આપણને સાચો જવાબ ખબર નથી?"  
મોટા ભાગે આપણે સભાન થઇ જતાં હોઇએ છીએ,એટલે કે અષ્ટંપષ્ટં ભાણાવી દઇએ છીએ કે કોઇ રાજનૈતિક જવાબ પકડાવી દેતાં હોઇએ છીએ. પણ આપણા મનમાં તો કંઇક આવું ચાલી રહ્યું છે - "કાશ, મને જવાબ ખબર હોત" કે આ તો મરૂં કામ છે, અને મને ખબર છે કે હું તેને માટે તૈયાર રહું છું" કે પછી "જો હું સ્વિકારી લઉં કે મને ખબર નથી તો બીજાં બધાં મારા માટે શું વિચારશે?" વિગેરે.
મારી તો તમને આગ્રહભરી વિનંતિ છે કે પડકાર ઝીલી લો અને હવે પછી જ્યારે આ પ્રકારનો પ્રશ્ન કે પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે બેજીજક જવાબ આપજો કે, " આ પરિસ્થિતિને હલ કરવામાટે મારી પાસે કોઇ નક્કર ઉપાય નથી.". અને પછી જોજો કે કેટલા નવા નવા ઉપાયો નજર સામે આવવા લાગે છે - ક્યાં તો કોઇની સાથે ચર્ચા કરવાનું સૂઝશે, કે પછી  એ વિષય પર મદદરૂપ થાય એવું પુસ્તકાલયમાંનું  કોઇ પુસ્તક કે ઇન્ટરનૅટ પર શોધ કરવાનું યાદ આવી જાય.  આને પરિણામે આ વખતે તમારો પ્રતિસાદ સાવ જ જૂદો હોય તેમ બની શકે. મેં એ પણ અનુભવ્યું છે કે આપણામાં જો મદદ માગવાની નમ્રતા હોય, તો તમને જોઇએ તેનાથી ક્યાંય વધારે મદદ મળી રહી શકે તેમ હોય છે. જરૂર છે અનિશ્ચિતતાને સરળતાથી ગળે લગાવવાનો અભિગમ કેળવવાની....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો