મંગળવાર, 27 નવેમ્બર, 2012

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૪

#16 ઉચિત અને ખરા સવાલ પૂછો

| ૧ એપ્રિલ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
સવાલોમાં અજબની તાકાત હોય છે. યોગ્ય સમયે પૂછાયેલો એક ખરો સવાલ આપણી જીંદગીની આખી દિશા બદલી નાખી શકે છે. એટલે આપણે જે સવાલો પૂછીએ છીએ તેની ગુણવતા બહુ મહત્વની બની રહે છે. જ દ્રષ્ટિએ, આપણે આપણા સંગાથની પસંદગી વિષે ખાસ ચીવટ રાખવી જોઇએ. આપણી આજૂબાજૂ યોગ્ય લોકોની હાજરી હોય, તો ક્યારેક આપણે ખરો પ્રશ્ન પૂછવાનું ભૂલી પણ જઇએ, તો તે લોકો એ કમી પૂરી પાડી પણ શકે એમ પણ બને.
આપણે આપણાં નિશ્ચિત ધ્યેય ભણી લઇ જતાં માર્ગ પર ન હોઇએ તેની પાછળ આપણે, આપણી જાતને જ, ન પૂછેલા યોગ્ય સવાલ પણ એક કારણભૂત પરિબળ હોય છે.પ્રશ્નને નવાં સ્વરૂપે પૂછવા માટેનો એ જ ખરો સમય છે. એ પ્રકારનાં થોડાં ઉદાહરણો જોઇએઃ

#
અસલ પ્રશ્નઃ મને શું મળે છે?
ફેરવિચારણામાટેનો સવાલ: હું શું બની રહેલ છું?
#
અસલ પ્રશ્ન: મારી સાથે જ આમ કેમ થાય છે?
ફેરવિચારણામાટેનો સવાલ: હું આમાંથી શું શીખી શકું?
#
અસલ પ્રશ્ન: તે મને કેમ સમજી નથી શકતા?
ફેરવિચારણામાટેનો સવાલ: મારા દ્રષ્ટિકોણને સમજાવી શવા માટે મારે શી રીતે રજૂઆત કરવી જોઇએ? 

મારો તમને ખાસ આગ્રહ છે કે આપણે સામાન્ય સંજોગોમાં જે સવાલો પૂછતાં હોઇએ છીએ, તેમને કેમ વધારે અસરકારક બનાવી શકાય તે અંગે જરૂરથી ફેરવિચારણા કરતાં રહેશો. મારી પાસે બીજાં ઘણાં ઉદાહરણો પણ છે, જેને હુ વખતો વખત પ્રકાશીત કરતો રહીશ. તમારા મૂળ સવાલો અને તેનાં પર ફેરવિચારણાને આધારે કરાયેલાં નવાં સ્વરૂપ વિષે તમારા વિચારો આવકાર્ય છે.
શુભેચ્છાઓ!



| ૩ એપ્રિલ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
જૂઓ, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે, આપણાં જીવન અને વ્યવસાય, બન્ને બાબતે, કોઇને કોઇ, એક, કે એકથી વધારે, માર્ગદર્શક કે પ્રશિક્ષક સંબંધ સંન્નિષ્ઠપણે કેળવવો જોઇએ. તે ખૂબ જ કામ આવે છે. તેને લગતા એક જ અનુભવથી તેનું અગત્ય પણ સમજાઇ શકે છે.
મારા છેલ્લા લેખમાં મેં યોગ્ય /સાચા સવાલ પૂછવા અંગે વાત કરી હતી. યોગ્ય માર્ગદર્શક આ બાબતે બહુ જ મદદરૂપ થઇ શકે છે. મારાં સદનસીબે, મારે એવાં ત્રણ માર્ગદર્શક /પ્રશિક્ષક જોડે વર્ષોથી સંબંધ છે. મારો તેમની સાથેનો દરેક અનુભવ, કમ સે કમ કહીએ તો પણ, રસપ્રદ રહેલ છે.ઘણીવાર એવું પણ બન્યું છે કે જે મુદ્દાથી મેં ચર્ચા શરૂ કરી હોય, તે તો ખરો મુદ્દો જ ન હોય.આપણા માર્ગદર્શક આપણને સાચા સવાલો પૂછીને સમસ્યાનાં મૂળ સુધી પહોંચવામાં બહુ જ મદદરૂપ બની રહે છે. 
સાચા રાહબર સાથેના સંબંધની ખરી મજા તો એ છે કે તે માર્ગદર્શકને તો આ સંબંધમાંથી કોઇ જ સીધો ફાયદો નથી હોતો, સિવાય કે આપણી વધારે સચોટ અસરકારતા બની રહે તેમ કરતા રહેવું. આપણે બીજા કોઇ પણ સંબંધમાં, કેટલાંય કારણો અને ઉભય પક્ષનાં હિત જોઇ શકીશું.
આપણા ઘણા મિત્રો, જે પહેલાં આ પ્રકારના માર્ગદર્શક સંબંધ વિષે શંકાશીલ અને વાંકું જોતાં હતાં, તેઓ પણ સ્વિકારે છે કે ખરા પ્રશિક્ષક સાથેના સબંધ(/ધો) તેમનાં જીવનમાં મહત્વનું પ્રદાન કરતા રહ્યાં છે.
ફરી એક વાર કહીશ કે આ એક એવી લાંબા ગાળાની પરિયોજના છે જેને તમારે સંન્નિષ્ઠપણે હાથ પર લેવી જોઇએ. ટુંકા ગાળામાં પરિણામો મળે પણ ખરાં, પણ પ્રશિક્ષકસાથેની પહેલી જ મુલાકાતથી તેની અસર વર્તાવા માડશે તેમ આશા રાખવી તે થોડું વધારે પડતું થઇ પડશે. આ આંબા ઉતાવળે પાકે નહીં, પણ, એક વાર પાકે તે પછીથી તેનાં ફળ મીઠાં હોય છે અને, થોડી સંભાળ લેવાય તો, લાંબા સમય સુધી, ફળ વિપુલ માત્રામાં મળતાં રહી શકે છે.


#18 પ્રસ્તુત બનીએ

|૭ એપ્રિલ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
તેમનું ધ્યાનાકર્ષીત કરવાના આશયથી, વગર વિચાર્યે, અસંબધ્ધ અખબારી યાદીઓ મોકલતા રહેતા જાહેર સંપર્ક વ્યવસ્થાપકો વિષે સેથ ગૉડીને એક રસપ્રદ લેખ લખેલ છે. જેના પરથી મને પણ 'વિશીષ્ઠ બનીએ' શ્રેણીના આ લેખની પ્રેરણા મળી છે.
થોડા મહિના પહેલાં મને મારા (હવે, ઘણા સારા) મિત્ર, બૉબ થોમસ, તરફથી એક વણમાગ્યો ઇ-મૅલ મળ્યો. જેમાં 'સસ્થાગત મુક્ત સ્રોત' વિષય પરનાં સર્વ પ્રથમ ,નવાંનક્કોર સામયિક - એન્ટરપ્રાઇઝ ઑપન સૉર્સ જર્નલ /Enterprise Open Source Journalનાં પ્રકાશનની જાહેરાત હતી. છેલ્લાં ચારેક વર્ષથી હું પણ મુકત સ્ત્રોત વ્યવસ્યાય સાથે સંળાયેલ હોવાથી મેં તેને અવાંછિત ન ગણ્યો, અને હકીકતે તો, બૉબનો, તે માગ્યા વગર, મોકલવા બદલ આભાર માન્યો. કેમ? એક મુખ્ય કારણ તો એ કે તે માહિતિ, ખુદ મારા માટે તેમ જ, મારા વેપારમાટે બહુ જ પ્રસ્તુત હતી.
આગળ ધપવામાટે સુપ્રસ્તુતિ બહુ મહત્વની છે.આપણે જેમાં 'બે-સૂર' થઇ ગયાં હોઇએ તેવા અનુભવો યાદ કરીશું, તો તેમાં સામેની વ્યકતિ,આપણને કોઇ જ પ્રકારે સુસંગત ન હોય તેવી વાત કર્યે રાખતી હતી તે એક મુખ્ય કારણ તરી આવશે. અને હવે મૂળ સવાલઃ તમે કેટલી વાર, કોઇની સાથે અપ્રસ્તુત વાત, ક્યાં સુધી ભચડે રાખી છે?
આપણે જો આપણા વ્યવહારોમાં સંદર્ભન જાળવીએ તો લોકો આપણી સાથેના ચાલુ સંવાદે વિમુખ થઇ જઇ શકે છે, જેને પરિણામે આપણે જે સંદેશ પહોંચાડવા માગતાં હોઇએ તે પણ રાહ ભટકી જઇ શકે છે. ટીમ સૅન્ડર્સ તેમનાં નવાં પુસ્તક-'સ્વિકૃતિ પરિબળ'/The Likeability Factor-માં કહે છે તે પ્રમાણે, આપણી સાથે સંબંધિત લોકોમાં આપણી સ્વિકૃતિની માત્રા, આપણે કેટલી હદે પ્રસ્તુત રહીએ છીએ તેના પર બહુ આધાર રાખે છે.
આપણા પ્રત્યેક (ગ્રાહક, સહકાર્યકર કે કુટુંબના સભ્ય સાથેના) વ્યવહારમાં વધારે ને વધારે પ્રસ્તુત રહેવાની આપણી કોશીશ આપણી પોતાની તેમ જ આપણી આસપાસનાં એ સહુ સંબંધિત લોકોની જીંદગીમાં બહુ ફરક પાડી શકે છે.મારૂં આ કહેવું કદાચ બહુ જ બહુ જ સીધું સાદું,દેખીતું, જણાશે, પણ તેમ છતાં એ કહેવું જરૂરી છે કે - જો આપણી પ્રસ્તુતિની માત્રા વધારવી હોય, તો આપણે જેમની સાથે સંબંધ છે તે લોકો સાથેના વ્યવહારોમાં ખાસ કાળજી રાખવી જોઇએ. જેમ જેમ આપણે એ દરકાર કરતાં થઇશું, તેમ તેમ,આપણા માટે શું વધારે પ્રસ્તુત છે તે વિચારવાને બદલે, આપણા વ્યવહારોમાં  જે કંઇ તેમના માટે વધારે પ્રસ્તુત છે તેની તે લોકો વધારે ને વધારે નોંધ લેતાં થશે.



| ૮ એપ્રિલ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
કોઇપણ મહત્વના વિષયની વાતમાં કોઇને કોઇ ચોક્કસ નિયમો તો જરૂર જોવા મળશે. કોઇ સાર્વત્રિક હોય, તો કોઇ એ વિષયમાટે જ સુનિશ્ચિત હોય.એવો જ, સમયની એરણ પણ અનેકવાર ચકાસાઇને સિધ્ધ થયેલ નિયમ છે - 'ક્યારેક જીત, તો ક્યારેક હાર".
આપણે ગમે તેટલાં કુશળ હોઇએ, પણ ક્યારેક તો થાપ ખાઇ જ જવાનાં કે નિષ્ફળતા મેળવવાનાં.પરંતુ આપણે આંકડાઓના ઢગલામાંનુ એક તણખલું છીએ કે ચીથરે વીંટ્યું રતન છીએ તે નક્કી થાય છે એ વાત પરથી કે આપણને એ હારની કળ વળતાં કેટલી વાર લાગે છે. મારા એક મિત્રનું કથન છે"ક્યાં તો વિજયી થાઓ અથવા તો શીખો". આમ જૂઓ તો મોટા ભાગના કિસ્સાઓમાં નિષ્ફળતા એ ખરી સમસ્યા નથી, પરત એ નિષ્ફળતાનું આપણે શું કરી છીએ તે છે. એટલે કે, બીજા શબ્દોમાં કહીએ તો, ઠોકર ખાઇને ગબડી પડ્યા પછી, દરેક વખતે, કેટલા ઝડપથી ઉભા થઇ અને ફરીથી આગેકૂચ કરવા લાગી જઇએ છીએ તે છે. ઇતિહાસ એવાં ઉદાહરણો (અબ્રાહમ લિંકન,કર્નલ સૅન્ડર્સ)નો ગવાહ છે, જ્યાં લોકોએ નિષ્ફળતાને પડકારી હોય અને, આખરે સફળતા મેળવી હોય.
કહે છે કે જે વિચારનો સમય પાકી ગયો હોય છે, તેને કોઇ રોકી નથી શકતું. પરંતુ વિચાર માત્રથી જ કોઇ સફળ થતું પણ નથી જાણ્યું. તેનો અમલ પણ કરવો પડે છે. અને અમલ કરતી વખતે કેટલે વીસે સો થાય તે ગણાઇ જતું હોય છે. કોઇપણ સફળ વ્યક્તિનો સિધ્ધિનો માર્ગ સીધી રેખા જેવો નહીં જોવા મળે. કે સફળતા માટે નથી કોઇ ટુંકો રસ્તો. મારાં હંમેશ પસંદ એવાં પુસ્તકોમાંનાં 'નવોત્થાનના વિરોધાભાસ'/The Innovation Paradoxમાં આ વાત વિગતે ચર્ચવામાં આવેલ છે.
હું જે કહેવા માગું છું તે,આપણી જીંદગીમાં જ પાછળ રહી ગયેલ સફળતાઓ કે નિષ્ફળતાઓ પર  નજર કરવાથી, સ્પષ્ટ થઇ જશે.જ્યારે આપણે નિષ્ફળ ગયાં હતાં તે જ ક્ષણને યાદ કરીએ. આજે હવે તે જ બાબતે આપણી શી લાગણી છે? જૂદી જ છે, ને! થોડાં વર્ષો પહેલાં જે નિષ્ફળતાઓનો પહાડ લાગતો હતો, તે આજે હવે તેટલો મોટો મુદ્દો ન પણ દેખાતો હોય. જો આ સાચું લાગતું હોય, તો જ્યારે પણ નિષ્ફળતાનો સામનો કરવાનો આવે ત્યારે જીવનને ઝડપથી આગળ ધપાવી દેવું અને એ નિષ્ફળતાને જાણે થોડાં વર્ષો પછી જોઇ રહ્યાં હોઇએ, તે દ્રષ્ટિથી જોવી. ઝડપથી પગ ભેર થઇ જવા માટે આમ નવા દ્રષ્ટિકોણને અપનાવવો તે એક સિધ્ધ થયેલ રસ્તો છે.
સારાંશ રૂપે ,એટલું કહીશ કે નિષ્ફળાતઓ તો આવતી રહેશે અને આપણે થાપ કે માત પણ ખાતાં રહેવાનાં.પરંતુ જો આપણે કંઇ વિશિષ્ઠ બનવું હશે, તો ફરી પાછા, ઝડપથી, પગ ભેર થતાં શીખવું પડશે.



| ૧૨ એપ્રિલ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણે બધાં જાણીએ છીએ કે નેતૃત્વ એ કોઇ પદવી કે સ્થાનથી કંઇક વધારે છે.પરંતુ કોઇના માટે પણ કંઇ પણ પહેલ કરવા માટે, તે જો કોઇ મહત્વનાં સ્થાન પર ન હોય તો, તે થોડું મુશ્કેલ જરૂર બની રહી શકે છે. કોઇ પણ સ્વયંસેવી પ્રવૃતિમાં અગ્રણી ભૂમિકાને સમજવાથી આ વાત સરળતાથી સમજી શકાશે.સ્વયંસેવી પ્રવૃતિને દોરવણી પૂરી પાડવી તે અઘરૂં તો છે, પણ સાથે સાથે તેટલું જ ફળદાયી પણ પરવડી શકે છે.
જો તમે એવી કોઇ સ્વયંસેવી પ્રવૃતિનાં અગ્રેસર વ્યક્તિ હશો તો તમને ખબર જ હશે કે:
અ) મોટા ભાગનાં અન્ય સહ-કાર્યકરો આ પ્રવૃતિ પૈસા સારૂ નહીં પણ કોઇ એક લગનથી કરતાં હોય છે.
બ) દરેક સહયોગી પાસે એ કામ ક્યારે પણ છોડી શકવાનો વિકલ્પ તો હોય છે જ. 
ક) દરેક સહયોગી પોતાનાં રોજીદાં કામ ઉપરાંત કંઇક વધારાનું  જ કામ કરતાં હોય છે.
ડ) દરેક સભ્ય પાસે એ પ્રકારની સેવાઓ આપવામાટે એકથી વધારે વિકલ્પ પણ હોય છે.
બીજા શબ્દોમાં કહીએ તો,સ્વયંસેવી પ્રવૃતિઓની દોરવણી અને તેમાં સફળતા, એ બન્ને આસાન તો નથી જ.અને તેથી જ , તેમાં સફળ થવાથી તમારી વિશિષ્ઠતા અનોખી બની રહી શકે છે.
સ્વયંસેવી પ્રવૃત્તિઓમાં સફળ થવાના બીજા પણ કેટલાક ફાયદા છે:
અ) તમે કોઇ ખાસ કારણ માટે સમય ફાળવો છો;
બ) બહુ થોડાં લોકો સ્વયંસેવાની પ્રવૃત્તિમાં જોડાતાં હોય છે, એટલે તમે એક 'વિશિષ્ઠ વર્ગ'નાં સભ્ય બની રહો છો;
) તમારાં વ્યાવસાયિક સંપર્ક-વર્તુળોથી વિશેષ,  એક મહત્વનાં સંપર્ક-માળખાં જોડે, આપો આપ જ, તમારા સંપર્કો પ્રસ્થાપિત થાય છે;
) તમારાં નેતૃત્વ-કૌશલ્યને વિકસાવવામાટેનો એક ટુંકો રસ્તો મળી રહે છે!
શુભેચ્છાઓ!


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ૨૭ નવેમ્બર, ૨૦૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો