મંગળવાર, 6 નવેમ્બર, 2012

ટકાઉ દૂરદર્શીતા કેળવીએ - ભાગ-૨ - જેસ્સૅ લીન સ્ટૉનર

ધ્યાનાકાર્શક દૂરદર્શીતાનાં ત્રણ ઘટક પૈકી બીજું ઘટક છે - ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર.
આપણે જે કરવાનું ધાર્યું છે તેનું મનમાં ચિત્ર નજર સામે રાખવાની ખુબ જ પ્રભાવશાળી અસર બની રહે છે.
આપણે જે કંઇ કરવા નિર્ધાર્યું છે તેનું ચિત્ર મનમાં રખવાની શક્તિનો પહેલો પરિચય મને ૧૯૭૬ની ઑલિમ્પિક્સ પછીથી થયો. રશિયનો એ લગબગ બધા જ સુવર્ણ ચંદ્રકો અંકે કરી લીધા હતા અને લોકો માટે આમ કેમ શક્ય બને તે એક કોયડો હતો. અમને જણવા મળ્યું કે તેઓ 'માનસીક પૂર્વપઠન" નામક એક રીતનો ઉપયોગ કરતાં હતાં, જેમાં તેઓ સ્પર્ધાને મનમાં રમ્યાં જ કરતાં હતાં.મને આ 'તાદ્ર્શ્ય" કરવાની પધ્ધતિમાં રસ પડ્યો.
લગભગ તે સમયે જ હું શીખવાની અસમર્થતાંવાળાં બાળકોને શીખવાડતી હતી.એ બધાં દસ વર્ષની આસપાસની ઉમરનાં બાળકો હતાં જેઓ ઘણાંવર્ષોના પ્રયત્નો છતાં શીખી ન શકવાને કારણે બહુ જ હતોત્સાહ રહેતાં હતાં.એક દિવસ મને લાગ્યં કે કદાચ આ બાળકો તેમને વાંચતાં કલ્પી જ નહોતાં શકતાં.હું ગમે તેટલા પ્રયત્નો કરૂં, પણ જો તેઓ તેમને વાંચતાં કલ્પી જ ન શકતાં હોય, તો પરિસ્થિતિ મુશ્કેલ જ બની જાય.
એટલે મેં એક એવો પ્રયોગ શરૂ કર્યો, જેમાં તેઓ દરરોજ દસ મિનિટમાટે આંખો બંધ કરે અને તે દરમ્યાન હું તેમને એક કાલ્પનિક માર્ગદર્શીત પ્રવાસ પર લઇ જાઉં. વર્ષની શરૂઆતમાં મેં તેમને પુસ્તકાલયની કાલ્પનિક સફર પર લઇ જવાનું શરૂ કર્યું, જ્યાં તેઓ ચિત્રપુસ્તકો જોવાની મજા માણે અને પુસ્તકાલયથી પરિચિત થાય. પછીથી, વર્ષ દરમ્યાન ,મેં તેમાં શબ્દો વાંચવાનું ઉમેર્યું. વર્ષના અંત સુધીમાં મેં તેમને ચિત્રો વગરનાં મોટાં પુસ્તકો વાંચતાં અને તેનો આનંદ લેતાં કરી દીધાં.
તેમનો અભિગમ સાવેસાવ બદલાઇ ગયો. આપણે જોઇ શકીએ છીએ કે તેઓ હવે બહુ જ તાણમુકત રહે છે અને તેમને શીખવાડવાની પણ મજા આવે છે.મારાં માનવા પ્રમાણે આ વર્ષમાં તેઓ ખરેખર ઘણું શીખ્યાં.
દૂરદર્શીતા એ માત્ર હકારાત્મક વિચારસરણીથી આગળ વધીને,તમારા મનમાં દેખાતું એક સ્પષ્ટ ચિત્ર છે.
માનસીક ચિત્રાવલિની પધ્ધતિઓ જેમ જેમ આધુનિક અને વ્યવહારદક્ષ થતી ગઇ, તેમ તેમ ખેલકુદ વિષેના નિષ્ણાત મનોવૈજ્ઞાનિકો જોઇ શક્યા કે, ખેલાડી પોતાને વિજયમંચ પર ઊભીને સ્વર્ણ પદક મેળવાની કલ્પના કરે તેની અસર, માનસીક પૂર્વાભ્યાસથી પણ વધારે થતી હતી.  સમગ્ર સફરનો નકશો તો કલ્પી શકવો મુશ્કેલ બની શકે છે. એટલે, અંતિમ ગંતવ્ય કે અપેક્ષિત લક્ષ્યનું ચિત્ર મનમાં સ્થિર કરીએ. આપણે જેમ જેમ આગળ વધતાં જશું તેમ તેમ આખી પ્રક્રિયા, વધારે ને વધારે, સ્પષ્ટ થતી જશે.
દૂરદર્શીતા એ આપણે ઘડી કાઢેલ ભવિષ્યનું સ્પષ્ટપણે વ્યક્ત થયેલ પરિણામલક્ષી ચિત્ર છે. તે દિશા નિર્દેશીત સ્વપ્ન છે.

*       લેખિકા, જૅસ્સૅ લીન સ્ટોનરના બ્લૉગ પર મૂળ લેખ Create a Vision With Staying Power – Part 2, October 17th, 2012 ના રોજ પ્રકાશિત થયેલ.

*       આ શ્રેણીનો અસલ અંગ્રેજીમાં પહેલો ભાગ અહીં છે, અને તેનો અનુવાદ અહીં છે.

·         Jesse Lyn Stoner: Copyright © 2012 Jesse Stoner | All Rights Reserved. |

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો