બુધવાર, 7 નવેમ્બર, 2012

એકચિત્ત ધ્યાન અંગેની ભ્રમણા - જુલી ગિયુલોનિ

પણી સંસ્કૃતિ અને વ્યાવસાયિક જગતમાં  એકચિત્ત ધ્યાનને બહુ માનભર્યું સ્થાન મળે છે. ધ્યાન કેન્દ્રીત કરવા સારૂ આપણે દવાઓ કે કૅફીનયુકત પીણાંઓ કે યોગધ્યાન જેવાં સાધનોની મદદ લેતાં હોઇએ છીએ. ઇન્ટરનૅટ માધ્યમો પર તેની ચર્ચાઓ જોવા મળે છે, તો બીજી તરફ હજારો પુસ્તકો અને કાર્યશાળાઓની મદદથી તે શીખવાડવામાં પણ આવે છે. જે લોકો પાસે એકચિત્ત ધ્યાનની જડીબુટ્ટી હોય છે, તેઓને સફળતાનાં પ્રતિક માનવામાં આવે છે અને બીજાંઓ માટે તેઓ અનુકરણીય આદર્શ બની રહે છે.જેઓ તે મેળવી નથી શક્યાં તેમણે થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. કેમ, ખરૂંને?
કદાચ, ના.
આપણો દરેકનો એકચિત્ત ધ્યાન સાથે એક આગવો સંબંધ હોય છે.તમારો એ સંબંધ શું છે?
તમારો એકચિત્ત-ધ્યાન-આંક
આ એક ટૂંકી, અંગત સ્વ-મોજણી કરી જૂઓઃ
બાળપણમાં તમને કામ પૂરાં કરવામાટે પુરસ્કાર મળતા હતા?
હા
ના
કંઇ પણ કામ કરવા તમને શાંતિની જરૂર પડે છે?
હા
ના
તમે એક જગ્યાએ બેસીને કોઇ એક બાત પર લાંબા સમય સુધી એકાગ્રતા કેળવી શકો છો? 
હા
ના
જ્યારે તમે કોઇ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરતાં હો છો ત્યારે આસપાસની દુનિયાસાથે સંપર્ક કાપી નાખો છો?
હા
ના
લોકો તમને 'મચી પડી અને કર્યે જ છૂટકો' કરનાર તરીકે ઓળખે છે? 
હા
ના

આ મોજણીમાં દર્શાવેલ દરેક  વાત પોત પોતાની રીતે જે એક ગુણ તો છે જ, પણ સામુહિક સ્વરૂપે તે તમારી અંગત તંદુરસ્તી અને વ્યાવસાયિક અસરકારકતામાટે ખાસ્સો એવો પડકાર બની જઇ શકે છે.(કોઇ પણ વાતની અતિ એ દરેક વખતે સારૂં જ હોય તે જરૂરી નથી.)
હું સહજ સ્ફૂરણાથી વિરૂધ્ધ કહી શકાય એવા નિષ્કર્ષ પર પહોંચી છું કે આ પ્રકારની એકચિત્ત ધ્યાનના પરંપરાગત પ્રયાસો હકીકતે તો વિકાસ અને પરિણામોમાં અડચણરૂપ પરવડી શકે છે. જેમની સાથે કામ કરતી રહી છું એવા કેટલાય અગ્રણીઓના કિસ્સામાં આવું થતું જોયું પણ છે, તેમ જ મેં મારી અંગત કારકીર્દીમાં પણ અનુભવ્યું છે. હેતુ કે ધ્યેય કે સફળતાની પ્રાપ્તિમાટે એકચિત્ત ધ્યાનની વ્યૂહરચના એ માનવ ક્ષમતાઓ પૈકી સહુથી વધારે અર્થવિહિન મહત્વ અપાતી ગણી શકાય.
એકચિત ધ્યાનનાં બે પાસાં
આપણા સમગ્ર ઉછેર, શાળાકાળ અને કાર્યકાળ દરમ્યાન આપણે એકચિત્ત ધ્યાનના સંભવીતપણે વિનાશકારી - ફરજીયાત અને ઉગ્ર - સ્વરૂપને શીખીએ છીએ અને તેના પર સજધજ કરતાં રહીએ છીએ. જ્યારે પણ તમે 'આદુ ખાઇને મચી પડો' કે હાથમાં લીધેલ કામને પૂરૂં કરવા બીજાં બધાંને 'તગડી મૂકો' કે 'શિસ્ત' એ તમારૂં હુલામણું નામ બની જાય ત્યારે, સમજી લેજો કે એકચિત્તપણાંનાં આ પાસાંઓમાં તમે માહેર થઇ ગયાં છો. તમને એ, ક્યારે પણ, તમારાં ધ્યેયભણીની સ્મશાનયાત્રા લાગી છે? તમારાં એકચિત્તપણાંનું આ ઉગ્ર અને અને ફરજીયાત પાસું એવું લાગે પણ ખરૂં.
પણ, એક મિનિટ થોભી જઇને આપણે વ્યાખ્યાઓ પર નજર કરીએ અને એનું ભૌતિકશાસ્ત્ર તપાસીએ. 'કેન્દ્ર' એ બિંદુ છે, જ્યાં પ્રકાશનાં બધાં કિરણો એકઠાં થતાં હોય. પ્રકાશનાં કિરણો કઠણ, કડક કે ભારીખમ તો છે નહીં. તે તો હળવાં છે.તે ઉર્જા છે. તે તો નાચતાં કુદતાં હોય છે.
એકચિત્ત ધ્યાનનું બીજું પાસું પણ હોઇ શકે ખરૂં?
જ્યારે એકચિત્ત ધ્યાન નરમ હોય ત્યારે વધારે અસરકારક હોય, એવું શક્ય છે?  
બળપૂર્વક એકચિત્ત ધ્યાનસ્થ થવાને બદલે હળવાશથી એકચિત્ત થવાથી તે વધારે લાભદાયક પરવડે ખરૂં? 
એકચિત્તપણાંનાં પ્રવાહી અને લચીલાં પાસાંની મારી શોધ અવિરત ચાલુ જ રહી છે. પરંતુ તેને મેં એટલી એકાગ્ર નથી કરી નાખી કે બીજું બધું જ દેખાતું બંધ થઇ જાય. બલ્કે, મેં તેને એટલી હળવી રાખી છે,મારી દ્રષ્ટિની સીમાઓમાં પરનાં, મારી પ્રક્રિયાઓ, મારાં પરિણામો અને જીવન માટે લાભદાયી દ્રશ્યો અને આગત વિચારો મને હંમેશ મળતાં જ રહે. એવી પરિસ્થિતિ કે જ્યાં મારાં દિલ અને દિમાગ, બન્નેને,મુક્તપણે ફંફોળતાં રહેવાની તક રહે. એવી પરિસ્થિતિ જેમાં સખ્તાઇ અને પરિણામો ની જગ્યાએ આનંદ, મજા અને હળવાશ હોય. જ્યાં આગિયાના ક્ષણાવેશને બદલે જીવનની લાંબી દોડમાં ટકી શકે તેવો અભિગમ હોય.
આ લેખના હવે પછીના બીજા ભાગમાં, મને મળેલી આ પ્રકારની પ્રવાહી,લચીલાં અને આનંદપ્રદ એકચિત્તપણાં માટેની કેટલીક વ્યૂહ રચનાઓ જોઇશું.
ત્યાં સુધી, તમને તમારૂં એકચિત્ત ધ્યાન કેવું લાગે છે? સ્મશાનયાત્રા કે આનંદ નૃત્ય?

*       મૂળ લેખ, The Fallacy of Focus  લેખિકા,Julie Giulioni,ની વૅબસાઇટ, www.juliewinklegiulioni.com પર ઑક્ટૉબર ૩૦,૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ.

જુલી વિંકલ ગિયૂલ્યૉની છેલ્લાં ૨૫ વર્ષથી કાર્યમૂલક શિક્ષણ વડે કામગીરીની સુધારણા કરતાં રહ્યાં છે. ૧૦૦થી વધુ સંસ્થાઓ સાથે સહભાગી બનીને તેમણે, સમગ્ર વિશ્વમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતાં,અવનવાં પ્રશિક્ષણ  સાધનો વિકસાવ્યાં અને વાપર્યાં છે. જુલી તેમના વડે વિકસાવાયેઅલ, સંસ્થાનાં અંતિમ લક્ષ્યને સતત ફાયદાકારક, પોતાની રીતે અનોખાં નિરાકરણો  માટે જાણીતાં અને સન્માનીય રહ્યાં છે.
તેઓ જ્યારે તેમનાં અસીલ જ્યારે વ્યસ્ત નથી હોતાં ત્યારે તે એક સક્રિય સામાજિક સભ્ય અને તેમનાં બાળકો સાથેનાં મિત્ર મૉમ બની રહે છે.ઊભાં ઊભાં પ્રશિક્ષણા વર્ગો લેવા જેટલાં જ તેઓ ઊભાં હૉડકાંને હલેસાં મારવામાં પણ મજા લે છે.હાલમાં તેઓ તેમના પતિ, પીટર અને બે બાળકો,નિક અને જેના સાથે, સાઉથ પસૅડૅના, કૅલિફીર્નીઆમાં રહે છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ નવેમ્બર ૮,૨૦૧૨


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો