શુક્રવાર, 7 ડિસેમ્બર, 2012

ઇતિહાસ વિરૂધ્ધ પુરાણશાસ્ત્રો - દેવદત્ત પટ્ટનાઇક

સ્લામના આવ્યા પહેલાં, ભારતમાં એમ જ મનાતું હતું કે સમય ચક્રાકાર છે, આપણે અનંત જન્મો લેતાં રહીએ છીએ અને વળી એ જ ભવ અનંત કાળ સુધી જીવતાં રહીએ છીએ. ઇસ્લામની સાથે કયામતની સંકલ્પના પણ આવી, જે દિવસે આપણાં જીવનનાં લેખાંજોખાંનો હિસાબ થતાંની સાથે જ ઇતિહાસનો અંત થાય છે. બ્રહ્માંડના પુનઃજન્મ પહેલાંનાં પૂર્ણ વિસર્જન, પ્રલય,થી આ માન્યતા  સાવ જૂદી છે. હિંદુ,બૌધ્ધ અને જૈન સંપ્રદાયોન મત મુજબ, કાળના સંદર્ભમાં કોઇ પ્રારંભ નથી , નથી કોઇ અંત, છે બસ એક અંત વગરનું, ફરતું રહેતું, સમય ચક્કર.
ભારતમાં આવેલા યુરોપીયનો, ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વહેંચાયેલા હતા.એક સ્તરે તો તેઓ, મુસ્લિમોની જેમ, ઇતિહાસના પ્રારંભ (મૂળ પાપ)અને અંત ([સંત જૉનને થયેલ]સાક્ષાત્કાર)માં માનતા હતા. તો વળી બીજાં સ્તરે, તેઓ વૈજ્ઞાનિક પુરાવાઓમાં પણ માનતા હતા.
પ્રાગ્-વૈજ્ઞાનિક યુરોપીયન તો વ્યાસપીઠ પરથી પાદરી જે કંઇ કહેતા તેને સ્વીકારી લેતો. તો પશ્ચાત-વૈજ્ઞાનિક યુરોપીયન દરેક વાતનો પુરાવો માગતો. પ્રાગ્-વૈજ્ઞાનિક અને પશ્ચાત-વૈજ્ઞાનિક, એમ બન્ને, યુરોપીયનો વિશ્વના અન્ય પ્રદેશો (અમેરિકા, આફ્રીકા,એશીયા કે ઑસ્ટ્રેલીઆ)ની ધાર્મિક કથાઓને, બીજાં જ કારણોસર, સદંતર, નહોતા સ્વીકારતા. પહેલો તેને નહોતો સ્વીકારતો, બાઇબલ કહે તે જ સત્ય, એવાં ધાર્મીક કારણોસર, તો બીજો તેને નહોતો સ્વીકારતો, માપી શકાય તેવા પુરાવાઓના અભાવ જેવાં વૈજ્ઞાનિક કારણોસર.
વિજ્ઞાનનો સહુથી મોટો ભોગ લેવાયા હતા પશ્ચિમના રૈખિક ધર્મો.પુરાવા આધારીત ઈતિહાસના અભ્યાસમાંથી કંઇક એવું જાણવા મળ્યું જેનાથી શાસક વર્ગ ચોંકી ઉઠ્યો.પુરાતત્વશાસ્ત્રએ બાઇબલમાંના સંદર્ભથી પણ પહેલાંની સંસ્કૃતિઓના પુરાવા ખોળી કાઢ્યા.દાખલા તરીકે, સત્તરમી સદીના જેમ્સ અશ્શર નામના એક આર્કબિશપે, બાઇબલના શબ્દાર્થ પરથી એક એવું તારણ કર્યું કે વિશ્વનો ઉદય ઇસવી સન પૂર્વે ૨૩ ઑક્ટૉબર ૪૦૦૪,રવિવારના રોજ થયો હતો, તો વળી તે પછીના કેટલાક લેખકોએ તો સવારનો બરાબર નવ વાગ્યાનો સમય પણ કહ્યો. એટલે સ્વાભાવિક છે કે,આશરે ૧૦,૦૦૦ વર્ષ પહેલાંનો આદિમાનવ ગુફાઓમાં ભીત-ચિત્ર દોરતો એવી કલ્પના આ ધાર્મિક માન્યતાવાળાં લોકોને ઓછી પસંદ પડે. તો વળી,અશ્મિઓના અભ્યાસનું શાસ્ત્ર, અશ્મિવિશ્વ-વિજ્ઞાનશાસ્ત્ર, એવું ખોળી લાવ્યું કે માનવનો ઉદય પ્રાણીઓમાંથી થયેલ છે. આપણે વાનરમાંથી ઉતરી આવ્યાં છીએ એવી ડાર્વિનનની માન્યતાએ તેને શાશક વર્ગની નજરોમાં પાખંડી બનાવી દીધેલ.આજ પણ હજુ,ઘણાં લોકો આ માન્યતાને 'કપોળકલ્પિત' જ માને છે અને ઉત્ક્રાંતિના સિધ્ધાંતને નરી છલનામાં ખપાવે છે. તેમની દ્રષ્ટિએ તો બાઇબલનાં પ્રથમ પ્રકરણ,જિનેસીસ, મુજબ માત્ર છ દિવસમાં જ ઇશ્વરે વિશ્વ પેદા કર્યું છે.
પધ્ધતતિસર શિક્ષણ પ્રથાની ભારતમાં શરૂઆત યુરોપીયનોએ કરી,જેમાં ઇતિહાસ અને વિજ્ઞાન શીખવાડાતાં હતા.પ્રાચ્યવિદ્યાવિશારદો કાળ અંગેની ભારતીય માન્યતાઓને 'કપોળકલ્પિત' માને છે. ભારતીય અને યુરોપીયન પુરાતત્વશાસ્ત્રીઓએ સિંધુ ખીણ સંસ્કૃતિ અને અશોક વિષે શોધખોળ કરી અને ભારતના ઇતિહાસને પ્રસ્થાપિત કર્યો, ત્યાં સુધી અશોક એ માત્ર બૌધ્ધ કથાઓમાં જ સ્થાન પામતા જોવા મળતા હતા.જો કે, એ પણ નોંધ લેવી જોઇએ કે મોટા ભાગની ભારતની શાળાઓમાં આ  ભારતીય ઇતિહાસ ૧૯૫૦ પછીથી શીખવાડવાનું શરૂ થયું છે. તે પહેલાં તો ભારતીયો સામાન્યતઃ યુરોપિયન ઇતિહાસ જ ભણતાં હતાં.
આમ ભારતીયો સામાન્યતઃ રામાયણ કે મહાભારતસાથે વધારે ઘનિષ્ઠતા અનુભવતા જોવા મળે છે, જ્યારે યુરોપૉયન શાશકો અને, પછીના ભારતીય વહીવટકર્તાઓ અશોક અને સિંધુ ખીણ સંસ્કૃતિને વધારે મહત્વ આપતા જોવા મળે છે. આને કારણે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને રામાયણ અને મહાભારત જ ખરો ઇતિહાસ છે તેવી દલીલ કરતા જોવા મળે છે.આમ, જો 'હિજરત' એ એક ઐતિહાસીક સત્ય હોય, તો કુરૂક્ષેત્રનું યુઘ્ઘ પણ એટલું જ સત્ય છે! પરંપરાગત રીતે, અયોધ્યા એ એક આસ્થાનો વિષય રહ્યો છે, એક એવો વિષય જે માનવ મનનો ઉદ્ધાર કરી શકે.  યુરોપીયનોની માગણી હતી કે તેને સત્ય તરીકે સિધ્ધ કરવા માટે તેનું ઇતિહાસ અને ભૂગોળમાં મળી આવવું જરૂરી છે.તેથી જેમ ખ્રીસ્તી રૂઢીવાદીઓએ યુરોપમાં ઉત્ક્રાંતિ શીખવવા પર નિષેધ લદાવી દીધો હતો,તે જ રીતે ભારતમાંનાં હિંદુ રૂઢીવાદીઓ રામાયણ અને મહાભારતને ઇતિહાસના ભાગ રૂપે શીખવાડવાં જોઇએ તેવી માગણી કરવાં લાગ્યાં.
યુરોપીયન વિજ્ઞાને ૧૮મી સદી પછી જ મનોવિજ્ઞાન અંગે સંશોધન કરવાનું શરૂ કર્યું, અને તેને પરિણામે સમજાયું કે ધાર્મીક સતાધીશો કે પ્રાચીન વિચારકો જે કંઇ કહે છે તેનાથી તો મન (અને વિચાર શક્તિ)ઘણું વધારે ગહન છે.ફ્રોઇડ અને જંગનાં ૨૦મી સદીનાં પાથદર્શક યોગદાનને કારણે કથાઓ અને સ્વપ્નોનાં અભ્યાસ કરવા માટેની મનોવિશ્લેષ્ણ જેવી વિજ્ઞાનની એક નવી શાખાનો વિકાસ થયો, જેણે ઐતિહાસિક મહાકાવ્યો અને કહાનીઓને એક આગવું મહત્વ પ્રદાન કર્યું. અત્યાર સુધી અસ્તિત્વ જ ન ધરાવતી વિચારસરણીઓને કારણે રામાયણ અને મહાભારતને નવો જ અર્થ પ્રદાન કરતું માળખું આપ્યું. તેમાં કદાચ ઇતિહાસને કોઇ સ્થાન નપણ હોય અને માત્ર મનોવૈજ્ઞાનનો દ્રષ્ટિકોણ જ રહેતો હોય. શક્ય છે કે પ્રાચીન ભારતીય લોકોને ઐહિક ઐતિહાસિક ઘટનાઓને બદલે માનવ ઇતિહાસને ઘડતાં મનોવૈજ્ઞાનિક પરિબળોમામ વધારે રસ હોય.પરંતુ ભારતીય પાઠયપુસ્તકો સુધી આ બાબત કદી પહોંચી નથી શકી.
૨૦મી સદીમાં આઇનસ્ટાઇનના સાપેક્ષતાવાદના સિધ્ધાંતે વિજ્ઞાનની નિશ્ચિતતાને હચમચાવી નાખી. કાળ અને અવકાશનો અત્યાર સુધી કોઇએ વિચાર્યો ન હોય તેવો આવિર્ભાવ જોવા મળવા લાગ્યો. બન્નેને ગડી કરી શકવાનું શક્ય જણાયું.મહાવિસ્ફોટ અને મહાધ્વનિઘોષ એ હવે એક જ વાસ્તવિકતાનો ભાગ જણાવાં લાગ્યાં. પરિમાણ યંત્રવિજ્ઞાન અને શૃંખલા સિધાંત વિષે લખતી વખતે સૈધ્ધાંતિક ભૌતિકશાસ્ત્રીઓએ બીજી પણ વાસ્તવીકતાઓ હોવાની શક્યતાઓને સ્વીકારી.   કાળની આવર્તન અને તરંગ તરીકેની સંકલ્પના કદાચ સાવ તરંગી ખયાલ માત્ર નહોતો. આમ ૧૭મી સદીના યુરોપીયનો એ જેની હાંસી ઉડાવી, તેને ૨૦મી સદીના યુરોપીયનો અને અમેરિકનોએ વખાણ્યું.
૧૯૭૦પછીના સાહિત્ય અને તત્વજ્ઞાનના પશ્ચાતઆધુનિક અભ્યાસ 'વૈજ્ઞાનિક' નમૂનાઓમાં આ ઝોક વણી લેવાયેલો જોવા મળે છે.પૌરણિક કથાઓને હવે માન્યતા તરીકે કે વસ્તુલક્ષી સત્ય તરીકે ઓળખવામાં આવે છે. ભલભલા વિજ્ઞાનમયી વૈજ્ઞાનિકોપણ દુનિયાને જોવા માટે આ કાચનો જ હવે ઉપયોગ કરે છે. અમેરીકન વિશ્વવિદ્યાલયોને પણ હવે બાઇબલનાં પુરાણો વિશે વાત કરવાનું કોઠે પડી ગયું છે; પણ ભારતીયોને હજૂ પણ રામાયણ કે મહાભારતને કોઇ હિંદુ પુરાણો કહે તે પચતું નથી. આપણે હજૂ ૧૯મી સદીના પ્રાચ્યવિદ્યાવિશારદોનાં લખાણોને વળગી રહ્યં છીએ,જેને આધુનિક શિક્ષણવીદો હવે બાજૂએ કરી ચૂક્યા છે. આ જ કારણસર કદાચ કોઇ સરકાર ભારતીય પૌરાણિકશાસ્ત્ર સંસ્થાન શરૂ કરવાની હિંમત નથી કરી શક્તી. જો તેમ થાય તો કદાચ હુલ્લડો ફાટી નીકળે.આપણે હજૂ સંસ્થાનવાદી નશાની અસરમાંથી બહાર નથી આવી શક્યાં. આપણે હજૂ પણ આપણા ભૂતકાળના શાશકોની કદમબોશી કરતાં કરતાં તેમના પ્રત્યે ક્ષમાપ્રાર્થી મનોદશામાં જ જીવીએ છીએ.
આજે પણ હજૂ રામાયણ અને મહાભારતને ઐતિહાસીક અને વૈજ્ઞાનિક બનાવવાનો ભાર ભારતીયો વેંઢારે છે. દ્વારકાનાં પુરાતત્વ સ્થળો તરફ તેઓ ધ્યાન દોરતાં રહે છે, જાણે કે આજે પણ તેઓ પશ્ચિમનાં જગતને જવાબદાર હોય.પોતાની આસ્થા માટે કરીને તેઓએ રામ અને કૃષ્ણનાં અસ્તિત્વની વૈજ્ઞાનિક પરિભાષામાં  "સાબિતિઓ" આપવી પડે છે. જેમ ધર્માંધ ખ્રીસ્તીઓ મધ્ય પૂર્વનાં રણમાં નોઆહનાં (છાપરાંવાળાં) વહાણની ખોજ કર્યા કરે છે, તેમ આ લોકો પણ આ પૌરાણકથાઓમાં વર્ણવાયેલ ઐતિહાસીક સ્થળોના દાવા કરતાં રહે છે.  તેઓ આ બધું ભૂતકાળના શાસકોનાં વૈજ્ઞાનિક નમૂનેદાર ઢાંચામાં બેસાડવા મથી રહ્યાંછે, પણ તેમને એ ખબર નથી કે પશ્ચિમ જગત તો આ નમૂનાના વૈજ્ઞાનિક ઢાંચાઓને ક્યારનું ત્યજી ચૂક્યું છે.
જેમને ચોક્કસ આરંભ અને અંત છે તેવા રૈખિક ધર્મોને ઇતિહાસની જરૂર છે.ભારતમાં ફાલ્યાફૂલ્યા છે તેવા કાળચક્રીય ધર્મો ઇતિહાસને અતિક્રમવાની કોશીશ કરતા રહે છે.પૌરાણિક ભારતીય ફિલસૂફીઓની દ્રષ્ટિએ  તો ઇતિહાસ, સમયની વ્યાખ્યા કરવાનો અને મર્યાદામાં બાંધવાનો એક બાલિશ પ્રયત્ન, એક ભ્રમ છે. સમય રૈખીક છે કે ચક્રીય, કે એક જ વિશ્વ છે કે અસ્તિત્વ ધરાવતી વિવિધ વાસ્તવિકતાઓ, તે બાબતે વિજ્ઞાન અનિશ્ચિત છે. આ બધું જ હજૂ વિચારાધીન છે.
*       'ફર્સ્ટ સિટી'માં ઓક્ટોબર, ૨૦૧૨માં પ્રકાશીત થયેલ.

અસલ અંગ્રેજી લેખ, History versus Mythology , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૨૬,૨૦૧ના  રોજ Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો