શનિવાર, 8 ડિસેમ્બર, 2012

નેતૃત્વ પૂરૂં પાડવા માટેનું એક માત્ર કારણ - ડૉ. ઍન્નૅ પર્શૅલ / જર્મૈન ઇન્સાઇટ્સ


નેતૃત્વ પૂરૂં પાડવામાટે એક અને એક માત્ર કારણ છે, અને
જો આપણે તેમ કરી શકીએ તો, બેશક તેમ કરીએ જ.
કેમ?
એ આપણું કર્તવ્ય છે.
જો કોઇ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, અને આપણે તેને મદદ કરી શકીએ તેમ હોઇએ, તો આપણે મદદ કરીશું જ ને?
હા.
જૂઓ, આપણી આસપાસની દુનિયા, કોઇ ને કોઇ, તકલીફમાં હોય છે જ, અને તેમાંથી બહાર નીકળવા માટે આપણે, આપણને, માર્ગદર્શક નેતૃત્વ પૂરૂં પાડવું રહ્યુ.
માર્ગદર્શક નેતૃત્વ પૂરૂં પાડવું એટલે શું?
સામેની વ્યક્તિ ને '' સ્થિતિમાંથી '' સ્થિતિ તરફ દોરી જાય તેવું નેતૃત્વ.
'' શું છે?
'' કરતાં વધારે સારી સ્થિતિ.
'' પરનાં લોકો વધારે સક્ષમ હોય છે, કારણકે ત્યાં પહોંચવામાટે તેમણે ખીલવું પડ્યું હોય છે. તેઓ વધારે કરી શકે છે , તેમ જ વધારે છે તેમ સમજી શકે છે.
તેઓ પહેલાં જેવી જ મુશ્કેલી પેદા નથી કરતાં, કે એવી જ મુશ્કેલીઓમાં રહેતાં નથી.
તેઓ પહેલાં હતાં, તેના કરતાં સારી સ્થિતિમાં છે.
"સારી સ્થિતિ" એટલે શું?
"સારી સ્થિતિ" એટલે વધારે ખીલી ઉઠ્યાની સ્થિતિ.
અહીં મહત્વ 'ખીલી ઉઠવા'નું છે.
અને '' પર પહોંચ્યા પછી શું?
ત્યાં, હવે, લોકોને '' દેખાય છે.
અને, તે પછી?
તેઓ તેમને પોતાને, અને બીજાંને પણ,ત્યાં દોરી જાય છે.
બસ, આમ જા આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે.
અંતે શું?
કોઇ જ અંત નથી.
વધારે ને વધારે.. આગળ ને આગળ...
ખીલતાં જ રહેવું.....                                                                                      

                                  ખીલતાં જ રહેવું - નેતૃત્વ પૂરૂં પાડવા માટેનું એક માત્ર કારણ
v અસલ અંગ્રેજી લેખ, The Only Reason to Lead , લેખિકા, ડૉ. ઍન્નૅ પર્શૅલ,ની વૅબસાઇટ, જર્મૈન ઇન્સાઇટ્સ,પર નવેમ્બર,૨૦૧૨ના  રોજ Leadership  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
 

ડૉ.ઍન્નૅ પર્શૅલ, જર્મેન કન્સલટીંગ/Germane Consultingનાં સ્થાપક અને પ્રમુખ છે. તેઓ પંદર વર્ષથી પણ વધારે સમયથી નેતૃત્વ અને સંસથાગત મનોવિજ્ઞાનનાં ક્ષેત્રમાં પ્રવૃત્ત છે.ઍન્નૅનાંમાર્ગદર્શન હેઠળ કામ કરતાં કેટલાંય લોકોને તેમની સિધ્ધિઓને આધારે, એક-બે વર્ષમાં જ પદોન્નતિ મળતી રહી છે, તેમ જ તેઓએ ઘણા અગ્રણીઓને તેમની સંસ્થાનાં પરિવર્તનમાં સાથ આપ્યો છે.
તેમણે બે તો 'ફૉરર્ચ્યુન ૫૦૦' કક્ષાની સંસ્થાઓમાં સંચાલન કક્ષાએ કામ કર્યું છે. તેઓ 'સંસ્થાગત વર્તન'નાં અનુસ્નાતક, મનોવિજ્ઞાનનાં ડૉક્ટર અને પ્રમુખ કાર્યસંચાલન પ્રશિક્ષક/Master Executive Coach છે .  તે ઉપરાંત તેઓ માસ સ્કૂલ ઑવ પ્રોફેશનલ સાયકૉલૉજી પ્રશિક્ષક પ્રમાનીકરણ કાર્યક્રમમાં મહેમાન વ્યાખ્યાતા તરીકે પણ સેવાઓ આપે છે.તેઓ બહુપ્રસિધ્ધ લેખિકા પણ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો