સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

ઇશ્વરનું અર્ધ નારી સ્વરૂપ - દેવદત્ત પટ્ટનાઇક

શિવ અર્ધા સ્ત્રી સ્વરૂપ - અર્ધનારેશ્વર (અર્ધ+નારી+ઇશ્વર)- ભગવાન મનાય છે. ભગવાનનું આ રૂપ, સામાન્યતઃ, જાતિ સમાનતાનું પ્રતિક સમજવામાં આવે છે. પરંતુ,અડધાં નર અને અડધાં નારીનાં ધડનાં ઇશ્વરનાં સ્વરૂપને હકીકતે જાતિ સાથે ખાસ કંઇ લેવા દેવા નથી. તે તો ઇશ્વરની જાતિથી નીરપેક્ષ રજૂઆતની સાથે વધારે સંબંધ ધરાવે છે.  હિંદુ પુરાણો પ્રમાણે સ્વાશ્રયી શિવ કે ભરોસાપાત્ર વિષ્ણુ એ ઈશ્વરનાં ભજવાપાત્ર કે પરાશ્રયી બ્રહ્મા એ નભજવાપાત્ર સ્વરૂપ છે, જ્યારે દેવી એ પ્રકૃતિનું સ્વરૂપ છે.  માનવીય કલ્પનાને પ્રકૃતિની જરૂર છે, પણ પ્રકૃતિને માનવીય કલ્પનાની જરૂર નથી.
દેવો અને દેવીઓની આ વ્યાખ્યાઓ, વિશ્વમાં બીજે ક્યાંય નહીં પણ, ખાસ કરીને હિંદુ પરંપરાઓમાં જ જોવા મળે છે. ઘણી વાર તેને,માનવજાતિ અને પ્રકૃતિની બહાર કહી શકાય તેવાં બાઇબલની ઇશ્વર વિષેની માન્યતાઓ સાથે સરખાવવાને કારણે ગુંચમાં પડી જવાય છે.
જો કે, આ પ્રકારની કલ્પનાઓ દ્વારા આ આધ્યાત્મિક ખયાલો સમજાવવાના બધા જ પ્રયત્નો છતાં પણ, લોકો તેને ભૂલીને તેમની સીધી સાદી, શાબ્દિક અર્થઘટનવાળી કથાઓને પસંદ કરે છે. પણ, આ કથાઓની મદદથી જ આ માન્યતાઓનું પેઢી દર પેઢી હસ્તાંતરણ થતું રહ્યું છે, તે પણ જરૂરથી નોંધવું જોઇએ.
જોવા મળતી મૂર્તિઓના પ્રમાણમાં, અર્ધનારેશ્વરની બહુ ઓછી કથાઓ સાંભળવા મળે છે. જે પૈકી કેટલીક અહીં દોહરાવી છેઃ
લિંગ પુરાણ પ્રમાણે, શરૂમાં એક કમળ ખીલ્યુ. તેમાં બ્રહ્મા બીરાજમાન હતા. આ બાબતે સભાન થતાં, તેમને ખ્યાલ આવ્યો કે તેઓ એકલા છે. એકલતાથી ગભરાઇ ગયેલ્લ બ્રહ્મા તેમને સાથ મળી રહે તે માટે કોનું સર્જન કરવું જોઇએ તે વિચારે છે. એવામાં એકાએક જ તેમની આંખ સામે એક ચમકારો પસાર થતો જણાયો. તેમણે અર્ધાં નરવાળાં જમણાં અને અર્ધાં માદાવાળાં ડાબાં ધડવાળા શિવને જોયા. તેનાથી પ્રેરણા પામીને બ્રહ્માએ પણ તેમને બે ભાગમાં વિભાજીત કરી નાખ્યા. તેમના જંમણાં અંગમાંથી બધી જ નર જાતિઓ અને ડાબાં અંગમાંથી સમગ્ર નારી જાતિઓનું સર્જન થતું રહ્યું હોવાનું મનાય છે.
નાથ જોગીઓની મૌખીક પરંપરા પ્રમાણે કહેવાય છે કે,  તેઓની હાજરી દરકાર કર્યા વગરના શિવને તેમનાં પ્રિયતમાના ગાઢ આશ્લેષમાં જોઇને, કૈલાશ પર્વતની મુલાકાતે ગયેલા સાધુઓને શરૂમાં તો આઘાત લાગ્યો હતો. પણ પછી તેમને સમજાયું કે શિવને અટકી જઇ અને છૂટા પડી જવાનું કહેવું એ તો શરીરના જમણા ભાગને ડાબા ભાગથી છૂટા પાડી દેવા બરાબર કહેવાય. તેથી તેઓ એ શિવને અર્ધ-નારી-ઇશ્વર તરીકે સ્વીકારી તેમને પ્રણામ કર્યાં. 
તમિળની મંદિર લોકવાયાકાઓમાં,પાર્વતીને નહીં, પણ માત્ર શિવને પરિક્રમા કરવા માગતા ભૃંગીની કથા સાંભળવા મળે છે. એ વાત પાર્વતીને મંજૂર નહોતી. એટાલે ભૃંગીને તે બન્ને વચ્ચેથી પસાર થવું શક્ય ન રહે તે રીતે, તે શિવના ખોળામાં બેસી ગયાં. તો ભૃંગીએ મધમાખીનું રૂપ લઇ લીધું કે જેથી તે બન્નેનાં મસ્તકની વચ્ચેથી થઇને પસાર થઇ જઇ શકે. એટલે વળી પાર્વતી શિવમાં ભળી જઇને તેમનું ડાબું અંગ બની ગયાં. હવે ભૃંગીએ એક કીડાનું રૂપ લઇને બન્ને વચ્ચ્થી કોરીને માર્ગ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે , પાર્વતી ગુસ્સે થઇ ગયાં અને તેમણે ભૃંગી ને શ્રાપ આપ્યો કે તેની માતા એ આપેલ શરીરના બધાં જ અંગ તે ખોઇ બેસે. જેને પરિણામે, ભૃંગી,શરીરના બધાં જ મૃદુ અંગો, લોહી કે સ્નાયુઓ અને માંસ, સિવાયનું હાડપીંજર બની રહ્યા. હવે તે સીધા ઊભા પણ નહોતા રહી શકતા. શિવજીએ તેમના પર દયા કરીને તેમને ત્રીજો પગ આપ્યો , જેથી તે ત્રિપગી ઘોડીની જેમ ઊભા રહી શકે. આમ સમગ્ર પૂરૂષ જાતને, દૈવી અર્ધ ભાગ સમી નારીનો આદર ન કરવાથી શું પરિણામ ભોગવવું પડે તેનો, પાઠ ભણવા મળ્યો.
ઉત્તર ભારતના પહાડી પ્રદેશની લોકકથાઓ મુજબ ,ગંગાજીને શિવજીનાં મસ્તક પર બીરાજમાન જોઇને પાર્વતીજીનો પિત્તો છટક્યો. તેઓ વિચારમાં પડી ગયાં કે, જ્યારે એક સ્ત્રી, પત્ની, કોઇ પુરૂષના ખોળામાં બેઠેલ હોય, ત્યારે બીજી સ્ત્રી તે પુરૂષનાં માથાં બેપર સવાની હિંમત કેમ જ કરી શકે. તેમને શાંત પાડવા, શિવજીએ તેમનું શરીર પાર્વતીજીનાં શરીર જોડે જોડી દીધું અને પોતે અર્ધ-નારી-ઈશ્વર બની રહ્યા.  

*        સનડે મિડ ડેની દેવલોક પૂર્તિમાં જાન્યુઆરી ૧૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.    

v  અસલ અંગ્રેજી લેખ, God as half woman, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી ૨૭, ૨૦૧૩ના  રોજ Articles, Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો