શુક્રવાર, 22 માર્ચ, 2013

સખાવત(મર્યાદીત) - દેવદત્ત પટ્ટનાઇક


સખાવતને દક્ષિણા, ભિક્ષા અને દાન એમ વર્ગીકૃત કરી શકાય.

અમારી કંપની સારી એવી મોટી છે અને ઠીકઠાક કહી શકાય એવો કૉર્પોરેટ સામાજીક જવાબદારીનો કાર્યક્રમ ચલાવે છે.અત્યારના મુશ્કેલ સમયમાં જ્યારે એક બાજુ હું નોકરીઓની છટણી ન કરવાની મહેનત કરી રહ્યો છું, ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે આવા સામાજીક જવાબદારીના કાર્યક્રમો પાછળ સમય અને સંસાધનો ન વેડફવાં જોઇએ. પણ અમારી સંચાલન ટીમનાં વરિષ્ઠ સભ્યોનું માનવું છે કે બહારની દુનિયામાં અમારી છાપ બનાવી રાખવા માટે, તેમ જ જે ગામોમાં અમારાં કારખાનાંઓ છે ત્યાં કરાઇ રહેલ સારાં કામો ચલુ રાખવા પૂરતા આ કાર્યક્રમો ચાલુ રાખવા જોઇએ. જો કે હું માનું છું કે જે આપણી સાથે કામ કરે છે તે સહકર્મચારીઓનાં કલ્યાણ પાછળ આવી મહેનત કરવી જોઇએ. અ બન્ને બાબતો વચ્ચે સંતુલન શી રીતે જાળવવું?
ભારતમાંનો સખાવતનો વિચાર એ આપણે યુરપ કે અમેરિકાનાં વિશ્વવિદ્યાલયોમાંથી  આયાત કરેલા સખાવતના વિચારથી બહુ જ અલગ છે.પશ્ચિમમાં, બીજાંને પારાવાર દુઃખ અને પીડામાંથી છોડાવવા માટે સખાવત કરવામાં આવતી હોય છે.જ્યારે, ભારતમાં યજમન સખાવત કરીને બીજાંના ઉધ્ધારની સાથે પોતાનો પણ ઉધ્ધાર કરે છે. આમ પશ્ચિમમાં સખાવત એ જેમને ઓછા લાભ મળ્યા છે તેવાં લોકોને માટે સહાનુભૂતિ અને દયાનું સીધે સીધું કદમ છે, જેને કારણે આપણને પોતાને સારૂં લાગે. જ્યારે ભારતમાં આ એક લગભગ ક્રમબધ્ધ ચક્રિય કૃત્ય છે જે આપણને અને સમગ્ર વિશ્વને ઉપયોગી પરવડે છે.
આમ સખાવતને દક્ષિણા, ભિક્ષા અને દાન એમ ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. દક્ષિણા એ કોઇ સેવા કે મૂલ્યના બદલામાં ધન આપવું છે. ભિક્ષા એ સત્તા કે સ્થાન માટે કરીને આપેલ ઘન છે, જ્યારે જ્ઞાનના બદલામાં અપાતું ધન એ દાન છે. તમારા કૉર્પૉરેટ સામાજીક કાર્યક્રમ આમાંથી કયા પ્રકારના છે? 
હું જે રી તે સમજું છું તે રીતે એ તમારી સારી છાપ ટકાવી રાખવા માટેનો બોજ છે. એ મુજબ, તો તેને, તત્વતઃ, ભિક્ષા કહી શકાય. પણ હવે વેપાર ધંધા પહેલાં જેવા રહ્યા નથી, એટલે આ ભાર ઉપાડવો ભારે પડે છે. એટલે, ગ્લાનિની લાગણી અનુભવ્યા સિવાય બહાર નીકળાવાના રસ્તા તમે શોધી રહ્યા છો. તમારી દલીલ છે કે, તમારાં કારખાનાંની આસપાસના ગામવાળાંઓને  ભિક્ષા આપવાને બદલે તમે તમારાં કર્મચારીઓને દક્ષિણા આપવાનું પસંદ કરો છો. તમારાં કૃત્યમાં કોઇ જ્ઞાન તો મળતું નથી જ, એટલે તમારા સામાજીક કાર્યક્રમ દાન તો ન જ કહી શકાય.
તમારે તમારી જાતને કેટલાક મૂળભૂત સવાલ પૂછવા રહ્યા - તમે શા માટે સંપત્તિ એકઠી કરવા માંગો છો? કોને માટે સંપત્તિ એકઠી કરવા માગો છો? તમારી સંસ્થાને કારણે તે જ્યાં કાર્યરત છે તેની આસપાસનાં તંત્ર વ્યવસ્થાનાં વાતાવરણને તે શી અસર કરે છે? માત્ર તમારાં કર્મચારી વડે અપાતી સેવાઓ અને મૂલ્યપ્રદાન જ મહત્વનાં છે? જ્યાંથી તમારી સંપત્તિ પેદા થાય છે તે આસપાસનાં ગામોનું કોઇ મહત્વ છે ખરૂં? માત્ર સારા સમયમાં જ સખાવત કરવી જોઇએ? જ્યારે તમે નુકસાન કરી રહ્યાં હો, ત્યારે તમારી સખાવતનાં લાભકર્તાઓએ પણ ભોગ આપવો જરૂરી છે?  - 'સાવ સાચા' જવાબ તો મળવા મુશ્કેલ છે.

*       ETની 'કૉર્પૉરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં ફેબ્રુઆરી ૦૧, ૨૦૧૩ના રોજ પ્રસિધ્ધ થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, Charity Inc., લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૦૯, ૨૦૧૩ના રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   માર્ચ ૨૨, ૨૦૧૩

1 ટિપ્પણી:

  1. 'મૅકકીન્સી ક્વાર્ટરલી'નો લેખ "કૉર્પૉરેટ સામાજીક જવાબદારીની પેલે પારઃ સંકલિત બાહ્ય જૉડાણો \ Beyond corporate social responsibility: Integrated external engagement આ વિષયની ચર્ચાને આગળ વધારે છે.

    જવાબ આપોકાઢી નાખો