બુધવાર, 7 ઑગસ્ટ, 2013

પ્રેતાત્માઓનીની પુરાણ કથાઓ - દેવદત્ત પટ્ટનાઇક

જો લોહીમાંસ ન હોય તો મૃતાત્મા એ પ્રેતાત્મા ન બને

મને એ વાતનું હંમેશ અચરજ રહ્યું છે કે સજીવ કરાયેલાં શબ – Zombie[ઝોમ્બી] -ની પૂર્ણતયા વાર્તાવસ્તુવાળી ભારતની પહેલી પહેલી ફિલ્મ ગોવાને પશ્ચાદભૂમાં રાખીને કેમ બની હશે. કદાચ (અને આ તો સાવ મનોગત કલ્પના જ હોઇ શકે છે)એવું હોય કે ખ્રિસ્તી કે મુસ્લિમ સમાજ, કે જેમાં મૃત્યુ બાદ શબને કબ્રસ્તાનમાં કે જમીન નીચે દાટી દેવાં આવતાં હોય, જ્યાં વ્યાપકપણે વસેલ હોય, ત્યાં ઝોમ્બી મળી આવવાની શક્યાતાઓ વધારે હોય.કેથોલોક ખ્રિસ્તીઓની બહુ વધારે વસ્તીને કારણે ગોવા તો આ વિચારધારામાં એક્દમ બંધબેસી જાય છે. (ભગવાનનો પાડ,કે કોઇએ વાંધો નથી ઉઠાવ્યો.) મૃત્યુ પછી બાળી નાખવાથી જેમાં મૃતાત્મા ફરવા નીકળી પડી અને બીજાં જીવીત લોકોને પરેશાન કરી શકાય તેવું ખોળીયું જ બચતું નથી, એટલે ઝોમ્બી ક્યાંથી પેદા થાય!

અમેરિકા અને યુરોપમાં ઝૉમ્બી અને ભૂત-પિશાચની વાર્તાઓવાળી ફિલ્મોની લોકપ્રિયતાનાં મૂળમાં શબને દવાઓ ભરીને સાચવવાની, અને કબરમાં દફનાવવાની પ્રથા તેમ જ, અત્યાનંદના દિવસે'પરમાત્મા ઈસા મસીહ'સમક્ષ સ્વર્ગ કે નરકમાં જવાના 'અંતિમ નિર્ણય'સુધી મૃતાત્મા વિશુધ્ધિ-યોનિમાં રાહ જૂએ છે એવી માન્યતાઓ કારણભૂત છે. જેરૂસલેમમાં 'ઑલિવના પર્વત' પર , ઈસા મસીહના પરત ફરવાના, સદીઓથી ઇંતેજાર કરતાં હજારો શ્રધ્ધાળુઓની કબરો જોવા મળે છે.

પ્રાચીન ઈજીપ્તમાં જીવતાં રહેવા માટે માત્ર શરીર જ નહીં, પણ નામ, પડછાયો,વ્યક્તિત્વ અને ઉત્કંઠ જિજિવિષા પણ હોવાં જરૂરી છે તેમ મનાતું હતું. સૈધ્ધાંતિક રીતે, તેનાં નામ કે છાયા કે વ્યક્તિત્વ કે જિજિવિષાસાથેનો સંપર્ક રોકી રાખીને કોઇપણ વ્યક્તિને તેનાંમત્યુ બાદ નિયંત્રીત કરી શકતો. આમ મૃતકનાં શરીરનાં મૃતકભૂમિ તરફ પ્રયાણને નિયંત્રીત કરી શકાતું હતું.

મૅરી શેલીએ તેમની પ્રખ્યાત નવલકથા, ફ્રેકન્સ્ટાઇન,માં શરીર એક ઘડીયાળ છે અને મૂત્યુ એ શરીરનો
ખુટપો છે તેવી વૈજ્ઞાનિક માન્યતાને ચકાસે છે.સૈધ્ધાંતિક રીતે, જે કોઇ વૈજ્ઞાનિકી બગડી ગયેલી ઘડીયાળને દુરસ્ત કરી શકે, તે મૃતાત્માને ફરીથી જીવીત કરી શકે. વૈજ્ઞાનિક વડે પુનઃજીવીત થયેલ આત્માને આંતર્‍પ્રતીતિ અને સ્વ-જાગઇતિ હોય છે, તેથી તે વૈજ્ઞાનિક પાસેથી સાથીદારની માગણી કરે છે.

પ્રેતાત્માની પરીકલ્પના બ્રૅમ સ્ટૉકરની ડ્રેક્યુલાપરની નવલક્થાની સફળતાને કારણે વધારે પ્રચલિત થઇ. મૃતાત્મા પાછો જીવિત તો થાય પણ તે ખરા અર્થમાં સજીવ તો નથી થઇ શકતો, અને તેથી સજીવનાં લોહીથી પોતાને ટકાવે છે.
 આવું ભૂત પ્રેત કે પિશાચ સુંદર અને કામુક હોય, સમયની કોઇ એક સીમામાં કેદ હોય, અંતરાત્માવિહિન હોય તેથી દયા ન દાખવી શકે, શેતાનનો અવતાર હોય અને ખ્રીસ્તનો વિરોધી હોય તેમ મનાય છે. પરંતુ, કેટલીયે પેઢીઓથી કેટલાંક યુવાન પુરુષો અને સ્ત્રીઓ આવાં બાહ્ય-અસ્તિત્વ જોડે પેમ કે લાગણીનો સંબંધ જોડી શકાય એમ માનતાં આવ્યાં છે. જેની પાછળ કિશોરવય વર્ગ દીવાનો થઇ ઉઠ્યો છે તેવી "ટ્વાઇલાઇટ" શ્રેણી એ આવી કથા-શ્રેણીઓનું ઉદાહરણ છે.માંસભક્ષી, કોહવાયેલ ઝૉમ્બીની સરખામણીમાં પિશાચ વધારે કામુક, વધારે ગમતુ, વધારે રોમાંચક અને (ડરામણું નહીં પણ) વધારે ભયાનક મનાય છે.

બાઇબલીય પુરાણો તેમ જ મૃત્યુ પછીની દફનક્રિયાની વિધિઓને ને સમજ્યા વિના પિશાચ કે ઝૉમ્બીની પરિકલ્પનાને ન સમજી શકાય અને તેથી જ આ ફિલ્મોને હિંન્દીમાં ઉતારવી અઘરી પડે છે.અને તેથી જ કદાચ, ભારતમાં ઝૉમ્બી ગયા કે કાશીમાં નહીં પણ ગોવામાં જોવા મળશે તેમ મનાય છે. જો લોહીમાંસ ન હોય તો મૃતાત્મા એ પ્રેતાત્મા ન બને.
*      'સનડે મિડડે'ની 'દેવલોક' પૂર્તિમાં મે ૨૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, Mythology of the Undeadલેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઇ ૦૪, ૨૦૧૩ના રોજ ARTICLES, ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   ઑગસ્ટ ૦૭, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો