બુધવાર, 2 ઑક્ટોબર, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૭

| મે ૨૨,૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
મોટાં કામો અને મોટી બાબતોને વધારે સમય આપવો પડે, જ્યારે નાની નાની વાતોને ઓછો સમય જોઇએ.પરંતુ નાની નાની વાતો હોય બહુ ઘણી, એટલે બન્ને બાબતોએ સરવાળે તો સરખો સમય આપવો પડતો હોય એમ પણ બનતું જોય છે.
આપણે એક સરખો રાગ આલાપતાં થઇ જઇએ તે માટે કેટલાંક ઉદહરણો (જો કે આમ તો, સવાલો)પેશ કરૂં છું:
૧. કામેથી પાછા ફરીને ગાડીની ચાવી ક્યાં મૂકો છો?
૨. તમારા સેલફોનની જ્યારે ખરી જરૂર પડવાની હોય, તેના કેટલા સમય પહેલાં તેને રી-ચાર્જ કરો છો?
૩. તમારા મિત્રોના સેલ ફોન નંબર ક્યાં સાચવો છો? અને તેમનાં ઘરનાં સરનામાં?
૪. તમારા બટવાનાં કયાં ખાનાંમાં તમારૂં ક્રેડીટ કાર્ડ રાખો છો? તમારાં અન્ય મહત્વનાં કાર્ડ?
આમાંની અમુક બાબતો  બહુ ક્ષુલ્લક લાગે છે ને?  કદાચ એમ હોય પણ ખરૂં! પણ જ્યારે આપણે આપણાં શિસ્તના અભાવને  કારણે તેમની પાછળ સમય બગાડવો પડે છે,  કે જ્યારે આવી બધી બાબતો માટે એક ફરજીયાત નિયમો બનાવીને તેનું પાલન ન કરતાં હોઇએ, ત્યારે તેની પાછળ જે સમય બગડે છે તે કોઇ બહુ જ મહત્વનાં કામ માટે વપરાવા જતા સમયનો ભોગ લઇ લેતો હોય છે.
સામાન્ય બાબતો માટેના નિયમો પણ સરળ જ હોય છે. એક ઉદાહરણ જોઇએ. મારી ગાડીની ચાવી હંમેશાં મારી પેન્ટનાં ડાબા ખીસ્સામાં જ હોય. એટલે જો ત્યાં ન દેખાય, તો એનો અર્થ એ કે ક્યાં તો મારાં ટેબલ પર પડી હશે કે પછી ખોવાઇ ગઇ છે કે બીજું કંઇ; પણ એટલું નક્કી કે મારી પાસે અત્યારે ચાવી નથી જ. એટલે મારાં ખીસ્સાં ફંફોળવામાં સમય બગાડવાનો કોઇ જ અર્થ નથી. એવું જ મારા રૂમાલ કે બટવો કે અગત્યનાં કાર્ડ વિશે પણ છે. એ બધાં માટે મારી એક નિશ્ચિત જગ્યા જ છે. ત્યાં ન હોય, તો એનો સીધો સાદો એક અર્થ કે, અત્યારે તે મારી પાસે નથી. આવા સાદા નિયમોને કારણે મેં મારા ઢગલાબંધ કલાકો બચાવ્યા હશે. આ બધી નાની બાબતો વિશે મને કોઇ દ્વિધા નથી હોતી, તેથી હું મારા એ ન વેડફાયેલ સમયને બીજે કશેક, વધારે સારાં પરિણામો માટે, વાપરી શકું છું.
આવી નાની અને સામાન્ય બાબતો માટે તમે પણ કોઇ સીધા સાદા નિયમો બનાવ્યા છે ખરા? જો ન બનાવ્યા હોય, તો એ પ્રકારના નિયમો બનાવી લો અને પછી જુઓ કે તમારો તેનાથી કેટલો મોટો ફરક પડવા લાગે છે.  જો બહુ ફરક પડે, તો એ નિયમોને સ્થાયી કરી લો.અને જો કંઇ ફર્ક ન જ પડ્યો  હોય, તો એ નિયમો પહેલાં પર તમારૂં જીવન તો દોડતું જ હતું ને! બસ, ફરીથી એ જ ચાલ અને એ જ કેડી પકડી લો.
લાગે છે ને કરવા જેવું?


| મે ૨૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
જો કે યોગ્ય વ્યક્તિઓ અને ઉચીત સંદેશાઓને જ આ લાગુ પડે છે.
મેં ઘણા લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા છે કે તો તેઓ નેતૃત્વ, સ્વ-વિકાસ જેવા કેટલાય પરિસવાદોમાં ભાગ તો લે છે, પરંતુ તેનો કોઇ જ ફાયદો થતો જણાતો નથી. જ્યારે એ વિશે થોડી વધારે પૂછપરછ કરીએ તો જણાય કે મોટા ભાગના લોકો પહેલાં તો વક્તાને ચકાસે છે અને વિચારે છે તેની સાથે સહમત થવું કે કેમ.બીજા શબ્દોમાં કહીએ તો તેઓએ વક્તાને પોતાના પર ૧૦૦% અસર કરવાનો પરવાનો જ નથી આપ્યો. બધું જ ધ્યાન વક્તા પર હતું , નહીં કે તેમના સંદેશ પર.
આપણે વિચાર કરવા જેવી આ વાત છે. આપણા ઉપર કોઇના પ્રભાવની અસર પડવા દેવામાં બહું હિંમત જોઈએ છીએ.જારા વિચારી જોજો. જો તે સંદેશાની પુરેપુરી અસર તમારા પર પડવા દીધી હશે, તો એ અંગે તમારે કંઇક કરવું પણ પડશે. અને તેથી વળી તે વિશે તમારી જવાબદારી પણ બનશે. જ્યારે તે બાબતે શું પ્રગતિ થઇ તેની ચકાસણી સમયે જો ધાર્યાં કરતાં પાછળ પડી ગયાં હશો તો કોઇ સરખું બહાનું પણ ધરવું પડશે. હવે જોઇએ તેનો વિકલ્પ. જો આપણે પૂરેપૂરાં પ્રભાવીત ન થયાં હોઇએ કે વક્તાનું કોઇ વિધાન કોઇ સંજોગામાં નહીં ચાલે તે વિશે કોઈ ટિપ્પણી કરી હશે, તો જે કંઇ વાત  થ ઈ છે તેન પર તમારે કંઇ કામ ન કરવાનો પરવાનો તમને મળ્યો ગણાશે. અવું થોડા સમય સુધી કરતાં રહેશો એટલે તમને શેનાય થી પણ ફાયદો નથી થતો તે દાવાને પુષ્ટિ મળી જશે. એ બધું તમારા સમયનો સાવે સાવ બગાડ છે. અને આ જ વાતને બહું જ લંબાવીએ તો એમ કહેવાય કે તમે હવે વાંકાપાડાં બની રહેશો.
આપણી પડખે ઉત્તમ શિક્ષકો હોય તે ખુદ એક બહુ મહત્વની સ્પર્ધાત્મક સરસાઈ છે. પરંતુ આપણે જો "સારા" વિદ્યાર્થી ન હોઇએ અને શિક્ષકના પ્રભાવને આપણામાં પ્રવેશવા જ ન આપીએ, તો બધું પાણી ઢોળ બની રહે. થોડા સમય પછી તો શિક્ષક પણ આપણી બાજૂમાં નહીં રહે. તેમની પાસે મર્યાદીત સમય જ છે, જો તેનો આપણે મહત્તમ કસ ન કાઢી લઇએ, તો તેમના સમયનું, આપણા સંબંધ પરનું કરેલું રોકાણ# તેમને પરવડે નહીં.
છેલ્લે તમે ક્યારે કોઇ બાબતે, કે કોઇથી, પૂર્ણપણે પ્રભાવિત થયાં હતાં?  તેને કારણે, પછીથી તમે શું કર્યું? કયા સંજોગોમાં તમે પ્રભાવિત થયાં હતાં? અને જો એ પરિણામો સકારાત્મક નીવડ્યાં હોય, તો તમને પ્રભાવીત થવામાં સાનુકૂળ પરવડે એવા સંજોગો ઊભા કરવા શું કરી શકાય?
#મૂળ અંગ્રેજી લેખ  #34 Focus on increasing ROII  અને તેનો અનુવાદઆદાનપ્રદાન પર કરેલાં રોકાણનું વળતર” / ROII પર ધ્યાન આપીએ પણ જરૂરથી વાંચશો.


| જુન ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
જે કરવામાં આપણને ખૂબ જ જોમ ચડે છે તે "કામ" બોજો નથી લાગતું. જ્યારે હું બહારગામ જવાની તૈયારી કરતો હોઉં છું , એ સમયનો  લોકોનો  સવાલ - "કામ માટે જાઓ છો કે ફરવા?" - મને હંમેશાં ગુંચવી નાખે છે. કંઇ પણ જવાબ તો હું આપીને એ ઘડીએ તો જાન છોડાવી લઇ શકું. પરંતુ સવાલ પૂછાયો જ છે તેથી હું વિચારમાં પડી જાઉં છું કે શું 'કામ' અને 'આનંદ' સાથે સાથે ન સંભવી શકે? આપણે બધાં જાણીએ છીએ કે આવું કશું હોતું નથી. પરંતુ આપણે જે કંઈ કરી રહ્યાં છીએ જે જો જોમથી કરતાં હોઇએ, તો આ સવાલ પેદા જ ન થાય.
આપણે જે કંઈ કરીએ છીએ તેની જે પણ કાંઇ કિમત, જે કોઇ પણ, ચૂકવતું હોય છે તે તે સમયની ' સાંપ્રત માંગ" અને તે સમયેની કુશળ લોકોની ઉપલબ્ધી પર આધાર રાખે છે. આપણે જે કંઈ કરી રહ્યાં હોઈએ એ જો તે સમયની "સાંપ્રત જરૂરિયાત" ન હોય આપણને તે માટે કોઈ વધારાની કિમત નહીં ચૂકવે. પરંતુ જો આપણે ભલે 'સાંપ્રત જરૂરિયાત'ની તુષ્ટિ કરી રહ્યાં હોઇએ, પણ જો તેમાં જુસ્સો નહીં હોય તો કિમત ભલે ગમે તેટલી ઊંચી મળશે, પણ તમને છેલ્લે તો થાક અનુભવાશે જ.
ઉપાય: આપણું જોમ અને આજની ' સાંપ્રત જરૂરિયાતો'ના રસ્તા ક્યાં મળે છે તેની સતત ભાળ કાઢતાં રહીએ. અને જેવું તે નજરે ચડે, આપણાં જીવનમરણનો સવાલ હોય તેમ, તેને ઝડપી લઇએ. એટલું જરૂર યાદ રહે કે આ કંઈ "જીવનપર્યંતનો સંગાથ" નથી. બન્ને પરિબળો બદલતાં રહેવાનાં જ છે. આપણે ભલે કહીએ કે આપણને જોમ ચડાવતાં પરિબળો કંઇ બદલી નથી જવાનાં, પણ  સાંપ્રત જરૂરિયાતો" તો બદલતી જ રહેશે ને! અને એટલે એ બંનેનાં ભેગાં થવાની 'જગ્યા' પણ બદલતી રહેશે. જ્યાં લગી જરૂર પડ્યે પરિવર્તન માટે આપણી તૈયારી રહેશે, ત્યાં સુધી  તો  આ બધું કરતાં રહેવામાં મજા પડશે.અને વધારાના લટકાંમાં, આપણને એ "કામ" નથી જણાતું , એટલે થાક પણ નહીં લાગે, અને આપણી આજૂબાજુનાં લોકો તે માટે આપણાં આભારી પણ રહેશે.


| જુન ૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે તો ઘણુંયે ઇચ્છીએ કે કાર્યાલયનું રાજકારણ જેવી કોઇ વાત જ ન હોય કે  એક દિવસે તે અચાનક હવામાં ઓગળી જાય! પરંતુ એમ થવાની શક્યાતાઓ એક લૉટરી જીતવા જેટલી જ ગણાય. જો આપણે તેના વિરૂધ્ધ છેડે ન હોઈએ, તો કાર્યાલયનું રાજકારણ આપણને નડશે નહીં.
પરંતુ તેના વિરૂધ્ધ છેડે ન પણ હોઇએ, તો પણ કાર્યાલયનાં રાજકારણ સાથે કામ લેતાં તો આવડવું જોઇએ, જેથી ગમે ત્યારે તેમાં જો ફસાઇ જઇએ તો પણ આપણે તેના માટે તૈયાર રહી શકીએ.
મારે જેમની સાથે વાત થાય તેમાનાં મોટા ભાગનાં લોકો કાર્યાલય રાજકારણ શા માટે ન હોવું જોઈએ તે વિશે ઉત્કટપણે વાત કરશે અને એ ચર્ચાઓ અને દલીલો વડે તેને પોતાનાં કાર્યાલયમાંથી નિર્મૂળ કરવું જોઇએ તેમ સાબિત કરવા મથશે. પરંતુ એક વાત તેઓ ભૂલી જાય છે કે કોઇ એકના આમ વિચાર કરવાથી કે દલીલો કરવાથી પરિસ્થિતિમાં કંઇ જ ફેર નહીં પડે.એટલે, કાર્યાલયનાં રાજકારણ વગરની દુનિયાનાં સપનાં જોવાને બદલે  તેની સાથે કેમ કામ લેવું તેની વ્યૂહરચના ઘડવા લાગી જવું શ્રેયકારી છે. આપણા સમયનાં રોકાણનું સારૂં વળતર તો તેમાં જ છે. :)  
દરેક પરિસ્થિતિ અલગ હોય છે.એટલે કોઇ નુસ્ખો કે કોઇ તરકીબ સુચવ્યા કરતાં  પોતાની આગવી જ યોજના ઘડી કાઢવામાં ધ્યાન રાખવા લાયક કેટલાક વિચારો રજૂ કર્યા છે:
૧. અવલોકનો (એટલે કે "અફવાઓ") જોતાં / સાંભળતાં રહીએ
દરેક વાતની શરુઆત કોઇ એક, સીધીસાદી / ભલીભોળી, વાતચીતથી જ થતી હોય છે. અને એટલે જે મેં આંખ / કાન ખુલ્લાં રાખીને સાંભળવાનું કહ્યું છે, તેમાં ભાગ લેવાનું નહીં.સાંભળવું અને ભાગ લેવો એમાં બહુ અંતર છે.ચાલી રહેલ વાતચીત 'સાંભળવા' પૂરતો 'ભાગ' કદાચ લેવો પણ પડે, પણ દરેક વખતે તેમ કરવું જરૂરી ન પણ હોય. આ કિસ્સાઓમાં ન જાણવામા કોઇ ફાયદો ન હોવાનું જાણ્યું નથી.
૨. વ્યક્તિગત સંબંધો કેળવીએ
મહત્વની વ્યક્તિઓ સાથે જો વ્યક્તિગત સંબંધો હશે, તો આપણે કાર્યાલયનાં રાજકારણના ખોટે છેડે તો કદી પણ નહીં ભરાઇ પડીએ.કહે છે કે વેપાર અને વ્યક્તિગત સંબંધોને કંઈ લેવા દેવા નથી હોતી.આમ માનીને ક્યાંતો સહન કરતાં રહીએ અથવા તો શબ્દોની માયાજાળમાં પડ્યા સિવાય મજબૂત વ્યક્તિગત સંબંધોને તરાપે તોફાનને પાર કરતાં રહીએ. શું ઠીક લાગે છે?
૩. ભાગ લઇએ
જો રોજબરોજની પ્રવૃત્તિઓમાં આપણે મહત્વનું યોગદાન કરતાં હોઇએ, તો તેનો અર્થ એમ કે આપણે આપણી સંસ્થા અને / અથવા આપણી ટીમમાટે મહત્વની વ્યક્તિ છીએ. એ સંજોગોમાં મોટે ભાગે, તમને આ બધામાં ખેંચવાનું બહુ જલદી કોઇ પસંદ નહીં કરે. કેટલાંક એવાં પણ લોકો હશે જેમને એ પસંદ ન આવે. એ લોકો, મોટે ભાગે, એ હશે જેમનાં સ્થાનને તમારાં 'સતત'  યોગદાનને લીધે જોખમ અનુભવાતું હોય. આ લોકોની સાથે કામ પાડવું સહેલું નથી, કારણ કે તેઓ ગુણદોષના આધારે સ્પર્ધા નહીં કરે - મોટા ભાગે, તેમને તેમના 'હક્કો'ની વધારે પડી હશે.
૪. નજરની બહાર હોય એવાં આપણાં ક્ષેત્રો પર નજર રાખીએ
આપણી કારકીર્દીના વિકાસમાં આપણે, જાણ્યે કે અજાણ્યે, બીજાના હક્કો પર તરાપ નથી મારી રહ્યાં તે ધ્યાન રાખવું જોઇએ. જાણી જોઇએ ને તરાપ મારવાનું તો ટાળી શકવું મુશ્કેલ નથી, પણ અજાણપણે તેમ થતું અટકાવવા માટે જરૂરી છે કે આપણી દ્રષ્ટિમર્યાદામાં જે નથી તેમને માટે સચિંત રહીએ. તે જ રીતે એ પણ ધ્યાન રાખીએ કે આપણે કોઇની દ્રષ્ટિ મર્યાદાના દાયરા#માં તો નથી ને!
અહીં વર્ણવેલ મુદ્દાઓ એ કંઇ પૂરી યાદી તો નથી જ. પરંતુ આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારતાં થવા માટે સારી શરૂઆત તો છે.
#મૂળ અંગ્રેજી લેખ #129 Stop treading in the "blind spots" of others,અને તેનો અનુવાદ#129 કોઇનાં "છતી આંખે અંધાપા"નાં ગાણાં ન ગાઇએ" પણ જરૂરથી વાંચશો.
[અનુવાદકની પાદ નોંધઃ આ લેખમાં જ્યાં જ્યાં 'કાર્યાલયનું રાજકારણ' જોવા મળશે, ત્યાં ત્યાં કોઇ અન્ય લેખ કે સ્ત્રોતની લિંક આપી છે. આ સિવાય પણ આ વિષય પર હજુ બીજા ઘણા, આટલા જ રસપ્રદ અને માહિતીપ્રદ, લેખો વાંચવા મળી શકશે.


| જુન ૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
વાત જીતની હોય કે હારની, પણ સમય યોગ્ય હોવાનું મહત્વ તો રહે જ છે. અને એટલે જ કોઇ બીજાંની સફળતાની નકલ ન કરવી જોઈએ. સફળ વ્યક્તિએ લીધેલાં પગલાંની નકલ તો કરી શકાશે, પણ તેનાં પગલાંના 'સમયની યોગ્યતા'ને ઊભી કરવી અશક્ય છે.
તે જ રીતે આપણી બહુ જ 'મોટી' (એટલી અણધારી કે માન્યામાં ન આવે) સફળતાઓ કે બહું 'મોટી' (એટાલી અણધારી કે માન્યામાં ન આવે) એવી નિષ્ફળતાઓ પણ સમય - સફળતાના કિસ્સામાં સકારકપણે અને નિષ્ફળતાના કિસ્સઓમાં નકારાત્મક પણે - 'યોગ્ય' હોવાના સિધ્ધાંતની પુષ્ટિ કરે છે.
આપણાંમાંના જે કોઇ ઘણા સમયથી સિલીકૉન વૅલીમાં રહે છે તેઓએ તો, ૧૯૯૭થી ૨૦૦૦ દરમ્યાન, 'યોગ્ય સમય'ની બલિહારી ભલીભાંતિ નિહાળી જ છે. "ડૉટ કૉમ બુમ" તરીકે ઓળખાયેલ એ ચડતા સૂરજના દિવસો હતા. ગમે તેવાં અધૂરાં વ્યાપાર ઢાંચાવાળી કંપનીઓ પણ તે વખતે સિક્કા પાડતી હતી. એ સમયના સંજોગો એક બહુ જાણીતી ઉકતિ - ચઢતી ભરતીમાં બધું ઊંચકાઇ જતું હોય છે -ને સિધ્ધ કરી રહ્યા હતા.
         જો કે હું કંઇક અલગ મુદ્દા પર ભાર મૂકવા માગું છું. તે વખતે સફળ થયાં તેમાંના કેટલાક ખરેખર તેજસ્વી               હતાં, તો કેટલાંક માત્ર એટલા માટે સફળ થયાં કે તો "સાચા સમયે" ત્યાં હાજર હતાં. જે લોકો પોતાની આવડતનાં         બળ પર સફળ થયાં તેમને ઊંધા પ્રવાહની કંઇક અંશે અસર થશે પણ તો પણ બહુ તકલીફ નહીં પડે. પણ જે             લોકો માત્ર ત્યાં 'સાચા સમયે'  હતાં તેથી સફળ થયાં, તેમણે તો 'સમયની બલિહારી'ને સાચા અર્થમાં સમજવી               જોઈએ. કેટલાંક તેને સમજી ન શક્યાં. અને તેથી જ એ સમયે ઢગલાબંધ નિષ્ફળતાઓ જોવા મળી.  એમાંના મોટા         ભાગનાંઓએ એ સફળતા માટે પોતાની "આવડત"ને કારણભૂત ગણી અને હજૂ વધારાનાં સાહસોમાં ઝંપલાવ્યું.           એક વારની નિષ્ફળતાથી કોઇ પદાર્થપાઠ ન શીખ્યાં (એમ માન્યું કે તેમનું એ દુર્ભાગ્ય હતું) અને હજૂ બીજાં              સાહસમાં પણ ઝંપલાવ્યું. આટલા પછી હવે ઘણાંને સત્ય સમજાયું હશે (જો કે કદાચ કડવું પણ લાગ્યું હશે), અને           હવે આગળ વધી ચૂક્યાં હશે. પરંતુ જો 'સમયની યોગ્યતા'નું મહત્વ થોડું વહેલું સમજાયું હોત , તો ઘણી યાતનાઓ        ટાળી, અથવા ઓછી કરી, શકાઇ હોત. 

જ્યારે જ્યારે મારાં વ્યક્તવ્યોમાં આ વાત નીકળી છે ત્યારે એક વર્ગની હંમેશ દલીલ રહી છે કે હું આ વાતને બહુ વધારે પડતી ખેંચી રહ્યો છું. કદાચ, તેમ હશે પણ ખરૂં! પણ મારા કહેવાનું તાત્પર્ય તો એટલું જ છ કે બહુ 'વધારે મોટી' સફળતા (કે નિષ્ફળતા)માં 'સમયની યોગ્યતા'એ કેટલો  ભાગ ભજવ્યો છે તે તો સમજી લેવું જ જોઇએ. આમ કરવાથી આમ ફરીથી કરવું (કે ,નિષ્ફળતાના કિસ્સાઓમાં, ન કરવું), કે તેમાંથી કંઈ શીખ લેવી એ ચિત્ર તો સ્પષ્ટ થઇ રહેશે.


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૭  // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑક્ટોબ૨ ૦૨, ૨૦૧૩



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો