બુધવાર, 27 નવેમ્બર, 2013

"પાણી કેટલું ઊંડું છે?" - સેથ ગૉડીન

જો પાણી માથા પર જ ફરી વળ્યું હોય, તો પછી પાણી ઊંડું હતું તે જાણવાનો કોઇ અર્થ છે ખરો?

પરંતુ, જ્યારે પણ બહુ જ મહત્વની બાબત દાવ પર લાગી હોય, અને આપણી આવડત અને ઇચ્છા તૈયાર હોય, ત્યારે…… આપણે તરી જઇએ છીએ.

અને, એક વાર તરી ગયાં, પછી પાણી કેટલું ઊંડું હતું, તેની શી પરવા? 

[એવું પણ અનુભવાશે કે જેમ પાણી ઊંડાં, તેમ વધારે શાંત; અને એટલે તરી જવા માટે વધારે આસાન.......]

v  અસલ અંગ્રેજી લેખ, "How deep is this water?", લેખક, Seth Godinની વૅબસાઇટ, Seth’s Blogs,પર નવેમ્બર ૨૦, ૨૦૧૩ના રોજ પ્રસિધ્ધ થયેલ છે.


§  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૨૭, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો