સોમવાર, 10 માર્ચ, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય :: ૫ :: જૅસ્સૅ લીન સ્ટૉનર :: શીલ્પા જૈન


                                                     પરીવર્તનને નજરે નીહાળવું - શીલ્પા જૈન

“દીર્ઘ દૃષ્ટિ બહ ચવાયેલ કે બહુ ગવાયેલ વિષય છે ? આજની દુનિયામાં દીર્ઘ દૃષ્ટિનું મહત્વ શા કારણથી છે ? દીર્ઘ દૃષ્ટિ અને નેતૃત્વને શું લેવાદેવા ?" જેસ્સૅ લીન સ્ટૉનરે મને જ્યારે આ લેખ લખવાનું કહ્યું ત્યારે દીર્ઘ દૃષ્ટિનાં મૂલ્ય પર પ્રશ્નચિહ્ન ખેંચાયેલું છે તે વાતે પણ મને તો અચરજ થયું હતું.

આ તો "આને પ્રેમ સાથે શું લેવાદેવા છે?" તેવા ટીના ટર્નરના સવાલ જેવો ઘાટ થયો કહેવાય. (મારા માટે તો) જવાબ સાવ સીધો સટ છેઃ "બધું જ".

અમેરિકાથી તુર્કી, ભારતથી કેનેડા અને જોર્ડનથી પાકીસ્તાન સુધી સમગ્ર વિશ્વનાં યુવા તેમ જ અલગ અલગ પેઢીનાં પરિવર્તકો સાથે કામ કરવાનો મને મને લહાવો અને આશીર્વાદ મળેલ છે. ઐતિહાસીક વિભાજનોપર માવજત કરતાં અને વિવિધ લોકો, દૃષ્ટિકોણો કે અનુભવોને જોડતાં સાધનો પૈકી એક એવી, દીર્ઘ દૃષ્ટિ, મને બહુ માફક આવે છે. સ્વાભાવિક સહયોગ, અને આપણને જે દુનિયા જોઇએ છે તેનાં નીરૂપણમાટે, ની ભૂમિકા પણ તે ઘડે છે.

હું જેનું નિયામક પદ સંભાળું છું તે ૨૩ વર્ષથી કાર્યરત સંસ્થા -YES! -નું દીર્ઘ દૃષ્ટિ કથન છે - બધાં જ માટે સમૃધ્ધ, ન્યાયી અને સ્થાયી જીવન પદ્ધતિઓ. ખાસ તો યુવા નેતૃત્વને અમારી સાથે જોડાવા માટેનું એ બહુ સર્વગ્રાહી અને સુંદર ઇજન છે. વ્યક્તિગત, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અને તંત્ર વ્યવસ્થાનાં રૂપાંતરણનાં મિલન બિંદુ પર YES! પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે છે; એટલે કે અમારૂં માનવું છે કે બાહ્ય દુનિયા તરફનું રૂપાંતરણ અને આપણી અંદરનાં અને આપણા સંબંધોની અંદરનાં રૂપાંતરણ પરસ્પરાવલંબી છે.

આ પ્રકારનાં રૂપાંતરણની ખોજ અને તેના અનુભવ માટે સામાજીક બદલાવનાં અગ્રણીઓની વિભિન્ન ટીમો સાથે, YES! JAMનું સહ-સર્જન કરે છે. જેમ કે સંગીતકારોનું જૅમ, જેમાં હર કોઇ તેમના અનુભવો, કથની, સવાલો, આશાઓ, ડર, સ્વપ્નો, સંઘર્ષો, પ્રેરણાઓ અને એવું કેટલુંય, શ્રવણ, કાળજીભરી માવજત, નવું નવું શીખવાના અને જૂનું જૂનું ભૂલવાના પટારામાં લઇ આવે છે.

જૅમ્સ સહ-સર્જન અને તત્કાળ સ્ફૂરતા વિચારો દ્વારા કામ કરે છે. આગળ શું થશે તેનો કોઇ જ અંદાજ હોતો નથી, અને તે જ તેની ખરી મજા છે. આપણી જટીલ અને બહુ-સ્તરીય સમસ્યાઓના પ્રવર્તમાન સમયમાં જરૂર પણ તેની જ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનન કંઇક આવું જ કહે છે - જે સ્તરે સમસ્યા પેદા થઇ છે તે સ્તરે તેનો ઉપાય નથી મળવાનો; તે માટે તો હજૂ ઉંચા સ્તરે પહોંચવું રહ્યું. અંગત, સામુદાયીક અને તંત્રવ્યસ્થાગત એમ પરીવર્તનનાં ત્રણ પરસ્પરાવલંબી સ્તરે, વિભિન્ન ક્ષેત્રનાં લોકોને એકઠાં કરી જૅમ્સ એ (હજૂ ઊંચાં) સ્તરને હાંસલ કરે છે.

જેને કારણે નવા ઉપાયો, નવા તેમ જ સંવર્ધિત પ્રકલ્પો અને ચાવી રૂપ ટેકો પૂરો પાડતાં સંપર્ક માળખાં, તેમ જ, વધારામાં, અંગત વિકાસ, જીવનપર્યંતના સંબંધો , સુંદર ભાગીદારીઓ અને પ્રેમાળ સમુદાયમાં રહેવાનો ખરો અનુભવ પરિણમે છે.

જૅમ્સમાં અમે દીર્ઘ દૃષ્ટિને લગતાં વિવિધ પ્રકારનાં સાધનો અને પ્રક્રિયાઓ વાપરીએ છીએ.

જૅમ્સ અંગેની પોતાની અંગત અપેક્ષાઓ લખી અને અન્ય સાથે વહેંચવાથી અમે શરૂઆત કરીએ. અમારા મુલાકાત કક્ષની દિવાલો પર તેને ચોડી દઇએ, જેથી જે સમય સાથે ગાળવાનાં છીએ તે અંગેની આપણી અપેક્ષાઓ આપણી આસપાસ, સામુદાયીક પણે આપણને ઘેરી રહે. તે આપણી આશાઓ અને જરૂરીયાતોનું જૅમ્સ દ્વારા થતી પૂર્તતાનું નિરૂપણ કરતા રહેવામાં પણ મદદ કરે છે. આ છે કામે લગાડાયેલ દીર્ધ દૃષ્ટિનું એક નાનું ઉદાહરણ - જે બહુ જ નીવડેલ પણ છે !

વ્યક્તિગત સ્તરે, દરેક પરિવર્તકને કહેવામાં આવે છે કે તેઓ તેમનાં જીવનનાં અંતે, અને આવતાં વર્ષના અંત સુધીમાં, તેઓ ક્યાં હશે તેનું ચિત્ર તેમની કલ્પનામાં ખડું કરે. કોઇ માટે દીર્ઘ દૃષ્ટિવડે રચાતું ચિત્ર પોતાની તંદુરસ્તી અને સુખાકારી પર એકાગ્ર થાય છે; તો બીજાં કેટલાંક માટે તેમનાં કુટુંબીજનો સાથેના તેમના સંબંધો કેન્દ્રસ્થાને બની રહે, તો કોઇ માટે તેમનાં કામ દ્વારા તેઓ જે યોગદાન કરી શકે તે અગ્રસ્થાને રહે છે. પછીથી, બધાં જ એક બીજાંને તે દીર્ધ દૃષ્ટિ કથનને સિદ્ધ કરવા માટે હવે પછીની સફરની નક્કર કેડી પર લેવાવાં જરૂરી પગલાંઓમાં રૂપાંતરીત કરવામાં મદદ કરે છે. કેન્દ્રસ્થાને જે કોઇ પણ વિચાર હોય, પણ એ વિચારને દૃષ્ટિની ક્ષિતિજની અંદર લઇ આવવાથી એ પરીવર્તન જ જૅમ્સમાં ભાગ લઇ રહેલ દરેક વ્યક્તિને પરીવર્તક બની રહેવાનું બળ પૂરૂં પાડે છે.

સામુહીક દીર્ધ દૃષ્ટિની બાબતમાં પણ આવું જ બને છે. જે કંઇ ખોટું છે તેની આગની તાપણીઓને ઠારવામાંથી બહાર આવતા રહેવામાં આ પ્રક્રિયા એટલી ઉર્જા પેદા કરે છે કે કેટલાંક પરીવર્તકોન તેઓ જે વિશ્વ ઘડવા માગે છે તે જોઇ શકે છે અને તેને વર્ણવી પણ શકે છે. જૅમ્સમાં અમે આજથી પચીસ વર્ષ પછીનાં વિશ્વનાં ચિત્રની કલ્પના કરવાનું કહીએ છીએ, જેને દરેક ભાગ લેનાર પોતાની રીતે - શબ્દોમાં, ચિત્રોમાં, સંવાદોમાં કે સંગીત કે નૃત્ય જેવાં કોઇ પણ માધ્યમ વડે - નામાભિધાન કરે છે.

YES!નું દીર્ધ દર્શન, કામ અને તેની અસરોની આ વીડિયો ક્લિપ - પરીવર્તન કેવું દેખાય છે - http://youtu.be/x9FuBZnU9Og અને એવી જ અન્ય વિડીયો ક્લિપ્સ અહીં જોઇ શકાશે : YESJamVideos.

દીર્ઘ દર્શન પ્રક્રિયાને પરિણામે ત્રણ મહત્વનાં રૂપાંતરણો શક્ય બને છે.

પહેલું એ કે પોતાની આશાઓ અને સ્વપ્નોની બાબતે લોકો એકસાથ બને છે. તેમના અનુભવો અને કામોનાં વૈવિધ્ય એકી સાથે થાય છે, અને આખા સમુદાયને સમજાય છે કે તેઓ માનતાં હતાં તેના કરતાં ઘણું વધારે તેઓ એકબીજાં સાથે વહેંચી શકે તેમ છે. એક વાર આ દેખાવાનું શરૂ થઇ જાય તે પછીથી તે ક્યારે પણ દૃષ્ટિથી ઓજલ નહીં બને. આ દીર્ઘ દર્શન તેમને ધ્યેય અને જોમનું સામુહીક છત્ર પૂરૂં પાડે છે.

બીજું એ કે, બધાંને સમજાય છે કે તેમનું, તેમ જ અન્યનું, કામ અને યોગદાન મૂલ્યવાન છે, કારણ કે દીર્ઘ દર્શનને સિદ્ધ કરવા માટે એ બધું જ મહત્વનું છે. એટલે પોતાનાં કામને વધારે સારૂં ગણાવવાની કે કોઇનાં કામને ઉતારી પાડવાની કે કોઇની વ્યૂહરચનાને ઓછી કે વધારે મહત્વની ગણવાની વૃત્તિ ઓગળી જાય છે, અને લોકો અલગ અલગ અભિગમોનાં પરસ્પરાવલંબનને સમજતાં થઇ જાય છે. દીર્ધ દર્શન સ્પર્ધાને ખતમ કરી કાઢે છે અને એકબીજાં સાથે વધારે સહયોગ તેમ જ એકબીજાનાં કામમાં સક્રીય યોગદાનને પ્રેરે છે.

ત્રીજું અને કદાચ વધારે મહત્વનું એ કે, જાતિ, વર્ગ, રાષ્ટ્રીયતા, જાત, ધર્મ, લીંગભેદ જેવાં ઐતિહાસીક વિભાજક પરીબળોની અસરો પર રૂઝ લાવાનું કામ દીર્ઘ દર્શન કરે છે. નિશ્ચિતપણે દીર્ઘ દર્શન દરેક માટે ઉપયોગી એવાં વિશ્વને આવરી જ લે છે, જેમાં દરેક સંસ્કૃતિ અને સમાજે અર્થપૂર્ણ ભૂમિકા ભજવવાની છે, જેમાં સીમાડાઓ ભુંસાઇ જાય છે અને હિંસાનો અંત થાય છે. આ દીર્ઘ દર્શન જૅમ્સમાં મહેનત કરવા માટેનો સંદર્ભ પૂરો પાડે છે તેમ જ આપણી વ્યથાઓ, પીડાઓ અને ક્રોધનો પ્રમાણિકતાથી સ્વીકાર કરાવે છે - જેના વડે સમુદાયમાંની આપણી નબળાઇઓ, અને આપણા પ્રેમ, વિષે કામ કરવું શક્ય બને છે. દુખતી નસો પર રૂઝ લાવવા માટે ધ્યાનથી સાંભળવામાં, અને ગઇ ગુજરી ભૂલી જવામાં, તે મદદકર્તા નીવડે છે. લાંબે ગાળે તો ઐક્યને ટકાવી રાખવા માટે તો તેની જ જરૂર છે.

ધ્રુવ તારક

મને એવું લાગે છે કે જેમણે પણ જૅસ્સૅ સ્ટૉનરને એમ કહ્યું કે, દીર્ઘ દૃષ્ટિ 'બહુ ચવાયેલ અને ગવાયેલ' છે, તેમણે કદાચ તેને, સમયાંતરે બહુ સંકુચીત કે મર્યાદીત થતાં જતાં હોય એવાં, વ્યૂહાત્મક આયોજન કે લાંબા ગાળાની રુપરેખા સમજી લીધેલ હશે. મારા માટે તો દીર્ઘ દર્શન, સદા સ્પષ્ટ માર્ગદર્શન અને દિશાસુચન વડે અપેક્ષા પૂરતા રહેતા ધ્રુવ તારક સમાન છે. એમાં કોઇ બેમત ન હોઇ શકે કે, ટકી રહેવા અને સમૃદ્ધ થવા માટે, જેટલી આજે તેટલી જ ભવિષ્યમાં પણ આપણને, તેમજ દરેક અગ્રણી નેતૃત્વને, દીર્ધ દર્શનની જરૂર છે (અને રહેશે).



 
શીલ્પા જૈન YES!નાં કાર્યકારી નિયામક છે. તે પહેલાં તેઓ અન્ય વિશ્વ સાથેનાં શિક્ષણ અને બાહ્યપ્રસારનાં સંકલનકર્તા હતાં. તેમણે ઉદયપુરની સંસ્થા "શિક્ષાંતર: The Peoples’ Institute for Rethinking Education and Development"માં દસ વર્ષ સુધી - ઔપચારીક શિક્ષણ વ્યવસ્થામાંથી બહિર્ગમન, અને પોતાની કેળવણી અને જીવન પર પોતાના જ હાથમાં લઇ લેવાના પ્રવેશનાં સંપર્ક માળખાં-"સ્વપથગામી"નાં સંકલનકર્તા તરીકે પણ સેવાઓ આપી છે.
શીલ્પા જૈને ભારત, જોર્ડન, સેનેગલ, લેબનોન,ઇજીપ્ત, થાઇલેન્ડ, કેનેડા, પેરૂ અને અમેરિકા જેવા અનેક દેશોમાં પરિવર્તનકારી નેતૃત્વ સંમેલનો સંભાળેલ છે. A Poet’s Challenge to Schooling, Reclaiming the Gift Culture, Unfolding Learning Societies, "વિમુક્ત શિક્ષા" અને "સ્વપથગામી" સમચારપત્રો જેવાં પ્રકાશનોમાં તેમના વિચારો રજૂ થતા રહે છે.


v  અસલ અંગ્રેજી લેખ, The Value of Vision Series - Shilpa Jain, લેખિકા જેસ્સૅ લીન સ્ટૉનરના બ્લૉગપર જુલાઇ ૧૫, ૨૦૧૩ના રોજ Guest Post, Vision and Strategy વિભાગ  અને Shilpa Jain, Value of Vision Series, YES! Jams  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૧૦, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો