સોમવાર, 5 મે, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય :: ૯ :: જૅસ્સૅ લીન સ્ટૉનર ::કૅટ એમરી

એક વાર ઊંબરો ઓળંગવાની વાર છે : કૅટ એમરી- ધ વૉકર ગ્રુપનાં મુખ્ય સંચાલક અધિકારી અને રીસેટ સોશ્યલ એન્ટરપ્રાઇઝ ટ્ર્સ્ટનાં સ્થાપક
ગઇકાલે અમે અમારી નવી સમાજીક ઉદ્યોગ-સાહસોનાં મનોમંથનનું સેવન કરનાર 'પેટી' તેમ જ સહ-કાર્ય કરવામાટેની જગ્યા, સમુદાયનાં ૬૦ મિત્રો માટે ખુલ્લી મૂકી. લોકો, ઉર્જા અને વિચારોથી જગ્યાને ભરાઇ ગયેલી જોતાં જ મને અંદાજ આવી ગયો કે અમે દીર્ઘ દૃષ્ટિથી વાસ્તવિકતા તરફ જતો ઉંબર પાર કરી ચૂક્યાં છીએ.

પંદર વર્ષ પહેલાં, તેની શરૂઆત એક સવાલથી થઇ હતી. ટેક્નોલોજી સેવાઓની મારી કંપની ધ વૉકર ગ્રુપ સશક્ત બનીને વિકસતી હતી. પણ "હંમેશની જેમ વેપાર" કરવામાં મને કંઇક ખૂંચતું હતું.

હું જોઇ શકતી હતી કે અંતિમ રેખા તરફનું અમારૂં એક-ઇન્દ્રિયનું ધ્યાન અમને, પર્યાવરણની કે આર્થિક કે નૈતિક આધ્યાત્મિકતાની દૃષ્ટિએ, અંધારા અને જોખમી રસ્તે દોરી જતું જણાતું હતું. મારાં મનમાં વિચાર ચાલ્યા કરતા કે માત્ર નફા પર જ ધ્યાન કેન્દ્રીત ન કરે તેવો વ્યાપાર-ઉદ્યોગ કેવો હોઇ શકે.

વિશ્વમાં સકારાત્મક ફરક પાડવો છે તેમ પહેલેથી જ જાહેરાત કરી દે તેવો વ્યાપાર કેમ ન હોઇ શકે ? શરૂમાં આ દીર્ધ દર્શન થોડું અસ્પષ્ટ જણાતું હતું - દીર્ઘ દર્શન કથનને બદલે સ્વપ્ન વધારે લાગતું હતું. પણ એ સ્વપ્ન મારે જે માર્ગ પર જવું હતું તેનું દિશાસૂચક પરવડ્યું તેમ જ મને સાચી દિશામાં ચલાવતું રહ્યું. જેમ જેમ હું ચાલતી રહી તેમ તેમ મારામાં રૂપાંતરણ થતું ગયું અને મારી કંપની કેવી હોવી જોઇએ તે સ્પષ્ટ થતું ગયું.

દસ વર્ષ પહેલાં, આ દીર્ઘ દર્શનને પરિણામે, મારી કંપનીમાં પણ મેં રૂપાંતરણ કર્યું. ટેક્નોલોજીની મારી પરંપરાગત કંપનીને મેં એક સામાજિક વ્યાપાર સાહસમાં ફેરવી નાખી. અમે ધરમૂળથી ફેરફારો કર્યા - પારદર્શીતા અને અમલીકરણમાં સહભાગીપણું વધાર્યાં, પગારોમાં બહુ મોટી માત્રામાંની સંભવિત વિસંગતતાઓ ઘટાડી અને એક તૃતીયાંશ ભાગ કર્મચરીઓમાં, એક તૃતીયાંશ ભાગ સમાજ માટે અને એક તૃતીયાંશ ભાગ માલિકીઅંશધારકો માટે ફાળવીને નફાની ભાગીદારીની વહેંચણીમાં ફેર કર્યો.

પાંચ વર્ષ પહેલાં,સામાજીક સાહસને વેગ આપવા માટે અને વ્યાપાર-ઉદ્યોગસાહસિકોને તેમના વ્યાપારને સમાજનાં ભલાં માટે (પણ) વધારે સારી રીતે વાપરી શકાય તે માટેનું નફાના મુખ્ય ઉદ્દેશ્ય સિવાયની સંસ્થા reSET Social Enterprise Trustની સ્થાપના કરી. મારી કંપનીનું સમાજ-ઉન્મુખ સાહસનું માળખું કાયમ માટે જળવાઈ રહે તે માટે કરીને મેં મારા અગ્રાધિકાર શેરો રીસેટને દાન કરી દીધા.

ત્રણ વર્ષ પહેલાં, સામાજીક સાહસ માટે જાણવા માગતાં ૨૦૦ લોકોની હાજરીવાળી પરિષદનું અમે પ્રયોજન કર્યું. અહીં અમે કનેક્ટીકટને સામાજીક સાહસનું મુખ્ય કેન્દ્ર બનાવવાની વાત કરી. આ વાત્ને આગળ કેમ ધપાવવી તેની વિચારણા માટે બોલાવેલ બેઠકમાં ૭૦થી વધારે લોકોએ ભાગ લીધો અને આમ વેગમાત્રા વધતી ચાલી.સમર્થન અને પ્રશિક્ષણ ઉપરાંત વધુ નક્કર ટેકાની પણ જરૂર પણ છે તેમ પણ નક્કી થયું. જેનો એક મહત્વનો હિસ્સો "મનોમંથન સેવન કરનારી પેટી (incubator)" બની રહેશે, જે સમાજ-ઉન્મુખ-નવ-ઉદ્યોગસાહસિકમાટે જરૂરી જગ્યા ને સેવાઓ ઉપલબ્ધ કરે.

એક વર્ષ પહેલાં, કનેક્ટીકટ રાજયએ અમારાં દીર્ઘ દર્શનને નાણાંકીય સહાય કરી. એ પ્રસંગે નોબેલ પારિતોષીક વિજેતા મુહમ્મદ યુનુસ અને મને સામાજીક વ્યાપર ઉદ્યોગનાં ભવિષ્ય વિષે બોલવા માટે આંત્રણ મળ્યું. હવે અમે જરૂરી કર્મચરીઓને પણ કામે રાખવા લાગ્યાં હતાં.

ગયે અઠવાડીયે, અમે રીસેટ સામાજીક વ્યાપર-ઉદ્યોગ સાહસ મનોમંથ સેવન પેટી અને સહકાર્યકર્તા સામાજીક જગ્યાનું વિધિવત ઉદ્‍ઘાટનની ઉજવણી કરી.
આજે દીર્ઘ દર્શન પ્રસ્તુત છે ખરૂં ?

એ "સવાલમાંથી પેદા થયેલ સ્વપ્ન, એમાંથી પેદા થયેલ દિશાસૂચક યંત્ર અને તેમાંથી પેદા થયેલ શરૂઆતના દીર્ઘ દર્શન' વગર આ કંઇ જ બનવું શક્ય નહોતું.

આજે જ્યારે આપણી આસપાસ ધરતી ધણધણી ઊઠે તેવા, બહુ જ વારંવાર, ફેરફારો થઇ રહ્યા છે ત્યારે તો આજ પહેલાં ક્યારે પણ હતી તેથી પણ વધારે દીર્ઘ દર્શનની જરૂર છે.મારા જાત અનુભવથી હું શીખી છું કે દીર્ધ દર્શન આપણને અંધાધુંધીની અનિશ્ચિતતામાં રાહત પહોંચાડે છે અને આગળની અર્થસભર સફર શક્ય બનાવે છે.

આપણને હંમેશ ધ્યાનમાં રહે કે આપણે કઇ દિશા ભાણી આગળ વધવું છે, તે માટે દીર્ઘ દર્શન આપણને ધરીનો અધાર પૂરો પાડે છે કે આઘાપાછા થઇ છટકી જવામાં કે જરૂર પડ્યે વ્યૂહાત્મક પીછેહઠ કરવામાં મદદરૂપ પણ થાય છે. દીર્ધ દર્શન વિના રાહમાં આવતા ચકરાવાઓ અને વિક્ષુબ્ધતાઓના વિક્ષેપો આપણી નિયતિ બની રહી શકે છે.
+++++++++
 
લગભગ ૨૦ વર્ષ પહેલાં સ્થાપના કરેલ ટેક્નોલોજી કંપની, ધ વૉકર ગ્રૂપ,નાં કૅટ એમરી સ્થાપક અને મુખ્ય સંચાલક અધિકારી છે. ૨૦૦૭માં તેમણે ધ વૉકર ગ્રૂપમાં આમૂલ ફેરફારો કરીને તેને સામાજીક સાહસમાં ફેરવી નાખ્યું. કૅટ એમરી રીસેટ સોશ્યલ એન્ટરપ્રાઇઝ ટ્રસ્ટનાં પણ સ્થાપક છે. રીસેટનું મુખ્ય ધ્યેય છે સામાજીક સાહસો ને પ્રોત્સાહીત કરવં, તેમનું જતન કરવું અને તેમની સંભાળ લેવી. કાયદાની મદદથી અને સામાજીક ઉદ્યોગ સાહસિકોને સામાજીક સાહસના વિચારોનાં મનોમંથની પેટી દ્વારા જગ્યા ને સંસાધનો ઉપલબ્ધ કરાવીને, કનેક્ટીકટને સામાજીક સાહસોનાં મુખ્ય કેન્દ્ર બનાવવ માટે રીસેટ સક્રિયપણે કામ કરી રહેલ છે. તેમણે સામાજીક સાહસ રોકાણ ભંડોળ પણ સ્થાપ્યું છે, જે નવાં અને વિકસતાં સામાજીક સાહસોને બીજ મૂડી પૂરી પાડે છે.

v  અસલ અંગ્રેજી લેખ, The Value of Vision Series - Kate Emeryલેખિકા જેસ્સૅ લીન સ્ટૉનરનાબ્લૉગપર જુલાઇ ૧૧, ૨૦૧૩ના રોજ Guest PostવિભાગઅનેKate Emery, Value of Vision Series  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃઅશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૦૫, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો