તારી ખોજને કારણે
સમગ્ર સફર
સાચે જ અર્થસભર
બની રહી
છે...
તું નજર સામે આવતાં જ મારી આંખ હસી પડે છે
અને એ ઘડીને
સંઘરી લે છે.
આ શરૂ થયેલ સફરમાં
અંધારાં, અજવાળાં,
અનિશ્ચિતતાઓ અને પડકારો
સફળતાઓ અને વિફળતાઓ
આવતાં
રહેશે...
એ જેટલું જોઇ શકશે
તેટલું સર્વ
જોશે પણ.
આજની ધડીનો
મતલબ લુપ્ત થઇ
ભાવિ આજની ઘડીનાં રૂપે
અવતરવાનો પણ
હોય...
તે વચ્ચે પ્રેરણા આપતી રહે
જે થકી કરવાં જ જોઇએ
તે સઘળાં કાર્યો કરીએ
અને
સર્વગ્રાહી જવાબદારી નિભાવીએ.
તેથી જ તે આટલી પ્રભાવશાળી છે...
આપણે જેવાં કાર્યો કરતાં જઇએ
તેમ તેમ
વધારે શક્તિશાળી બનતાં જાઇએ છીએ.
આ...હા..તારી સંભાવનાઓ !
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો