જુલાઇ ૨૦૧૧ પહેલાં હું જે
કંઇ કરી રહયો હતો તે જ કરતા રહેવું હોત તો મારે ઔપચારિક નિવૃત્તિવિષે કંઇ કરવાપણું
નહોતું. પરંતુ, મારાં કુટુંબીજનોની ઘણા સમયથી એવી ઇચ્છા હતી કે
હવે પછીથી જે કંઇ વર્ષો મળ્યાં છે તે સમયની કોઇ અન્ય પાબંદીમાં બંધાયા સિવાય
આનંદથી સાથે જીવીએ. મને પણ મારી પાસે ફાજલ થયેલ સમયને મારા શોખથી જરાપણ કંટાળ્યા
વગર ભરીદઇ શકાય છે કે કેમ તે ચકાસી જોવાનો મોકો જોઇતો હતો.
આમ, હું સામાન્ય અર્થમાં "નિવૃત્ત"
કહેવાઉં.
નિવૃત્તિના આ
સમયનો ઉપયોગ ભાષાંતરણની ક્ષમતાને professional
level technical writingનાં સ્તરસુધી પહોંચાડવામાટે કરવો તેમ નક્કી
કર્યું છે.
પ્રસ્તુત બ્લૉગ
આ ધ્યેયને મૂર્તસ્વરૂપ આપવાના પ્રયાસનું અરીસામાં મારૂં પ્રતિબિંબ બની રહેશે.
મારા શોખ પૈકી
અંગ્રેજી બીન-કથા સાહિત્યનું વાંચતા જે લેખ પસંદ પડે તેનું ગુજરાતીમાં રૂપાંતરણ આ
બ્લોગમાટે મોટા ભાગની સામગ્રી પૂરી પાડશે. લેખનનું સ્તર સિધ્ધહસ્ત લખાણની કક્ષાનું
થવું જોઇએ.
સાથે સાથે
ગુજરાતી બીનકથાસાહિત્યનાં ક્ષેત્રમાં ઇન્ટરનેટપર પ્રવૃત્ત - નવોદીત તેમ જ
સિધ્ધસ્વિકૃત - બ્લૉગર્સ સમુદાયને એક તંતુથી સાકળી લેવા.
