દાદાજીનો વિરોધાભાસ ત્યારે પેદા થાય છે જ્યારે ભવિષ્યની ઘટના ભૂતકાળની એવી ઘટનાને થતી અટકાવે છે જે આંશિક અથવા સંપૂર્ણપણે ભવિષ્યની ઘટનાનું કારણ હતી. ભવિષ્યની ઘટનાનું કારણ જ ન રહેતાં એ ઘટના બનતી અટકે છે,
જેના કારણે વિરોધાભાસ સર્જાય છે. એક ઉત્તમ ઉદાહરણ છેઃ એક પૌત્ર ભૂતકાળના સમયમાં પાછો ફરે છે અને પોતાનાં બાળપણમાં તેના દાદાને મારી નાખે છે. હવે વિરોધાભાસનો સાચો સાર બહાર આવે છે કે જો તેણે તેના દાદાને મારી નાખ્યો હોત તો તે પોતે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો!?
સંલગ્ન વધારાનું વાંચનઃ
Know about the grandfather paradox and the
concept of traveling back in time
What Is the Grandfather Paradox of Time
Travel?
![]() |
| Source: Tom Gauld's grandfather paradox and mother reaction |
દાદાજીનો વિરોધાભાસ એ
સમય યાત્રાને પરિણામે કાર્યકારણ પર ઉદ્ભવતી સમસ્યાનું ઉદાહરણ છે. તેની પાછળ મૂળભૂત વિચાર એ છે કે કારણ તેની અસર પહેલા હોવું જોઈએ. વિરોધાભાસ સૂચવે છે કે કારણ તેની પોતાની અસરના પ્રભાવથી જ દૂર થાય છે,
આમ કારણ્નું પરિણામ પોતાના કારણને અટકાવે છે. આ બાબત તો તત્વતઃ ઉલટું કાર્યકારણ બની જાય છે.
દાદાજીનો વિરોધાભાસ વિજ્ઞાન સાહિત્યનો એક બહુ વપરાયેલ વિષયવસ્તુ બની રહેલ છે,
જે રે બ્રેડબરીની ટૂંકી વાર્તા "એ સાઉન્ડ ઓફ થંડર", ક્લાસિક ફિલ્મ "બેક ટુ ધ ફ્યુચર" અને અન્ય ઘણી કૃતિઓમાં દેખાય છે. પરંતુ દાદાજીનો વિરોધાભાસ કાલ્પનિક ક્ષેત્ર સુધી મર્યાદિત પણ નથી રહ્યો. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના વિશેષ અને સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંતોએ સૂચવ્યું કે સમય યાત્રા એક સૈદ્ધાંતિક શક્યતા હોઈ શકે છે એ પછીથી ફિલોસોફરો અને ભૌતિકશાસ્ત્રીઓએ દાદાજીના વિરોધાભાસ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું.
[2]
સંલગ્ન વધારાનું વાંચનઃ
The
Paradox Series: The Grandfather Paradox
Time
Travel Simulation Resolves “Grandfather Paradox”
Solution
to the Grandfather Paradox
Scott Aaronson Notes that discuss time travel and computation, computational complexity, closed timelike curves, and the grandfather paradox: http://www.scottaaronson.com/democrit...
Technical
paper that discusses the same thing: http://arxiv.org/abs/quant-ph/0502072


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો