બુધવાર, 12 નવેમ્બર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : કુટુંબમાં લગ્નનું અને સંબંધોનું દિવ્યકરણ

 

ડૉ. તપન કે ઘોષ[1]

તેમણે કલ્પેલ વિશ્વમાં એકલા હોવાને કારણે જીવનમાં સુખી નહોતા. આપણે કોઈ પણ જ હોઈએ. આપણી આસપાસ, સાથે, કોઈ હોય તેવું આપણે હંમેશાં ઈચ્છતાં રહેતાં હોઈએ છીએ. તેમને પણ એક સાથીની જરૂર હતી. એટલે પોતાનાં શરીરના બે ભાગ કરીને પતિ અને પત્ની બની ગયાં. બેમંથી કોણ એક બીજાં કરતાં વધારે અડીયાતું કે ઉતરતું છે એવો કોઈ પ્રશ્ન જ ન હતો. એક વગર બીજું અધુરૂં છે. બૃહદારણ્યક ઉપનિષદ ( ૧.૪.૩)માં પતિ અને પત્નીનાં કુટુંબની રચનાને આ જ રીતે વર્ણવવામાં આવેલ છે. આદમ ઉંહી ગયેલ હતો ત્યારે ઈશ્વરે તેની પાંસળી તોડીને તેમાંથી ઈવ બનાવી એવી પાશ્ચાત્ય દંતકથા વિશે સ્વામી રંગનાથન બહુ સરસ પ્રશ્ન કરે છે. સ્ત્રી પુરુષની નગણ્ય એવી પાંસળી જ જો હોય તો પશ્ચિમની નારી પુર્ષથી મુક્તિ ક્યારે પામી શકશે?  

પશ્ચિમની નારી પુરુષ સમોવડી નથી જ બની. એટલે જ, ભારતમાં, ખાસ તો પાશ્ચાત્ય અસર હેઠળ બહુ ન આવેલા મધ્યમ વર્ગના પરિવારોમાં, પત્નીઓએ 'બેટર હાલ્ફ' કહેવાની પ્રથા નથી. આ તો ઉતારી પડાયેલ માનસને ખુશ રાખવાનો - એક પરદા પર બીજું આવરણ ચડાવવાનો - પ્રયાસ લાગે છે. સ્વામી વિવેકાનંદ સમાજને આવા થીગડાં જેવા પ્રયસોની સાંકળમાંથી મુક્ત કરવાની વાત કરે છે.

સ્વામી વિવેકાનંદે આ વિષય પર સપ્ટેમ્બર ૧૮૯૪માં  અમેરિકાથી પોતાના દેશવાસીઓને પત્ર લખેલો.  તેમાં તેઓ લખે છેઃ

શાળાનાં પુસ્તકોમાં માને પોતાનાં બાળકને ગાંગામાં મગરને ફેંકી દેતી બતાવેલ છે એ ચિત્રનો શું અર્થ કરવો? મા શ્યામ છે પણ લોકોની સહાનુભૂતિ જીતવા બાળકને ધવલ બતાવાયું છે. વધારે પૈસા મળવવાનો પ્રયાસ જ સમજીશું? દાવમાં મૂકેલી પોતાની પત્નીને પતિ એટલે જીવતી સળગાવી દે છે કે જેથી તે ભૂત બનીને પોતાના વેરીઓને પીડે એવું દર્શાવતાં ચિત્ર માટે શું કહેવું

ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પોતાના ઉદ્દેશ્યની ખીચડી પકવવાના આવા પ્રયાસોને સ્વામીજીએ તીખા શબ્દોમાં ઉઘાડા પાડવા પ્રયાસ કર્યો છે. જોકે સ્વામી વિવેકાનંદને ન તો કંઈ હિંદુવાદમાં પરિવર્તિત કરવું હતું કે ન તો તો કો 'વાદ'માં માનતા હતા. તેમને પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના વિચારો અને અપેક્ષાઓને પોતાની રીતે ( પછીથી તે પણ અનેક 'વાદ'નું સ્વરૂપ લેતા ગયા છે તે અલગ વાત છે !) રજૂ કરવા હતાં.

બૃહદારણ્યક ઉપનિષદના સંદર્ભમાં સ્વામીજી શંકરાચાર્યને ટાંકીને કહે છે કે 'ગૃહસ્થે પણ ઉપનિશદનો અભ્યાસ કરવો જોઈએ, જેથી જ્ઞાનનાં રત્નોનો આ ભંડાર વનો અને પર્વર્તોમાં સમાઈ ન રહે. એ મુજબ જો પત્નીને ગૃહસ્થ જીવનનું ગૌણ અંગ ન ગણવામાં આવે તો કુટુંબમાં શાંતિ અને સમજણ બહુ આનંદપૂર્વક પ્રસરી રહી શકે. વ્યવહારિક દૃષ્ટિએ આ વિચારનો અમલ પતિ આમ તો સ્ત્રોનું જ છે એમ માનવાને બદલે તેની પત્નીનાં દરેક કામમાં સ્વૈચ્છિકપણે, પૂરેપુરો, સહયોગ આપવાનું કરે એવાં સાદાં પગલાંઓથી શરૂ થઈ શકે છે.

આમ વૈશ્વિક શક્તિએ પોતાના પુરુષ અને સ્ત્રી એમ બે ભાગ કર્યા. બન્ને ભાગ એકબીજા વગર અધૂરા છે. આ બન્ને વચે જે થોડી જગ્યા રહી જાય છે તે પત્ની ભરે છે. तस्माद अयम् आकाशः स्त्रीया पुर्यता एव; तं संभवात ततो मनुष्या अजायन्त.  संभवात નો નિર્દેશ મિલન અને પુરુષના જન્મ (अजायन्त) સાથે  છે. પુરુષ અને સ્ત્રીનાં સ્થાનનું આ બહુ જ સુંદર અને તાર્કિક વર્ણન છે.

સ્વામી રંગનાથાનંદ સમાનતાના બોધપાઠને આજના સમયમાં બહુદૂરપરિણામગામી ગણે છે. આ બોધને આધારિત વધારે વૈજ્ઞાનિક અને સામાજિક - રાજકીય અભિગમ ધરાવતા ભવિ સમાજનું ઘડતર સમાજમાં નારીનાં સ્થાનની સમગ્ર પરિસ્થિતિને પરિવર્તિત કરનારૂં બનશે.

બેટ્ટી ફ્રાઈડનનાં ૧૯૬૩માં પ્રકાશિત થયેલ પહેલાં પુસ્તક 'ફેમિનાઈન મિસ્ટિક઼' સ્ત્રીને પુરુષનું વિસ્તરણ ગણવા સામે વિદ્રોહ હતો. તે પછી તેમનાં ૧૯૮૧માં લખાયેલાં બીજાં પુસ્તક 'સેકન્ડ સ્ટેજ'માં તેઓ નારીવાદને સમયની માંગ ગણવતાં લખે છેઃ 'આપણે આપણા નારીવાદી રહસ્યમય માનસમાંથી બહાર આવીને આપણા અંગ્ત અને રાજકીય અનુભવનની વાસ્તવિકતા સાથે સમાધાન કરવું જોઈશે અને અને બીજા તબક્કામાં દાખલ થવું જોઈશે.... આ બીજો તબક્કો માત્ર નારીની દૃષ્ટિએ જ ન જોવાવો જોઇએ. તેમાં હવે કુટુંબ, પ્રેમ અમે કાર્ય સાથે નવાં સમીકરણ ગોઠવાય છે તે સમજવાં જોઈશે.

પાશ્ચાત્ય દૃષ્ટિકોણમાં આવેલો આ બદલાવ '૭૦ના દાયકાના પાછલા '૮૦ના દાયકાના આગલા ભાગમાં પૌવાર્ત્ય વિચારસરણીની વધતી જતી અસરને આભારી કહી શકાય.

એ દરમ્યાન વિજ્ઞાને માનવ કોશનું રહસ્ય ઉકેલી કાઢ્યું હતું. દરેક કોશમાં એક નાભિ હોય છે અને નાભિમાં ૪૬ જટીલ આંટીઓ - રંગસૂત્રો - હોય છે.  આ પૈકી બરાબર ૨૩ મા અને ૨૩ પિતા પાસેથી મળે છે. આમ કુદરતમાં જ કયો અર્ધો ભાગ ઊંચે કે કયો નીચો તેવી રચના ક્યારેય હતી જ નહી. સ્વામી રંગનાથાનંદ, તેમ છતાં, બેટ્ટી ફ્રાઈડનના દર્શનને અસાધારણ વિદ્વતા અને વિવેચનાત્મ્ક પ્રમાણિકતા કહે છે.

એટલે જ, નવેમ્બર ૧૮૯૭માં તેમનાં લાહોર ખાતેનાં વ્યક્ત્વ્યમાં  સ્વામી વિવેકાનંદ ભારતીય વિચારધારામાં લગ્નવ્યવસ્થા વિશે કહે છે કે 'આપણી લગ્નવ્યવસ્થા વિશેની વિચારસરણી જ ખરી સભ્યતાને વિકસાવી શકે છે..... પુરુશ કે સ્ત્રીને કોઈ પણ સ્ત્રી કે પુરુષ જોડે, અંગત આનંદ કે સ્વાભાવિક પાશવી વૃત્તિ પ્રેરિત, સંબંધ બાંધવાની છૂટ મળી જાય તો માત્ર દુષ્ટ, દુરાચારી અને ક્રૂર સંતાનોનો સમાજ પરિણમી રહે. આવા સમાજને અંકુશમાં રાખવા માટે બળપ્રયોગની સતત જરૂર  પડ્યા કરવાની. તેઓ આગળ વધતાં કહે છે કે લગ્નવ્યવસ્થાની સમાજનાં દરેક પાસાં અને દરેક સભ્ય પર અસર પડે જ છે. માટે જ કોણે કોની સાથે લગ્ન કરવું એ નક્કી કરવાનો સમાજને હક્ક છે. આ સંદર્ભમાં તેઓ જન્માક્ષર મેળવવાની પ્રથાનો ઉલ્લેખ કરે છે.

જોકે આજે ઘણી પ્રથાઓને અનુસરવું મુશ્કેલ હશે, પણ સિદ્ધાંતોના અમલમાં ત્રુટિ થઈ હોય તેથી સિદ્ધાંતને ત્યજી ન દેવાય. સ્વામી વિવેકાનમ્દ પણ સામાજિક સુધારણાઓ બાબતે સિદ્ધાંતોનાં હાર્દને સમજવા પર જ ભાર મુકતા હતા. તેઓ તેમનાં નવેમ્બર ૧૮૯૭નાં વ્યક્તવ્યમાં જ કહે છે કે પહેલાનાં સમયમાં હતો એટલો આજનો સમાજ ભણેલો નથી, કે નથી આજનાં માબાપ પહેલાનાં સમયનાં માબાપ જેવાં. તેમ છતાં પુરાણોમાં લગ્નવ્યવસ્થાના જે સિદ્ધાંતો જણાવાયા છે તેમને સંદંતરપણે અવગણી ન શકાય. એવી અવગણનાને કારણે જ કલિ યુગ ફુલ્યો ફળ્યો છે.

તેઓ દલીલ કરેછેઃ અમલ ગમે તેટલો ત્રૂટિવાળો હોય, પણ સિદ્ધાંત તો સાર્થક છે; અમલની રીત ખોટી હોય તો તેને સિદ્ધાંતના હાર્દ અનુસાર સુધારીએ અને વધારે અસરકારક બનાવીએ; પણ સિદ્ધાંતનો નાશ  શા માટે કરવો જોઇએ? સિદ્ધાંત તો શાશ્વત છે અને તેનું સમજપૂર્વક પાલન કરવું જોઈએ. સ્વમીવિવેકાનંદે વેદાંતની વાત કરતાં દોઢેક પાનાંનાં વિવેચન દ્વારા સમજાવ્યું છે કે લગ્નવ્યવસ્થાની બાબતે આપણે શું અને કેવી ભુલો કરી છે.

લગ્નવ્યવસ્થા અને કુટુંબનાં દૈવીકરણનું વિચારબીજ અહીં રહેલું છે. ઐતર્ય ઉપનિશદમાં બહુ સુંદર રીતે વર્ણવ્યું છે કે સગર્ભા સ્ત્રીને કેવા પ્રેમ અને સન્માનથી જોવી જોઈએ કેમકે પતિ અને પત્નીનાં ભૌતિક મિલનથી તે એક જીવનને પોતાનાંમાં પાળી રહે છે. એટલે જ ગર્બનો તેને ભાર નથી લાગતો, તે ગર્ભનું પોષણ કરવા માટે તેનું શરીર પોષણક્ષમ બને છે. (૨.૧.૨ - ૩). તેને પીડા નથી થતી કેમકે તેણે બધું પોતાનું ગણ્યું છે ( हिनस्ति) . તે બાળકનું રક્ષણ કરે છે ( भावयित्री - બાળકનું ભાવપૂર્વક જતન) કરે છે એટલે જેનું જતન કરવું જોઈએ (भावयितव्य) તે બની રહે છે. એકબીજાં પરની નિર્ભરતા અને એકબીજા માટેનાં માનનો કેવો આ પ્રબુદ્ધ અને સંતોષપુર્ણ વિચાર છે.

ઉપનિષદોમાં પણ કહેવાયું છે કે પિતા અને પુત્રનો સંબંધ તો મૃત્યુ પછી પણ, પિતાના આગલા ભવના જન્મમાં પણ ચાલુ રહે છે. આ વાત કદાચ વધારે પડતી લાગે ! પરંતુ, ઉપનિષદોમાં લગ્નવ્યવસ્થા અને પતિ - પત્નીના ધર્મનિરપેક્ષ સંબંધોનું દૈવીકરણ ભાષામાં વર્ણાવાયું છે  તેવો વિશ્વમાં બીજે કશે થયો નથી. આમ પણ હિંદુ ધાર્મિક વિચારધારાએ તત્વતઃ સાંપ્રદાયિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે કોઈ ભેદ રાખ્યો નથી.

એટલે જ, આપણને સ્ત્રી - પુરુષ વચ્ચે કોઈ વિરોધાભાસ જણાયો નથી કે નથી એક કરતાં બીજું ચડિયાતું એવો ફરક જણાયો. જણાવો અણ ન જોઈએ કે કેમકે એવો કોઈ ફરક છે જ નહી.

માટે જ મૈત્રેયી[2] તેમના મહાજ્ઞાની પતિ ઋષિ યાજ્ઞવલ્ક્યને પુછી શકે છે[3] કે જેનો જવાબ યાજ્ઞ્વલ્ક્ય એક ઋષિ તરીકે નહીં પણ પતિ તરીકે આપ છે કે प्रिया बत अरेणः सती प्रियं भासषे (પ્રિયા, તું મારી [પહેલેથી જ] પ્રેમભાગિની છો અને તું જે કહે છે તે તો મારા હૃદયમાંથી  આવે છે). સ્વામી રંગનાથાનંદ આ આખી રજૂઆતને છેલ્લાં ચાર હજાર વર્ષનું સૌથી વધારે મનોહર નિરૂપણ કહે છે. 

તેમનાં લંડન ખાતે, ઓક્ટોબર ૧૮૯૬નાં વ્યક્ત્વ્ય, God In Everything [4]માં સ્વામી વિવેકાનંદે બહુ સ્પષ્ટપણે કહ્યુ છે તેમ તે બાળકમાં છે, પત્નીમાં છે અને પતિમાં છે.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr. Tapan K Ghosh ના મૂળ અંગ્રેજી લેખ Divinising Marriage and Relationships within Family નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 


[1] ડૉ. તપન કે ઘોષ કલકત્તાની રબિન્દ્ર ભારતી યુનિવર્સિટીના અંગ્રેજીના નિવૃત પ્રોફેસર છે. અમેરિકા અને ઈંગ્લેન્ડનાં સામયિકોમાં તેઓ ટૂંકી વાર્તાઓ લખે છે.

[2] મૈત્રેયી - પ્ર. ઉ. શાસ્ત્રી -  ગુજરાતી વિશ્વકોશ

[4] God In Everything – Swami Vivekanand

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો