પૃષ્ઠો

બુધવાર, 4 ડિસેમ્બર, 2024

જ્ઞાતિ પુરાણ - દેવદત્ત પટ્ટનાઈક

પછીથી રચાયેલાં તમામ પુરાણોનાં માતા સમાન આદિ પુરાણ વ્યાસ દ્વારા સંકલિત પાંચમા વેદની રચના કરે છે, કેમ કે તે તેમાં વૈદિક વિચારો કથાઓના સ્વરૂપમાં રજૂ કરાયેલ છે. ઈતિહાસકારો, જોકે, પૌરાણિક સાહિત્યનો ઉદય પાંચમી સદીથી થયેલ છે એવું શોધી કાઢે છે. એ પૌરાણિક સાહિત્યમાં સૌથી જૂનું વિષ્ણુ પુરાણ છે. પરંપરાગત રીતે, અઢાર મહા-પુરાણો, અઢાર ઉપ-પુરાણો અને તીર્થસ્થળોની કથાઓ વર્ણવતાં સેંકડો પ્રાદેશિક-પુરાણો તેમજ વિવિધ જાતિઓની કથાઓ કહેતાં જ્ઞાતિ-પુરાણો છે.

કાલિકા પુરાણમાં, આપણને પરશુરામે પૃથ્વીને કેવી રીતતે બિનક્ષત્રીયિણી કરી તેની કથા જોવા મળે છે. તેમાં જણાવાયું છે કે ક્ષત્રિયોના ન જન્મેલાં અજાત બાળકોને એ શરતેહણી ન નાખ્યાં કે તેઓ યોદ્ધા તરીકે નહીં ઉછરેવામાં આવે. એ પેઢીમાંના કેટલાક બાળકોએ શિવને આહ્વાન કરીને તેમની પાસેથી તેમને શસ્ત્રોનો ઉપયોગ કરવાનો અધિકાર મળે એવું વરદાન માગવાનું નક્કી કર્યું. તેઓએ માગ્યું કે, ‘બાણ જાય અસ્તુ’, અમારાં બાણોનો હંમેશા વિજય થાય. પરંતુ પરશુરામ દ્વારા મદદે બોલાવવામાં આવેલાં સરસ્વતીએ તેમની જીભ વાળીને તેમની માગણીને 'વાણિજ્ય અસ્તુ', અમે વેપારી બનીએ, એમ ફેરવી નાખી. તેમની ભૂલ સમાઈ એટલે તેઓએ શિવને તેમને એક કૌશલ્ય શીખવવા માટે વિનંતી કરી, તેથી શિવે વિશ્વકર્માને તેમને ધાતુ ઘડતરની કલા શીખવવા કહ્યું. આ કથા પશ્ચિમ ભારતમાં રહેતા તાંબા-પિત્તળના કારીગરોની આ જાતિ કથા છે. આ સમુદાય પોતાને મૂળતઃ ક્ષત્રિય તરીકે જુએ છે, પરંતુ ભાગ્યના વળાંકને કારણે તેમને વૈશ્ય બનવાની ફરજ પડેલ છે.

ગુજરાત વિસ્તારના જેઠ-મલ્લ બ્રાહ્મણો, મલ્લ-પુરાણનો હવાલો આપીને દાવો કરે છે કે તેમના પૂર્વજોને કૃષ્ણએ પોતે કુસ્તી શીખવી હતી. આપણે અવિરતપણે દલીલ કરી શકીએ કે જે સમુદાય પહેલાં બ્રાહ્મણ હતો જે પછી કુસ્તીબાજ બન્યો, કે પછી કુસ્તીબાજો અને તાકાતવરોનો સમુદાય પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે.

ચમાર સમુદાય, અથવા ચામડાની કળાના કારીગરો જાતિના પિરામિડના તળિયે ગણાય છે. તેમના પર બ્રાહ્મણ લેખકોએ પુરાણો અને ધર્મ-શાસ્ત્રો જેવા વિવિધ ગ્રંથોમાંના દાવાઓને આધારે એવી કહાણીઓ ઠોકી બેસાડી છે કે તેમનો સમુદાય (બ્રાહ્મણ પિતા અને શુદ્ર માતાથી જન્મેલા) નિષાધ પિતા અને (વૈશ્ય પિતા અને બ્રાહ્મણ માતાથી જન્મેલા) વૈદેહ માતા વચ્ચેના લગ્ન જેવા આંતર-જાતિ વિવાહનું પરિણામ છે. જેને પરિણામે લોકો પોતાની શુદ્ધતા ખોઈ બેઠા છે.

અન્ય કથાઓમાં, આ સમુદાય પોતાની જાતને ચન્વર વંશના રાજાઓ તરીકે ઓળખાવે છે, જેમણે તેમનો દરજ્જો એટલે ગુમાવ્યો કે તેઓએ સંકટ સમયે ધાર્મિક શુદ્ધતાના નિયમો તોડ્યા હતા. તેઓ ચમુ અને બામુ નામની પુત્રીઓના પિતા રાજાની વાત કરે છે. એ બન્ને પુત્રીઓને એક એક પુત્ર હતો. એક દિવસ મહેલમાં એક હાથી મૃત્યુ પામ્યો, અને રાજાએ તેના પૌત્રોને શબને બહાર કાઢવા કહ્યું. ચમુના વધુ બળવાન પુત્રએ હાથીને એક હાથે ઉપાડ્યો અને બહાર લઈ ગયો. ભામુના હોશિયાર પુત્રએ ચમુના પુત્રને પ્રદૂષિત જાહેર કર્યો, જેથી તે મહેલમાં પાછા ફરવા માટે અયોગ્ય ઠર્યો. ચમુના પુત્રના વંશજો ચમાર તરીકે ઓળખાયા.

જ્ઞાતિ પુરાણ સ્થાનિક ભાષાઓમાં લખાયેલ છે. ઘણા ગ્રંથો તો સંપૂર્ણ રીતે મૌખિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કેટલાંક પુરાણો તો લોકોને તેમના દરજા મુજબનાં સ્થાનની મર્યાદામાં રાખવા માટે હોય છે. અન્ય પુરાણોનો હેતુ જાતિને ઉચ્ચ દરજ્જો આપવા અથવા તેના વ્યવસાયને ન્યાયી ઠેરવવા અથવા ફક્ત ગૌરવ જગાડવા માટે છે. આ કથાઓઓ દક્ષિણ એશિયાના સર્વવ્યાપી જાતિ જાતિના ઊંચનીચના અધિક્રમની શક્તિને દર્શાવે છે. આપણે તેમને ‘કાલ્પનિક કથાઓ’ તરીકે નકારી શકીએ છીએ, પરંતુ આવી ‘કાલ્પનિક કથાઓ’ એ જ વાસ્તવિક લોકોના વ્યાવહારિક જીવનને, આજે પણ આપે છે તેમ, આકાર આપ્યો છે. તેથી, તેમને 'સાપેક્ષ' સત્ય તરીકે સ્વીકારવાં જોઈએ.

  • મિડ - ડેમાં ૨૮ મે૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Caste Puranaનો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૪ ડિસેમ્બર ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો