
નરક એ કોઇ
સામાન્ય દાનવ નથી.એ વિષ્ણુ અને ભૂ-દેવીનો પૂત્ર થાય.ભૂ-દેવીને જ્યારે હિરણ્યાક્ષ
સમુદ્રમાં ખેંચી લઇ ગયો હતો ત્યારે તેને
બચાવવામાટે વિષ્ણુએ વરાહનાં રૂપ લીધેલું તે સમયે નરકનો જન્મ થયો હતો.સમુદ્રનાં
પાણીમાંથી બહાર કાઢતી વખતે વરાહે પૃથ્વીને એટલાં ઉત્કટ આલિંગનમાં ભીડી લીધેલ કે પહેલાંની
સપાટ પૃથ્વીનાં અમળાઇ જવામાંથી પર્વતો અને ખાઇઓ પેદા થયાં.વરાહનાં દેદીપ્યમાન
શિંગડાઓ પૃથ્વીમાં ભરાવાને કારણે પૃથ્વીપર વનસ્પતિસૃષ્ટિનો જન્મ થયો.
આ કથા
અસૂરોના પૃથ્વીની સપાટીની નીચેનો પ્રદેશ, વનસ્પતિ-સૃષ્ટિઅને ફળદ્રુપતાવચ્ચેના
સંબંધને ફરીથી સમર્થીત કરે છે.શુક્રનાગ્રહસાથે સંકળાયેલ દાનવોના ગુરૂ, શુક્રાચાર્ય તેમની સંજીવની વિદ્યાથી મૃત અસૂરોને ફરીથી જીવતા કરી શકતા હતા. આમ, 'લણણી'ના સમયે હણી નંખાયેલ દરેક અસૂર બીજે વર્ષે ફરીથી નવી ફસલસ્વરૂપે પાછો આવી જાય.
આમ અસૂરનો કદી નાશ ન થવાને કારણે મનુષ્યનો ભોજનથાળ પણ કદી ખાલી નથી રહેતો. લણણી
કરીને કાપી અને સંગ્રહ કરેલ પેદાશને 'અસૂર' તરીકે ઓળખીને આદિમાનવએ પોતાની ગુનાહીત લાગણીને હળવી કરવાનો પ્રયાસ કર્યો હશે.
આમ, એક તરફથી નરક એ ભૂ-દેવી અને વિષ્ણુનો પૂત્ર [પાક] છે તો બીજી બાજૂએ તે 'અસૂર'
[પેદાશ] છે.
નરકની આ કથા
કૃષ્ણ-લીલામાટે બહુ મહત્વની છે. કોઇપણ દેવોથી જેનું મૃત્યુ શક્ય નથી તેવા નરકના
નાશમાટે સામાન્ય માનવીરૂપે જન્મેલા કૃષ્ણને દેવોએ તેમની મદદમાટે બોલાવ્યા. આમ એક
નશ્વર આમમનુષ્ય કૃષ્ણને મહાનાયકનો દરજ્જો મળે છે.તેમનાં વાહન ગરૂડ પર સવાર થઇને
સ્વર્ગમાં જાયછે. પૃથ્વીનાં પાતાળમાં ચાલવું જોઇએ તેવું અસૂરોસાથેનું ધમાસણ યુધ્ધ
આસમાને આંબી રહે છે, કારણકે નરકને વરદાન હતું કે જ્યાં શુધી તે પોતાની માતાપર
પ્રહાર નહીં કરે ત્યાં સુધી તેનો કોઇ નાશ નહીં કરી શકે.
મૂળ હરિવંશની
આ કથા આન્ધ્ર પ્રદેશમાં વધારે લોકપ્રચલિત છે.વ્રુંદાવનની ગોપીઓસાથે શૃંગારવાળા
કાનુડાને બદલે સત્યભામા અને રૂકિમણિના પતિ એવા દ્વારિકાધીશ કૃષ્ણ ત્યાં વધારે
લોકપ્રિય છે.પોતાના પતિને યુધ્ધમાં આવૃત થયેલ જોવામાટે સત્યભામા પણ ગરૂડપર સવાર
થઇને સાથે ગયાં છે. તે કૃષ્ણનું યુધ્ધ જોઇ
રહ્યાં હતાં તેવામાં નરકનું શસ્ત્ર તેમને વાગી જાય છે. ગુસ્સે થયેલ સત્યભામા તે
શસ્ત્ર નરકપર પાછું ફેંકે છે અને આમ નરકનો તત્કાળ નાશ થયો.
આમ અજાણ્યે જ
સત્યભામા દુર્ગાનું રૂપ ધારણ કરી લે છે.આપણે જાણીએ જ છીએ કે તેઓ લક્ષ્મીનું એક
સ્વરૂપ છે,
એ રીતે તે નરકનાં માતા ભૂ-દેવીનું પણ એક રૂપ
થયાં.માતા-પૂત્રના આ યુધ્ધપરથી મનુષ્યજાતને એ બોધપાઠ મળે છે કે આપણી પોષક ધરતીપર
માલિકીભાવ ન રાખવો.ધરતી પ્રેમાળ મા જરૂર છે, પરંતુ તે શાંત,સાદી ગૃહિણિ માત્ર તો નથી જ.
આ દિવસની
યાદમાં દક્ષિણ ભારતમાં લોકો નરકનાં સ્વરૂપ તરીકે કડવાં ફળનો ભોગ ચડાવે છે અને
સિંદુર મિશ્રિત તેલ શરીરે લગાડીને પછી સ્નાન કરે છે. તેલ થાકેલા સ્નાયુઓને આરામ
આપે છે તો સિંદુર રક્તપાતની યાદ અપાવે છે. કોઇકોઇવાર પત્નીઓ તેમના પતિને નવડાવે
છે. ત્યારે તેઓ મનમાં મશ્કરી કરી લેતી હોય છે કે લડ્યા ભલે કૃષ્ણપણ અસૂરનાશનો યશ
તો સત્યભામા લઇ ગયાં.
n 'સ્પીકીંગ ટ્રી'માં ૧૬-૧૦-૨૦૧૧ના રોજ પ્રસિધ્ધ થયેલ.
n ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો