ઈન્ટરનેટ પર મર્ફીના નિયમનાં અન્ય સ્વરૂપો શોધવા બેસો તો
તમને એક પણ વાર નિરાશ નહીં થવું પડે, કેમકે દરેક વખતે કંઇ ને કંઇ નવા જ સંદર્ભ સાથેનું સ્વરૂપ
મળી આવશે. એટલે આપણે હાલ પુરતી મર્ફીના નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપોની ચર્ચાનો
અંત કરવા માટે તેનાં અન્ય ૧૩ સ્વરૂપોની જ નોંધ લઈએ તો પણ કૃષ્ણનાં વિરાટ દર્શનની
જેમ બાકી બધાં જ સ્વરૂપો એક યા બીજા અર્થમાં આ ૧૪ સ્વરૂપોમાં સમાઈ જાય.
મર્ફીનો પહેલો નિયમ : 'જે કંઈ અવળું પડી શકવાનું છે તે થશે.
મર્ફીનો બીજો નિયમ : દેખાતું હોય તેટલું સહેલું કંઈ પણ હોતું નથી.
મર્ફીનો ત્રીજો નિયમ : ધાર્યું હોય તેના કરતાં દરેક કામ વધારે જ સમય
લે છે.
મર્ફીનો ચોથો નિયમ : જો બહુ બધી બાબતો અવળી પડવાની સંભાવના હોય તો, જે સૌથી વધારે નુકસાન કરી શકે તેમ હોય તે જ અવળી
પડશે.
પેટાનિયમ: અવળું પડવાનો જ્યારે સૌથી વધારે ખરાબ સમય હશે
ત્યારે જ અવળું પડશે.
મર્ફીનો પાંચમો નિયમ : જે કંઇ કોઈ જ રીતે અવળું પડી શકે તેમ ન હોય તે
કોઈ પણ રીતે અવળું તો પડશે.
મર્ફીનો છઠ્ઠો નિયમ : જો તમને એમ લાગે કે
કોઇ પ્રક્રિયા ચાર રીતે અવળી પડે તેમ છે અને તમે તે દરેકનું નિવારણ પર કરી રાખશો, તો પાંચમી, અણધારી, રીત અચાનક જ આવી પડશે.
મર્ફીનો સાતમો નિયમ : જો પરિસ્થિતિઓને
તેમના હાલ પર છોડી દેવામાં આવે તો, છે તેના કરતાં વધારે બગડશે.
મર્ફીનો આઠમો નિયમ : જો બધું બરાબર ચાલી રહેલું જણાય, તો તમે કંઇક જરૂર ચુકી ગયા છો.
મર્ફીનો અગીયારમો નિયમ : કોઈ પણ મુર્ખો ભુલ ન કરી શકે એવું કંઈ પણ
બનાવવું અશક્ય છે કેમકે મુર્ખાઓ બહુ ચાલાક હોય છે.
મર્ફીનો બારમો નિયમ : જ્યારે કંઈ પણ કરવા
ધારો, ત્યારે કંઈક બીજું જ
પહેલાં કરવું પડશે.
મર્ફીનો તેરમો નિયમ : દરેક ઉપાય નવી સમસ્યા પેદા કરે છે.
મર્ફીનો ચૌદમો નિયમ : જો પોતાની મેળે કંઇ અવળું ન થાય, તો કોઈ તેને અવળું કરી નાખશે.
મૂળ નિયમનાં આ બધાં સ્વરૂપો મર્ફીના નિયમના
સ્ટીવાર્ટના પેટાનિયમની જ હામી ભરે છે:
મર્ફીનો નિયમ મોડો તો જ પડે કે અચોક્કસ સમય સુધી મુલતવી પણ
તો જ રહે, જો આ ઢીલનાં પરિણામે
પછીથી થતું નુકસાન ઘણું જ વધારે નુકસાનકારક હોય.
એટલે, આપણે તો એ આશા સાથે જ વીરમીએ કે
મર્ફીનો નિયમનો સાક્ષાત્કાર થવાનો જ હોય તો વિના વિલંબે થાય અને જે કંઈ નુકસાન થાય
તે આપણે ખમી શકીએ તેટલું હોય.……………… પરંતુ મર્ફીનો નિયમ એ આશા ફળીભૂત થવા દેશે ખરો?
બસ, રાહ જોઈએ અને પછી તો, પડશે તેવા દેવાશે…__________________
મર્ફીનો
નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો'ના, આ બ્લૉગ પર , અલગ અલગ પ્રકાશિત થયેલ
લેખોને એક જ જગ્યાએ સંકલિત સ્વરૂપમાં, હાયપર લિંક પર ક્લિક
કરીને, વાંચી / ડાઉનલોડ કરી શકાશે.
ફ્લોરેન્ટિનના નિયમો નિરાશાવાદ (મર્ફીના નિયમની નિપજ)અને
આશાવાદ (પીટરના નિયમોની નિપજ)નું મિશ્રણ છે જેમાં રમૂજની પણ હાજરી રહે છે.
એટલે કે,
મર્ફીનો નિયમ
“જે કંઈ ખોટું થવાનું છે
તે તો થઈને જ રહેશે.’
અને
પીટરનો નિયમ
‘જે કંઈ ખોટું થવાનું છે
તેને સુધારી લો.'
ભળીને
ફ્લોરેન્ટિનનો નિયમ બને ત્યારે
તે બને છે
‘જે કંઈ ખોટું થઈ શકે છે
તે બીજાં પર ઢોળી દ્યો.'
મૂળે વિરોધાભાસી હોવાને કારણે ફ્લોરેન્ટિનના નિયમો મર્ફીના નિયમ અને પીટરના
નિયમનું મિશ્રણ કરીને ખાસ પ્રકારે આડે પાટે ચડાવે છે, સુધારે છે, સામાન્યીકરણ કરે છે, વિરોધોક્તિઓ કરે છે, વક્રોક્ત સ્વરૂપ કરે છે. તેજ રીતે રૂઢપ્રયોગો, કહેવતો, જાણીતાં વિચારકથનો, બહુ ચવાઈ ગયેલ રૂઢ કથનો, (ભૌતિકશાસ્ત્ર, ગણિત કે દર્શનશાસ્ત્ર વગેરેનાં) વૈજ્ઞાનિક પરિણામોના એ જ પ્રકારનાં મિશ્રણો
છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકબોલી, જાહેરાતો, સાહિત્ય કે જાણીતાં
વ્યક્તવ્યોમાંના વિરાધાભાસી વિચારોની સરખામણી છે.[1]
જેમનાં નામથી ફ્લોરેન્ટિન નિયમ ઓળખાય છે તે ફ્લોરેન્ટિન સ્મરાન્ડાચેની બીજી
મોટી ઓળખ ન્યુટ્રોસોફી (તટસ્થતાનું શાણપણ)[વિવાદશાસ્ત્રનું સામાન્યીકરણ]ના સ્થાપક
અને છેક ૧૯૯૫થી ન્યુટ્રોસોફિક સેટ, તર્ક, સંભાવના અને આંકડાશાસ્ત્રનાં ક્ષેત્રમાં તેના
સંદર્ભનાં સંશોધનોના સંદર્ભમાં કરવામાં આવે છે.[2]ન્યુટ્રોસોફી એ દર્શનશાસ્ત્રની નવી શાખા છે જે
તટસ્થતાનાં મૂળ, પ્રકાર અને વ્યાપનોતેમજવિવિધ વૈચારિક માત્રાવિસ્તાર વચ્ચેની ક્રિયાપ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે.
શબ્દવ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર ન્યુટ્રોસોફી એ તટસ્થ (ફ્રેંચમાંneutre, લેટિનમાં neuter)અને (ગ્રીક Sophia) કૌશલ્ય / શાણપણ – એટલે કે તટસ્થ વિચારોનું જ્ઞાનનું શાસ્ત્ર - છે. આ
શબ્દપ્રયોગ પ્રયોજ્યો પણ ફ્લોરેન્ટિન સ્મરાન્ડાચેએ જ છે.
તત્ત્વતઃ આ સિદ્ધાંત દરેક વિચારબીજ/ વલણ <A>ની સાથે સાથે જ તેનું વિરૂદ્ધાર્થ કે નકારાત્મક <antiA> અને તેની વચ્ચે તેમના
તટસ્થતાના સમગ્ર વિસ્તાર (એટલે કે <A> અથવા <neutA>ને સમર્થન ન આપતાં
વિચારબીજ કે વલણ) ને વિચારણા માટે લે છે. <neutA> અને <antiA>
મળીને જે વિચારબીજ ઉદ્ભવે
તેમને <nonA> કહે છે. ન્યુટ્રોસોફીના
સિદ્ધાંત અનુસાર દરેક વિચારબીજ <A>ને<antiA>અને <nonA>
તટસ્થ કરવાનું અને
સંતુલિત કરવાનું વલણ ધરાવે છે અને એ રીતે એક પ્રકારની સમતુલાની સ્થિતિ પેદા કરે
છે.[3]
ન્યુટ્રોસોફીના સિદ્ધાંત અને શબ્દપ્રયોગોની તડખડમાં ગયા સિવાય સરળ શબ્દોમાં એમ
કહી શકાય કે ફોલોરેન્ટનના નિયમો મર્ફીના નિયમો જેવા નિરાશાવાદી કે પીટરના નિયમો
જેવા આશાવાદી જણાવાને બદલે એક ભાગમાં થોડા નિરાશાવાદી અને થોડા આશાવાદી હોવાની
સાથે, ન્યુટ્રોસોફીના તર્કને અનુસરીને બીજા ભાગમાં થોડા
તટસ્થ (સંદિગ્ધાર્થક) જણાય.
પીટરના નિયમો પોતાના
વ્યાવસાયિક જીવનમાં જ્યારે તે બરાબરના આવી ભરાણા હોય એ સમયનીસમસ્યાઓ અને તકોમાંથી પીટર
ડિઆમાન્ડીસ[1]ને મળી આવેલા - સ્ફુરેલાં નિયમો,
કે રૂઢપ્રયોગ સમાણાં
સૂત્રો છે.
પીટર ડિઆમાન્ડીસ એક
બહુખ્યાત ઉદ્યોગસાહસિક અને સફળ લેખક હોવાની સાથે એક પ્રભાવશાળી વક્તા પણ છે. તેમણે સ્થાપેલી અનેક કંપનીઓ પૈકી સૌથી વધારે જાણીતી
કંપની X Prize Foundation છે જે સ્પેસ ફ્લાઈટ,ઓછાં ખર્ચાળ, મોબાઈલ તબીબી સાધનો,કે
સમુદ્રમાં ઢોળાયેલ ક્રુડ તેલની સફાઈ જેવા પડકારોનાં ઉપાયો ખોળી શકે તેવી શોધો માટેની સ્પર્ધાઓ માટેનાં ઈનામો યોજે છે. તેઓ કુદકે ને ભુસકે વિકસતી ટેક્નોલોજિઓ પરવિવિધ અભ્યાસક્રમો ચલાવતી સિંગ્યુલારિટી
યુનિવર્સિટીના અધ્યક્ષ પણ છે. તેમનાં The
Exponential Mindset Trilogyનાં ત્રણ
પુસ્તકો- Abundance: The Future Is Better Than You
Think[2], Bold: How to Go Big, Create Wealth, and
Impact the World[3]. અને
The
Future is Faster Than You Think[4]બેસ્ટસેલર રહી
ચુકેલાં છે.
પીટરના મુળ નિયમ
તરીકે ખ્યાત મુળ નિયમ -જે કંઈ ખોટું થઈ શકે તેમ છે તેને સુધારી લો -નો ઉદ્ભવ ' મર્ફીના નિયમની ઐસી તૈસી!'ના ભાવથી થયો હતો. તેમનો આ નિયમ પછીથી તેમણે જે કંઈ
સર્જ્યું,
ક્યાંકથી લીધું કે જે મેળવ્યું તેને સુધાર્યું તે બધાંની
પાછળનું હાર્દ બની ગયું અને તેમને,' ભવિષ્ય ભાખવાનો સૌથી સારો રસ્તો છે ભવિષ્ય જાતે જ ઘડવું.!', વિચારબીજના ચુસ્ત સમર્થક બનાવી દીધા.
'સામે જો કોઇ
પડકાર ન હોય તો ઊભો કરો' વિચારબીજના પણ તેઓ જબરા સમર્થક છે. બ્રિટિશ મેડીકલ જર્નલના
એક અભ્યાસમાંથી નીકળેલ તારણ મુજબ ૫૫ વર્ષની ઉમરે નિવૃત્તિ લેનાર કરતાં ૬૫ વર્ષની
વયે નિવૃત્તિ લેનાર વધારે લાંબું જીવે છે. પીટર ડીઆમાન્ડીસ આના પરથી એવું તારણ
કાઢે છે કે જ્યારે આપણી સગવડનાં ક્ષેત્રની સીમાઓને ઓળંગીને જ્યારે બહાર નીકળીએ છીએ
ત્યારે જ સંપોષિત ઈષ્ટતમ કાર્યસિધ્ધિ મેળવતાં રહી શકીએછે.
સામાન્ય રીતે આપણેને
એવું જ શીખવાવામાં આવતું હોય છે કે જ્યારે બે વિકલ્પની પસંદગીનો સવાલ આવે ત્યારે એ
બેમાંથી કયો એક પસંદ શી રીતે કરવો. સ્ટીવ જૉબ્સ, એલન મસ્ક કે રિચાર્ડ બ્રોન્સન જેવાં અનેક ઉદાહરણો છે કે જો
યથોચિત રીતે અનેકવિધ વિક્લ્પો સાથે કામ લેવામાં આવે તો વિવિધ વિચારબીજને અરસપરસ
ફલિત કરી,
વિચારોનાં (કે સંસાધનોનાં કે સંપર્કોનાં) જાળને ફેલાવીને
પ્રબળ વેગ પેદા કરી શકાય છે, અલગ
અલગ ભાગોનો સરવાળો મૂળ કરતાં વધી જઈ શકે છે. માટે બે વિકલ્પ વચ્ચે
પસંદગી કરવાની આવે તો બન્નેને પસંદ કરી લો.
નિષ્ણાત આપણને જણાવે કે અમુક વસ્તુ આપણે ચોક્કસપણે કેમ ન
(જ) કરી શકીએ. કોઈ પણ બાબતના નિષ્ણાતને
કોઈ પણ કામ કરી શકવાના સાર-અસારનો ચોક્કસ ખ્યાલ હોય. પરંતુ જ્યારે નિપુણતા
અતિજ્ઞાનનાં સ્તરે પહોંચી જાય ત્યારે (કદાચ) તેમને એમ જ લાગે સામમેનાં માણસ માટે આ
કામ કરવું મુશ્કેલ હશે, એટલે તે એ કામ કેમ (શી રીતે) કરી શકાય એ સમજાવવામાં પોતાની નિષ્ણાત ક્ષમતાને કામે લગાડવાને બદલે
(તમારાથી) આ કામ નહીં જ થાય એની જ ધુન આલાપ્યા કરશે.
આ સંદર્ભે બે વિચાર-કથનો યાદ રાખવા જેવાં છે -
“નાટ્યાત્મક
શોધ જાહેર થતાં પહેલાંના દિવસે તે વિચારબીજ પાગલપનનો તુક્કો કહેવાતો હોય છે. - SpaceShipOne
માટે XPRIZE.પરનું $૧૦ મિલિયનનું ઈનામ જીતનાર બર્ટ રૂટન
આપણામાં પણ 'પ્હો
ફાટતાં પહેલાંનું અંધારૂં' એવું કહેવાય જ છે !
હેન્રી ફોર્ડનું, તેમના કર્મચારીઓ વિશે, કહેવું છે કે : “મારો કોઈ કર્મચારી 'નિષ્ણાત' નથી. બહુ કમનસીબ બાબત છે કે અમે જાણી શક્યા છીએ કે પોતાને
જેવો કોઈનિષ્ણાત માનવા લાગે એટલે તેને
વિદાય કરવો સારો કેમ કે જેને પોતાનું કામ ખરેખર બરાબર ખબર છે તે પોતાને કદી
નિષ્ણાત નહીં ગણે. જેને પોતાનાં કામની જાણ છે તેને ખબર છે કે હજુ કેટલું બધું
કરવાનું છે. તે પણ સતત આગળ ધપે છે એટલે પોતે કામમાં કાર્યકુશળ છે તે વિચારવાનો પણ
સમય જ તેની પાસે નથી. સતત આગળનું વિચારતાં રહેવાનું, વધારેને વધારે કરતા
રહેવાનું વિચાર્યા કરવાનું, મનને કાયમ એ સ્થિતિમાં રાખે છે જ્યારે તે સંન્નિષ્ઠપણે એમ
માને છે કે કંઈ જ અશક્ય નથી. પણ જેવું કોઈ 'નિષ્ણાત' મનોસ્થિતિમાં પ્રવેશ્યું એટલે મનને અસંખ્ય અશક્યતાઓ જ
દેખાવા લાગે છે.”
++
પીટરના નિયમો :
સાતત્યપૂર્ણ અને જોમવંતા મનનું હાર્દ ચિંતન
(લગભગ જુલાઈ ૨૦૧૧)
૧. જે કંઈ ખોટું થઈ શકે
તેમ છે તેને સુધારી લો !!… મર્ફીના નિયમની ઐસી તૈસી!
૨. બે વિકલ્પ વચ્ચે પસંદગી
કરવાની આવે તો બન્નેને પસંદ કરી લો!!
૩. અનેકવિધ પરિયોજનો
અનેકવિધ સફળતાઓ લાવે છે.
૪. ઊંચેથી શરૂ કરો અને
આગળની તરફ ધપો.
૫. પુસ્તકમાં કહ્યું છે
તેમ જ કરો … બશર્તે તેના લેખક તમે હો !
૬. સમાધાન કરવાનૂં આવે તો, હજુ વધારે માગો.
૭. જો તે કરવા જેવુ જ હોય, તો પછી તેને હમણાં જ કરવું રહે.
૮. જો તમે જીતી શકો તેમ ન
હો તો, નિયમો જ બદલી નાખો.
૯. જો તમે નિયમો ન બદલી
શકો, તો તેમને અવગણો.
૧૦. ઉત્ક્રૂષ્ટતા વૈકલ્પિક
નથી.
૧૧. સામે જો કોઇ પડકાર ન
હોય તો ઊભો કરો.
૧૨. “ના” એટલે તો સીધું જ
એક સ્તર ઊંચેથી ફરીથી શરૂ કરવું.
૧૩1
જ્યારે દોડી શકાય તેમ હોય ત્યારે ચાલો નહીં.
૧૪. નિયમાનુસાર ચાલતી
તંત્રવ્યવસ્થાને પ્રમાણિક દૃષ્ટિકોણથી પડકારવી પડે, મુર્ખામી માટે ધીરજ
રાખવી પડે, અને જરૂર પડે ત્યારે જડમૂળથી ઉખેડી ફેંકવી પડે.
૧૫. જ્યારે અસમંજસમાં હો
ત્યારે : વિચારો !
૧૬. ધીરજ સારો ગુણ છે, પણ સફળતા ન મળે ત્યાં સુધી ખંતથી વળગી રહેવું એ તો વરદાન
છે.
૧૭. ચીચુડાટ કરતું પૈડું
બદલી કાઢવામાં આવતું હોય છે.
૧૮. જેટલી ઝડપ રાખશો તેટલો
સમય ધીમો ચાલશે અને તમે એટલું લાંબું જીવશો.
૧૯. ભવિષ્ય ભાખવાનો સૌથી
સારો રસ્તો છે ભવિષ્ય જાતે જ ઘડવું.!