લેબલ What's Next? સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ What's Next? સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 1 મે, 2026

સાર્વભૌમ કાર્યસૂચિ - દબાણ હેઠળનાં અમલીકરણને બદલે સ્વેચ્છાપૂર્વકનો અમલ

 

ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! - તિજોરીનો નિયમ - વ્યક્તિગત ચઢિયાતાપણાનીસ્થાપત્યશૈલી કંડારવીપર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના બીજા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

આપણી રોજબરોજની દુનિયામાં આપણે મોટા ભાગે 'એ તો કરવું જ પડે' જેવાં અનેક "દબાણ હેઠળ" બધી પ્રવૃતિઓ કરતાં રહેતાં રહીએ છીએ. આપણે ખરાબ દેખાવાના કે પાછળ પડી જવાના ડરથી કાર્યક્રમોમાં હાજરી આપીએ છીએ, મહત્વની કામગીરીઓનાં લક્ષ્યાંકોનાં સૂચકો (KPIs) પૂરાં કરીએ છીએ અને અનેક સામાજિક જવાબદારીઓનું વહન કરીએ છીએ.

આપણે દાવો કરતાં રહી છીએ કે આપણી પાસે મોટાં, વ્યૂહાત્મક, પગલાં માટે "સમય નથી" કારણ કે આપણું દૈનિક સમય પત્રક નાનાં નાનાં, ફરજિયાત લેવાનાં હોય એવી પ્રવૃતિઓથી ભરેલું છે. આ એક ભાડૂઆતની માનસિકતાને છાજે એવું સમયપત્રક છે - એક એવું જીવન જ્યાં તમારું ધ્યાન બાહ્ય અપેક્ષાઓ અને સામાજિક કોલાહલ પર કેન્દ્રિત છે.

સાર્વભૌમ સ્થપતિ જાણે છે કે "સમય ક્યાં છે" એ એક પ્રણાલીગત જૂઠાણું છે.

જ્યારે આપણે કહીએ છીએ કે આપણી પાસે સમય નથી, ત્યારે આપણે ખરેખર સ્વીકારીએ છીએ કે આપણે સમય ક્યાં વાપરીએ છીએ તે જોઈ શકતા નથી.

આપણે પ્રાથમિકતાઓ જોઈ શકતા નથી, આપણે આપની ક્રિયા-પ્રક્રિયાઓ અસર જોઈ શકતા નથી, અને આપણે નેતૃત્વ કરવાની તક જોઈ શકતા નથી. ઉચ્ચ-નિર્ધાર પ્રેરિત પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થા બનાવવા માટે, આપણે બહાનાઓને દૂર કરવાં જોઈશે અને આપણી પસંદગીની શક્તિથી કાર્ય કરવું જોઈએ.

અમલીકરણનું બંધારણશાસ્ત્ર 

અમલીકરણથી દૂર રહેવું એ એક નિષ્ક્રિય સ્થિતિ છે જે આપણી ચયાપચય ઊર્જાને ખાલી કરી નાખે છે:

·      સામાજિક મહોરું: આપણે પડોશીઓના સંબંધીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપીએ છીએ અથવા તેમના ડિજિટલ સંદેશાઓ પર કલાકો બગાડીએ છીએ કારણ કે આપણા વિશે બીજાં શું માનશે આપણને એ વાતનો ડર  છે. આપણે બાહ્ય પરિબળો દ્વારા "ધકેલાતાં" રહીએ છીએ. 

·      KPIનું છટકું: આપણે પરિણામ ને બદલે, આપણને અપાયેલી "સૂચના" અને "જે કામનો હિસાબ લેવાશે" પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે અગ્રણીની ભૂમિકામાં આવવા માટે પહેલાં ધક્કો વાગે તેની રાહ જોઈએ છીએ.

·      બહાનાંઓની દોરવણીઓની તાકાત: "હું ખૂબ વ્યસ્ત છું" એ પ્રતિકાર માટેનું પ્રિય શસ્ત્ર છે. તે વાસ્તવિકતા જેવું લાગે છે, પરંતુ તે સામાન્ય રીતે નબળા સ્વ-સંગઠન અને "ના" કહેવાની અસમર્થતા માટે માત્ર એક મહોરું છે.

પસંદગીનું શસ્ત્ર

આપણી પસંદગીઓની બાબતે આપણું સાર્વભૌમત્વ એ આપણી પસંદગીઓને પ્રણાલીગત વિકાસ માટેનાં શસ્ત્રોમાં ફેરવવાની આદત છે.

૧. પહેલાં આપણી જાતને દોરી જઈએ: જો આપણે નેતૃત્વની ભૂમિકામાં હોઈએ, તો આપણું એકમાત્ર કર્તવ્ય નેતૃત્વ પુરું પાડવાનું છે. કોઈપણ બહાનું જે તમને ઉચ્ચ-કક્ષાના પરિણામોથી દૂર રાખે છે તે વ્યય છે. પસંદગી કરવી એ સમયની મર્યાદાઓ કે સામાજિક દબાણ છતાં પણ પોતાને (પોતે નિશ્ચિત કરેલ દિશામાં) દોરી જવાનો નિર્ણય છે.

૨. વ્યૂહાત્મક "ના": એક સ્થપતિ જાણે છે કે બિનમહત્વપૂર્ણ કામ / સુઝાવને "ના" કેવી રીતે કહેવી જેથી તે મહત્વપૂર્ણ કાર્યને ઉચ્ચ-નિષ્ઠાથી "હા" કહી શકે. ખોટી જગ્યાએ હાજરી પુરાવવી એ યથોચિત ઉદ્દેશ્ય સિદ્ધિ પરનો કર છે.

૩. 'હવે પછી' પર માલિકી: પસંદગીનો નિર્ણય એ અનિશ્ચિત "આગળ શું છે" સામે આપણું વલણ છે. જ્યારે અન્ય લોકો શું કરવું તે કહેવાવાની રાહ જોતાં હોય ત્યારે આપણે કરેલી પસંદગી ઇરાદાપૂર્વકની ઇચ્છા છે જે આપણને ધ્યેય તરફ આગળ વધતા રાખે છે, .

રૂપરેખા: કાર્યસૂચિનું ઑડિટ

કાર્ય આયોજન અને અમલીકરણ તરફનો સંધિકાળ પોતાની પસંદગી દ્વારા સંચાલિત થઈ રહ્યો છે તેની ખાતરી કરવા માટે, કાર્યસૂચિની રૂપરેખા (Agenda Protocol) લાગુ કરો:

૧. (બિનમહત્વની બાબતોની) "અમલીકરણ"માંથી છટણી

આવતા અઠવાડિયાના આપણા સમયપત્રક પર નજર કરીએ. કમસે કમ એવી ત્રણ વસ્તુઓને ઓળખી કાઢીએ જે ફક્ત "ફરજીયાત" અથવા ખરાબ દેખાવાના ડરથી છે. તેમને રદ કરીએ. એમ કરવાથી જે સમય-શક્તિ-(શારીરિક - માનસિક) ઉર્જા બચે તેને "બ્લુપ્રિન્ટ" અથવા "સિગ્નલ્સ" ન્યૂઝલેટર માટે વાળીએ.

૨. "ન પળાયેલાં વચન" ને અલગ કરીએ

 "સમય નથી" નો અર્થ ઘણીવાર એ થાય છે કે આપણે એવું વચન આપ્યું હતું જે આપણે જાણતા હતા કે પાળી નહીં શકાય. આજે જ આવું એક માથે લીધેલું 'વચન’ ખોળી કાઢીએ. ભૂલ સ્વીકારીએ; કાર્યના અમલ માટેની સમયરેખા વિશે ફરીથી વાટાઘાટો કરીએ; અને નહીં તો છેલ્લે , એવાં કાર્યને સંપૂર્ણપણે નકારી કાઢીએ. એક નનૈયો સો બહાનાંમાંથી બચાવે છે. કડવી લાગતી સ્પષ્ટતા વિલંબ સ્વરૂપે થતી નિષ્ફળતા કરતાં મીઠી પરવડી શકે છે.

3. "સાર્વભૌમ પસંદગી" ની આદત પાડીએ

આગામી મીટિંગ અથવા પ્રોજેક્ટના તબક્કામાં, આપણી જાતને પૂછીએ: "મારા પર દબાણ છે માટે હું અહીં છું; કે મેં મારા લક્ષ્યોને આગળ વધારવા માટે આ માર્ગ પસંદ કર્યો છે?"  જો દબાણ હોય તો તેનો પ્રતિકાર કરીએ.  આપણી "પસંદગી"ને રજૂ કરીએ. અને તે શક્ય ન હોય તો વિનયપૂર્વક એ કામમાંથી થોડો સમય માગી લઇએ. તમારું ધ્યાન અમલીકરણ પર કેન્દ્રિત રહે તે વધારે મહત્વનું છે.

#DhandheKaFunda: જો નેતૃત્વની ભુમિકા અદા કરવા માટે બાહ્ય દબાણની જરૂર પડતી હોય, તો આપણે 'અગ્રણી' કહેવડાવવા પાત્ર નથી; આપણે 'મુસાફર' છીએ. ફરજિયાત અમલીકરણ ભાડેદારો માટે છે; સ્વૈચ્છિક પરંદગી માલિકો માટે છે. આપણા આડૉશી પડોશીઓને અને આપણા KPI ને આપણું સમયપત્રક લખવા દેવાનું બંધ કરીએ. આપણી પસંદગી પર આપણો પ્રભાવ ફરીથી મેળવીએ, તેને તીક્ષ્ણ હથિયાર બનાવીએ. એક એવી કાર્યસૂચિ બનાવીએ જે આપણૉ આગવો મુદ્રાલેખ બની રહે. સમય એ એકમાત્ર સંસાધન છે જે આપણે પાછું ખરીદી શકતા નથી - તેને એક સાર્વભૌમ વ્યક્તિ તરીકે ખર્ચ કરીએ.

શુક્રવાર, 3 એપ્રિલ, 2026

તિજોરીનો નિયમઃ વ્યક્તિગત ચઢિયાતાપણાની સ્થાપત્યશૈલી કંડારવી

 ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! પર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના પહેલા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

I. સાર્વભૌમ ચોકઠું

   સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

તમારી પાસે શું છે તે તમે કઈ સ્થિતિમાં છો કે કયાં પદ પર છો તેનાથી નક્કી નથી થતું. તે તો તમે  કયાં પ્રભાવક્ષેત્રમાં છો તેના પરથી નક્કી થાય છે.

તમારી ખરૂં સાર્વભૌમત્વ તમારી સામેના મંચ પરનાં તમારા "ચોકઠાં" ને સુધારી શકવાની તમારી ક્ષમતા છે. તમને ડર અથવા જીવનરસમાંથી થતા ક્ષયની બહાર નીકળવાની ફરજ પડે એ સમયે તમારાં સાર્વભૌમત્વની સીમા આવે છે.

જ્યારે આપણે આપણી કંપનીના ચાલક બળને દુબઈ જેવા ઇષ્ટતમ કર ધરાવતાં, ખુબ પ્રવૃતિમય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત "પૈસા બચાવતાં" નથી. આપણે આપણા જીવનરસના સંગમની યુતિને કેન્દ્રિત કરતી અવસ્થામાં, સ્થિતિગત સ્તરે, પદોન્નિત કરી રહ્યાં છીએ. પરંપરાગત અમલદારશાહીના ઘર્ષણને દૂર કરીને, આપણે પોતાને મૌનનો વૈભવ બક્ષીએ છીએ. "ભાડે આપનાર"ને  સ્થાનમાં ફેરફાર દેખાય છે; "આર્કિટેક્ટ"ને પ્રણાલીગત લાભમાં કાયમી વધારો દેખાય છે.

II. માળખાકીય કવચ તરીકે વ્યૂહાત્મક સમાનુભૂતિ

સાર્વભૌમ સ્થિતિ માટે સૌથી મોટું જોખમ માનવી માનવી વચ્ચેની વાટાઘાટોમાં સંભવિત ઉચ્ચસ્તરીય ઘર્ષણમાટેની સરહદ વચેનું ક્ષેત્ર છે. મોટાભાગના વ્યાવસાયિકો બીજાં લોકો પાસેથી માન્યતા - "ભાડે આપનારની સંમતિ"-  મેળવવાની લ્હ્યાયમાં પોતાની સ્વાયત્તતા ગુમાવે છે.

નિષ્ણાત ઘડવૈયો અલગ રીતે કામ કરે છે. આપણે વણપાક્યાં સત્યનો ઉપયોગ રક્ષણાત્મક આશ્રય કવચ તરીકે કરીએ છીએ.

છુપાઈ રહેલી પ્રેરણાઓને અને "ઓરડામાંના હાથીઓ (જેના વિશે લોકો વાત કરવા માગતા નથી એવી કોઈ દેખીતી સમસ્યા અથવા મુશ્કેલ પરિસ્થિતિ)" ને અલગ, કોઈ જ પ્રકારની અસમંજસતા વિનાની સ્પષ્ટતા દ્વારા સમજવાથી, અને સ્વીકારવાથી, આપણે ઘર્ષણ હાઈ વૉલ્ટેજ કક્ષાએ પહોંચે તે પહેલાં જ તેને દૂર કરીએ છીએ.

આપણે મંજૂરી માંગતા નથી; શિષ્ટાચાર સંહિતા સ્પષ્ટ કરીએ છીએ. આપણે સંમતિ શોધતાં નથી; સ્પષ્ટતા શોધીએ છીએ. આ "મુશ્કેલ કરવું" નથી - તે સહભાવપૂર્ણ સ્પષ્ટવક્તવ્ય છે. તે એક સ્થિર, સમાધાનકારી માળખું પૂરું પાડવાનું કાર્ય છે જેના વડે વાસ્તવિક મૂલ્યનું ખરેખર ઘડતર થાય છે.

III. તદ્દન અસ્વીકાર્ય સહનશીલતાનો તર્ક

મજબૂત તિજોરી એ જગ્યા છે જ્યાં વ્યાજબી સમન્યાય અને બૌદ્ધિક સંપત્તિને સંસ્થાકીય સ્મૃતિમાં નક્કર સ્વરૂપ આપવામાં આવે છે. આર્કિટેક્ટનું અંતિમ લક્ષ્ય સરવાળા બાદબાકીની રેખાઓ ચીતરવાથી દૂર ખસીને ગુણાકાર પામેલી આકૃતિ તરફ આગળ વધવાનું છે.

જો કોઈ તંત્રને ટકી રહેવા માટે  સતત તમારા  દ્વારા પોષક દ્રવ્યોના હસ્તક્ષેપની જરૂર હોય, તો તે એક કામ છે, મશીન નહીં. તિજોરીનો નિયમ જણાવે છે કે આપણે ફક્ત તે જ બનાવવું જોઈએ જેની પ્રતિકૃતિ બની શકે  - એવો કોડ જે વધારાના ખર્ચ વિના વિસ્તારી શકાય, એવું માધ્યમ જે આપણી સુષુપ્તાવસ્થામાં પણ આપણને કંઈને કંઈ શીખવતું રહે , અને એવી મૂડી જે માનવીય શ્રમને બદલે વ્યૂહાત્મક સમયબદ્ધતા દ્વારા ચક્રવૃદ્ધિ દરે વધે છે.

ખેલની અંતિમ બાજીમાં,  જે સૌથી વધુ ચાલ ચાલે તે વિજેતા  નથી, પરંતુ તે એવી વ્યક્તિ છે જેણે એવી સ્થિતિ નિર્માણ કરી છે જેમાં વિશ્વની દરેક ચાલ પોતાના 'ચોકઠા'નું મૂલ્ય વધારે છે.

શુક્રવાર, 6 માર્ચ, 2026

હવે પછી શું?

ઉત્પલ વૈશ્નવ

થાય છે એવું કે માત્ર માણસને જ કંઈ નવું શીખવા માટે શાળાકૉલેજની જરૂર પડે છે. માનવી સિવાયનાં બધાં પ્રાણીઓ જોઈ જોઈને અને જાતે કરીને શીખે છે. (Think for yourself! હવે પછી)

હમણાં મને એક એવા અનુભવથી શીખવા મળ્યું જે કદાચ કોઈ યુનિવર્સિટીએ શીખવાવાનું  તો ઠીક, પણ આવો વિષય શીખવવા યોગ્ય છે તેવું પણ વિચાર્યું ન હોત. 

વેબ સિરીઝ, House of Cards,નાં મહાન વહીવટકર્તા પાત્ર, ડગ્લાસ 'ડગ' સ્ટૅમ્પર, દ્વારા 'હવે પછી શું?' શીખવા મળ્યું.

પોતા માટે કરેલી નોંધઃ  શીખવું તો જ અર્થપૂર્ણ બને છે જો તેને વ્યવહારમાં અમલમાં મુકવામાં આવે. ઘણાં લોકો નવું શીખે છે, પણ તેનો અમલ નથી કરતાં. ઘણા લોકોને ઘણું બધું કરવું હોય છે, પણ કેમ કરવું તેનું જ્ઞાન્નથી હોતું. આવડત અને અમલનાં મધુર મિલનને શક્ય બનાવવું એ જ મહત્વની કડી છે. કેમ કરવું? / જોઇને કે કરીને? 

બહુ ઉત્કટ અનુભવે મને શીખવાડ્યું કે હવે પછી શું ? સવાલના જવાબમાં જીવનની  દિશા બદલી કાઢવાની અદ્‍ભૂત શક્તિ રહેલી છે.  (What's next? વિશે વધુ વિગતમાં હવે પછી)

👉 નિષ્ફળતામાં ઘેરાયેલો હો તો આ એક સવાલ તમને નવું બળ પ્રેરી શકે છે.

👉 સફળતાનાં વાદળ પર ઊડી રહ્યાં હો તો આ એક સવાલ આપણને જમીન સાથે જોડી રાખી શકે છે. 

👉 અનિર્ણયતાની દશામાં આ એક સવાલ તમારાંમાં નવી પ્રવૃતિનો તણખો પેટાવી શકે છે.

👉 આ એક સવાલ જીવનના પ્રવાહનું વહેણ બદલી નાખી શકે છે.

આ સવાલની વધુ વિશદ ચર્ચા The Momentum Protocol: The Power of “What’s Next?” માં હવે પછી….


હવે પછી શું? યાત્રાના બધા પડાવની એક સાથે મુલાકાત લઈ શકાશે