શુક્રવાર, 6 માર્ચ, 2026

હવે પછી શું?

ઉત્પલ વૈશ્નવ

થાય છે એવું કે માત્ર માણસને જ કંઈ નવું શીખવા માટે શાળાકૉલેજની જરૂર પડે છે. માનવી સિવાયનાં બધાં પ્રાણીઓ જોઈ જોઈને અને જાતે કરીને શીખે છે. (Think for yourself! હવે પછી)

હમણાં મને એક એવા અનુભવથી શીખવા મળ્યું જે કદાચ કોઈ યુનિવર્સિટીએ શીખવાવાનું  તો ઠીક, પણ આવો વિષય શીખવવા યોગ્ય છે તેવું પણ વિચાર્યું ન હોત. 

વેબ સિરીઝHouse of Cards,નાં મહાન વહીવટકર્તા પાત્રડગ્લાસ 'ડગસ્ટૅમ્પરદ્વારા 'હવે પછી શું?' શીખવા મળ્યું.

પોતા માટે કરેલી નોંધઃ  શીખવું તો જ અર્થપૂર્ણ બને છે જો તેને વ્યવહારમાં અમલમાં મુકવામાં આવે. ઘણાં લોકો નવું શીખે છે, પણ તેનો અમલ નથી કરતાં. ઘણા લોકોને ઘણું બધું કરવું હોય છે, પણ કેમ કરવું તેનું જ્ઞાન્નથી હોતું. આવડત અને અમલનાં મધુર મિલનને શક્ય બનાવવું એ જ મહત્વની કડી છે. કેમ કરવું? / જોઇને કે કરીને

બહુ ઉત્કટ અનુભવે મને શીખવાડ્યું કે હવે પછી શું ? સવાલના જવાબમાં જીવનની  દિશા બદલી કાઢવાની અદ્‍ભૂત શક્તિ રહેલી છે.  (What's next? વિશે વધુ વિગતમાં હવે પછી)

👉 નિષ્ફળતામાં ઘેરાયેલો હો તો આ એક સવાલ તમને નવું બળ પ્રેરી શકે છે.

👉 સફળતાનાં વાદળ પર ઊડી રહ્યાં હો તો આ એક સવાલ આપણને જમીન સાથે જોડી રાખી શકે છે. 

👉 અનિર્ણયતાની દશામાં આ એક સવાલ તમારાંમાં નવી પ્રવૃતિનો તણખો પેટાવી શકે છે.

👉 આ એક સવાલ જીવનના પ્રવાહનું વહેણ બદલી નાખી શકે છે.

આ સવાલની વધુ વિશદ ચર્ચા The Momentum Protocol: The Power of “What’s Next?” માં હવે પછી….


અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૬ માર્ચ ૨૦૨૬ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો