બુધવાર, 4 માર્ચ, 2026

મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૫]

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [] થી આગળ


ટ્રિબ્યુન

૮ સપ્ટેમ્બર, ૧૯૪૪

મારી સામે ૨૯ ઓગસ્ટના સ્ટારનો એક બહુ જ ઘૃણાસ્પદ ફોટોગ્રાફ છે, જેમાં  ઓછાં કપડાંં પહેરેલી,મુંડન કરેલા માથાં અને ચહેરા પર સ્વસ્તિક ચિહ્ન દોરેલી, બે મહિલાઓ પેરિસની શેરીઓમાં હસતા દર્શકો વચ્ચે લઈ જવામાં આવી રહી છે. સ્ટાર - એવું નથી કે હું સ્ટાર પર ખાસ ટીકા કરી રહ્યો છું, કારણ કે મોટાભાગનાં અખબારો પણ આવું જ વર્તન કરે છે - આ ફોટોગ્રાફને દેખીતી રીતે સ્વીકૃતી આપીને ફરીથી રજૂ કરે છે.

હું ફ્રેન્ચ લોકોને આ પ્રકારની કૃત્ય કરવા બદલ દોષી ઠેરવતો નથી. તેઓએ ચાર વર્ષ સુધી દુઃખ સહન કર્યું છે, અને હું થોડે કલ્પના કરી શકું છું કે તેઓ સહયોગીઓ પ્રત્યે કેવું અનુભવે છે. પરંતુ જ્યારે આ દેશના અખબારો તેમના વાચકોને સમજાવવાનો પ્રયાસ કરે છે કે સ્ત્રીઓના માથાં મુંડન કરવા એ એક સારી બાબત છે ત્યારે તે અલગ બાબત છે. આ સ્ટાર ફોટોગ્રાફ જોતાં જ મને વિચાર આવ્યો, 'મેં આવું કંઈક પહેલાં ક્યાં જોયું છે?' પછી મને યાદ આવ્યું. લગભગ દસ વર્ષ પહેલાં, જ્યારે નાઝી શાસન તેની પ્રગતિમાં દાખલ થઈ રહ્યું હતું, ત્યારે બ્રિટિશ પ્રેસમાં જર્મન શહેરોની શેરીઓમાં અપમાનિત યહૂદીઓને લઈ જવામાં આવતા આ જ પ્રકારનાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં - પરંતુ એટલો ફરક હતો કે, તે વખતે આપણે તેમને મંજૂરી આપશું એવી અપેક્ષા નહોતી.

તાજેતરમાં જ એક અન્ય અખબારે ખાર્કોવમાં રશિયનો દ્વારા ફાંસી આપવામાં આવેલા જર્મનોના લટકતા મૃતદેહોના ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા હતા, અને તેના વાચકોને ખાસ જાણ કરી હતી કે આ ફાંસીનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે અને જનતા ટૂંક સમયમાં નવા થિયેટરોમાં તેમને જોઈ શકશે. (મને સવાલ થાય છે, શું બાળકોને પ્રવેશ અપવામાં આવ્યો હશે?)

નીત્શેની એક કહેવત છે જે મેં પહેલા ટાંકી છે, પરંતુ જે ફરીથી ટાંકવા યોગ્ય છે:

જે ડ્રેગન સામે ખૂબ લાંબો સમય લડે છે તે પોતે ડ્રેગન બની જાય છે;
અને જો તમે ખૂબ લાંબો સમય પાતાળમાં જોયા કરશો, તો પાતાળ તમારામાં જોશે.

આ સંદર્ભમાં 'ખૂબ લાંબા સમય' નો અર્થ કદાચ 'ડ્રેગનને માર્યા પછી' તરીકે લેવો જોઈએ.

                                    +                 +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો