આહા, પણ તે
ઉંદર નથી; તે છછુંદર છે. ઉંદરો ખરાબ છે. છછુદરો ઘણી સૌમ્ય
હોય છે. મારો ભત્રીજો તો ભારપૂર્વક કહે છે કે હોશિયાર ગણેશ આકર્ષક મૂશિકા પર સવારી
કરે છે. પરંતુ, હકીકત એ છે કે, કોઈને
ખાતરી નથી કે મૂશિકા શું છે. વિદ્વાનો અને સામાન્ય લોકો અસ્પષ્ટ સંસ્કૃત ગ્રંથોનો
ઉલ્લેખ કરીને તેના વિશે, ઉંદર. છછુંદર. કદાચ ઘૂસ પણ એવાં નામો પ્રયોજીને અટક્યા વગર દલીલો કરી શકે છે. ખેર! મૂળભૂત
રીતે જીણા દાંતથી કરડી ખાનાર વર્ગનું પ્રાણી હોવાથી તે જીવાત, કે ગોડાઉનો માટે અભિશાપ, ખેડૂતનો દુશ્મન, ગટરનો રહેવાસી છે. ઉંદરો અશુભ છે. તેને આપણે કોઈ હિસાબે આપણા ઘરમાં ઇચ્છતાં
નથી.
ગણેશ મંગળ-મૂર્તિ છે, શુભનું મૂર્ત સ્વરૂપ. તો પછી તેમની સાથે ઉંદર જેવું અશુભ પ્રાણી કેમ છે?
તેમાં શું સંદેશ હશે?
મૂશિકા એવી જીવાતનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણા જીવનમાં
ત્રાસરૂપ છે. તે એટલી નાની છે કે તે શોધી શકાતી નથી,
અને આપણને હેરાન કર્યા કરે છે.
તે (તે કરેલાં
ખર્ચનું એવું) બિલ છે જે બોસ ક્યારેય મંજૂર નથી કરવાના. એવો
ખીલ જે દૂર થવાનું નામ નથી લેતો. તે એવો પાડોશી છે જે હંમેશા તમારા દરવાજાની
સામે જ પોતાનો કચરો નાખી જાય છે. તે ટપકતા પાણીનો નળ છે જેને કોઈ પ્લમ્બર ઠીક કરી
શકતો નથી. તે ચાવીઓનો એવો ઝૂડો છે જે તમને ઘરની બહાર નીકળતી વખતે જ મળતો નથી;
કોર્ટમાં તે કેસ જે વર્ષોથી ખસતો નથી. આપણા જીવનમાં એ એવું ઝીણા
દાંતવાળુ પ્રાણી છે, જે આપણી સુખાકારીની ભાવનાને કરડી ખાતાં
રહેવા છતાં ધરાતું નથી.
કલ્પના કરો કે કોઈ એવી વ્યક્તિ છે જે ઉંદર જેવી, આપણા જીવનમાં હેરાન કરતી રહેતી, સમસ્યાઓથી છુટકારો અપાવે છે. હિન્દુઓ માટે, તે
વ્યક્તિ ગણેશ છે. ગણેશના વિશાળ પેટની આસપાસ, ખેડૂતનો મિત્ર,
સર્પ છે. તે ઊંદરોને ખાઈ જાય છે,
અને તે રીતે ઉંદરની ચોરીને નિયંત્રિત કરીને પાકનું રક્ષણ કરે છે.
ગણેશની કૃપાથી, સમસ્યાઓ અદૃશ્ય થઈ જાય છે અને સમૃદ્ધિ અને
શક્તિ દેખાય છે. તમે કલ્પના કરી શકો છો કે ગણેશ ઉંદર/છછુંદર/ઘૂસ જેવી હરકોઈ
સમસ્યાને તેની પૂંછડીથી પકડીને, ખેંચીને દૂર લઈ જાય છે,
તેના પર સવારી કરે છે, જેથી તે આપણને વધુ
પરેશાન ન કરી શકે. કોઈ આશ્ચર્ય નથી કે ગણેશ એક લોકપ્રિય દેવ છે. આપણા અસ્તિત્વને
ત્રાસ આપતા ઉંદરોને દૂર કરનાર, અવરોધો દૂર કરનાર, આડચોને દૂર કરનાર. વિઘ્ન-હર્તા છે.
ઉંદરો ફળદ્રુપતાના પણ પ્રતીકો છે કારણ કે તેઓ ઝડપી વસતી
વધારો કરનારા છે. ગણેશ હંમેશા ફળદ્રુપતાના પ્રતીકો સાથે સંકળાયેલા છે. ઉદાહરણ
તરીકે, દુર્વા ઘાસ, જે ઉખડી
ગયા પછી પણ વધતું રહે છે. જો દુર્વા ફળદ્રુપતાનું વનસ્પતિ-પ્રતીક છે, તો ઉંદર પ્રજનનનું પ્રાણી-પ્રતીક છે. ચીન અને જાપાનમાં, ઉંદરો ફળદ્રુપતા, સંતાનો અને સમૃદ્ધિ સાથે સંકળાયેલા
છે. ઉંદરો પણ અણનમ, અવિરત રહે છે, અનાજ
મેળવવા માટે કોઈપણ અવરોધને તોડી નાખી શકે છે. તેઓ લોભ અને લાલચનું પણ પ્રતીક છે.
તેઓ અવિરત સંઘરાખોર છે. આમ, ઉંદરોનું ફળદ્રુપતા/અવિરતતાની
ક્ષમતા જેવું સકારાત્મક પાસું છે અને ચોરી/પ્લેગ જેવું એક નકારાત્મક પાસું પણ છે.
ગણેશજી મૂષિકા પર બિરાજમાન હોવાથી, ફક્ત સકારાત્મક પાસાઓ જ
ભક્તો સુધી પહોંચે છે જ્યારે નકારાત્મક પાસાઓ દૂર રહે છે.
ગણેશજીની છબી સમૃદ્ધિ, શક્તિ અને શુભની ભાવના જગાડી શકે છે જેના માટે ફળદ્રુપતા મહત્વપૂર્ણ છે
પરંતુ તેમની મૂષિકા આપણને આત્મસંતુષ્ટ ન થઈ જવાની યાદ અપાવે છે: ઉંદર, આપણી સંપત્તિમાં ફળદ્રુપ અને અવિરત ફાળો આપી શકે છે. પરંતુ તે આપણાં
નીતિશાસ્ત્ર, આપણી નૈતિકતા, આપણા
મૂલ્યો, આપણા દેખીતી રીતે સંપૂર્ણ જીવનના પાયામાં શાંતિથી
અને ગુપ્ત રીતે ઝંપલાવવા પણ સક્ષમ છે.
- સ્પિકીંગટ્રી. ઈનમાં ૨ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Ganesha, The God Who Rides Rats નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૧
માર્ચ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો