મંગળવાર, 8 મે, 2012

દાનવ પિતા - દેવદત્ત પટ્ટનાઇક

નની દેવી, લક્ષ્મીના ત્રણ પિતા છે. એક છે વરૂણ,સમુદ્રના દેવ,જે વિશ્વને મીઠું, માછલી અને પાણી પૂરૂં પાડે છે. તેથી લક્ષ્મીને સાગર-પૂત્રી તરીકે ઓળખવામાં આવે છે.બીજા છે પૌલોમન,પાતાળના અસુર રાજા, જેઓ બધાં પાતાળપર આધિપત્ય ભોગવે છે, અને ત્યાં જ પૃથ્વીની પ્રાથમિક સંપત્તિ સમાયેલ છે. તેથી લક્ષ્મી પૌલોમી કે પાતાળનિવાસીની તરીકે પણ ઓળખાય છે.અને ત્રીજા છે ભૃગુ, જે ભવિષ્ય ભાખી શકે છે, અને તેથી પ્રારબ્ધને આવતું જોઇ શકે છે.તેથી લક્ષ્મી ભાર્ગવી પણ કહેવાય છે.

વરૂણ લક્ષ્મીને છૂટ્થી, કોઇ જ મનદુઃખ વગર,આપે છે, અને તેથી તેને વિપુલતાનું વરદાન છે.પુલોમન લક્ષ્મીને આપવામાં ખેંચમતાણ કરે છે અને લક્ષ્મીને પોતાની પત્ની, સચિ, બનાવવા ઇચ્છતા દેવો જોડે લડાઇઓ કરે છે. ભૃગુ તો ભાગ્યે જ પોતાનાં રહસ્યો બીજાં સાથે વહેંચે છે અને બહુ જ પસંદગીપૂર્વક પોતાની પૂત્રીથી અલગ થાય છે.અને તેથી જ મોટા ભાગના મનુષ્યોમાટે વરૂણ ઉદાર દેવ છે, તો પુલોમન અસુર અને ભૃગુ અસુરોના ગુરૂ છે.

આપણે ઉત્પન્ન કરેલ સંપત્તિ તે આપણી પૂત્રી સમાન છે.તે આપણા બટવામાં સ્થાન મેળવે છે.પરંતુ તેનું મૂલ્ય તે તેમાંથી બહાર નીકળે છે ત્યારે જ થાય છે. આ કન્યાદાન સમાન છે.સંપત્તિથી વિમુખ ન થવું, તેનો સંગ્રહ કરવો તે મોટો અપરાધ ગણાતો હતો.માટે જ ધનનો સંગ્રહ કરનાર યક્ષની ગણત્રી એવા દૈત્ય તરીકે થાય છે જેમના સાથે તેમના સાવકા ભાઇઓ, રાક્ષસો હંમેશાં તેમના પર એ રીતે હુમલાઓ કર્યે રાખે છે અને કનડ્યા કરે છે, જે રીતે દેવો અને અસુરોની હંમેશ લડાઇ ચાલ્યા જ કરી હોય છે.

આ કથાઓ દ્વારા સંપત્તિની વેંચણીનું મહાત્મ્ય - એવી રીતે ફરતી રાખવી કે જેથી તેનું મૂલ્ય વધે- સમજાવાયું છે. આ વિચારસરણી સંપત્તિનાં સર્જનને બૃહદ સમાજને , અને તે રીતે તો આખરે માનવીને,ઉપકારક ગણાવે છે.

જમશેદની શહેરમાં છ બૅકરી હતી.દરેક બૅકરીનો દરરોજનો વકરો આશરે બે લાખ રૂપિયા હશે.જો કે જમશેદને વકરાની બહુ તમા નહોતી,"જેમ હું વધારે બૅકરીઓ ઊભી કરૂં તેમ તેમ વધારે ને વધારે છોકરા છોકરીઓને કામ મળે અને વધારે અને વધારે લોકોને મારી બ્રૅડ અને કૅક ખાવા મળે.તેમાં જ ખરો આનંદ રહેલો છે."

ફિરોઝ પણ બૅકરીના જ વ્યવસાયમાં છે. તેની બે બૅકરી છે.પણ તેને નવી બૅકરી ઊભી કરવામાં રસ નથી.તેનું કહેવું છેઃ"આ બહું મગજમારી છે.વેપારીઓ બહુ ઉધારી નથી આપતા, તો બીજી બાજૂએ કર્મચારીઓ યુનિયન બનાવવાની ધમકીઓ આપ્યે રાખે છે.કરવેરાઓ વધતા જ જાય છે. ગ્રાહકોને મારી બ્રૅડની સરખામણીમાં જમશેદની બ્રૅડ વધારે પસંદ છે.તે બહુ મુશ્કેલ હરીફ છે. આ બધાંને કારણે હુ માંડ માંડ થોડો નફો રળી લઉં છું."

સમશેરની પણ બૅકરી છે, જે તેની ગુલાબની પાંખડીઓ જેવી કૅક માટે જાણીતી છે.તેની દુકાને હંમેશાં ભીડ જ લાગેલી હોય.તે પોતાની રૅસિપિ કોઇને કહેતો નથી અને ખીરૂં પણ જાતે જ બનાવે છે.પોતાનાં રહ્સ્યો બીજાં સાથે વેંચવા ન પડે તે માટૅ કરીને તે પોતાનો ધંધો વિકસાવતો નથી.તે પોતાની વિષિષ્ટતા અને તેના કારણે બહોળા નફાથી ખુશ છે.

જમશેદ વરૂણ જેવો છે જે તેના પૈસાનો ઉપયોગ તેના કર્મચારીઓનાં શ્રેય માટે અને પોતાના ગ્રાહકોને ખુશ રાખવામાં વાપરે છે,જેનું તેને વળતર પણ મળી રહે છે.ફિરોઝ પુલોમન જેવો છે,જે તેના પૈસાની બાબતમાં એટલો વધારે પડતો ચોક્કસ છે કે તેના કર્મચારીઓ અને ગ્રાહકોને પણ તે ખૂંચે છે.સમશેર ભૃગુ જેવો છે, જેનાં ગ્રાહકલક્ષી રહસ્યોથી તેની સફળતા બરકરાર છે.

દરેક પોતપોતાની રીતે સંપત્તિ તો પેદા કરે છે જ, જમશેદની સંપત્તિનો લાભ ઘણાં લોકોને મળે છે, તેના દ્વારા ઘણાંને આજીવિકા મળે છે અને બેકારી ઘટે છે અને આમ સમગ્ર સમાજને લાભ મળે છે.જ્યારે ફિરોઝ અને સમશેરની સંપત્તિથી માત્ર તેમને જ ફાયદો થાય છે.તેઓ ધનવાન બને છે. પરંતુ જ્યારે બાકીની આખી દુનિયા ગરીબી અને બેકારીથી ત્રસ્ત હોય ત્યારે એકલદોકલ ધનવાન સતત બીજાંઓના તિરસ્કારના ભયમાં જીવે છે.આ લાંબા ગાળે હાનિકારક છે.આપણે અન્ય સમાજની દ્રષ્ટિએ 'દાનવ' બની જતા હોઇએ છીએ.

  • મૂળ લેખ Demon Father કૉર્પૉરૅટ ડૉઝીયર,   ,માં જાન્યુઆરી ૦૬, ૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો