ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013

શબ્દોનો ખેલઃ કોઇ પણબણ નહીં! - રીચ વેલીન્સ

આજથી દસેક વર્ષ પહેલાં, મેં આ શબ્દપ્રયોગ પહેલી વાર સાંભળ્યો હતો :  જરૂરી નથી કે હું તમારી સાથે અસહમત થાઉં". વેચાણને લગતી એક પરિસ્થિતિ વિશે શું કરવું તેની ચર્ચા દરમ્યાન એક સહયોગીએ આ શબ્દપ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ કરનાર એ પહેલી જ વ્યક્તિ હશે કે કેમ તે તો હું કહી શકું તેમ નથી, પરંતુ એટલું જરૂર કહી શકાય કે મેં આ ૯ અક્ષરોની આ પ્રકારની  ગોઠવણીનો પ્રયોગ તે પછી, કંઈ કેટલી, ડઝનેક વાર સાંભળ્યો હશે.
સામાન્ય રીતે આ શબ્દપ્રયોગ સમયે એની પાછળ એક બહુ જ વપરાતો શબ્દ જોડાતો હોય છે. હા, તમે ઠીક પારખ્યું: અનુસરણ કરતો એ શબ્દ "પણ" છે. મને એ શબ્દ બીલકુલ પસંદ નથી. તેને બદલે તે વ્યક્તિ 'તમારી વાત જરાયે સંબંધ્ધ નથી' એમ સીધું જ કહી દે તે મને ગમશે. આજના નવપરિવર્તનનાં મહત્વવાળા સમયમાં, અગ્રણીઓએ તેમનાં સાથીદારોની વાત બહુ ધ્યાનપૂર્વક સાંભળવી, અને તેમના વિચારોને સકારાત્મકપણે આગળ ધપાવવા, એ બહુ જરૂરી બની રહ્યું છે. 
મારા તરફથી, આ બાબતે હું ચાર નૂસ્ખા આપની સાથે વહેંચીશ:
૧. બીજાં જે કહે તેને ધ્યાનથી સાંભળો. હા, સમજવા માટે સાંભળજો, સામી દલીલ કરવા નહીં. મને ખુદને તો યાદ પણ નથી કે હું કેટલી વાર સામેની વ્યક્તિની વાત હજૂ  કદાચ અરધે પણ નહીં પહોંચી હોય અને હું તેમાં વચ્ચે કૂદી પડવા તૈયાર થઇ બેઠો હઇશ.
૨. બીજાના વિચારોની પુષ્ટિ કરો. આ બહુ જ સરળ રીતે છે જે જાદુઇ અસર કરતી જોવા મળે છે.બીજાના વિચારને ટેકો પણ આપો અને તેને વધારે સુદૃઢ કરો. જેમકે : માધવી, આપણાં મુખપત્રમાં આપણી સંશોધન અને વિકાસની પરિયોજનાઓ પર એક સ-રસ લેખ કરવાની વાત મને બહુ ગમી. હું તને એમાં એક વધારાનું સૂચન કરૂં? આપણી ટીમનો ફૉટોગ્રાફ અને મહ્ત્વની એકાદ પરિયોજના વિશે એ ટીમનાં સભ્યની મુલાકાતની વિડીયો ક્લિપ પણ સાથે મુકજે ને."
૩. બીજી થોડી મુશ્કેલ, પણ અસરકારક રીત છે, એ વિચાર કે અભિપ્રાય વિશે થોડા સવાલો પૂછવા, કે જેથી તે વિશે વધારે સારી સ્પષ્ટતા થાય, કે એ વિચારની બીજી બાજૂઓ પણ રજૂ થઇ શકે. કેટલાક બૉસ આ બાબત એટલા નિપુણ હોય છે કે આ રીતે તેઓ તેમના સહયોગીના પ્રસ્તાવની નબળી બાજૂઓને બખુબી બતાવી પણ આપે અને તેમ છતાં તે સહયોગીને જરા પણ ખરાબ ન લાગ્યું હોય, બલ્કે, તેને આ કચાશ ધ્યાન પર આવી જવા બદલ કૃતજ્ઞતાની લાગણી થઇ હોય. અને, એ કચાશોપર પહેલેથી જ કામ કરી લેવાથી પરિયોજનામાં સફળતા મળે એ તો વળી લટકામાં.
૪. અને આ બધાં છતાં જો તમે અસહમત જ થતાં હો, તો બહુ સલુકાઇથી અસહમતિ પ્રગટ થવા દો. અસહમતિમાટેનાં કારણો પણ બહુ સ્પષ્ટ્પણે રજૂ કરો, અને જો શક્ય હોય તો આ બાબતે તમારી પાસે કોઇ ઉપાય ધ્યાનમાં દેખાતો હોય તો તે પણ જરૂરથી રજૂ કરો.
"જરૂરી નથી કે હું અસહમત થાઉં'નો વપરાશ, બને એટલો, ટાળો.

v  ડૅન મૅક્કાર્થીના બ્લોગ ગ્રેટ લીડરશીપ પર  સપ્ટેમ્બર ૫, ૨૦૧૩ના રોજ  પ્રકાશીત થયેલ  મહેમાન લેખ - Playing with Words: No More Buts!

રીચ વેલીન્સ, પીએચ. ડી,Development Dimensions International (DDI) ના પ્રવર ઉપ પ્રમુખ છે. તેઓ નેતૃત્વ વિકાસ,કર્મચારીઓની વચનબધ્ધતા અને પ્રતિભા સંચાલન જેવા વિષયના નિષ્ણાત છે. નાં નવાં ઉત્પાદનો અને સેવાઓના પ્રારભ તેમનું કાર્યક્ષેત્ર છે. તેઓ  DDI નાં Center for Applied Behavioral Research (CABER)[પ્રયોજિત આચરણ સંશોધન કેન્ન્દ્ર],તેની મહ્ત્વની સંશોધન પરિયોજનાઓ અને DDI ની વૈશ્વિક માર્કેટીંગ વ્યૂહરચનાઓના અમલનું નેતૃત્વ કરે છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ઓક્ટોબર ૧૦, ૨૦૧૩