પુરાણો અનુસાર
વિષ્ણુ પૃથ્વીની જાળવણી કરે છે. તેઓ દુનિયાના વ્યવહારોમાં ભાગ લે છે અને
લોકોને એવાં વિશ્વ તરફ દોરે છે જેમાં તેઓને સંપત્તિનાં દેવી લક્ષ્મી માટે લગાવ
હોય. વિષ્ણુની આસપાસ ઘણાં પ્રતિક ચિહ્નો જોવા મળે છે જેમાં વિશ્વ માટે આથિક રીતે
પોષાણક્ષમ અને લાંબા ગાળે ટકાઊ વાતાવરણ ઘડનારાંઓને તેમનાં કામ માટે જરૂરી એવું
માર્ગદર્શન મળી શકે છે.
પહેલું પ્રતિક ચિહ્ન છે તેમના કપાળ પરનું તિલક. તે ખરી
રીતે તો ઊપર તરફ જતી ઊભી સીધી રેખા છે. બીજું ચિહ્ન છે તેમના જમણા હાથમાંનું ચક્ર.
અને ત્રીજું પ્રતિક છે શંખ.
પહેલું પ્રતિક, તિલક, સ્પષ્ટ દિશા
નિર્દેશ કરે છે. તેની ગતિ ઉપર તરફની છે જે જીવનનો હેતુ આગળ વધવાનો હોવો જોઈએ તેમ સૂચવે છે. અગ્રણી પાસે વૃદ્ધિ માટેની સ્પષ્ટ દિશા હોવી
હોઈએ. રેખા કોઈ ચોક્કસ કામ કે પરિયોજના દર્શાવે છે જેમાં વૃદ્ધિના હેતુ માટે ચોક્કસ દિશા નિશ્ચિત હોય. આપણાં કામો અને
જીવનમાં આવી અનેક રેખાઓ જોવા મળે છે. જેમ કે. ડૉ, મિત્રએ નિર્ણય લઈ લીધો હતો કે બેંકને ટકાવી રાખવા માટે તેણે નવી પેઢીનાં
ગ્રાહકોને પોતા તરફ વાળવાં પડશે. નવી પેઢીને કાગળ પર અધારિત તત્રવ્યવસ્થાને બદલે
નવી ટેક્નૉલોજી પરની તંત્રવ્યવસ્થા વધારે મફક રહેતી જણાય છે. એટલે બેંકે પણ કાગળોના તુમારને તિલાંજલિ દેવી
રહી. આ આખી પરિયોજના ત્રણ વર્ષમાં અમલ કરવાનું પણ નક્કી થયું.એ માટે ઘણા વિરોધ
વચ્ચેથી નવપરિવર્તનનો માર્ગ કંડારવો જરૂરી બની રહેવાનું હતું.
બીજું પ્રતિક છે ચક્ર. જ્યારે રેખા પોતાની જાતને
લંબાવ્યા કરે છે ત્યારે તે એક વર્તુળનો આકાર ધારણ કરે છે. આમ અગ્રણીને હવે જોઈ
શકવા લાગે છે કે સીધા વિકાસ તરફ આગળ વધતી સમસ્યાનો અંજામ એક ઉપાયમાં પરિણમે છે. એ
ઉપાય પોતે પણ એક નવો કોયડો બનીને સામે આવી શકે છે, જેનું પણ સમધાન કરવું રહેશે. આમ આપણે સમસ્યાઓનાં એવાં ચક્કરમાં અટવાઈ જઈ
છીએ જેમાં સમસ્યાની પાછળ સમાધાન, તેની પાછળ
ફરીથી સમસ્યા અને સમાધાન એમ અંત વગર આવ્યા જ કરે છે.સમસ્યા વગરનાં સમાધાન હોઈ શકે
તેમ માનવું એ ભ્રમ છે. જેમ કે ડૉ. મિત્રએ કાગળ આધારિત તંત્રને બદલે ટેક્નોલોજી
આધારિત તંત્ર વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કર્યું ત્યારે તે સમજતા હતા કે હવે આઈટી
વિભાગ એ સતાનું એક નવું કેન્દ્ર બનશે. મુખ્ય માહિતી સંચાલક કે મુખ્ય ટેક્નોલોજી
સંચાલક હવે રોજરોજની કામગીરી સંભાળતી સંચાલન ટીમ માટેની જરૂર પડ્યે ખપમાં લેવાતી
સેવાઓ પૂરા પાડનાર માત્ર નહી બની
રહે. એ લોકો બેંકની મહત્ત્વની નીતિ વિષયક વ્યૂહ રચના ઘડવામાં અને અમલ કરવામાં હવે નિર્ણાયક પરિબળ તરીકે ઉભરી આવશે.
ચક્ર આપણને એમ પણ યાદ કરાવડાવે છે કે બધું જ ગોળ ગોળ જ
ફરતું રહે છે. આજે નવું છે તે કાલે જૂનું બની જશે અને તેની જગ્યાએ કંઈ ફરી નવું
આવશે. આમ કાગળપર અંકિત થતી માહિતી પરથી ચાલતું તંત્ર એક કેન્દ્રસ્થ સર્વરમાંથી કર્મચારી કે
ગ્રાહકનાં ટેબલ પરનાં કામ કરતાં સૉફ્ટ્વેર
પ્રોગ્રામ વડે ચાલતું થયું અને હવે તેને બદલે હવે ટેબ્લેટ્સ કે સ્માર્ટફોનનાં
માધ્યમ વડે કોઈ અન્ય ક્લાઊડ સર્વર સાથે સંકળાયેલ મોબાઈલ ઍપ્સ હાથવગાં સાધનો બની
રહેશે.વાત આટલેથી જ નહીં પતે. થોડાંક વર્ષો, કે હવે તો કદાચ મહિનાઓ કે દિવસોમાં, ફરી એક ચક્ર પૂરું થશે અને તે પછી ફરી બીજું ચક્ર. કંઈ જ સ્થાયી નથી.
શંખ એ સર્પાકાર ભમરિયું વર્તુળ છે જે માનવ મન તરફ અંગુલિનિર્દેશ કરે છે. વર્તુળની જેમ અંત વગર એકની પાછળ જોડાયલ બીજી
પરિયોજનાઓ આપણા જીવનમાં ભરી પડી છે, જે અચૂકપ્ણે ચકકર ચક્કર ફરતી પણ રહે છે. પરિવર્તનના એ દરેક બીજા ક્રમિક
તબક્કે આપણે એ પહેલાના તબક્કાની શરૂઆતમાં હતાં એવાં અને એ જ રહીએ છીએ ખરાં ? એક વાર બની ચૂકેલ ઘટના જેવી જ નવી ઘટના થાય છે ત્યારે આપણે પહેલાં જેમ
પ્રતિભાવ આપીએ છીએ કે કંઇક નવું પણ ઉમેરીએ છીએ ? આપણે આપણા ભૂતકાળના અનુભવોમાંથી વધારે પક્વ, વધારે દક્ષ બની શક્યાં છીએ ? દરેક પરિવર્તનમાંથી આપણે કંઈ પદાર્થપાઠ શીખીને વધારે સજ્જ બનીએ છીએ કે હતાં
તેવાં ને તેવાં જ રહીએ છીએ ?ડૉ. મિત્રને તો
સમજાઈ ચૂક્યું છે કે પરિવર્તનના દરેક તબક્કે કંઈને કંઈ વિરોધ થવાનો, કારણકે તેમણે કરેલ માળખાંકીય ફેરફારોએ લોકોમાં વધારે અસલામતીની ભાવના
જન્માવી છે. એટલે હવે નાટ્યાત્મક ફેરફારો કરવાને બદલે તેમણે ફેરફારો કરવાની ગતિ
ધીમી કરી નાખી છે, જેથી
પરિવર્તનની અસરો રૂપે મોટાં વમળો ન પેદા થાય. તેમનાં જીવનમાં ઘટી ચૂકેલ ચક્રીય પરિવર્તનોની સમસ્યાઓને નવું શીખવાની
તકનાં સ્વરૂપે જોવાથી હવે પછીનાં પરિવર્તનના દરેક તબક્કામાટે તે વધારે સારી રીતે
તૈયાર બની રહેવા લાગ્યા હતા.તે સમજી ચૂક્યા હતા કે નવું શીખવાનું તો છે જ તો ઠોકરો
ખાઈને શા સારૂ શીખવું?
આમ રેખા, વર્તુળ અને પેચદાર સર્પિલ વળાંક સંસ્થાકીય વિચારસરણીનાં ત્રણ સ્વરૂપ તરીકે
જોવા મળે છે. પહેલાંમાં કોઈ એક કામના પ્રારંભ અને અંતના બિંદુઓને સાંકળી લેવામાં
આવે છે.બીજામાં હવે એ સમજ છે કે એક કામનો અંત એ બીજાં કામની શરૂઆત બની રહેવાનું છે
કારણ કે દરેક સમસસ્યાનો ઉપાય હોય છે અને દરેક ઉપાયમાં સમસ્યા અંકિત થયેલી જ હોય
છે. ત્રીજું દરેક પરિયોજનાઓના અનુભવોમાંથી પદાર્થપાઠ શીખવા પ્રેરે છે. આપણી
કારકીર્દીમાં બનતી રહેતી ચક્રીય ઘટનાઓને પરિણામે આપણું શું નવરૂપાંતર થાય છે, આપણે પહેલાં હતાં તેવાં જ છીએ કે આગળ વધ્યાં છીએ તે વિષે વિચાર કરતાં કરે છે,
‘ધ ટાઈમ્સ ઑફ
ઈન્ડિયા' માં એપ્રિલ ૧૮,૨૦૧૪ના રોજ
પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ,
Line, Circle and Spiral: three ways of organizational
thinking , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ
૨૨,
૨૦૧૪ના રોજ Indian Mythology
ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓગસ્ટ ૧૭, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો