બુધવાર, 25 ઑક્ટોબર, 2017

તમારા સંસ્કાર શું છે? - દેવદત્ત પટ્ટનાઈક




  • મૂળભૂતતળ- સંસ્કૃતિ (કક્ષા # ૦) – આ કક્ષા પશુની કક્ષાની સંસ્કૃતિ છે જેમાં પાશવિક સ્વાભાવિક - (પ્રાકૃતિક) વૃત્તિઓ છૂટથી પ્રવૃત્ત રહે છે, જ્યાં બળનું જ જોર ચાલે છે, જ્યાં આધિપત્ય અને સંઘર્ષ ફાલેફૂલે છે અને બધું એક ટોળામાં રહેવામાં અને તે ટોળાં માટેના આહારપાણી અંકે કરવામાં અને તેની સુરક્ષામાં જ સિમિત બની રહે છે. જે સંસ્થાઓમાં નેતૃત્વ પડી ભાંગેલ હોય છે ત્યાં આવી પરિસ્થિતિ પ્રવર્તતી જોવા મળતી હોય છે.
  • સંસ્કૃતિની એ પછીની કક્ષા (કક્ષા # ૧) એ છે જેમાં માનવ-પ્રાણીને નિયમો, ઈનામો અને અકરામો કે માનસમ્માન વડે પાલતુ બનાવી દેવાયું હોય. મોટા ભાગનાં અતિનિયંત્રિત કાર્યસ્થળોએ આ પરિસ્થિતિ જોવા મળશે.
  • સંસ્કૃતિની એ પછીની કક્ષા (કક્ષા # ૨) એ છે જેમાં વ્યક્તિ બધી ભૌતિક ચીજવસ્તુઓ, સુખદુઃખનો ત્યાગ કરી ચૂકે છે કે બધા સંબંધોથી વિરક્ત બની જાય છે. આ સંન્યાસી સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. 
  •  એ પછી આવે છે એવી પરિસ્થિતિ તંત્રવ્યવસસ્થા (કક્ષા # ૩) જ્યાં કોઈ પણ પ્રકારનાં દબાણ વગર જ લોકો પોતાનાં ભાવનાત્મક અને બૌધ્ધિક ભલાં માટે આપોઆપ જ સામેના વિષે સંવેદનશીલ બને.આ એવી સંસ્કૃતિ છે જેમાં બધાંને ખબર છે કે સગાં હોય કે ન હોય, અજાણ્યાં હોય કે સહકર્મી હોય, એવાં કોઈ પણ ઉમરનાં પુરુષ કે સ્ત્રી સાથે કેમ વર્તન કરવું. આ કક્ષાએ પહોંચવું એ દરેક સમાજની આકાંક્ષા હોવી જોઈએ.


  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, What’s your Sanskaar?, નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો