પ્રેમા રઘુનાથ[1]
સજીવ અને નિર્જિવ
અસ્તિત્વોનાં બનેલાં આપણે સૌની વાત કાર્લ સાગન તેમનાં પુસ્તક, 'ધ પેઈલ બ્લ્યુ ડૉટ'[2]માં આ રીતે વિશાદપૂર્વક કહે છેઃ
બહુ દૂર અવકાશમાંથી પૃથ્વીની એક તસવીર
લેવામાં આપણે સફળ થયાં. તે એક ટપકું જ છે. [3]આપણે
તેને આપણું ઘર કહીએ છીએ. આપણે બધાં જ - અત્યાર સુધી વસી ગયેલ પ્રયેક માનવી - એ
ટપકામાં વસીએ છીએ. માનવ જાતના અહંકારની મૂર્ખતાનું દૂરની આ તસવીરથી વધારે સારૂં
દર્શન બીજું કશું હોઈ ન શકે. મૃત્યુ પામેલાં આપણાં પૂર્વજો પ્રત્યે દયા અને
અનુકંપાપૂર્વકની જવાબદારીથી વર્તવાનું અને એ ઝાંખાં વાદળી ટપકાંને જાળવવાનું તે
ભારપૂર્વકનું કથન છે.
દુનિયામાં વ્યક્તિ
પછીનું મહત્વનું એકમ કુટુંબ છે. કુટુંબ
વ્યવસ્થામાં સમયના પ્રવાહ સાથે અનેક ફેરફારો થતા રહ્યા છે. તેમ છતાં, હિંદુ સંસ્કૃતિમાં, ગમે તેટલી નાની વયનાં પરિણિત
યુગલ માટે પણ, ગૃહસ્થાશ્રમનું ખુબ સુસંસ્કૃત અને શિષ્ટ
રહ્યું છે. જોકે આજના અતિ પ્રવાહી, વલોવાતા રહેતા, સમાજમાં જ્યારે વ્યક્તિગત ઉદ્દેશ્યો અને
ઈચ્છાઓનું સામુહિક હિત અને શ્રેય ઉપર પ્રાધાન્ય વધતું જાય છે ત્યારે કુટુંબ
રચનાનાં પહેલાં પગથિયાં તરીકે લગ્નનું સ્થાન મહત્વ ખોઈ રહ્યું છે.
સામાજિક સમન્વયનાં
ઘડતરનાં અનિવાર્ય એકમ તરીકે કુટુંબનું મહત્વ એટલા માટે છે કે વ્યક્તિના તંદુરસ્ત
વિકાસ દ્વારા જ તંદુરસ્ત, બળકટ વૈશ્વિક
વ્યવસ્થા રચાઈ શક્શે અને ટકી શકશે. આ માટે સંબંધોનિં આધ્યાત્મિકરણ એ પહેલું પગલું
છે. અહીં એ સ્પષ્ટ સમજી લેવું જોઈશે કે આધ્યાત્મિક સંબંધો એટલે ધાર્મિક માન્યતાઓ
અને વ્યવહારો પર આધારિત સંબંધો નહીં પણ કોઈ જાતની શેહ, સ્વાર્થ
કે દબાવ વગરનું સભાન જોડાણ.
કુટુંબ એટલે શું?
અલગ અલગ સામાજિક, આર્થિક, ભૌગોલિક કે સાંસ્કૃતિક
પશ્ચાદભૂમિકાઓ હોવા છતાં એક સમાન મૂલ્યોવાળાં પુરુષ અને સ્ત્રીનાં લગ્નબંધનમાં
જોડાવાથી કૌટુંબિક જીવનની શરૂઆત થાય છે. અહીં મૂલ્યોનો અર્થ કોઈ પણ પ્રકારની તડજોડ
કર્યા વિનાની નૈતિક સંહિતા કે વર્તન સંહિતા કરવાનો છે. મૈત્રીમાં પણ આ મૂલ્યનું
મહત્વ છે. મૈત્રીમાં એકથી વધારે વ્યક્તિ સાથે
મિત્રતાનો સંબંધ હોઈ શકે પરંતુ લગ્નવ્યવસ્થામાં એક જ સાથી સાથે ઘનિષ્ઠ દૈહિક (શય્યા)
સંબંધ માન્ય મનાયેલ છે. એક પતિ કે એક પત્ની સિવાયના દૈહિક સંબધને વર્જ્ય ગણાયો છે
અને મોટા ભાગના સમાજોમાં તેવો સંબંધ કાયદાની દૃષ્ટિએ ગુનો ગણાય છે.
હિંદુ
લગ્નવ્યવસ્થાની આ પહેલી આવશ્યકતા છે. તેનું ખાસ કારણ એ છે કે લગ્ન એ માત્ર બે
વ્યક્તિઓનું જોડાણ નથી. તે સામાજિક સંસ્થાને એક એકમ છે. સમાજનાં આ એકમમાં પતિ-પની
ઉપરાંત તેમનાં માતાપિતા, સંતાનો અને અમુ
સંજોગોમાં કુંટુંબનાં અન્ય સભ્યો પણ આવરી લેવાય છે. પોતપોતાનાં પાત્રનું ભૂમિકા
અનુસાર એ દરેકે પોતપોતાની તેમ જ એકબીજા માટેની ચોક્કસ જવાબદારીઓ વહન કરવાની હોય
છે. હિંદુ સંસ્કૃતિમાં કુટુંબ પ્રત્યેનો દૃષ્ટિકોણ સામુહિક હોય છે, જ્યારે પાશાત્ય્વ સંસ્કૃતિમાં એ વ્યક્તિગત કાર્યક્ષેત્ર ગણવામાં આવે છે.
લગ્ન સંબંધ સાથે
સંતાનોનો ઉછેર પણ સાંકળી લેવામાં આવે છે. પહેલાં સમયમાં સંતાનોનો ઉછેર મુખ્યત્વે
માતાની જવાબ્દારી હતી, પણ હવે આજના સમયમાં
પતિ અને પત્ની બન્ને કમાય પણ છે સંતાનોન ઔછેર સહિત કુટુંબ વ્યવ્સ્થાની બીજી
જવાબ્દારીઓ પણ સહભાગે નિભાવે છે. પતિ પત્ની વચ્ચેના સુમેળભર્યા, પ્રેમાળ, જવાબદારીપૂર્વકના સંબંધોની બાળકોનાં માનસિક
બંંધારણની પણ બહુ જ સકારાત્મક અસર પડે છે.
સંતાનોના ઉછેર
ઉપરાંત વડીલોની સારી રીતે સારસંભાળ લેવી એ પણ
ગૃહસ્થાશ્રમની મહત્વની જવાબદારી છે. સમાજમાં આવેલા જુદાં જુદાં કુટુંબો એકબીજાં
સાથે મળીને સમાજની એક મજબુત સાંકળ બને છે. આમ કુંટુંબ સમગ્ર સમાજની એક અતિસૂક્ષ્મ
પ્રતિકૃતિ બની રહે છે.
કુંટુંબનાં માનવ
સમાજમાં સ્થાન, સન્માન અને મહત્વનો સીધો સંબંધ
કુંટુંબ દ્વારા સમાજને, અને સમાજ દ્વારા દેશને કરાતાં યોગદાન
સાથે છે. કુંટુંબની અંદર અને બહારના તેમજ કુંટુંબ કુટુંબ વચ્ચેના અને સમાજ સમાજ
વચ્ચેના સંબંધોનું ભારતની સંસ્કૃતિનાં ઘડતરમાં અનોખું યોગદાન રહેલું છે. સમયની
સાથે ભારતમાં કુટુંબો સંયુક્ત એકમમાંથી ધીમેધીમે વિભક્ત એકમોમાં વહેંચાતાં જવાને
કારણે કુટુંબ વ્યવસ્થાની સ્વમર્યાદાઓ વધતી જતી જોવા મળે છે.
'બીજાં'ને ‘પોતાનાં’ સમજવાં
માનવ સભ્યતાના
સામાજિક વિકાસની સાથે સાથે આર્થિક અને ટૅક્નોલોજિ પ્રેરિત પ્રગતિને કારણે પહેલાંના
સામુહિક સમાજના ઘણા નિયમો, માન્યતાઓ અને પરંપરાઓ
અપ્રસ્તુત બનતાં ગયાં છે. તેમના પાલન માટે જ્યાં ફરજપૂર્વકનો આગ્રહ રાખવામાં આવે
છે ત્યાં ઉગ્ર વિરોધ, અને ક્યાંક ક્યાંક તો કલહ પણ,
હોવા મળે છે. પોતાના અભિપ્રાય માટે વિરોધના રૂપે પોતાના વિચાર કે
વર્તણૂકનાં પ્રદર્શન વખતે તે મુળ મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે. પરંતુ એક
સંસ્થા તરીકે કુટુંબની બાબતમાં ઘણા પરંપરાગત નિયમો, માન્યતાઓ
અને રિવાજોને આજના સમયમાં સુસંગત નથી એમ કહી દેતાં પહેલાં બહુ વિચાર માગી લે છે.
આ પ્રકારની દેખીતી
પ્રવાહી સ્થિતિમાં કંઈક કેડી દેખાય છે. મા
શારદામણી દેવી લોકો સાથેનાં સંબંધોની બાબતે બહુશ્રુત જ્ઞાની હતાં. કોઈ જાતના સવાલ
કર્યા વિના તેઓ બીજામાં 'અન્યપણું' કેવી
સર્ળતાથી સ્વીકારી શકતાં અને એ સંબંધમાંથી શ્રેષ્ઠ તત્વ કેમ બહાર લાવી શકતાં એ
માટે તેમની સાથેની બે તદ્દન ભિન્ન વ્યક્તિઓનાં ઉદાહરણ જોઈએ.
તેમનાં ભાણેજ રાધુ
માનસિક રીતે વિચલિત હતાં. ક્યારેક ક્યારેક તે મા શારદાદેવી પર પણ હાથ ઉપાડી લેતાં.
તો સામે છેડે માર્ગારેટ નોબલ (પછીથી સિસ્ટર નિવેદિતા તરીકે જાણીતાં) ખુબ ભણેલાં, આત્મવિશ્વાસથી ભરપુર એવાં પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જન્મેલ અને
ઉછરેલ સન્નારી હતાં. તેમને પણ જુનવાણી પરંપરાગત વાતવારણમાં ઘડાયેલાં મા શારદાદેવી
બહુ જ સરળતાથી અપનાવી લીધાં હતાં. દરેક પ્રત્યે પ્રેમ હોવો તેનું મા શારદાદેવી
તાદૃશ ઉદાહરણ કહી શકાય.
મા શારદાદેવી બહુ
જ સહજપણે બધાં પ્રત્યે પ્રેમ રાખી શકતાં. એ વિચાર્યા વિનાનું, પોલું, વર્તન નહોતું. રામકૃષ્ણ પરમહંસ
હોય કે મિશનનાં સાદુઓ હોય કે હજારો શ્રદ્ધાળુ ભક્તો હોય, તેમનાં
વર્તનમાં દરેક વ્યક્તિ સાથેના સૌહાર્દપુર્ણ સંબંધની સમજ અછતી નથી રહેતી.
આપણા કોઈ પણ
સ્તરના સંબંધોમાં પવિત્રતા અનેદૈવત્વ લાવવા માટે વિચાર અને મનન એ આધ્યાત્મિકતાનાં
બે બહુ આવશ્યક પાસાંઓ છે. કમનસીબે, આજના
સમયમાં 'આધ્યાત્મિકતા'નો અર્થ બહુ જટિલ
અને રિવાજપ્રધાન ધાર્મિક પ્રણાલીઓ જ કરી લેવામાં આવે
છે. પરંતુ હિંદુ પ્રાચીન પરંપરાઓમાં, કે આજની પાશ્ચાત્ય
સંચાલન પ્રણાલિઓમાં પણ, પ્રેમ, અનુકંપા,સમજ, અને વિચારણા જેવી વાણી, વર્તન
કે વિચાર જેવી બાબતો સમપોષિત, તંદુરસ્ત સંબંધોને પોષવા
માટેનાં પ્રેરક બળ તરીકે સ્વીકારાયેલ છે.
શિક્ષણ અને સંબંધો
બન્ને શબ્દો અર્થ
અને અસર સભર છે.
શિક્ષણ જે કંઈ
અંદર છે, એ આપણને જ્ઞાત છે, તેને
બહાર કાઢી લાવવાનું શીખવે છે. એટલે કેઅપણી અંદર રહેલ ઉત્સુકતા, શિસ્ત અને એકાગ્રતાને વિધિસરનાં શીખવામાં કામે લગાડવાનું સમજાવે છે.
સામાન્યપણે એવું માનવામાં આવે છે કે બાળકનું મન કોરી પાટી છે જેના પર પહેલાં
શિક્ષણ અને પઃઇ અનુભવો તેનાં વ્યક્તિત્વને ઘડનારી છાપ છોડી જાય છે. જોકે સંશોધનોથી
એ ફલિત થઈ ચુક્યું છે કે બાળકને પોતે જે જાણે છે તેને રજૂ કરવા અને દુનિયાની
આંટીઘુંટીમાંથી સમજ અને હિંમતભેર માર્ગ કાઢવા માટે પ્રેમ, વિશ્વાસ,
પ્રેરણા અને ટેકા જેવાં સાધનોની જ જરૂર છે .
માતાપિતાની ભૂમિકા
આજના સમયની જટિલ અને ઝાડપથી બની રહેલી
ઘટનાઓ માતાપિતાને પણ સમજ નથી પડતી. જ્યારે બાળકને માટે તો આસપાસની ઘટનાઓ, અનુભવો સંબંધો વગેરે તો નવું નવું શીખવાની તક છે. બાળક ઘરમાં
જેકંઈ શીખે છે તેના કરતાં ઘરની બહાર ઘણું વધારે - સારૂં કે નરસું - શીખે છે. એટલે
માબાપે ઘણીવાર બાળકને બહાર શીખવા મોકળું મુકી દેવું જોઈએ, અને
એ તકનો લાભ લઈને પોતાનું જ્ઞાન પણ તાજું કરી લેવું જોઈએ અને નવું નવું શીખી લેવું
જોઈએ.
માતાપિતા અને બાળક વચ્ચે દ્વિપક્ષી
સંવાદની ભૂમિકા બનેલી રહેવી જોઈએ. એ માટે બન્ને પક્ષોએ પોતાનાં મન અને મસ્તિષ્કને
ખુલ્લાં રાખવાં જોઈએ. તેમના નિબંધ પેરન્ટીંગ વિથ માઈન્ડફુલ અવેરનેસ[4] (સભાન
જાગરૂકતા માતાપિતાનું વાલીપણું નિભાવવું) માં જોન કૅબટ-ઝિન્ન કહે છે કે, 'કોઈ પણ ક્ષેત્રની જેમ સભાનપણે માતાપિતાની ભૂમિકા નિભાવવી એ એ ખુબજ ફળદાયક
તેમજ પડકારજનક બની શકે છે. સાથે સાથે તે એ કામ માટે પૂર્ણપણે સજ્જ થઈ શઇએ તે માટે આપણને
પોતાને પણ અંદરથી સતત તૈયારી કરવાનો પડકાર પણ કરે છે.' આ અદરથી તૈયારીનું મુશ્કેલ પણ આવશ્યક શિસ્ત આધ્યાત્મિકતાને રચે છે.
બાળક અને શિક્ષક
બહુ સાદી જ સમજ પ્રમાણે તો તમારી સામે
જે કોઈ પણ ઊભું છે તે શિક્ષક છે. પક્ષીઓ, પ્રાણીઓ
વૃક્ષો અને છોડવાઓ, બાળકો - એ બ્ધાં જીવનમાં આપણને કંઈ ને
કંઈ શીખવાડતાં જ રહેતાં હોય છે. એ સદર્ભમાં, આપણે બધાં
વિદ્યાર્થીઓ છીએ.
પરંતુ ઔપચારિક સંદર્ભમાં શિક્ષકની
અમુક ચોક્કસ ભૂમિકાઓ હોય છે. બાળક શાળાએ જવાનું શરૂ કરે ત્યારથી શિક્ષક માબાપનું
સ્થાન લઈ લે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું - પાયાનો તબક્કો[5]ના
દસ્તાવેજમાં બાળકનાં ઘડતર માટે પંચકોશ - અન્નમય કોશ (ખોરાક), પ્રાણાયમ કોશ (શ્વાસોચ્છશ્વાસ - મહત્વની ઉર્જા), મનોમય
કોશ (મન - વિચારશક્તિ), વિજ્ઞાનમય કોશ(બુદ્ધિ) અને આનંદમય
કોશ (આનંદ)- ને આવરી લેવાયેલ છે. આપણે જે આ પાંચ પડનાં બનેલાં છીએ તે દરેકની
કાળજીપૂર્વક જાળવણી અને પોષણ આવશ્યક છે. બાળકની શારિરીક જરૂરિયાતો પુરી થયા પછી
તેઓ પોતાના વિચારો અને પ્રતિક્રિયાઓ પર નિયમન કેળવી શકે તે રીતની તેમની બુદ્ધિ અને
લાગણીઓને વિકસાવવાની જરૂર છે.
https://vkaybansal.medium.com/yogic-science-panchkosha-the-five-layers-of-our-existence-bb5cd26e495e
અહીં શિક્ષકની કઠિન ભૂમિકા આવે છે. તેમણે બાળકોને 'શીખતાં' કરવા ઉપરાંત બાળકમાં વાંચન, લેખન, તર્ક જેવી અનેક બાબતો માટે રૂચિ પેદા કરવાની છે. બાળક બીજાંઓની નકલ કરીને 'શીખે' નહીં પણ પોતાની આગવી પ્રતિભાને ઓળખે અને તેને સક્ષમ કરે અને પોતાનું આગવું વ્યક્તિત્વ નિખારે તે મહત્વનું છે.
કમનસીબે, આજનું શિક્ષણ મોટા પાયે ઉત્પાદન કરતાં કારખાનાં બની ગયાં છે. શિક્ષક અને બાળકો અમુકતમુક કૌશલ્ય ધરાવતાં 'રૉબોટ્સ' બની ગયાં છે. તેમની વિચારશક્તિ કુઠીત બની ગઈ છે. તેમના લેખ, Paying Attention to Our Own Mind and Body,માં ઍલન લૅન્ગર કહે ચે કે, ' આપણે દુનિયાને ૧+૧=૨ જેવી હકીકતોનાં સ્વરૂપે શીખતાં અને જોતાં થઈ ગયાં છીએ. આવાં એક ઈન્દ્રિય 'શીખવા'ના સમયમાં શિક્ષકે બાળકોને અનેકવિધ બાબતોમાં રસ લેતાં, એકથી વધારે ક્ષમતાઓ કેળવતાં અને જીવનની દરે બાબતોને ઉત્સાહથી જોતાં કરવાનાં છે.
- પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Prema Raghunath ના મૂળ અંગ્રેજી લેખ Spiritualising Human Relationships: the Influence of Family and schools નો સંકલિત અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
[1]
પ્રેમા રઘુનાથ રામકૃષ્ણ મિશન શારદા વિદ્યાલય, ચેન્નઈનાં સહાયક સેક્રેટરી છે.
[3] Carl Sagan Unveils the Pale Blue Dot - Voyager on 14 February 1990, was about 6.4 billion kilometres (4 billion miles) away, and approximately 32 degrees above the ecliptic plane, when it captured this portrait of our world.
[4] Mindful Parenting: Perspectives on the Heart of the Matter – Jon and Myla Kabat-Zinn
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો