શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

શ્રી હરેશભાઇ તરફથી 'ચારસો ટકા આનંદ' પુસ્તક મળવાની પહોંચ તેમ જ પ્રાથમિક પ્રતિભાવ

'ચારસો ટકા આનંદ" આજે બપોરે મળ્યું.

પહેલું કામ તેના પર સરસરી નજર ફેરવી જઇ, 'હું શિક્ષક કેમ બન્યો' અને 'નિવૃત્તિ પછી' એ બે પ્રકરણો પ્રાથમિક પ્રતિભાવ આપવા તેમ જ મારી કેટલીક hypothesesની ચકાસણીમાટેનાં પરિમાણો પ્રતિપાદિત કરવામાં મદદની શોધ કરવાના ઉદ્દેશ્યથી 'વાંચી' ગયો.

પહેલી hypothesis હતીઃ હું તમને ઠીકઠીક ઓળખી શક્યો છું. આ બંન્ને પ્રકરણો વાંચ્યા પછીથી score ૫૦ઃ૫૦ કહી શકાય.તમારાં વ્યક્તિત્વની જે બાજુઓથી હું પરિચિત હોવો જોઉં તેમાં મારી 'જાણ'ની બહાર હોય તેવી કોઇ મહત્વની બાજુ જોવા ન મળી તે મારામાટે સંતોષદાયક રહું. જો કે તમારી કેટલીક traitsને નવી દ્રષ્ટિથી જોવાનું જરુર થયું.

મારી બીજી hypothesis - દ્રઢ માનસિક બંધારણવાળી વ્યક્તિઓપર બાહ્ય ઘટનાઓની અસર જે તે બંધારણસાથે સુસંગત હોય તેટલી જ થાય છે -ને પણ ચકાસવાનો આશય પણ હતો. આવું થયું હોય તેમ તો જણાયું, પણ સાથે સાથે formative વર્ષો દરમ્યાન અનુભવાયેલ ઘટનાઓ વ્યક્તિનાં માનસિક બંધારણ પર સીધી તેમજ આડકતરી કેવી કેવી છાપ શ માટે છોડી જાય છે તે સમજવામાટે પણ નવી વિચારદિશા પણ મળી.

Bonusરૂપે, નિવૄત્તિમાં નિજાનંદમાટેની પ્રવૄત્તિ કઈ રીતે આકાર લે છે તેનું સ-રસ આલેખન પણ માણવા મળ્યું.

જીવંત જીવન જીવવામાટે આનંદદાયક શ્રમ પમાડે તેવી શારિરિક અને પૂર્ણરીતે engage રાખે તેવી માનસિક પ્રવૄત્તિઓ જરૂરી છે તેવું ઘણી વાર વાંચ્યું છે. આ બન્ને બાબતે core અનુભવ અને પ્રિય શોખ મહત્વનો ભાગ ભજવે તો સોનામાં સુગંધ ભળે. આવું જો જાણ્યે [consciously] થઇ શકે તો મારી દ્રષ્ટિએ વ્યક્તિનું જીવન સાર્થક થયું ગણાય, પરંતુ જો આવું અજણ્યે [unconsciously] થાય અથવા તો તયું હોય તો વ્યક્તિ ખરેખર નસીબદાર હોય [કે પછી આ કે પૂર્વ જન્મનાં પુણ્ય ફળ્યાં હોય!]

આ બાબતો પર objective ભાવ તેમ જ પ્રતિભાવ પુસ્તકનાં સમજણપુર્વકનાં વાંચન પછીથી.