રવિવાર, 23 ઑક્ટોબર, 2011

મેનેજર અને નાયક વચ્ચેનો તફાવત - સેથ ગૉડીન


મેનેજર તેનો સાથી ગઇકાલની જેમ જ, થોડું વધારે ઝડપી અને થોડું ઓછા ખર્ચથી,કામ કરતો રહે તેમ પ્રયત્નશીલ રહે.
જ્યારે બીજે પક્ષે નાયકને ખબર છે કે તેની સાથી-ટીમની મંઝીલ કઇ છે, પરંતુ એ એમ પણ જાણે છે કે તેમના સમુહ પ્રયાસ વગર એ સફર શક્ય નથી, તેમ જ જેઓને તે દોરવણી પૂરી પાડે રહેલ છે તેઓને કંઇ પણ કરવામાટે યોગ્ય સાધનો પણ જોઇશે.
મેનેજરને જોઇએ સત્તા, જ્યારે નાયક સ્વિકારે જવાબદારી.
આપણને બંન્નેની જરૂર છે. પરંતુ તેમાં ભેળસેળ ન થઇ જાય તેનું ધ્યાન રહેવું જોઇએ.સાથે એ યાદ રાખવું પણ હિતાવહ છે કે નાયક સહેલાઇથી મળતા નથી, તેથી તેમની કિંમત ઉંચી પહોય છે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર ૨૨, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ ગુજરાતીમાં ભાષાંતરણ
મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/the-difference-between-management-and-leadership.html

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો