સોમવાર, 24 ઑક્ટોબર, 2011

ઍટલસ શ્રગ્ગ્ડઃ ઉત્પત્તિ અને ઇતિહાસ - એક નિબંધ ---- પ્રથમ ભાગ

Turtleback Books દ્વારા પ્રકાશિત ૨૦૦૨ની આવૃત્તિનું મુખપૃષ્ઠ
એન રૅન્ડના સહિત્યિક વિકાસમાં ઍટલસ શ્રગ્ગ્ડ
૧૯૬૦-૬૧ની આત્મચરિત્રાત્મક રૂબરૂ મુલાકાત સમયે એન રૅન્ડએ ઍટલસ શ્રગ્ગ્ડની સરખામણી તેમની બીજી નવલકથાઓ સાથે કરી હતી. તેમનું કહેવું હતું કે તે "નિર્વિવાદ, સંપૂર્ણપણે તેમની જીવન-ભાવના છે.  સાહિત્યિક સંદર્ભે તો ખાસ. 'વી ધ લીવીંગ'ને હું સમગ્રતયા મારા પ્રકારનું લેખન નથી માનતી, કારણકે તે ઐતિહાસિક અને પત્રકારત્વને લગતું વધારે છે.  ફાઉન્ટનહેડમને તાત્વિક રીતે રજૂ કરતી હોવા છતાં, તે મારી ધારણા મુજબની નવલકથા નથી, કારણકે તે એક સમગ્ર જીવનકાળની વાત છે. ૧૮ વર્ષમાં ફેલાયેલો તેનો કર્મ-કાળ મને તેની વિરુધ્ધ પ્રેરે છે. એ કથા-વસ્તુમાટે તે જરૂરી છે, પણ મારી આદર્શ નવલકથાની વ્યાખ્યાસાથે તે સુસંગત નથી." ઍટલસ શ્રગ્ગ્ડ એમના "પ્રકારનું વિશ્વ" છે. ખાસ તો એટલા માટે કે  તે "કોઇપણ સંદર્ભે કુદરતી ન હોય તેવાં કથાપોતમાં ઘડાયેલ છે, વળી તે વાસ્તવિક પણ નથી."
જેમાં ચોક્કસ વર્ષોનો ઉલ્લેખ છે અને જેમાં ઇતિહાસનો એક સમયકાળ વણાઇ ગયો છે એવી ફાઉન્ટનહેડની સરખામણીમાં તે "કોઇપણ પ્રકારની પત્રકારત્વની વાસ્તવિકતાથી સંપૂર્ણપણે વિમુખ છે." જે રચનામાં મેં માનવીય તત્વમિમાંસાની અમૂર્ત વિચારણા સિવાય બધું જ મેં રચ્યું હોય તેવી રચનાઓ સાથે મને ગોઠે છે. બીજા શબ્દોમાં કહું તો, કથાવસ્તુ એવું હોવું જોઈએ જે સંભવ હોઈ શકે, પણ તે પછીથી તે આગળ તો એમ જ વધવું જોઈએ જેમ તે થવું જોઈએ, હું તેને જે રીતે બનાવવા ઇચ્છું તેવું. એનો અર્થ એટલો જ કે મને અન્ય લોકોની પસંદગી સાથે બંધાઇ રહેવું પસંદ નથી.સાંસ્કૃતિક મુદ્દાઓની વાત આવે એટલે તે અન્યની પસંદગી બની રહે.જ્યારે મને મારા અમૂર્ત વિચારોની મારી પોતાની દુનિયામાં રહેવું પસંદ છે, એટલે તો મારા ખલનાયકોનો ઓપ પણ હું જ આપું છું.
ઍટલસ શ્રગ્ગ્ડનો ઉદ્ભવ
૩૧ ડીસૅમ્બર, ૧૯૪૨ના રોજ પ્રકાશકને 'ફાઉન્ટન્હેડ'સોંપી. તે  પૂરી કરતાં પહેલાં જ રૅન્ડના "ચિત્તતંત્ર'માં એક નવલકથા જન્મ લઇ ચુકી હતી... જો કે તેને નવલકથાની રૂપરેખા નહીં, પણ કથાબીજ કહી શકાય. આ નવલકથા હું દિમાગથી નહીં પણ દિલથી લખવા માંગતી હતી, એક એવી નવલકથા જેમાં લાગણીઓ કરતાં વિચારો પ્રબળ હોય.બસ, આટલું જ. મારી પાસે નહોતી કોઇ રૂપરેખા કે નહોતાં સાહિત્યિક પારીભાષિક વિચાર અંગેનાં સૂચન. હતું માત્ર કથા-બીજ, જેના ઉપર હું મારી રીતે કામ કરવા માંગતી હતી. ૧૯૪૩ના ઉનાળાના અંત કે તેની આસપાસ,'ફાઉન્ટન્હેડ'ના પ્રકાશન પછીથી તરત જ, એન રૅન્ડનો તેમના મિત્ર સાથે તેમની નવલકથાઓમાંની નૈતિક જીવનદૃષ્ટિવિષે ટેલીફોન-સંવાદ થયો હતો.
તેમના એ મિત્ર કુ.રૅન્ડને તેમની ફીલૉસૉફી બિન-સાહિત્યિક સ્વરૂપમાં લખવામાટે સનજાવી રહ્યા હતા, જેનામાટે તેમને તે સમયે જરા પણ રસ નહોતો. જ્યારે તેમના મિત્રએ ભારપૂર્વક કહ્યું કે આ તેમના વાંચકોની 'જરૂરિયાત" છે અને તેથી તેમની એ 'ફરજ' બની રહે છે ત્યારે રૅન્ડનો જવાબ હતોઃ "ઓહ, તેઓ એવું ઇચ્છે છે? પણ જો હું હડતાળપર હોઉં તો શું થાય? જો દુનિયાની દરેક સર્જક વ્યક્તિ હડતાળ પર ઉતરી જાય તો શું થાય?" તેઓ પોતે જ તેનો જવાબ મિત્રને આપતાં કહે છેઃ "આના પર તો એક સરસ નવલકથા બને." અને બીજા દિવસથી "હડતાળ પર ઉતરી ગયેલું માનસ" તેમની પછીની નવલકથાનું કથા-બીજ બની ગયું.
વિચાર વિકાસ પામે છે
પહેલાં તો, એન રૅન્ડનું માનવું હતું કે 'ઍટલસ શ્રગ્ગ્ડ'એ એક "રાજકીય અને સામાજીક નવલકથા" થશે અને 'ફાઉન્ટનહેડ'ની વ્યક્તિત્વવાદની ફીલૉસૉફીને તેઓ રાજકારણ તેમ જ અર્થકારણમાં લાગુ કરી શકશે.પરંતુ, જેમ જેમ તેઓ આ વિષયપર  વિચારતાં ગયાં તેમ તેમ તેમને જણાયું કે ‘'ફાઉન્ટનહેડ'માં જે કંઇ કહ્યું તેનાથી તો ઘણું વધારે કહેવા જેવું છે.સ્વાર્થ અને વ્યક્તિવાદનો વિચાર આ પ્રકારની ફીલૉસૉફીવાળાં માળખાંની વાત માટે પુરતો નથી.તેનાથી તો ઘણું વધારે કહેવા-સમજાવવાનું રહેશે.
જેવું તેમણે " હડતાળપરઉતરી ગયેલું માનસ"નાં કથા-બીજને નક્કર સ્વરૂપ આપવાનું શરૂ કર્યું કે તરત જ તેમણે મનુષ્યનાં અસ્તિત્વમાં તેની વિચારશક્તિની ચોક્કસ ભૂમિકા શું છે તે પ્રશ્નનો જવાબ શોધવો પડ્યો."મને ત્યારે જ જણાવા લાગ્યું હતું કે આ નવલકથા મારી કલ્પનાની મારધાડની વાત માત્ર નહીં પણ એક બહુ જ મહત્વની અને નવી ફીલૉસૉફીની નવલકથા બની રહેશે.જો કે ત્યારે પણ તેમનો અંદાજ હતો કે આ નવલકથા 'ફાઉન્ટનહેડ' કરતાં ટુંકી થવી જોઇએ.[' ફાઉન્ટનહેડ'ની સરખામણીએ ઍટલસ શ્રગ્ગ્ડ' ૫૫% વધારે લાંબી થઇ છે.]  
વિચારપરની પ્રક્રિયા
પછીથી યાદ કરતાં તેઓ કહે છે કેઃ "ઍટલસ શ્રગ્ગ્ડ કથા-બીજથી શરૂ થયેલ. તે પછીનું પહેલું પગલું હોય વાર્તાનાં સામાન્ય રીતના તાત્વિક વિકાસ માટે શુ શું જરૂરી બનશે કે આ પ્રકારની વાત કહેવામાટે કયા પ્રકારનો નાયક કે અન્ય પાત્રો જોઇશે તે નક્કી કરવાનું, જેથી પછીથી પાત્રો દાર્શનિક મુદ્દાઓ અને વાર્તાના સામાન્ય પ્રવાહમાંથી બહાર આવી શકે. મારી પાસે વિસ્તૃત રૂપરેખા નહોતી, હતું માત્ર કથા-બીજ." [નોંધઃ એન રૅન્ડની કથા-બીજની વ્યાખ્યા એટલે કેન્દ્રવર્તી વિરોધાભાસ કે વાર્તાની 'પરિસ્થિતિ'.]
આમ, મારે એવાં પાત્ર પસંદ કરવાનાં હતાં જે તે પ્રકારની કથાને ભજવી જાણે..... મને કયાં પાત્રો હોવાં જોઇએ તે સાથેની રૂપરેખા તૈયાર કરતાં ઘણો સમય લાગ્યો.ગાલ્ટ અને ડૅગ્ની તો તરત જ ગોઠવાઇ ગયાં હતાં.ગાલ્ટનું પાત્ર હું ક્યારે કલ્પી શકી તે તો મને યાદ નથી.તે તો જાણે હંમેશથી મારી સાથે જ હતું તેવું જણાય છે.જ્યારે મને વાર્તાના કોઇ ભાગની શરૂઆત યાદ ના આવતી હોય, ત્યારે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે તે વિચાર વાર્તાનો એટલો અંતરંગ હિસ્સો હોય કે હું તેને કામથી અલગ ન કરી શકું, તે વિચાર વાર્તાની ગોઠવણી સાથે સાથે જ હોય. હડતાળની વાતની સ્ફુરણાસાથે જ ગાલ્ટ તો જન્મી ચુક્યો હતો, તો તે પછીથી, ‘નાયિકા તરીકે કેવું સ્ત્રીપાત્ર હોવું જોઈએ! એવું ડેગ્નીનું પાત્ર.
પાત્રોની પૃષ્ઠભુમિકા
રૅગ્નર જેનેસજો(લ્ડ): એન રૅન્ડમાટે, રૅગ્નર બદલો લેનાર વ્યક્તિ હતો.'આપણા લાચાર આક્રોશ કે પછી દુષ્ટતાની યાતના સહન કરનાર કે વિરોધ કરનારની લાગણીનું તે પ્રતિક હોઇ શકે.મેં વિચાર્યું કે ઉચ્ચ પ્રકારનાં વ્યક્તિત્વ માટે હિંસાને વ્યવસાય તરીકે પસંદ કરવાનું વ્યાજબી ઠેરવે એવું તે શું હોઇ શકે, તે માટે વ્યાજબી, તાર્કીક આધાર શું હોઇ શકે?" રૅન્ડનો જવાબઃ "પ્રબળ આક્રોષ."રૅગ્નરની બદલો લેનાર ફરિશ્તા તરીકેની ખાસીયત હતીઃ ન્યાય. જેમ ફ્રાંસિસ્કો (દ'અનકોનીય)ની મુખ્ય ખાસીયત હતી - આ દુનિયાના આનંદને માણવો. કોઇની લુંટારા થવાની કે લડાઇખોર થવાની કે શારીરીક હિંસા કરવાની વૃત્તિને હું સારી રીતે સમજી શકું છું. દુષ્ટતાની દાદાગીરી સાંખી લેવા તૈયાર નથી એવી વ્યક્તિ." - તે જ અહી ખરી કડી છે.
ડૅગ્ની ટૅગર્ટ : તેઓ વારંવાર કહેતાં કે ફાઉન્ટનહેડમાં ડૉમીનીક ફ્રાંકૉન પોતાનાં ખરાબ મુડનું એક સ્વરૂપ હતું, તે જ રીતે મારો કાયમનો કંટાળો કે મારી થોડી ઘણી ભૌતિકવાદી વિરોધી લાગણીઓ કે સિધ્ધાંતવાદ વિરૂધ્ધ કર્મઠતા, સભાનપણે જેને ખામી કહી શકાય તેવી ખામીઓ જેને કારણે હું મારા એકદંડીયા મહેલમાં રહેતી દેખાઉં છું - એવી કોઈપણ ખામીઓ વગરનાં પોતે એટલે ડૅગ્ની. છે. તે એક ક્ષણના થકાવટ વગરની હું છું. એક રીતે તો તમારે એ પણ જાણવું જોઇએ કે ડૅગ્નીને પસંદ કરવામાં મારી થોડી સાહિત્યિક હતાશા જવાબદાર છે. થોડી એટલા માટે કે, રોઅર્ક મારો આદર્શ પુરૂષ હતો, પણ ડૉમીનીક મારી આદર્શ સ્ત્રી નહોતી.જો તફાવત સમજી શકો તો, તે સારી ખરી પણ આદર્શ નહોતી. હું હંમેશાં મારી જે આદર્શ સ્ત્રીને - ખરેખર તો સ્ત્રી-રોઅર્ક - રજૂ કરવા કલ્પી રહી હતી તે હતી ડૅગ્ની."
લીલીઅન રીઅર્ડનઃ કુ.રૅન્ડના મત મુજબ લીલીઅન રીઅર્ડન "આદમની પાંસળી"માંથી સર્જન પામી છે."જો રીઅર્ડન બલિ થયેલ ઉદ્યોગપતિનું પ્રતિક  હતો, તો તેની અંગત જીંદગીમાં, તેનો પ્રતિસ્પર્ધી એક મવાળ,  કૃત્રિમ બૌધ્ધિક જ હોઇ શકે. લીલીઅન, મારી દ્રષ્ટિએ, એક 'ન્યૂ યોર્કર' જેવાં મસાલેદાર ચોપાનિયાંની નમૂનેદાર વાચક બની શકે.
પાલક આયાઃ "મારી પૂરી લેખન કારકીર્દીમાં એક જ ગૌણ પાત્રનું હોવું તે એક  અપવાદ છે. આ એવાં પાત્રો કહી શકાય જે વિના ઉદ્દેશ્ય, સ્વયંભૂ લખાઈ જાય. આવું થવું તે થોડું નવાઈ પમાડે તેવું છે. મારા માટે તે એક વિચિત્ર અનુભવ છે. પ્રેરણાદાયી લેખકો કહે છે તેમ, લગભગ, કોઇ ઉદ્દેશ્ય વગર કથા-વસ્તુમાંથી ટપકી પડેલ પાત્ર, તે છે આયા." જ્યારે રીઅર્ડન મૅટલની વિરુધ્ધ અંકુશ દાખલ થઇ રહ્યા હતા એ સંજોગોનું નિરૂપણ કરતી વખતે મને આયાનાં પાત્રનો વિચાર આવ્યો હતો. "તે સમયે, રીઅર્ડન સ્ટીલને સોંપાયેલ એક આધુનિક, યુવાન, કૉલેજે જતા છોકરડા જેવા અમલદારનું વર્ણન કરવાનો, મારો એક માત્ર ઉદ્દેશ હતો." રીઅર્ડનપર જેનો પ્રભાવ હોય તેવો તે યુવાન ઔદાર્યવાદી" હોવો જોઇએ.
જેમ જેમ તેઓ તેનું વર્ણન કરતાં ગયાં તેમ તેમ તેમને તેમાં વધારે રસ પડતો ગયો, અને તે એક અમલદારથી કૈંક વધારે બનતો ગયો." પછી, જેમ જેમ તેના અને રીઅર્ડન વચ્ચેનાં દ્રશ્યો મેં વિચારવાનું શરૂ કર્યું - શરુઆતનાં એ દ્રશ્યો યાદ કરો જેમાં રીઅર્ડન તેના વિષે ખાસ પ્રકારની રમૂજ અનુભવે છે - તેમ તેમ તેમ મને તેનામાં ખુબ વધારે રસ પડતો ગયો. તેમાં વધારો જ થતો રહ્યો.મારા ઉદ્દેશ વિના જ. બીજા શબ્દોમાં, પહેલાં તો મારી રજૂઆતના તર્ક પ્રમાણે, આવા નાદાન છોકરા  પ્રત્યે રીઅર્ડનને માન થતું જાય જે રોકી ન શકાય તેવું બનતું ગયું. જેવું આ મારા ધ્યાનપર આવ્યું તેવું મને આ પાત્રમાં રસ પડવા લાગ્યો."
અન્ય ગૌણ પાત્રોઃ રૉબર્ટ સ્ટૅડલર,એક રીતે,૧૯૪૭માં એન રૅન્ડએ જેમનો કથાની રૂપરેખાનાં સંશોધન માટે ઇન્ટરવ્યુ કરેલ તે અણુ બૉમ્બના જનક જે.રૉબર્ટ ઑપ્પૅનહૈમર પરથી પ્રેરિત છે. "ઑપ્પૅનહૈમરએ મારાં દિમાગમાં ચિત્ર નિશ્ચિત કરવામાં મદદ કરી, જો કે મારાં મનમાં એક આછું સ્વરૂપ તો હતું." ઍલીનૉર રૂઝવેલ્ટ મૅ ચૅલ્મર્સ માટે એટલાં જ ઉપયોગી નીવડ્યાં જેટલા પ્રમુખ શ્રી હૅરી એસ. ટ્રુમૅન શ્રીમાન થૉમ્પસનમાટે ઉપયોગી પરવડ્યા.


ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ, અમદાવાદ, ૨૪મી ઑક્ટૉબર,૨૦૧૧

અનુવાદકની નોંધઃ
અહીં લીધેલ ચિત્રો નેટ પરથી લેખની રજૂઆતને વધુ ગ્રાહ્ય બનવવાના આશયથી આ અનુવાદમાં ઉમેરેલ છે. ચિત્રોનો પ્રકાશાનાધિકાર જે તે મૂળ કર્તાનો અબાધિત છે.