સોમવાર, 24 ઑક્ટોબર, 2011

ના, સાહેબ, તમે નાયક નથી - સોમનાથ દાસગુપ્તાદ્વારા , Buisness Todayના સપ્ટેમ્બર ૧૮, ૨૦૧૧ના અંકમાં પ્રસિધ્ધ થયેલ, "Too Many Bosses, Too Few Leaders"નો પુસ્તકપરીચય


સોમનાથ દાસગુપ્તાઃ રાજીવ પેશાવરીઆએ નેતૃત્વનાં હાર્દને પારખી લીધું છે.
Too Many Bosses, Too few Leaders
By : Rajeev Peshawaria
Publisher:
Free Press / Simon & Schuser
Pages: 222
Price : Rs. 475
નાયક થવાનું નક્કી કરતાં પહેલાં સારું એવો વિચાર કરી લેજો, કારણકે નથી તેમાં કોઇ ચમક્દમક કે નથી તેને સત્તાની સાથે કંઇ ખાસ લેવાદેવા.આવા શબ્દોથી નાણાં ખર્ચીને આવતા વિદ્યાર્થીઓનાં ધાડાં ધસી નહીં આવે તે નક્કી. રાજીવ પેશાવરીયા આવી માન્યતા ધરાવતી હસ્તી છે.
દસ વર્ષ ચલણ વેપાર અને પ્રશિક્ષકતરીકેના અનુભવી આ વ્યક્તિનાં પુસ્તક્નું હાર્દ એ છે કે નેતૃત્વ એ શિક્ષણના વર્ગખંડમાં શિખાય નહીં, તે તો પ્રગટે સ્પષ્ટ ધ્યેય અને મૂલ્યમાંથી પેદા થતી 'ગહન શક્તિ'માંથી.
પેશાવરીઆ સાચા અર્થમાં ગુરુ છે. તેઓ કેસ-સ્ટડી કે  નિયમો કે સિધ્ધાંતોદ્વારા 'શીખડાવતા' નથી. તેઓ વાંચકને સ્વયં-શોધને રસ્તે તમને દોરી જાય છે. તમે  'ઉપરી- સાહેબ'માંથી 'નાયક' બની શકશો કે નહીં તે તો તમારા પોતાના પર જ આધારીત છે.
શ્રી પેશાવરીઆ હમણાં જ્યારે તેમનાં પુસ્તક્નાં વિમોચન પ્રસંગે ભારત આવ્યા હતા ત્યારે મેં તેમને પુછ્યું હતુઃ જો તેઓ નિયમો કે સિધ્ધાંતોમાં માનતા ન હોય તો આ પુસ્તક લખવાનો તેમનો શું હેતુ હતો? જવાબમાં તેમનું કહેવું છે કે આ પુસ્તક વર્ગમાં ભણાવવામાં મદદરૂપ થવા માટે નથી લખ્યું, પરંતુ વાંચકને એમ સમજાવવામાટે લખ્યું છે કે આ બાબતે નિયમો ચાલતા નથી.
 અને અહીં હવે તેઓ એક અચરજ આપણી સમક્ષ મુકે છે.તેમનો મહાનાયક જડબેસલાક હસ્તધુનન કરતો કસાયેલો મર્દ નથી, પણ છે મહાત્મા ગાંધી. તેમનું કહેવું છે કેઃ " જ્યારે જ્યારે તેમનાપર લાઠીમાર થતો અને તેમને જેલમાં નાખવામાં આવતા, ત્યારે ત્યારે તેઓમાં પુનઃશક્તિ સંચાર કેમ થતો અને કેમ તેઓ હમેશાં વધારે તાકાતથી પાછા  ફરતા? તેઓ આંખ બંધ કરીને સ્વતંત્ર ભારતની કલ્પના કરતા....તેનાથી તેમનામાં ફરીથી શક્તિ આવતી. તેમનો ધ્યેય એકદમ સ્પષ્ટ હતો.આંખો બંધ કરીને તેઓ પોતાને જ સવાલ કરતા કે મારાં મુલ્યો શું છે? તેમને જાણ હતી કે તેમનાપર થતા વારના જવાબમાં સામો પ્રહાર નથી કરવો."
જ્યારે હું આ લખી રહ્યો છું ત્યારે તેવા જ સ્પષ્ટ ધ્યેય અને મુલ્યો ધરાવતા હોય તેવા અણ્ણા હજારેએ આપણા દેશને ભ્રષ્ટાચાર વિરુધ્ધ જગાડ્યો છે.
પેશાવરીઆ નથી જન્મજાત નાયક કે નહોતા તેઓ શાળામાં કે શરૂઆતની કારકીર્દીમાં કોઇ નેતા.વિયેનાથી MBA કર્યા પછી તેઓ ચલણ વેપારી તરીકે કામ કરવા ભારતમાં અમેરીકન એક્ષપ્રેસ બૅંકમાં પાછા ફર્યા હતા. અહીં તેમણે અનુભવ્યું કે ઉંચા IQવાળા આઠ જણાને એકઠા કરો તો તેઓનો સંયુક્ત સરાસરી IQ ઓછો થયેલો જોવા મળશે,"કારણકે તેઓ કોઇ પણ બાબતે સહમત નથી થઇ શકતા."
આ તબક્કે તેમનો ઉપરી-સાહેબોવિશેનો ભ્રમ ભાંગવાની શરૂઆત થઇ.પરંતુ તેમણે નેતૃત્વને પુર્ણ-સમયની કારકીર્દી તરીકે બદલી તો છેક ૧૯૯૪માં, જ્યારે તેમની આગેવાનીવાળી ટીમે કમ્પ્યુટર આધારીત ચલણ-વેપારનું એક simulator બનાવ્યું. આ સોફ્ટવેરને અધ્યક્ષનો ગુણવત્તાનો વૈશ્વિક ઍવૉર્ડ મળ્યો અને તેમને પ્રશિક્ષણનું કાર્યક્ષેત્ર સોંપાયું.
હું તેમને ફરીથી MBAની ઠોસ ધરતી પર લઇ આવું છું. ત્રિમાસિક પરીણામો અને પોતાની કંપનીના શૅરના ભાવોના વળગાડવાળા CEOsની ગળાંકાપ હરીફાઇની દુનિયામાં ગાંધી,ધ્યેયો કે મુલ્યોનું સ્થાન ક્યાં શોધવું?
મારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છેઃ જો હું માત્ર પાંચ ઉપરી-સાહેબોને પણ નાયક્માં બદલી શકીશ,
તો મારાં જીવનનો ધ્યેય સાર્થક ગણીશ.
જવાબમાં તેઓ સવાલ કરે છેઃ બંદુકની એક પણ ગોળી ફોડ્યા વગર આપણને સ્વાતંત્ર્ય અપાવવાનું પણ ગાંધીજીમાટે ક્યાં સહેલું હતું? તેજ રીતે,શું  લોકો તેમનાં વધારે સારાં ભવિષ્યમાટે કામ કરી રહેલ આગેવાન માટે બધું સરળ કરી આપતા હોય છે? ના! ખરા નેતા આસપાસનાં વાતવરણ છતાં પણ સફળ થાય, વાતાવરણને કારણે નહીં. એટલે જો તમે તમારી નેતૃત્વની ખામીમાટે તમારાં વાતાવરણને દોષ દેવાના હો તો તમે નેતા છો જ નહીં".
 હાલ પુરતું તેમનો સંદેશ છેઃ મારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છેઃ જો હું માત્ર પાંચ ઉપરી-સાહેબોને પણ નાયક્માં બદલી શકીશ, તો મારાં જીવનનો ધ્યેય સાર્થક ગણીશ."
--  શ્રી સોમનાથ દાસગુપ્તાદ્વારા , Buisness Todayના સપ્ટેમ્બર ૧૮, ૨૦૧૧ના અંકમાં પ્રસિધ્ધ થયેલ,
"Too Many Bosses, Too Few Leaders"ના પુસ્તક પરીચયનો 
અશોક વૈશ્નવદ્વારા ભાવાનુવાદ