રવિવાર, 6 નવેમ્બર, 2011

કારકીર્દી, વ્યવસાય અને જીંદગી ને ફરીથી જીવી જાણવાના 5 બીન-પરંપરાગત માર્ગ -- જૅફ્ફ હૅડન


અત્રે પ્રસ્તુત છે શિક્ષણ, નોકરી,કારકીર્દી અને વ્યવસાય જો મારે ફરીથી શરૂ કરવાનાં આવે તો અલગ રીતે કરૂં તેના પાંચ જુદા રસ્તાઃ
૧.શિક્ષણઃ હું ચાર વર્ષના કૉર્સ માટે જૅમ્સ મૅડીસન યુનિવર્સીટીમાં જોડાયો હતો. મારૂં ખર્ચ મેં સ્થાનિક ઉત્પાદનની ફેક્ટરીમાં કામ કરીને કઢ્યું હતું (અમારી વ્યાવસાયિક જીવન આયોજીત લગ્ન જેવું હોય છે તે જ રીતે મારી પહેલી કારકીર્દીની વિવાહિત જીવનની શરૂઆત થઇ.)હું પ્રત્યાયન કળાનો કૉર્સમાટે સ્વાભાવીક ફરજીયાતરીતે જ જોડાયો હતો કારણકે હું શું કરવા માંગું છૂ તે વિષે મને કોઇ જ ખયાલ નહોતો.
જો મારે ફરીથી કરવાનું હોય , તો હું
·         કૉલેજમાં દાખલ થવામાટે એક વરસની રાહ જોઉં. પણ ખભે થેલો ભરાવીને યુરૉપભ્રમણ કરીને નહીં.તેને બદલે હું કંઇક કામ કરવાનું પસંદ કરું.તે રીતે વાસ્તવીક દુનિયા જોવાનો મોકો મળે, કારણકે યુનિવર્સીટી તો તે છે નહીં, અને એ રીતે મારે જીંદગીમાં શું ન કરવું તે તો વિચારવાની તક મળે.(કેટલાક અપવાદોમાં તો કેટલાંક માટે એક વર્ષ રાહ જોવી તે ડહાપણનું પગલું પરવડે.)
·         બે વરસ સાર્વજનીક કોલેજમાં ભણવાનું પસંદ કરૂં. વરજીનીયા રાજ્યએ એવી વિધિસરની વ્યવસ્થા કરી છે કે  જે બે વરસના રાજ્યની શાળામાં કૉર્સ કરે અને જો ઓછામાં ઓછો ૩.૪ GPA ગ્રેડ લઇ આવે  તો તેને વરજીનીયા યુનિવર્સીટીમાં ખાત્રીપૂર્વક ઍડમિશન મળે. જ્યારે હું હાઇ સ્કુલમાંથી ઉત્તીર્ણ થયો ત્યારે મને UVAમાં ઍડમિશન મળે તેમ હતું જ નહીં, પરંતુ આ વ્ય્વસ્થા હેઠળ તેમણે મને ઍડમિશન આપવું જ પડ્યું.સાર્વજનીક કોલેજમાં જે વિષયોપર હું ખાસ ધ્યાન આપવા નહોતો તેના પ્ર મેં થોડા પૈસા બચાવ્યા હોત અને અંતમાં મને નામાંકીત કોલેજની ડીગ્રી પણ મળી હોત.[જો કે JMUમાં કંઇ જ ખોતું નહોતું.) મને આ રસ્તો ન અપનાવવામાટે કોઇ જ કારણ નથી દેખાતું, જો તમે સંમત નથતા હો તો અચકાયા વિના તમારી અસહમતીઅંગે ચર્ચા કરશો.
·         'વ્યાવસાયિકીગ્રી મેળવો. નોકરીની દ્રષ્ટિએ મારી પ્રત્યાયનની ડીગ્રી ખાસ કામની ન ગણાય. કોઇપણ નોકરીએ રાખનાર માટે અંગ્રેજીની ડીગ્રી સામાન્ય ગણાય , કારણ કે તેનું કામ તો કોઇ પણ કરી શકે, સિવાય કે તમારે શિક્ષક થવાનું વિચારતા હો કે અનુસ્નાતક ડીગ્રીમાટે ભણવા માંગતા હો. તમે જો વ્યવસાયઅંગેની કાર્કીર્દીનો વિચાર કરતા હો તો  કૉમર્સ જેવી ડીગ્રીને બદલે ફીનાન્સ અંગેની ડીગ્રી કરો તો નાણા-વિષ્લેશક કે હિસાબનીસની પદવી મેળવી શકો,અથવા તો જીવશાસ્ત્રને બદલે નર્સીંગની ડીગ્રી કરો. અને જો છેવટે તમે કોઇ ફીનાન્સ વિભાગમાં કામ ન જ કરવાના હો તો ફિનાન્સની ખસ ડીગ્રી પણ કોઇ સામાન્ય ડીગ્રી થઇ ને પડી રહેશે.
૨. પહેલી નોકરી: કૉલેજ પાસ કરીને મેં સાવ શરૂઆતની,ખરેખર સાવ જ શરૂઆતની કક્ષાની, આર.આર.ડૉનૅલીના પુસ્તક પ્રકાશનનાં મુદ્રણખાતામાં નોકરીથી શરૂઆત કરી.મને,કારીગર અને સુપરવાઇઝર કક્ષાની દિવાલ ઓળંગીને, સીનીઅર નેતૃત્વ કક્ષા એ પહોચતાં ૧૭ વરસ લાગ્યાં.[જો કે બીજા ઘણા ઉદ્યોગોમાં તો આમ થઇ શકવું બીલકુલ શક્ય જ નથી હોતું, એટલા પુરતો હું નસીબદાર હતો.] ૧૭ વરસ બાદ મને માત્ર 'પુસ્તક-પ્રકાશન' જ આવડતું હતું.
જો મારે ફરીથી કરવાનું હોય , તો હું મારા પસંદગીના વ્યવસાયની બહારની નોકરી પહેલાં લેવાનું પસંદ કરૂં. દા.ત. જો તમે એન્જીનીયર થયા હો તો સીધા જ સ્ટ્રક્ચરપરના ભારની ગણત્રીઓ કરવાનું શરૂ કરી દેતાં પહેલાં એકાદ વરસ કોઇ સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરો.જો તમે ફીનાન્સની ડીગ્રી લીધી હોય તો પહેલાં મોટા રીટેલ સ્ટૉરમાં કામ કરો. તમારી જાતને એવી મોટી સંસ્થા કલ્પો કે જે સમતલ કક્ષાએ વિકસતી હોય."બહાર"ના અનુભવથી તમે એવી કુશળતાઓ શીખશો જે તમને તમારા પસંદ કરેલ વ્યવસાયમાં સારી રીતે કામ કરવામાં મદદરૂપ થશે તેમ જ તમારા સહકાર્યકારીઓથી તમને જૂદા પાડશે.સ્ટ્રક્ચરપરના ભારની ગણત્રીઓ કરવામાટે તો તમારી પાસે ૪૦ વરસ પડ્યાં છે,ઉતાવળ ના કરશો.
૩ . કારકીર્દીઃ જ્યાં સુધી મેં ડૉનૅલી છોડ્યું નહીં ત્યાં સુધી મને ખાત્રી હતી કે હું કાયમ અહીં જ કામ કરીશ. બીજે કશે શા માટે કામ કરવું? મોટી કંપની, વધુ સારો પગાર, સારી સગવડો, સારી તકો!!?? - જ્યારે  મેં [ડૉનૅલી]છોડ્યું ત્યારે જ મને સમજાયું કે કામ કરવામાટે બીજી પણ સારી જગ્યાઓ છે.
 જો મારે ફરીથી કરવાનું હોય , તો હું  શ્રેણીબધ્ધ ૧૦-વર્ષીય યોજનાઓ બનાવી રાખું. મારો ધ્યેય હોવો જોઇએ મારા ડૉનૅલીના અનુભવને 'પૂરો નીચોડી' લેવો અને સાથે સાથે,મારા પછીના દસ વરસની યોજનામાટેની પૂર્વતૈયારી કરવી. પાંચેક વરસને અંતે મારે હવે પછી શું કરવું તે નક્કી કરીને, પછીના ૧૦-વર્ષના આયોજનના તબક્કામાં સરળ પ્રવેશમાટે જરૂરી શિક્ષણ કે લાયકાતો અને કુશળતાઓ મેળવી લેવાની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. મારી પાસે હજૂ પણ પસંદગીના વિકલ્પો હોય - હું પસંદ કરું તે વિકલ્પો, મારામાટે કોઇ પસંદ કરી આપે તેવા વિકલ્પો નહીં.તમારી જીંદગીને ચાર કે પાંચ અંકનું નાટક માનીને તેનું કથાનક જાતે જ લખો.
૪. લઘુ ઉદ્યોગ /વ્યવસાય. મારો પોતાનો ઉદ્યોગ /વ્યવસાય શરૂ કરવાનો વિચાર.. હં હં, ૨૦ વરસ પહેલાં આવો વિચાર જ ક્યાં આવ્યો હતો.
જો મારે ફરીથી કરવાનું હોય , તો હું  કૉલૅજ કર્યા પછીનાં બે વરસમાં જ પોતાનો વ્યવસાય કરવાનું જરૂર વિચારૂં. [જો તમે કૉલૅજ ન કરી હોય તો , પહેલી નોકરીનાં પહેલાં બે એક વરસમાં] કૉલૅજ કર્યા પછીનાં બે વરસમાં જ પોતાનો વ્યવસાય કરવાનું જરૂર વિચારૂં. [જો તમે કૉલૅજ ન કરી હોય તો , પહેલી નોકરીનાં પહેલાં બે એક વરસમાં] કોઇ પણ વ્યવસાય શરૂ કરો, શ્ક્ય હોય તો તમારા ઉદ્યોગ કે [જેમાં કામ કરતા હો તે] વ્યવસાય સિવાય. આ સહેલું છે.,નાનો વ્યવસાય તો એક દિવસમાં શરૂ કરી દઇ શકાય. દરેક વરસનો અનુભવ ઉદ્યોગસાહસિક કૌશલ્યોને ઉત્તરોત્તર સમૃધ્ધ જ કરે છે, અને કોને ખબર છે કે તમારો આજનો નાનો વ્યવસાય ભવિષ્યમાટે પૂર્ણ-સમયનો વ્યવ્સાય નહીં બની રહે.અને જો તમે અત્યારે કોઇ નાના વ્યવસાય ધરાવતા હો તો સાથે સાથે એ જ સિધ્ધાંતો પર કંઇ નવું શરૂ કરી દો.
૫. અંગત સિધ્ધિઓ. કેટલાંય વરસોથી હું કામ કરું છું અને કુટુંબને ધ્યાન આપું છું. તે માટે કોઇ અફસોસ નથી...પરંતુ જ્યારે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે ત્યારે એમ જરૂર થાય છે કે મારા સમયનો હું હજુ વધારે સારો ઉપયોગ કરી શાક્યો હોત. મને બીજી કોઇ ભાષા નથી આવડતી કે ન આવડ્યું પિયાનો વગાડતાં કે ન કર્યું ટ્રેક્કીંગ...
જો મારે ફરીથી કરવાનું હોય , તો હું  મારા માટેના અર્થપૂર્ણ અંગત ધ્યેય નક્કી કરું અને તે મારા કારકીર્દી કે વ્યવસાયના અન્ય ધ્યેય જેટલી નિષ્ઠા અને લગનથી અનુસરું. મને ટીવી જોવામાં કે વૅબ-સર્ફીંગ કે આળસમાં બગાડેલા કલાકોનો અફસોસ થાય છે. આમાંના ઘણા કલાકો હું ખુબ જ આસાનીથી નવું કંઇ શીખવામાં કે મારા અંગત વિકાસના ધ્યેયમાટે વાપરી શક્યો હોત.સામાન્યતઃ નવાં કૌશલ્યપર નિપુણતા મેળવવી બહુ મુશ્કેલ નથી, જો તમે તે માટે  સાચો અભિગમ ધરાવતા હો તો. ધારો કે તમે નવલકથા લખવાની ખ્વાહિશ ધરાવતા હતા, જો તમે શરૂઆત કરી દીધી જ હોત, તો તમે આજે કેટલા આગળ નીકળી ગયા હોત. કંઇ પણ નવું શરૂ કરવું થોડું અઘરૂં તો છે, પણ [કંઇ જ ન કરી શકવાનો]અફસોસ તો અતિશય પિડાકારક છે.
ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


ભાવાનુવાદકની ટીપ્પણઃ
લેખની અમુક રજૂઆત ભારતના હાલના સંજોગોસાથે સુસંગત નહીં જણાય, દા.ત. ખ્યાતનામ ખાનગી કૉલૅજની ડીગ્રી લેવી પણ ભણવું જાહેરક્ષેત્રની કૉલૅજમાં
લેખના શબ્દોને પકડવાને બદલે તેનું હાર્દ સમજવાથી વધારે ઉપયોગી પરવડશે.
જે વાચક તેની કારકીર્દીમાં હજૂ લેખમાં વર્ણવેલ કોઇ એક  કક્ષાએ જ છે, તેમણે આ લેખથી એ શિખવુ જોઇએ કે જે વિકલ્પ પહેલો નજર સામે આવે તેને સીધો સ્વીકારી લેતાં પહેલાં બીજા વિકલ્પો પઅર પૂરતૉ વિચાર જરૂર કરવો કે જેથી પછીથી આને બદલે પેલું કર્યું હોત તો તો તેવો અફસોસ ન રહે.
જે વાચકો આ બધી કક્ષા પાર કરી ચુક્યા છે તેઓ બીજાંઓને ,ખાસ કરીને પોતાનાં બાળકોને,પોતાના જીવનના અનુભવો ટાંકીને'અન્ય વિકલ્પ'નો સિધ્ધાંત જરૂરથી સમજાવે.