હું અને તમે એવા ઘણા વિચક્ષણ લોકોને મળી ચૂક્યા છીએ જેઓ બહુ સામાજીક નથી. 'સામાજીક'ના ઘણા અર્થ થાય છે, જો કે અહીં હું તેનાં મૂળભૂત સ્વરૂપની વાત કરી રહ્યો છું -
અજાણી વ્યક્તિઓથી લઇને ગાઢ મિત્રોસુધી, જેમની સાથે વ્યાપક અર્થમાં સંબંધ હોય તેવા લોકોસાથે સંવાદ
કરવામાં ઉપલબ્ધ સમય અને શક્તિને કામે લગાડવાં. આ માટે સામાજીક માધ્યમો ઠીક ઠીક
કાર્યક્ષમ પરવડે છે, પણ તે અસરકારક પણ હોય તેવું જરૂરી નથી.
મેં આ અંગેનાં કારણો શોધવાનું નક્કી કર્યું. મોટા ભાગનાં
કારણો તો દેખીતાં જ છે, પરંતુ કેટલાંક જરૂર આશ્ચર્ય પમાડશે.
તેની વિગતમાં જતાં પહેલાં સાથેનાં વિચક્ષણતા વિરૂધ્ધ
સામાજીકતાના આલેખપર નજર નાખીશું તો આપણને લોકો ચાર વિભાગમાં વહેંચાયેલાં જણાશેઃ
અ. વિચક્ષણ નહીં ,સામાજીક પણ નહીંઃ આ લોકો 'અદ્રશ્ય' છે, સિવાયકે બીજાઓના તેમની સાથેના સંબંધને કારણે તેમનાં અસ્તિત્વની નોંધ લેવાય; તે સિવાય તેમની હાજરીનો કોઇ અણસાર જોવા નથી મળતો.
બ. વિચક્ષણ નહીં, પણ સમાજીક ખરાઃ આ લોકો 'ઘોંઘાટિયા' હોય છે. સામાન્ય રીતે, સામાજીક માધ્યમમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ નથી, તેથી આવા લોકો અહીં બહુ બોલતા હોય છે, ભલે તેમાંનું કેટલું કામનું હશે તે કહેવું અઘરૂં હોય.
ક. વિચક્ષણ ખરા, પણ સામાજીક નહીંઃ આ છે 'છૂપાં રત્નો'. અહીયાં મારે થોડું સાવધ રહેવું પડશે,કારણકે આ વર્ગના બધા જ 'સંતાઇ' નથી રહ્યા હોતા, તેમનું કાર્ય જ એટલું મહ્ત્વનું હોય છે કે તેમને બીજાઓએ
પ્ર્ખ્યાત કરેલ હોય છે.
ડ. વિચક્ષણ પણ ખરા અને સમાજીક પણ ખરાઃ આ એવા 'પ્રખ્યાત' લોકો છે જે બહુ મહત્વ ધરાવતા હોય છે અને વળી સામાજીક પણ
હોવાને કારણે તેઓને તેમનાં કામને પ્રખ્યાતિ અપડાવતાં આવડે છે.
આ બ્લૉગ પૉસ્ટમાં આપણે ત્રીજા પ્રકાર
- છૂપાં રત્નો - પર વિગતે વાત કરીશું.
તેઓ સામાજીક ન હોવામાટે મને આ કારણો
મળ્યાં છેઃ
૧. તેમને સમાજીક થવાની ક્યારેય જરૂર
નથી પડી.
જેમની સાથે મેં વાત કરી તેમાંના ઘણાનું એવું કહેવું હતું કે
તેમને સામાજીક થવાની ખાસ કોઇ જરૂર જ નથી પડી, તદુપરાંત તેઓ તેમની શક્તિને બહુ
ફેલાયલા વિસ્તાર પર વેડફવાને બદલે સમાન પસંદગીવાળા લોકોસાથે સંબંધ બાંધવાનું પસંદ
કરે છે. બીજા લોકો જેમ ઇચ્છે તેમ નહીં, પણ તેઓ તેમનાં મર્યાદીત વર્તુળમાં
તેમનીરીતે સામજીક હોય છે.સંબંધના સંદર્ભે ગુણવત્તા અને સંખ્યાની વચ્ચે પસંદગી
કરવાની હોય, તો ગુણવત્તાને જ પસંદ કરાય.
૨. તેઓ પોતાનાં કામમાં બહુ વ્યસ્ત હોય
છે.
કેટલાકનું એવું કહેવું હતું કે તેઓ તેમના કામમાં એટલા
વ્યસ્ત હોય છે કે બીજા સાથે કોઇ સંબંધ બાંધવામાટે તેમનીપાસે સમય નથી
હોતો.એનો અર્થ એમ નહીં કે તેઓ બીજાને મળતા નથી - પરંતુ તેમની નવી ઓળખાણો તેમના
વિશ્વસનીય સૂત્રોદ્વારા કાનોપકાન થયેલ હોય છે.
૩. તેઓ રોકાણપરનાં વળતર(ROI)માં
[પૂરેપૂરીરીતે] માનતા નથી.
વળતરની સામાન્યસ્વિકૃત માન્યતા તેમને કબુલ નથી. તેમનું
માનવું એમ છે કે વળતરનો સિધ્ધાંત એમ માની લે છે કે સામાજીક થવામાં રોકેલ
સમયનો અન્ય કોઇ સારો ઉપયોગ નથી. તેઓ આ માન્યતાસાથે સંમત ન થતાં એમ માને છે
કે બીજા વિકલ્પો [કંઇ નવું કરવું, નવું પુસ્તક લખવું વિ.] વધારે ઉપયોગી
છે.
૪. તેઓ સહેલાઇથી 'ચોકઠાં'માં ગોઠવાઇ શકતા નથી.
વિચક્ષણ લોકોસાથે જેમને પનારો પડ્યો હોય તેમને આ વધારે લાગુ
પડે છે. હરકોઇ બીજાને એક 'ચોકઠાં'માં જોવાનું પસંદ કરે છે, જેથી તેમને કોનીસાથે પાનો પડ્યો છે તે
સમજવાની સમજણ પડે. મોટા ભાગના વિચક્ષણ [જેમ કે પ્રખર બુધ્ધિશાળી] લોકો કોઇ એક
ચોકઠાંમાં ઝડપથી ફીટ નથી થઇ શકતા, માટે તેમનું સામાજીકરણ મુશ્કેલ બને
છે.
૫. સામાજીક વિશ્વમાં સંકેતો પારખવાનું
મોંઘું પડી જઇ શકે છે.
આ લોકોમાટે સમય પૈસા કરતાં પણ વધારે કિંમતિ હોય છે. એટલે
તેઓ આદાન-પ્રદાનપરનાં રોકાણપર નાણાંના રોકાણ કરતાં વધારે વળતર[ROII –Return On Investment for an Interaction] મળવું જોઇએ તેમ માને
છે. કમનસીબે આ લોકો જ્યાં આવતાજતા હોય છે ત્યાં ઘોંઘાટ વધારે હોય છે, તેથી આ લોકોને આવાં ઘોંઘાટીયાં
સામાજીક વાતાવરણમાંથી (કામના) સંકેત પારખી લેવામાં સમયનું રોકાણ કરવું પોસાય તેમ
નથી.
તેઓ એમ માને છે કે સામાજીક થવામાંથી તેમને મૂલ્યવાન સંપર્ક
મળી શકે, પરંતુ તેનેમાટે જે સમય ફાળવવો પડે તે તેમને પરવડવામાટે
તેમને ભરોસો નથી.
૬. તેમનું માનવું છે કે તેમનાં કામનું
મહત્વ જ તેમને આપમેળે પ્રખ્યાતિ અપાવડાવશે.
સામાજીક થવાનો એક લાભ તેનાથી મળતા વિસ્તૃત વ્યાપ અને
પ્રખ્યાતિ છે. આ વર્ગમાંના ઘણા લોકોનું માનવું છે
કે જો તેમનું કામ ખરેખર મહત્વનું
હશે તો તેમને પ્રખ્યાતિ આપોઆપ મળશે જ. જ્યારે મેં તેમને 'ઍપલ' ઉત્પાદનો પાછળપર થતા વેચાણ-વૃધ્ધિના
પ્રયત્નોનો દાખલો આપ્યો, તો
તેમનું કહેવું હતું કે તેમને વેચાણ-વૃધ્ધિસામે કોઇ વિરોધ નથી, પણ તેમની પાસે પહેલાં વેચાણ-લાયક કંઇક
તો હોવું જોઇએ.કેટલાક ૯૦% સમય સર્જનની પાછળ અને ૧૦% વિચાણ-વૃધ્ધિની પાછળ ખર્ચાવો
જોઇએ તેમ માનતા હતા, નહી કે તેનાથી ઉલટું.
૭. વિચારસામંજસ્યમાં મોટો તફાવત પાછા
પાડી દે છે.
વર્ગમાં શિક્ષક બધી જ પ્રકારની બુધ્ધિવાળાં વિદ્યાર્થીઓ
સાથે કામ પાડતા હોય છે.તેમણે તેમનું શીખવેલું દરેક વિદ્યાર્થીને સમજાય તે માટે (એવી
આશાસાથે) ખુબ જ ધીરજ રાખવી પડે છે.શિક્ષક આ પ્રમાણે અનુકુલન કરી લે છે અને પોતાની
શિક્ષણ પધ્ધતિને પણ તે પ્રમાણે ગોઠવી લે છે. વિચક્ષણ લોકો તેમ કરી શકતા નથી.
વિચારસામંજસ્યમાં જ્યારે મોટો તફાવત હોય ત્યારે તેમને નથી તો હોતો અનુકુલન
સાધવામાં રસ કે નથી હોતો તે માટેનો સમય.
n ભાવાનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત.
n મૂળ અંગ્રેજીમાં લેખ અહીં છેઃ http://www.rajeshsetty.com/2011/11/13/why-many-smart-people-are-not-social/
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો