બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

મૅનૅજરમાટે વર્જીત ચાર વાત - એમી લૅવીન-ઍપ્સટીન


લોકો અગ્રણીઓને સાંભળે છે.આ લાક્ષણીકતા જ તેમને અગ્રણીની વ્યાખ્યામાં મૂકે છે- અને તેમના અનુયાયીઓ ને અનુયાયીઓની કક્ષામાં.
તેથી જ મૅનૅજરે શું બોલવું તેના પર ધ્યાન આપવું જોઇએ અને તત્કાલીન પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઇએ. 'The Leader Phrase Book: 3000+ Phrases That Put You In Command’ ના લેખક પૅટ્રીક ઍલૈનનું કહેવું છે કે 'અગ્રણીનું મગજ તેનું મો કંઇ પણ બોલે તેનાથી પહેલાં તે વિચારતું હોવું જોઇએ.
ઍલૈનૅ એવા ચાર શબ્દપ્રયોગોને તારવ્યા છે જે પોતાનું  સ્થાન પાક્કું કરી રહેલા નવોદીત અગ્રણીઓએ કદાપિ ઉચ્ચારવા ન જોઇએ.આ ચાર શબ્દપ્રયોગોથી દૂર રહેવાથી લોકો તમારા નિર્દેશનને અનુસરશે.
'આ તો અશક્ય છે'
ઍલૈનનું કહેવું છે કે આ છીછોરું વાક્ય તમારી વિશ્વનીયતાને બે રીતે નુકસાન કરી શકે છે." તે સહજપણે જ નકારાત્મક છે અને જેણે તે વાકય કે ટીપ્પણી કરી હોય તેને જાણે તરત જ તેની યોગ્યતા સાબિત કરવાની ફરજ પાડતું જણાય છે. [ત્દુપરાંત] આ વાકયને વધારે પડતું વાપરવાથી એવી છાપ પડે છે કે તે જાણી જોઇએ બીજાંઓ અને તેમનાં યોગદાનને અકારણ જ ઉતારી પાડે છે, પછી ભલે ને તેમ કરવાની કોઇ ગણતરી ન હોય."
એલૈન ના મત મુજબ "માન્યામાં નથી આવતું" એ વધારે સારો પ્રયોગ છે.સાચું છતાં ઉતારી ન પાડતું.
'[જ્હૉન ડૉ] જૂઠાડો છે'
કોઇ વિષે ફાવે તેમ ગપ ચલાવવાથી કે કોઇએને ઉતારી પાડવાથી તમારી અગ્રણી તરીકેની વિશ્વનીયતા ઘટે છે. ઍલૈનનું કહેવું છે કે "કૅન્ટીનમાં કે ચૅટ્પર કહેવાઈ ગયેલ નિરાશાજનક ઉદગાર ભારી પડી જઇ શકે છે. તમારો વિઘ્નસંતોષી તે ટીપ્પણીને વાયુવેગે વહેતી કરી દઇ શકે છે."
જો કોઇ માથભારે કે પ્રશન્રૂપ કર્મચારીની વાત કરવી જ પડે તેમ હોય તો તે યોગ્ય વ્યક્તિ સાથે, અંગત અને રચનાત્મક રીતે,કરો. જેમ કે ઍલૈનના મત મુજબ " [જ્હૉન ડૉ] સાથે કામ પાર પાડવું અઘરૂં છે" જેવો પ્રયોગ. જ્હૉન ડૉને અંતે તો તમારૉ અભિપ્રાય જાણવા તો મળવાનો જ છે, પરંતુ યોગ્ય  સંચાર માધ્યમથી અને નહીં કે અફવાઓ દ્વારા.
'ક્યાં તો હું કહું તેમ કરો અથવા ચાલતી પકડો'
સાચા અગ્રણીઓ કદી આખરીનામું નથી સંભળાવી દેતા.ઍલૈનના કહેવા પ્રમાણે," આવાં આખરીનામાંઓથી કંઇ જ સિધ્ધ નથી થતું હોતું. કદાચ ખુલ્લી ધમકીઓ મોટે ભાગે ફરીયાદો કે દાવાઓનાં જ કારણો બની રહે છે."
તમારા સહકર્મચારીનાં અશિસ્તમય વર્તન બાબતે જો તમને કોઇ સમસ્યા હોય તો માનવ સંશોધન વિભાગને સાથે રાખીને યોગ્ય પગલાંની મદદથી તેનું નિવારણ કરો. એમ કરવાથી કદાચ તમારે  તેને જતો પણ કરવો પડે, પરંતુ તમે તેને તેની કમી(ઓ) અંગે ઔપચારીક નૉટીસ આપી અને સુધરવાની પૂરતી તક આપી એ વિચારે તમને રાત્રે ચેનથી ઉંઘ આવશે. વળી બીજા લોકોપણ તમે આ સમસ્યાને કઇ રીતે હલ કરી તે જોઇ શકશે.
'હું જ સાચો'
આ શબ્દપ્રયોગનો વધારે પડતો ઉપયોગ તમને 'આત્મશ્લાઘી'નું બિરૂદ અપાવી દઇ શકે છે. ઍલૈનના મત મુજબ,"આ શબ્દપ્રયોગનો વધારે પડતો ઉપયોગને કારણે તમારી ગણતરી અતડા,અહંકારી અને આપવડાઇખોર તરીકેની કરી દઇ શકે છે."
જો કે, તમારે નિયંત્રણમાં રાખવી પડે તેવી પણ અમુક પરિસ્થિતિઓ,ખાસ કરીને જ્યારે નિર્ણય તમારે લેવાના હોય,તો હોઇ શકે છે. જો તમારે વધારે ચર્ચાની ગુંજાઇશ ન રહેવા દેવી હોય તો, ઍલૈન સૂચવે છે કે "મને ખાત્રી છે કે મારાં આ કથન સાથે તમે જરૂર સહમત થશો"નો ઉપયોગ કરો.
એમી લૅવીન-ઍપ્સટીન ફ્રીલાંસ લેખિકા છે. તેમના લેખો ગ્લૅમર, સૅલ્ફ અને રૅડ્બુક જેવાં કેટ્લાંય સામયિકો, ઍઑઍલહૅલ્થ.કૉમ,બૅબલ.કૉમ અને ડીટૅલસ.કૉમ જેવી વૅબસાઇટ્સ તેમ જ ધ ન્યુ યૉર્ક પૉસ્ટ અને ધ બૉસ્ટન ગ્લૉબ જેવાં અખબારોમાં પ્રસિધ્ધ થતા રહે છે. તેમનાં અન્ય લખાણો વાચવા માટે  AmyLevinEpstein.com     ની મુલાકાત લો.
અનુવાદઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ