મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

મહત્વ ઘણું,પણ મૂલ્યાંકન ઓછું - રાજેશ સેટ્ટી


તમારા જીવનનો એક હિસ્સો એવો છે જેનું મહત્વ ઘણું છે,પણ તેનું મૂલ્યાંકન કદાચ એટલું જ ઓછું થતું રહ્યું છે.
અને એ છે યાત્રા.

સામાન્ય તર્કથી જ આપણે જાણીએ છીએ કે આપણો લગભગ ૯૯.૯% સમય યાત્રામાં જ પસાર થાય છે, અને માત્ર ૦.૦૦૧% [તે પણ થોડું ઉદાર દિલે જોતાં] જ મુકામ પર.મુકામ પર પહોંચતાની સાથે જ આપણું ધ્યાન હવે પછીના પડાવ તરફ જતું રહે છે અને આપણી નવી યાત્રા શરૂ થઈ જતી હોય છે.અને જો આમ જ થવાનું હોય, તો પછી મોટા ભાગના લોકો યાત્રાની મજા કેમ નથી માણતા? શા માટે યાત્રા એ લોકોના જીવનનો ઓછો મૂલ્યાંકિત હિસ્સો હોવો જોઇએ?

એનો જવાબ રહેલો છે યાત્રાની અંતર્ગત રૂપરેખામાં.

યાત્રાની અંતર્ગત રૂપરેખા

માનો યા ના માનો, પણ , તમારી યાત્રાની રૂપરેખા અંતર્ગતરીતે જ, એકી સાથે, જટીલ,પ્રતિકૂળ અને હંફાવી દેનાર હોય છે.એટલે એમ નહીં કે યાત્રાને માણવી નહીં. પરંતુ જે છે તે આ છે.

આપણે શરૂથી જ તેનાથી પરિચિત છીએ તે ઉદાહરણ જ જોઇએઃ

મુકામઃ ચાલવાની પ્રબળ ઇચ્છા
યાત્રાઃ ચાલવાનું શીખવું
નિરાશ થઇ જતા હતા ને? હા, થોડા થોડા. ધારો કે તમારો ધ્યેય આરામથી એક જગ્યાએ પહોંચવાનો હતો.તો, તેમાં તો કોઇ મુશ્કેલી જ નહોતી,ન કોઇ ગુંચવણને નિરાશા તો નામની પણ નહીં.

તો હવે શી સમસ્યા? તમારો જરાપણ વિકાસ ન થયો હોત.

વાત આમ છેઃ તમે વિકાસ ઇચ્છો છો અને તમારા ધ્યેય તમને પહેલાં ગયા ન હો ત્યાં ત્યાં ફેરવે છે. બધું જ પહેલી વાર થઇ રહ્યું છે,પરંતુ માળું ફરી વાર કરવા કરતાં પહેલી વારમાં જ બધી તકલીફ છે, પહેલાં ક્દી કર્યું નથી એટલે વધારે પ્રતિકૂળ અને પહેલી વાર સફળ ન થયા તો પાછું નિરશાજનક પણ ખરૂં.

સારઃ યાત્રા ન માણવા માટે એ કોઇ કારણ નથી કે તે વધારે મુશ્કેલ, પ્રતિકૂળ અને હંફાવનારી નાખનાર છે, કારણ કે તે તો તમે જ્યારે તમારું ધ્યેય નક્કી કર્યું ત્યારે જ તમે સ્વિકારી ચૂક્યા છો.એ તો એક ઉચ્ચક સોદો છે અને બધી અડચણોનો સામનો કરવો, પ્રતિકૂળ સંજોગોમાં ગોઠવાવું અને કેટલીક વાર પહેલે પ્રયત્ને સફળ ન થવાની નિરાશાઓને પાર કરી લેવી તે જ તમારા સતત વિકાસની યાત્રા છે.

શુભ યાત્રા.