બુધવાર, 11 જુલાઈ, 2012

આપણો જેના પર આધાર છે - દેવદત્ત પટ્ટનાઇક


દર વર્ષે, જ્યારે ઉડીસાનાં પુરીનાં મંદિરમાં પવિત્ર વૃક્ષમાંથી રથ બનાવવામાં આવે છે, ત્યારે તે વૂક્ષ,રથનાં ઘડતરમાં વપરાતાં ઓજારો અને વૃક્ષને રથમાં ઘડતા સુથાર કારીગરોની પૂજા કરવામાં આવે છે. જો કે ઘરમાં થતી ધાર્મિક વિધિઓ સમયે પણ દેવની પૂજા કરતાં પહેલાં, પૂજામાં વપરાતાં સાધનો, જેવાં કે ઘંટડી,કુંભ,શંખ,દીપ વિગેરેની  પણ પૂજા કરીને તેમને ભોગ ધરવામાં આવે છે. આમ સાંકળની દરેક કડી પૂજનીય ગણાય છે.એથી હિંદુઓને  એકેશ્વરવાદી ગણવા કે અનેકેશ્વરવાદી ગણવા?

આ પ્રશ્ન ૧૯મી સદીના પ્રાચ્યવિદોને પણ, વેદની ૠચાઓના અનુવાદ કરવાના સમયે કનડ્યો છે. તેઓ એ જોયું કે દરેક ઋચા, ગ્રીકોની જેમ, અલગ અલગ દેવનું આહ્વાહન કરે છે, પરંતુ દરેક નિમંત્રિત દેવ પાછા, ક્રિશ્ચિયનોની જેમ, એક સર્વોપરી દેવ તરીકે પણ ગણવામાં આવતા હતા. આને કારણે તેઓ ગુંચવાઇ જતા.

કેટલાકનું માનવું હતું કે હિંદુઓ એકેશ્વર કે ઉપાસ્ય દેવવાદી છેઃ તેઓ માને છે એક દેવને, પણ બીજા દેવોનાં અસ્તિત્વને સ્વિકારે છે.મૅક્ષ મ્યુલરે નવઓ પારિભાષિક શબ્દ પ્રયોજ્યોઃ એકૈકાધિદેવવાદ . જેનો અર્થ થાય છે જ્યારે જ્યારે જે જે દેવનું આગમન થાય ત્યારે ત્યારે તે દેવને સર્વોપરી ગણવા. બીજા શબ્દોમાં, દેવનું મહાત્મય સંદર્ભસાથે  સંકળાયેલું  છે. દુકાળમાં, વરસાદ લાવનાર ઇન્દ્રની પૂજા થતી.શિયાળામાં સૂર્ય, તો ઉનાળામાં વરુણ પૂજાતા.એવું જ વ્યવસાયમાં પણ છે.આપણે જેમની સાથે કામ પડતું હોય તે બધાજ વ્યવસાયમાં મહત્વના છે.પણ જેવો તેમના પરનો આધાર વધતો જાય તેમ તેમ તેનું મહત્વ વધતું જાય. મહત્વનો સંદર્ભ સાથે ક્રિયાકલાપ સહસંબંધ છે, એટલે વ્યાવસાયિકોને એકૈકાધિદેવવાદી  કહી શકાય.

શિવકુમાર કારના પૂર્જા બનાવતાં એક નાનાં કારખાનાનો માલિક છે. ધંધો સારો એવો જામેલો છે. શિવકુમાર અઠવાડીયાંનો એક એક દિવસ જૂદાં જૂદાં ખાતાંઓને ફાળવે છે. સોમવાર વેચાણ અને વેચાણ વ્યવસ્થા, મંગળવાર માલની હેરફેર, બુધવાર ઉત્પાદન, ગુરૂવાર નાણાં, શુક્રવાર માનવ સંશાધન અને શનિવાર શાસન અને ઠેકેદારના કારીગરોસાથે એમ તેનું અઠવાડીયું વહેંચાયેલ છે.જ્યારે તેના મંત્રીએ તેને આ પ્રકારની વ્યવસ્થાનું કારણ પૂછ્યું તો તેનું કહેવું હતુ કે "દરેક વિભાગ મારા વ્યવસાયમાં ફાળો આપે છે. તેથી તેમને એક દિવસનો એક કલાક ફાળવીને તેમની કદર કરૂં છું. દરેક વિભાગ મહત્વનો અને ખાસ છે.જો હું કોઇ એક પર ધ્યાન આપું, તો બીજા વિભાગો તેમને દુર્લક્ષ થઇ રહ્યું છે તેમ અનુભવે,કદાચ નકારાત્મક પણ અનુભવે. આમ થાય તેવું હું નથી ઇચ્છતો.તેમને બધાને મહત્વ આપીને હું સંગઠન અધિક્રમ થતો અટકાવી રહ્યો છું.દરેક વિભાગ પોત પોતાની રીતે અગત્યના છે.વ્યવસાય દરેક પર આધાર રાખે છે."
બજારમાં શિવકુમારના મુખ્ય પ્રતિસ્પર્ધી રાકેશ જૂદી વ્યૂહ રચના અપનાવે છે.તેના માટે તેના ગ્રાહક ભગવાન છે, અને કંપની ની દરેક વ્યક્તિ અને પ્રવૃતિનું લક્ષ તે ગ્રાહકનો સંતોષ છે.ગ્રાહકોન્મુખ વિભાગ તેને મન, અન્ય વિભાગ કરતાં, વધારે મહત્વના છે. આને કારણે તેમનું વેચાણ સારૂં રહે છે અને ગ્રાહકોનું મૂલ્ય સુનિશ્ચિત રહે છે.

શિવકુમાર અને રાકેશ બન્નેની બજારમાં શાખ સારી છે.બન્ને નફો કરે છે.પણ તેમની ટીમનાં સંચાલન માટેનો તેમનો અભિગમ જૂદો છે.શિવકુમાર એકૈકાધિદેવવાદને અનુસરે છેઃ ઘણા દેવ,પણ દરેકનું મહત્વ સાંદર્ભીક. જ્યારે રાકેશ એકેશ્વરવાદી છેઃ તેને માટે ગ્રાહક એ એક માત્ર ભગવાન છે.

v  ET ની કૉર્પૉરૅટ ડૉઝીયર પૂર્તિમાં, ઍપ્રિલ ૨૭, ૨૦૧૨ના રોજ, પ્રસિધ્ધ થયેલ.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જૂલાઇ ૧૧, ૨૦૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો