રવિવાર, 15 જુલાઈ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૨


#11 - સંઘ
અંગત ધ્યેયસિધ્ધિ હાથવેંત છે, પરંતુ ટીમને તમારી વધારે જરૂર છે. તમે શું કરશો?
તેમની ટુકડી શિખરથી માત્ર સોએક ફૂટ જ દૂર હતી ને, ઑક્સીજનના અભાવને કારણે, જ્યોતિ બેભાન થઇને પડી ગઇ. તે ત્રણ પૈકી બે જણાએ સામેથી જ્યોતિ પાસે રહેવાનું , અને રસિકે બાકીની ટીમ સાથે આગળ ચડવાનું ચાલુ રાખવાનું ઠેરવ્યું. તેણે એક સેકંડ પૂરતો વિચાર કર્યો અને તે પણ પાછો ફરી ગયો.
જો તમારા વિચારો ખોવાઇ જાય, તો તેને ક્યાં શોધશો?
એકવાર મારી વિચારશક્તિ ખોવાઇ ગઇ. યેનકેન પ્રકારેણ, પાછી પણ મળી ગઇ. મને એ પણ ખબર નથી કે તે કેમ કરતાં ખોવાઇ ગઇ - કારણકે વિચારશક્તિ જ ન હોય, તો પછી તે નથી  તે પણ ક્યાંથી ખબર પડે?  આવું કંઇ લખવા બેસું, ત્યારે એમ થાય ખરૂં, કે હજૂ વિચારશક્તિ મળી નથી.
તેને કોઇ પણ હિસાબે લેખકનાં કુંડાળામાંથી બહાર નીકળવું હતું.
એક વ્યાવસાયિક લેખક હોવાને નાતે છ છ દિવસ સુધી લખી ન શકવું તેને અકળાવતું હતું.તે દિવસે, તેણે લખવું જ છે તેવો નિશ્ચય કરી  રાખેલો.તેણે પરાણે પરાણે ૧૪ પાનાં લખી નાખ્યાં. તે રાતે, બધું ફરીથી વાંચીને, તેણે એક એક પાનાની ઝીણી ઝીણી કરચો કરી નાખી અને પછી, સોડ તાણીને ઉંઘી ગયો.
બિપિન ગુંચવાઇ ગયો હતો.જો કે થોડીવાર પ્છી તેને ખયાલ આવી ગયો કે સાચી સમસ્યા શું હતી.
બટુક નિરાશાજનક ગુંચવણમાં ભરાઇ પડ્યો હતો. સમસ્યા તો સાદી હતી. તેને સમજાતું નહોતું કે તે ક્યાં છે. મૂળમુદ્દે, તેનાં ગંતવ્ય સ્થાનની તે કઇ તરફ છે કે તેનાથી કેટલો દૂર છે, એ સમજાતું નહોતું. થોડી મથામણ પછી તેને ખરી સમસ્યા શું છે તે ખયાલ આવ્યો - તેની પાસે ખોટો નકશો હતો.
નેતા વિદાય થયા અને કોઇએ તેની નોંધ પણ ન લીધી.
નેતાની વિદાયની કોઇએ નોંધ પણ ન લીધી. કેટલાકનું કહેવું હતું કે તેમણે એવું કર્યું પણ શું છે - "જુઓ તેમની ગેરહાજરીમાં બધું બરાબર ચાલી રહ્યું છે". ખરા અર્થમા, લોકો જે નોધવાનું ચૂક્યા હતા, તે એ કે થોડા સમય પછી તેમની જરૂર ન પડે એમ કરવું જ ખરૂં મુશ્કેલ કામ છે.
નવો વ્યવસાય શરૂ કરવો સહેલો છે, તેનેમાટે કામ મેળવવું મુશ્કેલ.
જતિને વિચાર્યું નહોતું કે તેના નવા વ્યવસાયમાટે કામ મેળવવામાં, આવી અને આટલી, મુશ્કેલી પડશે.તેનું સંપર્ક વર્તુળ વિશાળ હતું. પહેલાં છ અઠવાડિયામાં ૨૦ મિટીંગ ગોઠવાઇ ગઇ હતી.દરેક મિટીંગ સારી પણ રહી હતી.જતિન શું કરી રહ્યો એ જાણવામાં બધાને રસ રહેતો.પણ તેને પહેલો ઑર્ડર આપવાની પહેલ કરવાની હિંમત કોઇ નહોતું કરી રહ્યું.
વાસ્તવિક ખેલ હકીકતમાં વાસ્તવિક ન પણ હોય....
તેઓ નોકરીની શોધમાં હોય તેવી વ્યક્તિની સાચી પરિસ્થિતિનો ખેલ રજૂ કરવા માગતા હતા. કથાનાયક, જતીન, નોકરીની તલાશ કરતો હોય છે.દરેક અઠવાડીયાંના ખેલમાં, જતીનના નોકરીની શોધના પ્રયત્નો અને નિષ્ફળતાઓ રજૂ કરાતી રહી. છ છ મહિના પછી પણ  જતીનને નોકરી નથી મળી શકી. એમાં કોઇ નાટકીય તત્વ નહોતું.ખેલ પાણીમાં બેસી ગયો  હતો.
વેચાણ પરિસંવાદ ઓછા ખર્ચવાળો હોય નહીં.
જતીન વેચાણ અંગે શીખવા માંગતો હતો. રજૂઆત લોભામણી હતી. માત્ર ૯૯૯ રૂપિયા, સ્થાવર મિલ્ક્ત ઉદ્યોગના ખેરખાંઓ સાથે એક દિવસ ખભેખભા મેળવવાના - જતીનને પોતાનામાં એક સફળ વેચાણકાર દેખાઇ રહ્યો હતો. દરેક વક્તા સારા હતા. દિવસને અંતે, જતીન ૧૦,૦૦૦ રૂપિયાની વસ્તુઓ ખરીદી ચૂક્યો હતો. આમ જતીન ખુદ જ વેંચાઇ ગયો હતો.
શું તમે ખરેખર સહુથી અગત્યની કડી પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે?
આ અઠવાડિયે હું લેખકોની પરિષદમાં ગયો હતો.પરિષદના સમધારણકર્તાએ  બધાને પરિષદ અંગેની તેમની અપેક્ષાઓની યાદી બનાવવા કહ્યું. યાદીમાં સહુથી વધારે પુસ્તકો કેમ વેંચવાંથી લઇ ને એક સબળ સંપર્ક વર્તુળ કેમ બનાવવું સહિતના વિષયોને તો આવરી લેવાયા હતા.  'હું સહુથી સારો લેખક શી રીતે બની શકું?'ની  ગેરહાજરી સહુથી નોધપાત્ર આશ્ચર્યની વાત હતી.
#20 - ખુશી
તમને શું ખુશ કરે છે?
જતીનમાટે આ વર્ષ સારું રહ્યું હતું. તેનાં કૌટુંબિક જીવનના પક્ષે થોડી કિંમત ચૂકવી ને, પણ તેને ખોબે ખોબે તેની મહેનતનાં મીઠાં ફળ મળ્યાં હતાં. જ્યારે તેણે તેના મિત્ર બિપિનને કહ્યું કે તેની પાસે ખુશ થવાનાં પૂરતાં કારણો છે, ત્યારે બિપિને પૂછ્યું - "ખુશ થવા માટે કોઇ કારણ હોવું જરૂરી છે?"
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // જૂલાઇ ૧૫,૨૦૧૨

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
.  લઘુ ગાથા -  ગુચ્છ ૧


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.