શુક્રવાર, 27 જુલાઈ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૪


તમે નોકરી શોધશો કે….ગાથા માણોઃ


નવ મહિનાસુધી 'નોકરીની તલાશ'માં ખોવાયેલો રાકેશ નિચોવાઇ ગયો હતો.. ચારે બાજૂ બહુ જ ગાળાકાપ હરિફાઇ હતી.રાકેશે એ નવ મહિનાઓ દરમ્યાન પોતા પર ઘણું રોકાણ કર્યું હતું. આખરે, તેને નોકરી મળી.તે હવે સાવ સામાન્યનહોતો રહ્યો. પરંતુ કંઇક અંશે અસાધારણ બની ચૂક્યો હતો, એટલે કોઇ કંપની એ તેને 'ખોળી' કાઢ્યો હતો.
ફૉટૉ સૌજન્યઃ Khalil Shah at Flickr
જોશ બનાવી રાખજો નહીંતર ... ગાથા માણોઃ 
 નોકરીમાંથી છૂટા કરાયાના સમાચારે જયેશને આઘાત પહોંચાડ્યો. તે હંમેશા મહેનતુ રહ્યો હતો અને તેનાં લક્ષ્ય પણ પૂરાં કરતો હતો. શરૂઆતના અઘાતમાંથી કળ વળ્યા પછી, તેણે જેઓને છૂટા નહોતા કરાયા તેમનો અભ્યાસ કર્યો.હવે તેને કારણ સ્પષ્ટ થઇ આવ્યું: તે એટલા સારૂ છૂટો કરાયો હતો કારણકે તેની અંદર  જોશનો અગ્નિ નહોતો દેખાતો!
ફૉટૉ સૌજન્યઃBillyPalooza at Flickr
તમે એવું માનો છો કે તમે આગળ વધી ચૂક્યા છો.તમને તે વિષે ખાત્રી પણ છે. પણ, શું ખરેખર તેમ બન્યું છે? ગાથા માણોઃ


પાંચ વર્ષ પહેલાં શૈવાનિના વ્યાવસાયિક ભાગીદારે તેને છેતરી હતી.શૈવાનિ મક્કમતાપૂર્વક આગળ વધી ચૂકી હતી. આ બધું ભૂલી ને કઇ રીતે આગળ વધી ચૂકી છે તે વાત તેનાં મિત્રોને શૈવાનિ ગર્વથી, વર્ષો સુધી,  કહેતી રહી. એક દિવસ, તેની ખાસ બહેનપણીએ પૂછી નાખ્યું - "શૈવાનિ, તું ખરેખર આગળ વધી ચૂકી છો ખરી?"
ફૉટૉ સૌજન્યઃ Jessica Flavin at Flickr
#34 - ચૉકલૅટ્નાં કારખાનાંનો ચમન
જ્યાં સુધી તમે મનફાવે તે કરવાનાં પરિણામો ભોગવવા તૈયાર હો, ત્યાં સુધી તમારૂં ધાર્યું કરતાં રહો…. ગાથા માણોઃ 


ઘરે જવાનો સમય થતાં સુધી ચમન થાકી ગયો હતો. તેના બૉસે હાકલ કરી, તેને બે મોટા ઑર્ડર ડબ્બાઓમાં ભરી રાખવા જણાવ્યું.ચમને કાગળીયાં ઠૂંસીને બે મોટા ડબ્બામાં ભેટ આપવાની રીતે સજાવી કાઢ્યા. તે જ સમયે, બૉસે આવીને કહ્યું - "ચમન, આ મારા તરફથી તારાં કુટુંબને ભેટ છે. મારા વતી ખૂબ માણજો!"
ફૉટૉ સૌજન્યઃ Will Pate on Flickr
#35 - કદર
તમારી યોગ્યતાને અનુરૂપ કદર પામવા માટે એકલી મહેનત પૂરતી નથી…. ગાથા માણોઃ

જૈમિનની મહેનત પૂરતી નહોતી પરવડતી. ચારે ચાર વર્ષમાં, ક્યાં તો તેની કદર ન થતી કે પછી કોઇ બીજું કદર ખાટી જતું.જૈમિન નિરાશ રહેતો. હતો. એક દિવસ, તેના જૂના સાથીદારે કહ્યું - 'જૈમિન, ક્યાં તો તું તારી કદર થવાની વાત ગૂંચવી નાખે છે કે પછી તારૂં કામ સહેલું બતાવી દે છે."
તાજી ચર્ચાઃ પહેલી ટીપ્પણી અને પહેલા આવેલા બે ઇ-મૅલ પરથી એવું લાગે છે કે કેટલાંક લોકો બે લીટીની વચ્ચે વધારે પડતું વાંચી રહ્યાં છે.તેથી કેટલીક ચોખવટ કરવી અસ્થાને નહીં ગણાયઃ
* તમારી કદર થાય તે માટે, તમે તમારી સિધ્ધિનાં બણગાં ભલે ન ફૂંકો, પરંતુ તેને સંતાડી પણ ન રાખો.
* જરૂર વિનમ્ર થવું જોઇએ, પણ તેનો અર્થ એ નહીં કે, તમારાં 'યોગદાન'ને ગણનાપાત્ર ન બતાવો.
* તમારાં વખાણ તમારી જાતે ન કરવાં જોઇએ, એટલે અર્થ એમ પણ નહીં કે તમે જે કંઇ સિધ્ધ કર્યું હોય, તે બતાડવામાં શરમ અનુભવવી.
ફૉટૉ સૌજન્યઃ Polgano at Flickr
જ્યારે તમે સમસ્યાઓથી ચારેઅબાજૂથી ઘેરાયેલા હો, ત્યારે તમને ઘણી મહત્વની વાતો દેખાતી નથી... આ ગાથા માણોઃ 


ગળાંબંધ દેવામાં ડૂબેલા અને તાજેતરમાં જ નોકરીથી રૂખસદ પામેલ ટીકુએ પોતાના જીવનને ટુકાવવાનું નક્કી કરી નાખ્યું. તેની આપઘાત નોધ, જાણે આભાર અને આશીર્વચનોની સીધીસાદી  છ પાનાં લાંબી યાદી.  તે રાત્રે, છેલ્લી એક વાર તે નોંધ વાંચી ને ટીંકુને હસવું આવી ગયું.તેને ખ્યાલ આવી ગયો કે આત્મહત્યા એ મુર્ખતાપૂર્ણ પગલું છે.
ફૉટૉ સૌજન્યઃ Impala74 on Flickr
પાગલપણું તો લાખો રીતે દેખાઇ આવે... આ ગાથા માણોઃ 
 તે દિવસે કોઇ ટપાલ નહોતી. જયુ બહુ એકલતા અનુભવી રહ્યો. છેલ્લા છ મહિનાથી જયુને દરરોજનો એક પત્ર તો આવતો જ.પરંતુ, આજે કોઇ ટપાલ નહોતી. જયુ આખો દિવસ બહુ દુઃખી રહ્યો. રાતના જમવાની થોડીવાર પહેલાં રહસ્ય ખુલી ગયું  - તેને યાદ આવ્યું કે ગયે અઠવાડિયે તે ટપાલ નાખવાનું ભૂલી ગયો છે.
ફૉટૉ સૌજન્યઃ  KTommy at Flickr
જ્યારે તમે કોઇને નવાઇ પમાડવાનું વિચારો ,ત્યારે ધાર્યા કરતાં કંઇક વધારે થઇ જઇ શકે તે માટે તૈયાર રહેજો... આ ગાથા માણોઃ 


જયકિશને હીરાના હાર માટે તિજોરી ઠલવી નાખી હતી. બકુલા સાથેનાં પંદર વર્ષનાં લગ્નજીવનમાં તેને ક્યારેય તેનો જન્મદિવસ યાદ નહોતો રહ્યો. આજે, તેણે બકુલાને આશ્ચર્યચકિત કરવાનું નક્કી કર્યું હતું.
મોડી રાત્રે, જ્યારે તે ચોરીછૂપી ઘરમાં દાખલ થયો, ત્યારે બકુલા નહોતી. ટેબલ આ લખાણવાળું એક કાર્ડ પડ્યું હતું - "જયકિશન, ખેલ ખતમ!" 
ફૉટૉ સૌજન્યઃ  Dharma Communications on Flickr
યોગ્ય નિર્ણય લેવા તે બહુ મહત્વનું છે. પરંતુ તે "યોગ્ય" નિર્ણય પર પહોંચતાં તમને કેટલો સમય લાગશે તે પણ એટલું જ મહત્વનું છે.... આ ગાથા માણોઃ 
 ચાર રસ્તાપર પહોંચતાં જ, લંકેશ અચાનક જ થંભી ગયો. લંકેશ 'સાચી' પસંદગી કરવા માગતો હતો. રસ્તાના બન્ને મોડના થોડાઘણા ફાયદા અને ગેરફાયદા હતા. લંકેશ ખાસ્સો સમય વિચારતાં વિચારતાં ત્યાં ઊભો રહ્યો. અંધારૂં ઢળી ચૂક્યું હતું. એવામાં એક દારૂના નશામાં ધૂત ટ્રક ડ્રાઇવરે પાછળથી ટક્કર મારી, અને તેને કચડતો ચાલ્યો ગયો.
ફૉટૉ સૌજન્યઃ  Shenghung Lin on Flickr
ક્યારેક સ્વપ્ન કલ્પનાતીત હોય છે:)... આ ગાથા માણોઃ 


રિતેશે ચાકરને તેની ફેરારીની ચાવી સોંપી અને તે જ સમયે ફૉનની ઘંટડી વાગી.
ખરેખર તો, ઘંટડી તેની ઑફિસમાં વાગી રહી હતી.
આહ, આ તો એક શમણું હતુ!
રિતેશ હસ્યો અને પોતાની મર્સીડીઝ તરફ ચાલતી પકડી.
તે સમયે જ, એક અવાજે તેને જગાડી દીધો - "ઉઠ, નહીં તો ટ્રેન ચુકી જઇશ."
ફૉટૉ સૌજન્યઃ  Bobasonic on Flickr
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // જૂલાઇ ૨૭,૨૦૧૨ ǁ

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
.   લઘુ ગાથા -  ગુચ્છ ૩


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.