મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

શ્રધ્ધાનો વિષય - દેવદત્ત પટ્ટનાઇક


આજકાલ ખોટાં કારણોસર સમાચારમાં ચમકતી રહેતી બાર્કલૅસ,એચએસબીસી અને યુબીએસ જેવી મોટી મોટી કંપનીઓનાં ઉદ્દેશ્ય કથન વાંચીશું તો તે બધાં જ પવિત્રતા(ના ડોળ)થી બહુ ઉભરાતાં જણાશે, પરંતુ એ પ્રશંસનીય કથનમાટે તેમને જરા પણ માન હોય તેવું  તેમનાં કારનામાંઓથી ફલિત થતું નથી જણાતું. હિતધારકોના બહોળા સમુદાય ધરાવતી આ કંપનીઓએ તેમનાં ઉદ્દેશ્ય કથનને ગંભીરતાપૂર્વક ન લેવાં જોઇએ? અને જો એમ નથી જ કરવું તો, બીજાં કરતાં વધારે પવિત્ર હોવાનો ડોળ શા સારૂ?
એક જમાના પહેલાં, ઈજીપ્તની નદીની ખીણમાં ગુલામો રહેતા હતા.આ ખુબ જ ઉપજાઉ  જમીન હતી. અહીં ખોરાકની કોઇ કમી નહોતી, પરંતુ સ્વતંત્રતા નહોતી. એક દિવસ એમની વચ્ચે એક પયગંબર આવ્યા અને એમણે દૂધ અને મધથી રદાયિત ભૂમિની વાત કહી. ગુલામો આ વાતથી એટલા ઉત્તેજિત થઇ ગયા કે તેની શોધમાં,ફારોહની ખફગી અને ઉજ્જડ પ્રદેશની કુદરતી આપાત્તિઓ વહોરીને પણ, તેમણે પરિચિત સગવડોવાળાં ઈજીપ્તને છોડી દીધું.
કંપનીઓનાં દૂરંદેશી કથન, વસ્તુતઃ આ રદાયિત ભૂમિ  છે, જે કર્મચારીઓને પ્રેરણા અને દિશા પૂરાં પાડે છે.
એક વાર ઈજીપ્તથી બહાર નીકળ્યા એટલે, પયગંબરના અનુયાયીઓએ તેમની સ્વતંત્રતાની જાહેરાત સોનાનાં વાછરડાંની ભક્તિદ્વારા કરી.રદાયિત ભૂમિ તો જાણે ભૂલાઇ જ ગઇ. તેથી પયગંબરે, પથ્થરમાં કોતરીને , યોગ્ય વર્તણૂક કેવી હોવી જોઇએ તે ઠરાવતા ઇશ્વરી આદેશ રજૂ કરવા પડ્યા.
પયગંબરના આ ઇશ્વરી આદેશ એ સુસાશનના સિધ્ધાંતો છે જેના વડે વરદાયિત ભુમિની શોધ નૈતિક વર્તનના દાયરામાં રહે છે.
શ્રધ્ધા અને ઇશ્વરી આદેશનાં સમર્થનમાટે સંધર્ષ કરી રહેલા,પરંતુ પોતાની દ્રષ્ટિમાંથી વરદાયિત ભૂમિને ઓજલ ન થવા દેવાવાળા પિડીત રાજાઓ અને પયગંબરોની કેટલીય વાતો બાઇબલમાં જોવા મળે છે.
રણમાં કશું ખાવાનું નથી મળતું. દરરોજ, એ દિવસ પુરતું, ખાવાનું [મન્ના] ભગવાન સ્વર્ગ માંથી મોકલતા જ રહે છે. અને તેમ છતાં કોઇ સંશયી અનુયાયી વધારાની એક મુઠ્ઠી મન્ના સેરવી લે છે, કદાચ કોઇ દિવસ કામ આવે! આમ શ્રધ્ધા અને અનુપાલન વચ્ચે સદાય ખેંચતાણ રહી છે. જ્યાં શ્રધા હોય, ત્યાં અનુપાલન એ કોઇ ખાસ મહત્વનો મુદ્દો નથી બનતો.પરંતુ, જ્યારે શ્રધ્ધાનો અભાવ  હોય, ત્યારે અનુપાલન એ બહુ મોટો મુદ્દો બની રહે છે.
આપણે એ ક્યારે પણ ભુલવું ન જોઇએ કે આધુનિક વ્યવસાય પધ્ધતિઓ ઉત્તર અમેરિકા અને યુરૉપમાંથી આવેલ છે.એટલે જે કંઇ વિચારો પ્રસ્તાવિત અને સાર્વત્રિત થયા છે તેના પર ઉપર ખ્રિસ્તી સંસ્કૃતિની અસરો ઘણી વધારે જોવા મળે છે, જેમ કે દૂરંદેશી કથન,વસ્તુતઃ વરદાયિત ભૂમિ છે; નિયમો ઇશ્વરી આદેશ છે; મુખ્ય સંચાલક રાજા છે અને હિસાબ-તપાસનીશ એ પયંગબર છે. નિયામક મંડળ, અથવા તો કહો કે અંશભાગી હિસ્સેદારો/the shareholders, તો હકીકતે ભગવાન જ બની રહે છે.  આમ, શ્રધ્ધા અને અનુપાલનનો સંધર્ષ સદૈવ ચાલુ જ રહે છે.
જેમ જેમ, વૈજ્ઞાનિક ક્રાંતિમાંથી જન્મેલ ઔદ્યોગિકરણની સાથે સાથે આધુનિક વ્યાવસાયિક પધ્ધતિઓ સર્જાતી અને વિકસતી ગઇ, તેમે તેમ ખ્રીસ્તી માન્યાતાઓ પણ વૈજ્ઞાનિક સિધ્ધાંતોમાં ભળતી ગઇ. 'ઇશ્વર' જેવા શ્ર્ધ્ધાના વિષયને,  વિજ્ઞાન શંકાની નજરે જૂએ છે. વૈજ્ઞાનિક ક્રાંતિને આમ પણ સત્તાની સુગ છે જ. એટલે, લોકતાંત્રિક પધ્ધતિઓ દ્વારા વ્યક્તિગત પૂર્વગ્રહોને દૂર કરીને, ઔચિત્યને સ્થાન આપતાં સંઘબળને વધારે મહત્વ આપવામાં આવ્યું .આમ વ્યક્તિગત વ્યવસાયોનું સ્થાન સંસ્થાગત વ્યવસાયોએ લીધું.પરંતુ વ્યક્તિગત અંશભાગી હિસ્સેદારો /shareholders તો આખરે માનવી જ છે, એટલે તેઓ પર વિશ્વાસ ઓછો બેસે. તેથી તેમની ઉપર નિયંત્રકો અને તેમની ઉપર સરકારનાં નિયમનો દાખલ થયાં.
બાઇબલીય રાજાઓ અને પયગંબરોની જેમ આપણે ઉજ્જડ પ્રદેશમાં ફસાઇ ગયાં છીએ, કારણ કે નિયમોથી ત્રાસીને કોઇને કોઇ તો, હંમેશાં, દૂરંદેશી વિષે શંકા કરતું અને મન્ના ચોરતું જ રહે છે.આપણે મુખ્ય સંચાલકને દોષ દેતાં પહેલાં આપ્ણી જાતને પૂછવું જોઇએ કે અંશભાગી હિસ્સેદારને શું જોઇએ છેઃ મૂલ્યો કે નફો.દરેકને મૂલ્યોની સાથે નફો જોઇતો જ હોય છે, પરંતુ જ્યારે કોઇ એકની પસંદગી કરવાની આવે, ત્યારે મૂલ્યોની સરખામણીમાં પસંદગી નફા ઉપર વધારે ઉતરતી હોય છે, કારણ કે નફો ન હોય તો વ્યક્તિનું, સંસ્થાનું કે અંશભાગી હિસ્સેદારનું અસ્તિત્વ જોખમમાં આવી પડતું જણાય છે. સવાલ એ છે કેઃ કેટલો નફો? કામગીરીને પ્રાધાન્ય આપતી સંસ્કૃતિમાં જ્યારે દૂરંદેશી કે મૂલ્યો પણ હોડમાં હોય, ત્યારે પણ નિષ્ફળતા એ વિકલ્પ નથી ગણાતી.
કારણ કે આપણા નિયામક, ઇશ્વર,નું અસ્તિત્વ ભૌતિક નજરે દેખાતું નથી એટલે આપણે એવું માની લેતાં હોઇએ છીએ કે  આપણે છટકી જઇ શકીશું  કે  ઘાલમેલ કરીશું તો કોઇ જોઇ નહીં જાય. કોઇ કોઇવાર છટકી જવાતું હોય એવું બનતું રહે છે ખરૂં, પરંતુ હંમેશાં છટકી નથી શકાતું. 

*        ETની કૉર્પૉરૅટ ડૉસીયર પૂર્તિમાં ઑગસ્ટ ૧૦,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.
v અસલ અંગ્રેજી લેખ A matter of faith લેખકની વૅબસાઇટ દેવદત્ત.કૉમપર સપ્ટેમ્બર ૧૦,૨૦૧૨ના રોજ Articles, Leadership  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.